થ્રેડ ચેન્જિંગ સાઇકલ G78

22 Jul 2021 16:54:06

સી.એન.સી. પ્રોગ્રામિંગ વિશે વિગતવાર માહિતી આપતી આ લેખમાલાના આ પુષ્પમાં થ્રેડ ચેન્જિંગ સાયકલ G78 વિશે આપણને વાંચવા મળશે.

dfghjk_1  H x W
આ લેખમાં આપણે થ્રેડ ચેન્જિંગ પ્રોગ્રામ G78 વિશે જાણકારી મેળવીશું. 
 
G78 ની મદદથી સિંગલ લાઈન થ્રેડ

dfghjk_1  H x W 
ચિત્ર ક્ર. 1
M 5 x 1 થ્રેડ
T0505 : ટૂલ કૉલ નં. 5
G0 X 6 (X : કટિંગ પોઝિશન રૅપિડ)
Z1 (Z : કટિંગ પોઝિશન રૅપિડ)
G78 X 4.5 Z-10 F1 : પ્રથમ કાપો, પિચ 1 મિમી.
X 4.25 : બીજો કાપો
X 4.04 : ત્રીજો કાપો
X 3.9 : ચોથો કાપો
X 3.8 : પાંચમો કાપો
G0 X 20 : X ઝડપી ગતિએ 20 તરફ
Z30 : ઝડપી ગતિએ 30 તરફ
M30 : પ્રોગ્રામ એન્ડ
G78 ની મદદથી મલ્ટીલાઈન થ્રેડ પ્રોગ્રામ

adsfghj_1  H x
ચિત્ર ક્ર. 2
 
T0907 : ટૂલ કૉલ અપ
G0 X 5 (X : રૅપિડ કટિંગ સ્ટાર્ટ પૉઇન્ટ)
Z1 (Z : રૅપિડ કટિંગ સ્ટાર્ટ પૉઇન્ટ)
G78 X 4.5 Z-10H5 F1 : કટિંગ પ્રથમ કાપો, 5 લાઈન થ્રેડ કટ, પિચ 1 મિમી.
X 4.25 : બીજો કાપો
X 4.04 : ત્રીજો કાપો
X 3.9 : ચોથો કાપો
X 3.8 : પાંચમો કાપો
G0 X 20 X ઝડપી ગતિએ 20 તરફ
Z30Z ઝડપી ગતિએ 30 તરફ
M30 : પ્રોગ્રામ એન્ડ
G78 સાયકલને કેટલીક જગ્યાએ, સ્પેશલ થ્રેડ માટે થ્રેડિંગ સાયકલ, તો કોઈક જગ્યાએ ટેપર થ્રેડ કટિંગ સાયકલ કહેવામાં આવે છે. G78 સાયકલના પ્રોગ્રામનું ફૉર્મેટ નીચે મુજબ છે.
G78 X(U)...Z(W)...R...H...F...E
આ પૅરામીટરનું વર્ણન નીચે પ્રમાણે કરી શકાય છે
X (U) : અંતિમ પૉઇન્ટના સ્થાનનો X અક્ષ કો-ઑર્ડિનેટ (ઍબ્સોલ્યૂટ) તો U ઇન્ક્રિમેન્ટલ
Z (W) : અંતિમ પૉઇન્ટના સ્થાનનો Z અક્ષ કો-ઑર્ડિનેટ (ઍબ્સોલ્યૂટ) તો W ઇન્ક્રિમેન્ટલ
R : વધતો અથવા ઘટતો ટેપર
(Dmax - Dmin)/2 મિમી.
H : મલ્ટિપલ થ્રેડમાં થ્રેડ લાઈન નંબર
F : થ્રેડનો લીડ (મિમી./ફેરા)
E : ઇંચ થ્રેડ (થ્રેડ/ઇંચ)
R ના પોઝિટિવ અને નિગેટિવ વૅલ્યૂનું વર્ણન
G78 નો ઉપયોગ કરતી વખતે R નું મૂલ્ય દેવું પડે છે.
R : થ્રેડની શરૂઆત અને અંતની વચ્ચેના રેડિયલ તફાવતનું મૂલ્ય +ve અથવા -ve હોય છે. એક રેખામાં (સ્ટ્રેટ લાઈન) રહેલ થ્રેડ માટે R ની વેલ્યૂ શૂન્ય હોય છે.
R ની ગણતરીનું સૂત્ર
R (મિમી.) = (થ્રેડ કટનો આરંભિક વ્યાસ - થ્રેડ કટનો અંતિમ વ્યાસ)/2

sdfgthyujk_1  H
ચિત્ર ક્ર. 3અ
 

asdfghj_1  H x  
ચિત્ર ક્ર. 3બ
 
sdzfghj_1  H x
ચિત્ર ક્ર. 4અ

Sdfgtyh_1  H x
ચિત્ર ક્ર. 4બ
પ્રોગ્રામ લખતી વખતે ‘R’ નું સાચું મૂલ્ય અને ચિહ્ન (સાઇન) નાખવું અનિવાર્ય છે.
“R’ નું મૂલ્ય સામાન્ય રીતે
• બાહ્ય થ્રેડ માટે +ve
• આંતરિક થ્રેડ માટે -ve
• સીધી રેખામાં રહેલ થ્રેડ માટે 0 (શૂન્ય)
સક્ષિપ્તમાં કહીએ તો, જો ટૂલનું સંચાલન X +ve તથા ટેપર થ્રેડ હોય તો R -ve, અને જો ટૂલનું સંચાલન X -ve તથા ટેપર થ્રેડ હોય તો R +ve. ચિત્ર ક્ર. 3 અ અને બ તથા ચિત્ર ક્ર. 4 અ અને બ થી એ બાબત સ્પષ્ટ થઈ જાય છે.

sdftgyhjk_1  H
ચિત્ર ક્ર. 5
શંકૂ થ્રેડ કટિંગ G78 ના ઉપયોગથી પ્રોગ્રામ
T0707 ...........ટૂલ કૉલ
G0 X 9.5 .......X રૅપિડ કટિંગ આરંભિક પોઝિશન
X-15...............Z રૅપિડ કટિંગ આરંભિક પોઝિશન
G78 X 2.1 Z-5 R2.5 F1 : પ્રથમ કાપો, પિચ 1 મિમી.
X 1.8 : બીજો
X 1.6 : ત્રીજો
X 1.4 : ચોથો
X 1.3 : પાંચમો
G0 X 20 : X ઝડપી ગતિએ 20 તરફ (રૅપિડ ટૂ 20)
Z30 : Z ઝડપી ગતિએ 30 તરફ (રૅપિડ ટૂ 30)
M30 : પ્રોગ્રામ એન્ડ
 
સતીશ જોશી સી.એન.સી. મશીનિંગ ક્ષેત્રના નિષ્ણાત છે.
આપ ઘણી કંપનીઓમાં સલાહકાર રહ્યાં છો.
અલગ અલગ મહાવિદ્યાલયોમાં અધ્યાપન કરતી વખતે, સી.એન.સી. લેથ મશીન વિષય પર આપનું પુસ્તક પ્રકાશિત થયું છે. આપે કમ્પ્યુટર વિષય પર મરાઠી તથા અંગ્રેજી ભાષામાં પુસ્તકો લખ્યા છે.
8625975219
sheetalcomp@yahoo.com
Powered By Sangraha 9.0