ઉદ્યોગને સફળતાપૂર્વક ચલાવવા માટે, ઉપલબ્ધ મશીનોનો મહત્તમ ઉત્પાદક ઉપયોગ કરવામાં આવવો જોઇયે. આમ કરવાથી ઉત્પાદનની કિંમત ઓછામાં ઓછી રાખવી અને સ્પર્ધામાં મોખરે રહેવું શક્ય છે. આ માટે ઓછામાં ઓછા સમયમાં મહત્તમ યંત્રણ કરવું એ એક સરળ મંત્ર છે. મોટા ભાગના યંત્રભાગોના ઉત્પાદનમાં વિવિધ છિદ્રો માટે ડ્રિલિંગની જરૂર પડે છે. આ સરળ દેખાતા કાર્યમાં ડ્રિલ બુઠ્ઠું થઈ જવાથી તેને ડ્રિલ મશીનમાંથી બહાર કાઢવું, તેને ફરીથી ધાર કાઢવી અને તેને મશીનમાં ફરીથી બેસાડતી વખતે બરાબર ડ્રિલિંગ થાય તે માટે માપ લઈને પછી જ કામ શરું કરવું, એવા અનેક કામોમાં સમય બગડે છે. આના કારણે ઉત્પાદકતા ઘટી જવાના ઘણા ઉદાહરણો છે. તદઉપરાંત, હંમેશા વપરાતા સ્ટીલ ડ્રિલનો ફીડ રેટ વધુ રાખીએ એ પણ ચાલતું નથી.
આ કાયમ કરવામાં આવતા કાર્યને સરળ બનાવવા માટે અમે કાર્બાઇડ ઈન્ડેક્સેબલ હેડ ‘ડ્રિલમાઇસ્ટર’ (ચિત્ર ક્ર. 1) વિકસાવ્યો છે.
ચિત્ર ક્ર. 1 : ડ્રિલમાઇસ્ટર
ડ્રિલમાઇસ્ટર રેન્જની અંદરના ડ્રિલ, 6 મિમી. થી 25 મિમી. ના આકારમાં 0.1 મિમી. ના ગુણાંકમાં વ્યાસ ધરાવતા અને 1.5D, 3D, 5D, 8D અને 12D લંબાઈમાં ઉપલબ્ધ છે. (આનાથી 1.5 થી 12 સુધીના L/D ગુણોત્તરવાળા છિદ્રોનું ડ્રિલિંગ સરળતાથી કરી શકાય છે.) સ્ટીલ, કાસ્ટ આયર્ન, સ્ટેનલેસ સ્ટીલ જેવા વિવિધ પ્રકારના યંત્રભાગો માટે આ ડ્રિલ યોગ્ય છે. ડ્રિલમાઇસ્ટરની વિશેષતા એ છે, કે સ્ટીલથી બનેલ આ ડ્રિલના છેડે એક નવીન પ્રકારનો કાર્બાઇડ ઇન્સર્ટ બેસાડવામાં આવેલ છે. આ વ્યવસ્થાના બે ફાયદા છે. સ્ટીલની ડ્રિલનો ઉપયોગ કરીને મળતી યંત્રણની સુગમતા (ફ્લેક્સિબિલિટી) જાળવવામાં આવે છે, અને તેની અંદરના કાર્બાઇડ ઇન્સર્ટના કારણે વધુ ફીડ રેટ રાખીને વધુ ગતિથી યંત્રણ કરી શકાય છે. એક સામાન્ય ડ્રિલનો ઉપયોગ કરીને, કાસ્ટિંગ કરેલી યંત્રવસ્તુ માટે આશરે 0.25 થી 0.30 મિમી./પરિભ્રમણ જેટલો ફીડ રેટ રાખી શકાય છે. કાર્બાઇડ ઇન્ડેક્સેબલ હેડનો ઉપયોગ કરીને, આ જ કામ 0.45 થી 0.6 મિમી./પરિભ્રમણ ફીડ રેટ પર, એટલે વધુ ઝડપથી કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેથી ઉત્પાદકતામાં વધારો થાય છે. તેના બદલે, જો આપ સંપૂર્ણ કાર્બાઇડ ટૂલનો ઉપયોગ કરો, તો કુલ ખર્ચ બહુ વધે છે.
આ ડ્રિલમાઇસ્ટર ટૂલ ઇન્વેન્ટરીને પણ ઘટાડે છે. આમ જોવા જઈયે તો, ડ્રિલિંગ કરતી વખતે ઓછામાં ઓછા ત્રણ ડ્રિલ્સ વાપરવા માટે તૈયાર રાખવા પડે છે, એક પ્રત્યક્ષ ડ્રિલિંગ કામગીરી માટે, બીજું સ્ટોઅરમાં અને ત્રીજું રીગ્રાઇન્ડિંગ માટે. એની સરખામણીમાં, સંપૂર્ણ ટૂલને બદલે, ડ્રિલમાઇસ્ટરનું ફક્ત કાર્બાઇડ ઇન્ડેક્સેબલ હેડ સ્ટૉકમાં રાખીને કામ કરી શકાય છે. ડ્રિલિંગ કરતી વખતે કાર્બાઇડ ઇન્ડેક્સેબલ હેડને માત્ર એક ચાવીના ઉપયોગથી જગ્યા પર જ બદલી શકાય છે. તેથી ટૂલને ફરીથી સેટ કરવાની જરૂર પડતી નથી અને સમય પણ બચે છે.
બીજી વિશેષતાઓ
• ડ્રિલમાઇસ્ટરના મોટા હેલિકલ કોણને કારણે અને ઉચ્ચ ગુણવત્તાવાળી પૉલિશ કરેલ ફ્લ્યૂટના કારણે (ચિત્ર ક્ર. 2) ડ્રિલિંગ દરમિયાન ચિપ ઝડપથી બહાર સરકી જાય છે. આ ગોઠવણના કારણે, ખાસ કરીને 5D, 8D ઉંડાઈવાળા છિદ્રોનું ડ્રિલિંગ કરતી વખતે યંત્રભાગોને નુકસાન થતું નથી.
ચિત્ર ક્ર. 2 : ડ્રિલમાઇસ્ટરની વિગતો
• ડ્રિલમાઇસ્ટરના બધા શઁક કદના આધારે 16, 20, 25 મિમી. અને ફ્લૅટ કૉટર આકારમાં બનાવવામાં આવ્યા હોવાથી, તેઓ વિભિન્ન પાવર ચક ધારકો (હોલ્ડર્સ) અને કૉલેટ ચક ધારકોમાં સરળતાથી ફીટ થઈ શકે છે.
• ડ્રિલિંગ દરમિયાન ડ્રિલમાઇસ્ટરની ફ્લઁજ, હોલ્ડરને (ચિત્ર ક્ર. 3) અડી જતી હોવાથી ઑફસેટની ચોકસાઈ જાળવવામાં આવે છે.
ચિત્ર ક્ર. 3
• બૅક સ્ટૉપરના કારણે ડ્રિલિંગ કરતી વખતે વધુ ફીડ રેટ રાખી શકાય છે.
ડ્રિલમાઇસ્ટરનો ઉપયોગ કરતી વખતે લેવાની કાળજી
• યોગ્ય શીતક પ્રવાહ (ફ્લો) અને દબાણ (પ્રેશર) જાળવી રાખો
• ડ્રિલનો રનઆઉટ અને અલાઇનમેન્ટ 0.02 મિમી. માં રાખો
• છિદ્રના વ્યાસના 8 ગણું (8D) ઉંડું ડ્રિલિંગ કરતી વખતે, પ્રથમ તેને છિદ્રના વ્યાસના 1.5 ગણું (1.5D) ઉંડુ ડ્રિલ કરો અથવા ડ્રિલિંગની શરૂઆતમાં 50% ફીડ રેટ રાખો.
ડ્રિલમાઇસ્ટર પર કાર્બાઇડ ઇન્ડેક્સેબલ હેડ બેસાડવાની પદ્ધતિ
આ ડ્રિલ પર ઇન્ડેક્સેબલ હેડ બેસાડવું અને દૂર કરવું (ચિત્ર ક્ર. 4) ખૂબ જ સરળ છે. ઇન્ડેક્સેબલ હેડ માટે આપવામાં આવતી ચાવીના ઉપયોગથી આ હેડ કસીને બેસાડી શકાય છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા RHS થ્રેડિંગ આમાં આપેલ હોવાથી, હેડ બેસાડવાની અને દૂર કરવાની કામગીરી સરળતાથી કરી શકાય છે.
ચિત્ર ક્ર. 4 : કાર્બાઇડ હેડ બેસાડવાની પદ્ધતિ
જો વ્યાસમાં -0.3 / + 0.15 જેટલો તફાવત હોય, છિદ્રની સપાટી ખરબચડી હોય, ડ્રિલિંગ કરતા સમયે કોઈ અવાજ આવે અથવા ડ્રિલ હેડ ગરમ થાય, તો ડ્રિલમાઇસ્ટર હેડ બદલવું જોઈએ.
ડ્રિલમાઇસ્ટરમાં સૉલિડ ડ્રિલની લવચીકતા અને ઇન્ડેક્સેબલ હેડની કાર્યક્ષમતા, આ બેનું યોગ્ય સંયોજન છે. ઉંચી ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે ડ્રિલિંગમાં કાર્બાઇડ ટૂલનો ઉપયોગ કરવાને બદલે કાર્બાઇડ ઇન્ડેક્સેબલ હેડ ડ્રિલનો ઉપયોગ કરીને ઓછી કિંમતે સરળ ડ્રિલિંગ કરી શકાય છે.
કોષ્ટક ક્ર. 1
પુણે નજીકની એક કંપનીમાં વી.એમ.સી. પર નકલ જૉઇંટ નામના યંત્રભાગનું ડ્રિલિંગ કરતી વખતે, સામાન્ય ટૂલની જગ્યાએ ટંગાલૉયના ટૂલનો ઉપયોગ કરીને ઉત્પાદકતામાં પડેલ ફેર કોષ્ટક નં. 1 માં બતાવેલ છે. ડ્રિલિંગનો સમય ઘટવાથી ઉત્પાદકતામાં વધારો તો થયો જ છે પણ તેની સાથે ટૂલની આવરદા પણ વધી છે, એ નોંધપાત્ર છે.
જય શાહ ટંગાલૉય ઇંડિયા પ્રા. લિ. ના મૅનેજિંગ ડાયરેક્ટર છે. તેમને આ ક્ષેત્રમાં લગભગ 15 વર્ષનો અનુભવ છે.
9769444547
info@tungaloyindia.com