ડ્રિલિંગ ફિક્શ્ચર : 2

26 Aug 2021 15:18:37

જિગ્જ અને ફિક્શ્ચર્સ વિશેની વિગતવાર માહિતી આપતી લેખમાળાનો આ નવો લેખ આપણને ડ્રિલિંગ ફિક્શર વિશે ચિત્રો અને ઉદાહરણો સાથે પરિચિત કરાવશે.

pic-1_1  H x W:
 

પાછલા લેખમાં આપણે ટેમ્પલેટ, ટેમ્પલેટ જિગ, પ્લેટ ટાઈપ જિગ, ડ્રિલિંગ ટેમ્પલેટ તથા જિગ વિશે જાણકારી મેળવી. લેખમાં આપણે ઍન્ગલ પ્લેટ ટાઈપ જિગ વિશે જાણકારી મેળવીશું. માટે આપણે સૌ પ્રથમ એક સામાન્ય જિગ જોઈએ. ચિત્ર ક્ર. 1 માં એક ઍન્ગલ પ્લેટ ટાઈપ જિગ દેખાડવામાં આવ્યું છે.

 

pic-1_1  H x W:
 

ચિત્ર ક્ર. 1 : ડ્રિલિંગ જિગ

 

ચિત્ર ક્ર. 1 માં દર્શાવવામાં આવેલ અલગ અલગ ભાગ આગળ આપેલા છે

 

1.     જિગ (મુખ્ય) બૉડી

2.     લોકેટિંગ પિન (લોકેટર)

3.     ‘C’ વોશર

4.     ક્લૅમ્પિંગ નટ

5.     લાઇનર બુશ

6.     સ્લિપ બુશડ્રિલ માટે

7.     સ્લિપ બુશરીમર માટે

8.     રીટેનિંગ સ્ક્રૂ ( સ્ક્રૂ બુશને પકડીને રાખે છે.)

9.     કાર્યવસ્તુ

હવે આપણે દરેક ભાગના કાર્યની જાણકારી મેળવીએ. કાર્યવસ્તુનો (ચિત્ર ક્ર. 2) ‘વ્યાસ H7 શ્રેણીનો અને બાહ્ય સપાટી સામાન્ય ફિનિશ કરેલ છે. સાથે , બંને બાજુની સપાટી પણ ફિનિશ કરેલ છે. કાર્યવસ્તુવ્યાસમાં લોકેટ કરેલી છે.

 

જિગ (મુખ્ય) બૉડી

 

ફિક્શ્ચરનું મુખ્ય માળખું છે જેના પર બીજા બધા ભાગ બેસાડવામાં આવે છે અને ફિક્શ્ચરની મજબૂતાઈ આના પર આધાર રાખે છે. આને કાસ્ટ આયર્નથી પણ બનાવી શકાય છે, પણ માટે એના આકારનું માનકીકરણ જરૂરી છે. કારણ કે, જો દરેક ડિઝાઇનર પોતાની જરૂરિયાત મુજબ અલગ અલગ માપના માળખા બનાવે, તો એટલા પ્રકારના માળખા તૈયાર થશે અને બધી પૅટર્નને સાચવવી એક અલગ માથાનો દુખાવો થશે. એટલા માટે મોટાભાગના ફિક્શ્ચર વેલ્ડિંગ દ્વારા અથવા બિલ્ટઅપ પદ્ધતિથી બનાવાય છે. બિલ્ટઅપ પદ્ધતિમાં, ફિક્શ્ચરના ભાગ અલગ અલગ બનાવીને એમને જોડવામાં આવે છે. આના માટે, જરૂરિયાત મુજબ સ્ક્રૂની સાથે સાથે ડૉવેલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અગર વેલ્ડિંગ કરવામાં આવેલું હોય તો સ્ટ્રેસ રિલિવીંગ કરવું જરૂરી હોય છે. માળખું બનાવવા માટે માઇલ્ડ સ્ટીલનો (M.S.) મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે.

 

લોકેટિંગ પિન (લોકેટર)

 

તેનું મુખ્ય કાર્ય, કાર્યવસ્તુને સચોટરૂપે સ્થિત કરવાનું છે. ભાગ સંપૂર્ણપણે અથવા ફક્ત બાહ્યરૂપે કઠણ (કેસ હાર્ડનિંગ) કરવામાં આવે છે અને તેનો વ્યાસ અને સંલગ્ન સપાટી આવશ્યકતા મુજબ ગ્રાઈન્ડ કરવામાં આવે છે. ફિક્શ્ચરમાં સેટ કરેલ લોકેટરનો વ્યાસ અને કાર્યવસ્તુ પર જવા માટેનો વ્યાસ સમકેન્દ્રિત હોવો આવશ્યક છે. લોકેટરની બાજુમાં, જ્યાંથી કાર્યવસ્તુ મૂકવામાં આવે છે, ત્યાં ચૅમ્ફર આપવાથી કાર્યવસ્તુને સરળતાથી અંદર બહાર કરી શકાય છે. ચિત્ર ક્ર. 2 માં કાર્યવસ્તુ દર્શાવવામાં આવેલ છે. હવે આપણે જોઈશું કે લોકેટરને કારણે કાર્યવસ્તુની ક્રિયા (ઍક્ટિવિટી) કેવી રીતે નિયંત્રણમાં રહે છે. પહેલાના લેખમાં, આપણે જોયું કે ‘12 ડિગ્રીઝ ઑફ ફ્રીડમશું હોય છે. હવે આપણે જોઈશું કે કેવી રીતે કામ કરે છે.

 

pic-2_1  H x W: 
 

ચિત્ર ક્ર. 2 : કાર્યવસ્તુ

 

12 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ

 

ચિત્ર ક્ર. 3 માં ‘12 ડિગ્રીઝ ઑફ ફ્રીડમદેખાડવામાં આવ્યા છે. કાર્યવસ્તુવ્યાસના લોકેટરમાં સેટ કરી છે. ધારીએ કે કાર્યવસ્તુનો અક્ષ +X <-> - X દિશામાં છે, તો તે દિશા 1-2 માં આગળ પાછળ થઈ શકે છે. સાથે તે દિશા 3-4 માં પોતાની જાતને ચક્કર લગાવી શકે છે. એટલે કે, ચાર દિશામાં એની ક્રિયા પર નિયંત્રણ નથી. એનો અર્થ છે કે 12 માંથી બાકીની 8 દિશામાં થનારી એની હિલચાલ ફક્ત તેનેવ્યાસના લોકેટરમાં સેટ કરવાથી અંકુશમાં રહે છે.

 

pic-2_1  H x W: 
 

ચિત્ર ક્ર. 3

 

બાકીની 4 દિશાઓમાં હિલચાલને અંકુશમાં રાખવા માટે, કાર્યવસ્તુને નટની (ભાગ ક્ર. 4) મદદથી કસીને પકડવાથી, તે લોકેટરની સમતલ સપાટી (કૉલર) પર અડીને રહે છે. આના લીધે તે 1-2 દિશામાં હલી શકતી નથી અને કઠોરતાથી પકડેલી હોવાને કારણે 3-4 દિશામાં પોતાની જાતને ચક્કર પણ લગાવી શકતી નથી. પ્રકારે, બધી ‘12 ડિગ્રીઝ ઑફ ફ્રીડમનિયંત્રિત થઈ જાય છે. કાર્યવસ્તુ ફિક્શ્ચરમાં વારંવાર એક પ્રકારે લગાડવાથી ઉત્પાદનમાં સાતત્યતા પ્રાપ્ત થાય છે.

 

લોકેટર પર ‘S’ ખાંચો બનાવેલો હોય છે. આનું પ્રાથમિક કારણ છે કે કોઈપણ આરપાર છિદ્ર બનાવતી વખતે ડ્રિલને સપાટીમાંથી બહાર કાઢવાનું હોય છે. એટલા માટે કોઈકવાર લોકેટરમાં આરપાર છિદ્ર આપવામાં આવે છે. ચિત્ર ક્ર. 4 થી તમને જાણવા મળશે કેબરકઈ રીતે તૈયાર થાય છે. બર લોકેટરના છિદ્રમાં જઈને, કાર્યવસ્તુને ફિક્શ્ચરમાંથી બહાર કાઢતી વખતે લોકેટરમાં ફસાઈ જાય છે, એટલા માટે ખાંચો છેવટ સુધી આપવામાં આવ્યો છે. રીતે નાના છતાં મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા અને સમજવા જરૂરી છે.

 

pic-4_1  H x W: 
 

ચિત્ર ક્ર. 4 : બરનું નિર્માણ ચિપ ફૉર્મેશન

 

‘C’ વોશર અને કલૅમ્પિંગ નટ

 

વૉશરનો આકાર અંગ્રેજી ‘C’ અક્ષર (ચિત્ર ક્ર. 5) જેવો હોવાથી એને નામ આપવામાં આવ્યું છે. કલૅમ્પિંગ નટ, કાર્યવસ્તુના વ્યાસથી નાનો હોવાને કારણે વચમાં જાડા અને મોટા વ્યાસનો વૉશર લગાડવો પડશે. પરંતુ જો માત્ર ગોળ છિદ્રવાળો વૉશર લગાડેલ હોય, તો કાર્યવસ્તુને કાઢતી વખતે નટ ફેરવીને તેને પૂરેપૂરો બહાર કાઢવો પડશે. એના પછી વૉશર અને કાર્યવસ્તુને કાઢી શકાય છે. એવી રીતે, કાર્યવસ્તુ લગાડતી વખતે નટ પૂરી રીતે ફેરવીને લગાડવો પડશે, જેમાં વધુ સમય અને વધુ મહેનત લાગે છે. પરંતુ ‘C’ વૉશરનો ઉપયોગ કરીયે, તો તેની અંદરના ખાંચામાંથી સ્લાઇડ કરીને તેને સરળતાથી કાઢી શકાય છે. પરંતુ નટનો આકાર વ્યાસકરતા નાનો હોવો જોઈએ. ‘C’ વૉશર ફ્લેમ હાર્ડ અથવા ટફન કરવામાં આવે છે અને એની બાહ્ય સપાટી પર ડાયમંડ નર્લિંગ કરેલું હોય છે. આનાથી ‘C’ વૉશર સરખી રીતે પકડી શકાય છે. ચિત્ર ક્ર. 6 માં ક્વિક ઍક્ટિંગ નટ દેખાડવામાં આવ્યો છે. નટનો ઉપયોગ કરીએ તો ‘C’ વૉશરની જરૂરત નથી હોતી. નટ ખૂબ ઝડપથી કામ કરે છે. તેને ખાસ રીતે બનાવવું પડે છે. પણ ‘C’ વૉશર તથા નટ પ્રમાણિત હોય છે અને ખરાબ થઈ જાય ત્યારે સ્ટોરમાંથી લઈને તરત ઉપયોગ કરી શકાય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે હંમેશા પ્રમાણિત ભાગોના ઉપયોગને પ્રાથમિકતા આપવી જોઈએ. તમારા ધ્યાનમાં આવ્યું હશે કે ડિઝાઇનરે કેટલી અલગ અલગ કલ્પનાઓ પર એકસાથે વિચાર કરવો પડે છે.

 

pic-5_1  H x W: 

ચિત્ર ક્ર. 5 ‘C’ વૉશર

 

pic-6_1  H x W: 
 

ચિત્ર ક્ર. 6 ક્વિક ઍક્ટિંગ નટ

 

લાઇનર બુશ

 

ચિત્ર ક્ર. 7 માં લાઇનર બુશ દેખાડવામાં આવ્યું છે. આના બે પ્રકાર છે, હેડની સાથે અને હેડ વગર. બુશ હાર્ડ અને ગ્રાઈન્ડ કરેલા હોય છે. લાઇનર બુશનો બાહ્ય વ્યાસ પ્રેસ ફિટ (m6 અથવા n6) હોય છે અને આંતરિક વ્યાસ H7 માં નિયંત્રિત કરેલો હોય છે. કોઈપણ પ્રમાણિત લાઇનર જોઈને તમારા ધ્યાનમાં આવશે કે બાહ્ય અને આંતરિક વ્યાસ સમકેન્દ્રિત હોવા જરૂરી છે. જિગ પ્લેટ માઇલ્ડ સ્ટીલથી બનાવેલી હોવાને કારણે, સ્લિપ બુશ વારંવાર અંદર બહાર કરવાથી જિગ પ્લેટનું છિદ્ર ખરાબ થઈ જાય છે. જિગ ખરાબ થયા પછી ફરીથી નવી જિગ પ્લેટ બનાવવી પડે છે, એટલા માટે લાઇનરનો ઉપયોગ તર્કસંગત છે. લાઇનર બુશ દબાવીને (પ્રેસ ફિટ) લગાડવામાં આવે છે. તેને 15° નો ચૅમ્ફર આપેલો હોય છે એટલે તે બરાબર બેસી જાય. લાઇનર, બુશના કાટખૂણે લગાડવા માટે કુશળતા જરૂરી છે.

 

સ્લિપ બુશ (ડ્રિલ માટે)


pic-7_1  H x W:
 

ચિત્ર ક્ર. 7

 

ચિત્ર ક્ર. 7 માં સ્લિપ બુશની અસેમ્બ્લી દેખાડી છે. બુશને લીધે ડ્રિલનો માર્ગ સુનિશ્ચિત થાય છે. કાર્યવસ્તુની સપાટી અને બુશ વચ્ચેનું અંતર સામાન્ય રીતે ડ્રિલના વ્યાસ જેટલું અથવા તેનાથી દોઢ ગણું રાખવામાં આવે છે, જેથી ડ્રિલ ગમે ત્યાં ભટક્યા વિના સારી રીતે માર્ગદર્શિત રહે. કાર્યવસ્તુની સપાટી અને બુશની વચ્ચેનું અંતર ઓછું રાખવાથી, યંત્રણ વખતે તૈયાર થયેલી ચિપ બરાબર રીતે બહાર નીકળે છે. ચિપ બહાર નીકળતી વખતે આંતરિક વ્યાસ પર ઘસાય છે. આનાથી બુશ, ઘડિયાળની દિશામાં ફરવાની સંભાવના રહે છે. ટાળવા માટે રીટેનિંગ સ્ક્રૂ લગાડેલું હોય છે, જે બેસાડવા માટે બુશમાં ખાંચો (ચિત્ર ક્ર. 7) બનાવેલો હોય છે. સાથે , ચિપ ઉપર આવતી વખતે, ઘસારાને કારણે બુશ ઉપર તરફ ધકેલાય છે. બુશ જિગ પ્લેટમાંથી બહાર આવે એટલા માટે એનો થોડો ભાગ સ્ક્રૂની નીચે રાખવા માટે સ્ટેપ ‘A’ અને ‘B’ આપી છે. બુશ બહાર કાઢતી વખતે એને ઊંધી દિશામાં ફેરવીને બહાર કાઢવાનું હોય છે. ઘણીવાર સ્ક્રૂ ચિપના ઘસારાના બળને કારણે ટૂટી શકે છે. સ્ક્રૂ ટૂટી ગયું હોય તો બુશ ગોળ ગોળ ફર્યા કરે છે, કોઈકવાર ઉપરથી નીકળી જાય છે. ઘણીવાર સ્ક્રૂ ટૂટેલો હોય, તો પણ ફિક્શ્ચરનો ઉપયોગ ચાલૂ રાખવામાં આવે છે, જેથી બુશની સાથે સાથે લાઇનર પણ ગોળ ફરવા માંડે છે. પરિણામે છિદ્ર, જિગ પ્લેટના લાઇનરની સાથે ખરાબ થાય છે અને જિગ પ્લેટ બદલવી પડે છે. એટલા માટે સ્ક્રૂ ટૂટે અથવા ખરાબ થાય, તો તરત બદલી લેવા જોઈએ. સ્ક્રૂ વધુ પડતા તેના થ્રેડ પર ટૂટે છે. આવું થાય તે માટે ચિત્ર ક્ર. 8 અને 9 માં દેખાડ્યા પ્રમાણે એક ક્લૅમ્પ બનાવી ચિત્ર ક્ર. 8 માં દેખાડ્યા પ્રમાણે લગાડવાથી, રીટેનિંગ સ્ક્રૂ (ચિત્ર ક્ર. 10) ટૂટવાની સમસ્યા દૂર થઈ જાય છે. ક્લૅમ્પને પ્રમાણિત રીતે બનાવીને ઉપરની સમસ્યાનો ઉકેલ થઈ શકે છે. ચિત્ર ક્ર. 7 માં હેડવાળું લાઇનર દર્શાવવામાં આવ્યું છે. હેડલેસ લાઇનર માટે પણ આવી વ્યવસ્થા કરી શકાય છે.

 

pic-8_1  H x W: 
 

ચિત્ર ક્ર. 8

 

pic-9_1  H x W: 
 

ચિત્ર ક્ર. 9

 

pic-10_1  H x W 
 

ચિત્ર ક્ર. 10

 

હેડવાળું અથવા હેડલેસ બેમાંથી કયા લાઇનરનો ઉપયોગ ક્યારે કરવો એનો નિર્ણય ડિઝાઇનર કરે છે. સ્લિપ બુશની લંબાઈ, જિગ પ્લેટની જાડાઈ, ડ્રિલની લંબાઈ, ડ્રિલનું ટિપ અને કાર્યવસ્તુની વચ્ચેનું અંતર વગેરે પ્રમાણે નક્કી કરવું પડે છે. ઉપરોક્ત બધી બાબતોને ધ્યાનમાં રાખીને એક ગુણવત્તાભર્યું ફિક્શ્ચર બનાવી શકાય છે.

 

ચિત્ર ક્ર. 11 માં ઍન્ગલ પ્લેટ પ્રકારનું હજી એક ફિક્શ્ચર દેખાડવામાં આવ્યું છે. ફિક્શ્ચરમાં કાર્યવસ્તુને લોકેટર અને ડાયમંડ પિનમાં લોકેટ કરવામાં આવ્યું છે. અગર કાર્યવસ્તુ ફક્ત લોકેટર પર લોકેટ કરવામાં આવે, તો તે પોતાની જાતને ચક્કર લગાવી શકે છે. પોતાની જાતને ચક્કર લગાવે તે માટે ડાયમંડ પિન આપેલી છે. લોકેટર અને ડાયમંડ પિનના કેન્દ્ર બિંદુને જોડતી કેન્દ્ર રેખા, એટલે કે મધ્ય રેખાના (લાલ રેખા) કાટખૂણે ડાયમંડ પિન લગાડવામાં આવી છે. આનાથી કાર્યવસ્તુ ચોક્કસ રીતે બેસે છે અને તેને કાઢવી પણ સરળ થઈ જાય છે.

 

pic-11_1  H x W 
 

ચિત્ર ક્ર. 11

 

કેમકે અહીં એક માપના ડ્રિલનો ઉપયોગ કરવાનો હોય છે, ફિક્સ બુશ અથવા સ્લિપ રિન્યુએબલ બુશનો પણ ઉપયોગ કરી શકાય છે. બુશના સતત ઉપયોગથી તે ખરાબ થઈ જાય છે અને તેને બદલવામાં આવે છે. આને સ્લિપ રિન્યુએબલ બુશ કહેવાય છે. ફિક્સ બુશ દેખાવામાં લાઇનર જેવું હોય છે. આનો આંતરિક વ્યાસ F7 માં નિયંત્રિત કરેલો હોય છે. સ્લિપ બુશ અને સ્લિપ રિન્યુએબલ બુશનું કામ (ચિત્ર ક્ર. 12) એક બુશ કરે છે. આપણે લોક સ્ક્રૂનો ઉપયોગ ક્યાં કરીએ છીએ તેના આધારે આનો પ્રકાર નિર્ધારિત થાય છે. સ્ક્રૂને ‘A’ ખાંચાની જગ્યાએ લગાડવાથી સ્લિપ રિન્યુએબલ બુશ કહેવાય. પણ જો સ્ક્રૂ (ટૂટેલી રેખામાં દેખાય છે) ‘B’ ખાંચાની જગ્યાએ લગાડાય, તો તેને સ્લિપ બુશ કહેવાય.

 

pic-12_1  H x W 
 

ચિત્ર ક્ર. 12

 

જેમ આપણે ચિત્ર ક્ર. 1 માં દર્શાવવામાં આવેલ ફિક્શ્ચરના વિભિન્ન ભાગના કામો જોયા, પ્રમાણે ફિક્શ્ચરના વિભિન્ન ભાગના કામો જુઓ. સાથે , તમારા વર્કશૉપમાં વપરાતા અન્ય ફિક્શ્ચરની પણ તપાસણી કરો. આનાથી જિગ અને ફિક્શ્ચરના વિશે ઘણી બધી જાણકારી મેળવી શકાય છે. તમે જાણો છો કેસ્વાધ્યાય સારો ગુરુ છે’. જો તમને કોઈ શંકા હોય, તો અમારો જરૂર સંપર્ક કરો. અમે તમારી શંકાઓને દૂર કરવા માટે હંમેશા ઉપલબ્ધ છીએ. આગળના લેખમાં આપણે બીજા પ્રકારના જિગ વિશે જાણકારી મેળવીશું.

 

સારાંશ

 

1.     ‘C’ વૉશરના ઉપયોગના ફાયદા જાણો.

2.     રીટેનિંગ સ્ક્રૂ તૂટવાની સમસ્યા દૂર કરવા માટે ક્લૅમ્પનો ઉપયોગ કરી શકાય છે.

3.     રીટેનિંગ સ્ક્રૂનું કામ મહત્વનું છે.

4.     સ્લિપ બુશ અને સ્લિપ રીન્યુએબલ બુશની વચ્ચેનો તફાવત સમજો.

5.     ચિત્ર ક્ર. 1 થી જાણો કે લોકેટરના કારણે 12 ડીગ્રીઝ ઑફ ફ્રીડમ કેવી રીતે નિયંત્રિત થાય છે.

6.     છિદ્ર બનાવતી વખતે બરને કારણે ઉદ્ભવતી સમસ્યાનું સમાધાન જાણો.

7.     લોકેટર પર રહેલ ‘S’ ખાંચાનું કામ જુઓ.

8.     ‘C’ વૉશરના બાહ્ય વ્યાસ પર રહેલ ડાયમંડ નર્લિંગનું મહત્વ સમજો.

 

9011018388

ajitdeshpande21@gmail.com
અજીત દેશપાંડેને જીગ્સ અને ફિકશ્ચરના ક્ષેત્રમાં 36 વર્ષનો અનુભવ છે. તેઓએ કિર્લોસ્કર, ગ્રીવ્હઝ, લોમ્બાર્ડિની, ટાટા મોટર્સ જેવી અલગ અલગ કંપનીઓમાં વિભિન્ન પદો પર કામ કરેલ છે. ઘણી ખરી એન્જિનિયરિંગ કૉલેજોમાં તથા ARAI માં તેઓ અતિથી પ્રાધ્યાપક છે.
 
 
 
 
 

 

 

 

 
 

 

 
 
 
Powered By Sangraha 9.0