સ્વિસ લેથની ઉપયોગિતા

31 May 2021 13:20:55
કદમાં નાના અને મોટી સંખ્યામાં ઉત્પાદન કરવાના યંત્રભાગો માટે પરંપરાગત અથવા સી.એન.સી. લેથ કરતા સ્લાઇડિંગ હેડ અથવા સ્વિસ લેથ (ચિત્ર ક્ર. 1) વધુ કાર્યક્ષમ નીવડે છે.

fgfggfgbfvgf_1  
 
સ્વિસ લેથમાં, કાર્યવસ્તુ પકડવા માટેની યંત્રરચના (મેકૅનિઝમ) અથવા કૉલેટ, ગાઇડ બુશિંગની પાછળના ભાગમાં ગોઠવવામાં આવે છે. સ્વિસ લેથને ઘણીવાર સ્વિસ સ્ક્રૂ મશીન, સ્વિસ સ્વચાલિત લેથ અથવા સ્વિસ ટર્નિંગ સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વિસ લેથ અને પરંપરાગત લેથ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે, કે બાર સ્ટૉક પકડવા માટેની યંત્રરચના અથવા કૉલેટ, લેથ બેડ અને ટૂલિંગના સીધા સંપર્કમાં આવતા નથી. આ વિશિષ્ટ ગોઠવણીને કારણે, આ વિશેષ મશીન પરંપરાગત લેથની તુલનામાં ઘણી રીતે ફાયદાકારક નીવડે છે.
સ્વિસ લેથનું કાર્ય
પરંપરાગત લેથમાં હેડસ્ટૉક સ્થિર હોય છે અને કાર્યવસ્તુને કૉલેટ અથવા ચકમાં પકડવામાં આવે છે. આ પકડવાનું સાધન (હોલ્ડિંગ ડિવાઇસ) કાર્યવસ્તુની એક બાજૂ પકડી રાખે છે અને કાર્યવસ્તુની બીજી બાજૂ કૅન્ટિલિવરની જેમ મશીનની વચ્ચેની ખાલી જગ્યામાં લટકતી રહે છે અથવા કાર્યવસ્તુના બીજા છેડે ટેલસ્ટૉક દ્વારા આધાર આપવામાં આવે છે. સ્વિસ મશીનમાં (ચિત્ર ક્ર. 2) હેડસ્ટૉકની હિલચાલ થાય છે, જે અન્ય લેથની તુલનામાં મોટો તફાવત છે. એટલે, હેડસ્ટૉકના જે ક્ષેત્રમાં ચકિંગ કૉલેટ ક્લૅમ્પ કરવામાં આવે છે, તેમાંથી બાર સ્ટૉક પસાર થાય છે. તે પછી તે બાર ગાઇડ બુશિંગમાંથી પસાર થાય છે અને ટૂલિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. યંત્રણ કરતી વખતે, રેડિયલ દિશામાં બારની સ્થિતિ બુશિંગ દ્વારા નક્કી કરવામાં આવે છે. બારને લઈને, હેડસ્ટૉક Z દિશામાં ચોક્કસ રીતે આગળ અને પાછળ આવ-જા કરે છે. ગઁગ સ્લાઇડ પરનું ટર્નિંગ ટૂલ જ્યારે આ બાર સાથે સંપર્કમાં આવે છે, ત્યારે તે ગાઇડ બુશિંગની ખૂબ નજીક હોય છે. બારની હિલચાલ યંત્રણ માટે જરૂરી ફીડ આપે છે. સ્થિર સિંગલ પૉઇન્ટ ટૂલ અથવા અન્ય આવશ્યક ટૂલ જેના પર બેસાડેલા હોય છે, તેવા ટૂલ ધારકને લઈને ગઁગ સ્લાઇડ આગળ અને પાછળ ફરે છે. ગઁગ સ્લાઇડ પર લાઇવ ટૂલિંગ પણ બેસાડી શકાય છે. ઘણા મશીનોમાં બૅક વર્કિંગ ટૂલ સ્ટેશન અને સેકન્ડરી સ્પિન્ડલ હોય છે, અને કેટલાક મશીનોમાં વધારાના ટૂલ ધરાવતું ટરેટ અથવા કેટલીક અન્ય સુવિધા પણ હોય છે.

jmhnbv_1  H x W
 
સ્વિસ લેથની ક્ષમતા અને ફાયદા
જે કાર્યવસ્તુની લંબાઈ અને વ્યાસનો ગુણોત્તર વધારે હોય છે, (ચિત્ર ક્ર. 3) તેમાં યંત્રણ પ્રક્રિયા દરમિયાન કાર્યવસ્તુ વળી જવાની (ડિફ્લેક્શન) ઘણી સંભાવના હોય છે. જેની લંબાઈ અને વ્યાસનો ગુણોત્તર 20: 1 છે, એવા યંત્રભાગોનું મશીનિંગ કરવાની ક્ષમતા સ્વિસ મશીનમાં છે. આનું કારણ એ છે કે બારને સપોર્ટ કરતા ગાઇડ બુશિંગથી ફક્ત થોડા મિમી. દૂર યંત્રણ કરવામાં આવે છે. આટલું નજિક યંત્રણ કરવાની આ પદ્ધતિના કારણે, કાર્યવસ્તુની ચોકસાઈ અને સ્થિરતામાં વધારો થાય છે. તે જ સમયે, ટૂલની આવરદા પણ વધે છે. આ વિશેષતાના કારણે સ્વિસ લેથ પર સખત ટૉલરન્સ વાળા ભાગોનું ઉત્પાદન સરળતાથી અને વારંવાર કરી શકાય છે. હાલમાં ઉપલબ્ધ સ્વિસ ટર્નિંગ મશીનમાં લાંબી અને પાતળી કાર્યવસ્તુનું ટર્નિંગ કરવા ઉપરાંત બીજા ઘણા અલગ યંત્રણ કામો કરવાની ક્ષમતા છે. ઉદાહરણ તરીકે, ક્રૉસ મિલિંગ, ક્રૉસ ડ્રિલિંગ, પ્રોફાઇલ મિલિંગ, ઊંડા અને લાંબા છિદ્રોનું ડ્રિલિંગ અને થ્રેડ વ્હર્લિંગ, બૅક ટર્નિંગ, બૅક ડ્રિલિંગ, સબસ્પિન્ડલની સહાયથી સ્લૉટિંગ વગેરે. આ ક્ષમતા નાના પરિમાણોના જટિલ ઘટકોનું યંત્રણ કરવાનું સરળ બનાવે છે.

lyfred_1  H x W 
 
ઉદાહરણો
1. કૅન્સલસ સ્ક્રૂ
પરંપરાગત ટર્નિંગ સેન્ટર પર કૅન્સલસ સ્ક્રૂ (ચિત્ર ક્ર. 4) બનાવતી વખતે બારને પકડવા માટે એક ખાસ કૉલેટની ડિઝાઇન અને નિર્માણ કરવાની જરૂર હોય છે. સમકેન્દ્રતા (કૉન્સેન્ટ્રિસિટી) અને રેડિયલ ટૉલરન્સ પ્રાપ્ત કરવા માટે બારને એક વિશેષ સેન્ટરમાં પકડવું જરૂરી છે. ચિત્ર ક્ર. 4 માં આપ જોઈ શકો છો, કે બારના બંને છેડા પર ચોક્કસ ભૂમિતિમાં યંત્રણ કરવાની જરૂર છે. આનો અર્થ એ કે મશીનનો સેટઅપ ઘણી વખત બદલવો પડશે અને યંત્રણ કરતી વખતે એક કરતા વધારે કાપા (કટ) અને ફેરા (પાસ) લેવાના રહેશે. સ્વિસ લેથ પર કૅન્સલસ સ્ક્રૂનું યંત્રણ વધુ સારી રીતે થઈ શકે છે, કારણ કે તેમાં કોઈ વિશેષ હોલ્ડર અને વિશેષ સેન્ટરની જરૂર હોતી નથી. આ મશીનની અંદરના ગાઇડ બુશને લીધે આ સરળતાથી થાય છે. સ્વિસ મશીનમાં બૅક ટર્નિંગ ઑપરેશન પણ હોવાથી, એકથી વધુ સેટઅપ અને કાપા જરૂરી નથી હોતી. આનો અર્થ એ કે ઉત્પાદનમાં વધુ પ્રયત્નોની જરૂર નથી, કામનો સમય ઓછો થાય છે અને પ્રક્રિયા વધુ કાર્યક્ષમ હોય છે. તેના પરિણામે ઉત્પાદન વધુ નફાકારક બને છે.

iuyhgfds_1  H x 
 
2. પેડિકલ સ્ક્રૂ હેડ
પેડિકલ સ્ક્રૂ હેડ (ચિત્ર ક્ર. 5) નું તકનીકી ચિત્ર (ટેક્નિકલ ડ્રૉઇંગ) જોઈને લાગે છે, કે આમાં પણ કૅન્સલસ સ્ક્રૂની જેમ જટિલ ભૂમિતિનું યંત્રણ કરવું પડશે. આના માટે પરંપરાગત ટર્નિંગ સેન્ટરમાં વધુ સેટઅપની જરૂર છે. તેથી, આના યંત્રણનો આવર્તન સમય (સાયકલ ટાઇમ) વધે છે. આમાં મિલિંગ, સ્લૉટિંગ, ડ્રિલિંગ અને થ્રેડિંગ પ્રક્રિયાઓ શામેલ છે. આ યંત્રણ સ્વિસ મશીન સેન્ટરની બૅક ટર્નિંગ સુવિધાનો ઉપયોગ કરી સરળતાથી કરી શકાય છે અને આ તમામ કાર્યો એક જ સેટઅપમાં થઈ શકે છે. સ્વિસ મશીનમાં બારને ગાઇડ બુશ જ્યાં આધાર આપે છે, તેની નજીકથી કાપો લેવાય છે. તેથી સારી ગુણવત્તાના અચૂક કટ લઈ શકાય છે.


[pokijuhygtr_1   
 
3. સ્ટૉપર સાથે વાયર
સ્વિસ પ્રકારના મશીનનો ઉપયોગ કેમ કરવો તેનું ઉત્તમ ઉદાહરણ છે ચિત્ર ક્ર. 6 માં બતાવેલ યંત્રભાગ. ચિત્ર ક્ર. 6 માં બતાવ્યા પ્રમાણે તેમાં લંબાઈ અને વ્યાસનો ગુણોત્તર ખૂબ વધારે છે. પરંપરાગત લેથ પર, કાર્યવસ્તુ મુખ્ય સ્પિન્ડલની કૉલેટમાં પકડાય છે. આ કૉન્ફિગરેશન લાંબી અને પાતળી કાર્યવસ્તુ માટે યોગ્ય નથી, કારણ કે તેમાં કાર્યવસ્તુ વળી જવાની (ડિફ્લેક્શન) સંભાવના વધારે છે. આવી પરિસ્થિતિમાં, બારને કૉલેટમાં પકડવાથી પૂરતો ટેકો મળતો નથી, અને જ્યારે ટૂલ ધાતુને કાપે છે, ત્યારે નિર્માણ થતા બળને લીધે કાર્યવસ્તુ વળી શકે છે. સ્વિસ મશીનમાં, બાર ફીડર બાર સ્ટૉકને ગાઇડ બુશિંગમાં સ્લાઇડ કરે છે. આ રીતે, કટિંગ ટૂલ ગાઇડ બુશની ખૂબ નજીક કાર્યવસ્તુના સંપર્કમાં આવે છે અને આધારની ખૂબ નજીકમાં યંત્રણ થાય છે. આ સુનિશ્ચિત કરે છે, કે કાર્યવસ્તુમાં કોઈ ડિફ્લેક્શન અથવા વિરૂપતા આવશે નહિ, અને ઇચ્છિત ટૉલરન્સ મેળવી શકાશે.

kjhgfc_1  H x W 
 
નિષ્કર્ષ
વિશ્વમાં સ્વિસ મશીનો વાપરવાનો ટ્રેન્ડ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. પરંપરાગત સી.એન.સી. લેથની તુલનામાં, સી.એન.સી. સ્વિસ લેથમાં ઉચ્ચ કામગીરી આપતા ગાઇડ બુશિંગ અને લગભગ શૂન્ય ડિફ્લેક્શન, આ બે વાતો યંત્રણના મોટાભાગના કામો માટે સૌથી ફાયદાકારક હોય છે.
 
ભૂષણ પિટકર મેકૅનિકલ એન્જિનિયર છે અને તેમને ઑર્થોપેડિક ઇમ્પ્લાન્ટ ડિઝાઇન અને મૅન્યુફેક્ચરિંગ ક્ષેત્રે 30 થી વધુ વર્ષનો અનુભવ છે. ટર્નિંગ સેન્ટર અને સ્વિસ લેથનો ઉપયોગ કરીને સચોટ અને નાના ભાગો બનાવવામાં તેઓ નિષ્ણાત છે.
9764443068
bhushan.pitkar@gmail.com
Powered By Sangraha 9.0