વી.વી. મુજુમદાર

સ્વિત્ઝરલૅન્ડમાં સ્થિત શૉબલિન કંપનીમાં કામ કરતા કરતા વી.વી. મુજમદારે બૉલ સ્ક્રૂ નિર્માણની પૂર્ણ પ્રક્રિયાનો અનુભવ લીધો. ત્યાર પછી ભારતમાં પણ એ જ ગુણવત્તાના બૉલ સ્ક્રૂનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો અને ‘ઇન્સ્ટિટ્યુટ ઑફ ઍપ્લાઈડ રિસર્ચ’ (આઈ.એ.આર.) ની શરૂઆત કરી.