ઑઇલ સમ્પને હવાબંધ બનાવતો સ્વચાલન

21 Aug 2021 16:05:48

પ્રેસિંગ દ્વારા બનાવવામાં આવતા ઑઇલ સમ્પને એઅર ટાઇટ કરવામાં આવતી સમસ્યાનો ઉકેલ સરળ સ્વચાલનનો ઉપયોગ કરીને કેવી રીતે કરાયો તે જાણવા માટે આ લેખ જરૂર વાંચશો.
ghdtftrg_1  H x
આ સ્વચાલન એક મોટી કંપનીના ફોર વ્હીલર ગાડીઓના ઉત્પાદનમાં વપરાતા ઑઇલ સમ્પ માટે કરવામાં આવ્યો છે. ઑઇલ સમ્પ પ્રેસિંગ મેથડ દ્વારા બનાવવામાં આવેલો પાર્ટ હોવાથી, યંત્રણ કરેલા કોઈપણ ઉત્પાદનની જેમ આનું માપ અને સપાટી એકસરખી નથી હોતી. આ સમ્પ હવાબંધ (એઅરટાઇટ) બનાવવા માટે સિલિકૉનના સીલંટનો ઉપયોગ કરવામાં આવે છે. સિલિકૉનનો સીલંટ ઘણો જાડો હોવાને કારણે, બંધ કરવાની સપાટી પર એને એકસરખું ફેલાવું અઘરું હોય છે. એ જ રીતે, વાતાવરણમાં રહેલ ભેજના સંપર્કમાં આવતા (ક્યુરિંગને કારણે) આ સીલંટ સખ્ત બનવા લાગે છે. તેથી, નિર્ધારિત સમયગાળાની અંદર, ડિસ્પેન્સિંગ નોઝલની સહાયથી, એ સપાટી પર (ડિસ્પેન્સિંગ પછી તરત) અપેક્ષિત જગ્યાએ લગાડવું જરૂરી છે.
 
જુની પદ્ધતિ
આ બધુ કામ પહેલા હાથેથી કરવામાં આવતું હતું. એ સિવાય, ડિસ્પેન્સિંગ ગનની મદદથી મૅન્યુઅલી ડિસ્પેન્સિંગ કરવામાં એક સંપને સામાન્ય રીતે એક થી દોઢ મિનિટનો સમય લાગતો હતો. સપાટી એક સરખી ન હોવાથી વધુ સીલંટ વગર કારણે છોડવામાં આવતું હતું. આનાથી હવાબંધ થવાની પ્રક્રિયા તો થતી હતી, પરંતુ વધુ પડતો સીલંટ બહાર નીકળી જતો હોવાથી કામ જટીલ બની ગયું હતું. પરિણામે, તેમાં અપેક્ષિત એકધારી ગુણવત્તા મેળવી શકાતી નથી.

ghdtftrg_1  H x
નવી પદ્ધતિ
આ સમસ્યાનો અભ્યાસ કરતા એ નજરે આવ્યું, કે આમાં ડિસ્પેન્સિંગ પહેલા ઑઇલ સમ્પ એક નક્કી કરેલી જગ્યા પર રાખવું જરૂરી છે. એટલે કે એક એવું ફિક્શ્ચર બનાવવું જરૂરી છે, જેમાં એના માટે લોકેશન હોય. એની સાથે એ પણ ધ્યાનમાં આવ્યું, કે રોબોટ દ્વારા ડિસ્પેન્સિંગ કરવામાં આવે તો આપણને અપેક્ષિત પ્રોફાઇલ અને વારંવારતા બરાબર મેળવવું શક્ય બનશે. તે સિવાય એ નક્કી થયું કે નૉઝલ અને ડિસ્પેન્સર ઇક્વિપમેન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી એના બીડનો (સીલંટ સપાટી પર પડ્યા પછી બનેલો મણકા જેવો આકાર) આકાર નિયંત્રિત કરી શકાય છે. એ પણ નક્કી થયું કે સારી ગુણવત્તાના નૉઝલ અને ડિસ્પેન્સર ઇક્વિપમેન્ટ વાપરવાથી ઉત્તમ ગુણવત્તાની પ્રોફાઈલ મેળવી શકાશે. દર વખતે બીડના આકારમાં સાતત્યતા મળવાથી સીલંટની માત્રા ઉપર નિયંત્રણ મેળવી શકાશે. એવું તારણ નીકળ્યું કે ‘રોબોટિક્સ’ ટેકનોલોજી દ્વારા આ આખી પ્રક્રિયા ખૂબ જ ઝડપી થશે.
 
આ બધી વાતો પર વિચાર કરીને અમે એ પાર્ટની જાણકારી લઈને એક સ્વચાલિત પ્રક્રિયા બનાવી. એના માટે એક ફિક્શ્ચર બનાવ્યો, જેથી સંબંધિત પાર્ટ ઉલ્ટો ન બેસાડાય જાય. આ ફિક્શ્ચર પર પાર્ટ રાખીને ફક્ત એક બટન દબાવાથી એક રોબોટિક આર્મ થકી જોઈતી જગ્યા પર પૂર્ણ ડિસ્પેન્સિંગ કરવાનું શક્ય થયું.

ghdtftrgvdffv_1 &nbs
સ્વચાલનથી થયેલા ફાયદા
1. ડિસ્પેન્સિંગ વખતે એકસરખી બીડ મળી. એકસરખી બીડ મેળવવું આદર્શ માનવામાં આવે છે કારણ કે એનાથી નિયત વજનનો જ સીલંટ દરેક જગ્યાએ પડે છે અને સીલિંગની ખાતરી મળી જાય છે.
2. આ કામ હાથેથી કરતી વખતે બીડના આકાર પર કોઈપણ નિયંત્રણ મળતું ન હતું. લીકેજથી બચવા માટે બીડનો મોટામાં મોટો આકાર રાખવામાં આવતો હતો, પરંતુ આ સ્વચાલનને લીધે બીડનો આકાર અને સીલંટની માત્રા પર નિયંત્રણ મેળવવાનું શરૂ થયું.
3. એકથી દોઢ મિનિટનો આવર્તન સમય (સાયકલ ટાઇમ) ઘટીને 30 સેકંડ પર આવી ગયો.
4. દરેક સમ્પ માટે સીલંટનો સરેરાશ ઉપયોગ 30 ગ્રામ થી 17 ગ્રામ સુધી ઓછો થયો.
 
 
પ્રસન્ન અક્કલકોટકર મેકૅનિકલ એન્જિનિયર છે. આપ ‘ફૅબેક્સ એન્જીનિયર્સ’ ના ડાયરેક્ટર છો અને આપને સ્વચાલન ક્ષેત્રમાં 26 વર્ષથી પણ વધુ અનુભવ છે.
9422086165
prasannafabex@gmail.com
Powered By Sangraha 9.0