સંપાદકીય

25 Jun 2021 14:56:56

sdfgh_1  H x W:
ભારત સરકારની નવી ભાષા નીતિ મુજબ તમામ તકનીકી વિષયોનું જ્ઞાન સ્વદેશી ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવા માટે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ઉદ્યમ પ્રકાશનએ 5 વર્ષ પહેલા જ તે માર્ગ પર પોતાની યાત્રા શરૂ કરી હતી. તકનીકી વિષયોને સંપૂર્ણપણે સમર્પિત સામયિક શરૂ કરવું એ જ મૂળરૂપે એક સાહસ છે, એવી ટિપ્પણી શરૂઆતમાં ઘણા લોકોએ કરી હતી. પરંતુ શૉપ ફ્લોઅર પર કામ કરતા માણસને તેની ભાષામાં એન્જિનિયરિંગ જ્ઞાન અને માહિતી આપવાના લક્ષ્યથી પ્રેરિત ‘ઉદ્યમ પ્રકાશન’ની ટીમને, આ સંપૂર્ણ પ્રવાસમાં ઘણી મદદ મળતી ગયી અને આજે મહારાષ્ટ્રના મોટાભાગના ઔદ્યોગિક ક્ષેત્રોમાં ધાતુકામ સામયિક પહોંચી ગયું છે, એમ દેખાય છે. આ યાત્રા દરમિયાન, ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ થયો. પરંતુ અમારા વાચકોની પ્રશંસાત્મક સ્વીકૃતિએ અમને આ બધી મુશ્કેલીઓ સરળતાથી દૂર કરવાની શક્તિ આપી. મરાઠીથી શરૂ થયેલી આ યાત્રા હવે હિંદી, કન્નડ, ગુજરાતી ભાષાઓમાં જોરશોરથી ચાલી રહી છે, અને ટૂંક સમયમાં જ અમે આ સામયિકને તમિળ ભાષિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
 
આખી મુસાફરી દરમિયાન, શૉપ ફ્લોઅર પર કામ કરતા ટેકનિશિયન સહિત ઘણા ઉદ્યોગસાહસિકોને મળવાની અને તેમની સાથે વાતચીત કરવાની તક મળી. ખાસ કરીને, નાના અને મધ્યમ ઉદ્યોગોમાં કામ કરતા દરેકને, અનંત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, છતાં દરેક વખતે તેના ઊપર હાવી થઈને આગળ કેમ વધવું, એવા સકારાત્મક દૃષ્ટિકોણથી આ લોકો તેમનું કામ ચાલૂ રાખે છે, એવું જ અમને જોવવા મળ્યું. ગયા વર્ષના કોરોના રોગચાળા પછી પણ, બેકાર ગયેલા 3 - 4 મહિનાના નુકસાનની અસર આખા નાણાકીય વર્ષ પર ઓછામાં ઓછી પડે, તેના પર બધાએ ભાર મૂક્યો હતો, અને મોટા OEM થી લઈને નાના જૉબ શૉપ ઉદ્યોગસાહસિકો સુધીના દરેકે તેમની નિશ્ચિત લક્ષ્ય વ્યૂહરચના પ્રાપ્ત કરવા માટે અથાક મહેનત કરી હતી. એવા ઘણા દાખલા છે કે જ્યાં નિર્ધારિત લક્ષ્યોથી પણ આગળ વધી ગયા છે.
 
આ પૃષ્ઠભૂમિની સામે, દરેકે આવનારું વર્ષ સારું રહેશે, આ આશા સાથે કામ શરૂ કર્યું, પરંતુ કમનસીબે રોગચાળો ફરી વળ્યો. ચિત્ર એ છે કે ઑટોમોટિવ ઉદ્યોગ, જે મશીનિંગ ક્ષેત્રના વિકાસ માટે મોટા પ્રમાણમાં જવાબદાર છે, માર્ચ 2021 ની તુલનાએ એપ્રિલ 2021 માં તેને ખૂબ ઓછું ટર્નઓવર કર્યું હતું. એક તરફ, ભારતીય ઉદ્યોગસાહસિક, જે ચીન સાથે સ્પર્ધા કરીને વૈશ્વિક બજારમાં મોટા ઉત્પાદક બનવાની ઇચ્છા ધરાવે છે, તેમના પ્રયત્નને આજે સરકારી લક્ષ્યો અને નીતિઓ દ્વારા પૂરક સહકાર મળે એ જરૂરી છે. સરકાર ફક્ત લોન ફાળવણી નીતિની જાહેરાત કરે તે પૂરતું નથી, ઉદ્યોગને વિકાસ માટેના મૂળભૂત સંસાધનો, જેમ કે વીજળી, જમીન અને પાણીની ઉપલબ્ધતાના સંદર્ભમાં વધુ કરવાની જરૂરિયાત છે. એક તરફ, ઇલેક્ટ્રિક વાહનોમાં પૂરક નીતિઓ રજૂ કરતી વખતે, ઊર્જા ઉત્પાદનના વૈકલ્પિક સ્ત્રોતોને મજબૂત બનાવવાની અને સ્થાનિક રીતે પૂરક સપ્લાય ચેઇન કેવી રીતે બનાવવી, તે પર કામ કરવાની જરૂર છે. હાલમાં ભારતીય ઉદ્યોગસાહસિક જે કટોકટીનો સામનો કરી રહ્યો છે, તે તેની સખત મહેનત અને હોશિયારીથી ચોક્કસપણે દૂર થશે.
 
આ પ્રયત્નોને પૂરક થાય એવી માહિતી પ્રદાન કરવાનો પ્રયાસ અમે હંમેશા કર્યો છે. ધાતુકામના આ અંકમાં અમે ઇલેક્ટ્રિક વાહનો અને તેના દ્વારા બદલાઈ રહેલા ઉદ્યોગનો ટૂંકમાં પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે. નાના યંત્રભાગો અને તબીબી ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા ઇમ્પ્લાન્ટના નિર્માણમાં ચોકસાઈ લાવે એવી ટેક્નોલૉજી પરના લેખો આપણા માટે ચોક્કસપણે ઉપયોગી નીવડશે. ડ્રિલિંગ અને બોઅરિંગ આ પ્રક્રિયા સી.એન.સી. ટર્નિંગ સેન્ટર પર કરતી વખતે ધ્યાનમાં રાખવા માટેની બાબતો સમજાવતો લેખ, વાસ્તવિક કાર્યમાં આપને મદદરૂપ થશે તેની અમને ખાતરી છે. જીગ્સ અને ફિક્શ્ચર્સ, ટૂલિંગમાં સુધારો, સી.એન.સી. પ્રોગ્રામિંગ અને મશીન મેન્ટેનન્સ આ લેખમાળા પણ આપના જ્ઞાાનમાં ચોક્કસપણે ઉમેરો કરશે, એવી આશા છે.

ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે આપણે બધા પોતાની અને સ્વજનોની યોગ્ય કાળજી લેશો એવી અમારી સદિચ્છા છે!

 

દીપક દેવધર
deepak.deodhar@udyamprakashan.in
Powered By Sangraha 9.0