સી.એન.સી. ટર્નિંગ સેન્ટર : આડા અને ઊભા

27 Apr 2021 12:27:45
આપણને સૌને ખબર છે કે ટર્નિંગ સેન્ટરનો ઉપયોગ અલગ અલગ નળાકાર કાર્યવસ્તુઓના યંત્રણ માટે કરવામાં આવે છે. અલગ અલગ આકાર, મટિરિયલ, વજન, લંબાઈ અને વ્યાસ હોય તેવા યંત્રભાગો વિવિધ કામો માટે ઉપયોગમાં લેવાતા હોય છે અને તેમાંથી ઉચ્ચ કાર્યક્ષમતા અને દીર્ઘ આવરદા મેળવવા માટે અમુક ગુણવત્તા અને દરજ્જો જાળવવો પણ જરૂરી હોય છે. તકનીકી દૃષ્ટિએ આ કાર્યવસ્તુઓનું યંત્રણ કરવા માટે અલગ અલગ ક્ષમતાના મશીનો અને વધારાના ઉપસાધનો જરૂરી હોય છે. ઉદાહરણ રૂપે કાર્યવસ્તુના પકડ સાધનો, ટેલ સ્ટૉક અને સ્ટેડી રેસ્ટ. એ સિવાય ગુણવત્તા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમુક ઈનપુટ અને આઉટપુટ ઘટકો માટે વર્ક પ્રોબ અને ટૂલ પ્રોબની જરૂર પડતી હોય છે.

1_1  H x W: 0 x

2_1  H x W: 0 x 
 
યોગ્ય ટર્નિંગ સેન્ટરના ચયન માટે ઉપયોગી સાબિત થાય તેવા અમુક મુદ્દા અમે આ લેખમાં વિસ્તૃતપણે વર્ણવ્યા છે.
• આડા અને ઊભા ટર્નિંગ સેન્ટરની સંરચના અંગેની મુખ્ય બાબતો
• સર્વોત્કૃષ્ટ કામગીરી મળે તેવું સંચાલન (ઑપરેશન)
• આડા અને ઊભા ટર્નિંગ સેન્ટર પર યંત્રભાગ દીઠ ખર્ચના પરિબળો
• મશીનનું ચયન કરવા માટે અમુક માર્ગદર્શક તત્વો
આડા અને ઊભા ટર્નિંગ સેન્ટરની સંરચના અંગેની મુખ્ય બાબતો
આડા અને ઊભા, બન્ને લેથ પર મૂળભૂત અક્ષની કાર્ય પદ્ધતિ એક સમાન જ હોય છે. આ સંરચનામાં ફર્ક માત્ર મશીનની ક્ષમતાને અનુકૂળ થવા માટે સ્પિન્ડલને ઉભું અથવા આડું રાખવું (અમુક મર્યાદાઓ સાથે) એટલો જ હોય છે. પ્રથમ આપણે આડી સંરચના વિશે જાણીએ.
આડી સંરચના
• બેડ : ફાઈન ગ્રેડ 25 કાસ્ટ આયર્ન વાપરીને બૉક્સ પ્રકારની સંરચનામાં કાસ્ટિંગ કરીને બેડ બનાવવામાં આવે છે. તેનામાં સખતાઈ/નક્કરતા આવે તે માટે તેમાં મજબૂત રિબ આપવામાં આવી હોય છે અને તેના પર હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવેલ હોય છે. ચિપનો પ્રવાહ અને તેનું બહાર ફેંકાવાનું સરળ થાય, તે રીતે આ બેડની ડિઝાઈન કરવામાં આવી હોય છે. યંત્રણ ક્ષેત્રની નીચેની બાજૂએ ચિપ પૅન સ્વતંત્ર રીતે મૂકવામાં આવેલ હોય છે. ચિપનો પ્રવાહ મશીનની એક બાજૂએ અથવા પાછળની બાજૂએ વાળવા માટેનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે.

3_1  H x W: 0 x
 
4_1  H x W: 0 x
 
• સ્પિન્ડલ : કાર્ટ્રિજ પ્રકારની સ્પિન્ડલ એક નિયંત્રિત સ્વચ્છ વાતાવરણમાં અસેમ્બલ કરી એનું પરીક્ષણ કરવામાં આવે છે. અક્ષીય અને રેડિયલ, આ બન્ને દિશાઓમાં સ્પિન્ડલ અસેમ્બ્લીને વધુ દૃઢતા આપવા માટે બેઅરિંગનું સુયોગ્ય કૉન્ફિગરેશન હોય છે. બેઅરિંગમાં તેની સંપૂર્ણ આવરદા માટે પૂરતું ગ્રીસ, ઉંજણ તરીકે નાખેલું હોય છે. ઉચ્ચ ટૉર્ક હોય તેવી સ્પિન્ડલ મોટર, મટિરિયલ મોટા પ્રમાણમાં બહાર કાઢવા માટેની શક્તિ પ્રદાન કરે છે.

5_1  H x W: 0 x
 
 
6_1  H x W: 0 x
 
• અક્ષ : X અને Z અક્ષમાં ઉચ્ચ ચોકસાઈ હોય તેવા મોટા વ્યાસના બૉલ સ્ક્રૂ બેસાડેલ હોય છે અને તેના બન્ને છેડા પર સચોટ શ્રેણીના બૉલ સ્ક્રૂ સપોર્ટ બેઅરિંગનો આધાર પણ આપવામાં આવ્યો હોય છે. તાપમાનની ભિન્નતાનો પ્રભાવ ઓછો કરવા માટે, બૉલ સ્ક્રૂમાં અગાઉથી જ જરૂરી તાણ આપેલ હોય છે. સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ગાઈડવે એકબીજાથી દૂર રાખેલા હોય છે. તે પૂર્ણ પણે સંરક્ષિત હોય છે. કઠણીકરણ (હાર્ડનિંગ) અને ગ્રાઇન્ડિંગ કરેલ સ્ટીલની પટ્ટીઓ વાપરીને બૉકસ પ્રકારના તથા લિનિયર મોશન (LM) અથવા રોલર ગાઈડવે બનાવવામાં આવે છે. બૉકસ ગાઈડવેના સંપર્કમાં આવનાર માર્ગના ભાગ પર ટર્સાઇટનું બૉડિંગ કરવામાં આવે છે. અને હાથેથી સ્ક્રૅપિંગ કરીને એને પરિપૂર્ણ કરવામાં આવે છે. એમ કરવાથી તેના ઘસારા અને ઘર્ષણરોધી ગુણધર્મો ઉચ્ચ સ્તરના બને છે.
• ટેલસ્ટૉક : ટેલસ્ટૉકમાં એક હાઉસિંગમાં જનાર અને હાયડ્રૉલિક બળથી સંચાલિત થાય તેવી ક્વિલ હોય છે. ક્વિલ અને બૉડી સ્વતંત્ર રીતે મૂવમેન્ટ કરી શકે છે. ટેલસ્ટૉક V આકારના અને સપાટ ગાઈડવે પર બેસાડવામાં આવે છે. એકબીજાથી પુરતા પ્રમાણમાં દૂર હોય તેવા ગાઈડવે અને ટેલસ્ટૉકની હેવી ડ્યુટી ડિઝાઈન, તેની મજબૂતી સુનિશ્ચિત કરે છે. ફૂટ પેડલ અથવા પ્રોગ્રામ ક્વિલને સક્રિય કરે છે. એ સિવાય પ્રોગ્રામ કરવા યોગ્ય ટેલસ્ટૉક એવો વિકલ્પ પણ આપી શકાય છે.

7_1  H x W: 0 x
 
 

8_1  H x W: 0 x 
 
• ટરેટ : બન્ને દિશામાં ફરનાર ટૂલ ટરેટ ઓછામાં ઓછા ઇન્ડેક્સિંગ સમયમાં કોઈપણ દિશામાં ઇન્ડેક્સ કરી શકાય છે. તે પૂર્ણ પણે બંધિયાર અને મજબૂત હોય છે અને તેનામાં ઑઈલ બાથ પ્રકારનું ઉંજણ હોય છે. ત્રણ ભાગોથી બનેલ હર્થ કપલિંગને કારણે ડિસ્કને ઉપાડ્યા વિના પણ ઇન્ડેક્સિંગ કરી શકાય છે. જે કારણે પુનરાવૃત્તિક્ષમતા, સ્થાનની ચોકસાઈ અને દૃઢતા સુનિશ્ચિત થાય છે.

9_1  H x W: 0 x

10_1  H x W: 0
 
ઊભી સંરચના VTL
• બેડ : બેડ અને કૉલમ કાસ્ટિંગ 25 ગ્રેડ કાસ્ટ આયર્નની બનેલ હોય છે. અલગ અલગ યંત્રણ પરિસ્થિતિમાં ઉચ્ચ દૃઢતા મળે તે માટે તેની સંરચના મજબૂત રિબ હોય તેવા બૉક્સ પ્રકારની કરવામાં આવે છે અને તેના પર હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવેલ હોય છે, સિવાય ફાઈનાઈટ એલિમેન્ટ મેથડ (FEM) ટેકનોલૉજી વાપરીને ઉત્તમ સ્ટ્રક્ચર બનાવેલ હોય છે. વર્ચ્યુઅલ પ્રોટોટાઈપિંગ કરવાથી મજબૂત ડિઝાઈન, ટૂલની અણી પર વધુમાં વધુ કડકપણું, ઓછા કંપન અને વિદ્યુત શક્તિનો ઉત્તમ ઉપયોગ, એ સર્વ લક્ષ્યો સાધ્ય કરી શકાય છે.
• અક્ષ : X અને Z અક્ષ પર ઉચ્ચ ચોકસાઈથી ગ્રાઇન્ડિંગ કરેલ મોટા વ્યાસના બૉલ સ્ક્રૂ આપવામાં આવેલ હોય છે અને તેના બન્ને છેડા પર પ્રિસિસન શ્રેણીના બૉલ સ્ક્રૂ સપોર્ટ બેઅરિંગ દ્વારા આધાર આપવામાં આવેલ હોય છે. તાપમાનમાં રહેલ ભિન્નતાનો પ્રભાવ ઓછો કરવા માટે બૉલ સ્ક્રૂમાં અગાઉથી જ તાણ આપેલ હોય છે. હેવી ડ્યુટી LM ગાઈડવે એકબીજાથી દૂર બેસાડવામાં આવેલ હોવાથી સ્થિરતા પણ સુનિશ્ચિત થાય છે. ટેલિસ્કોપિક કવરની મદદથી બૉલ સ્ક્રૂ અને LM ગાઈડવે સંરક્ષિત કરવામાં આવે છે. LM ગાઈડવે અને બૉલ સ્ક્રૂ, બન્ને માટે યોગ્ય પ્રમાણમાં સ્વયંચલિતપણે ઉંજણ આપવામાં આવે છે.

11_1  H x W: 0
 
  
• સ્પિન્ડલ : કાર્ટ્રિજ પ્રકારના સ્પિન્ડલ એક નિયંત્રિત સ્વચ્છ વાતાવરણમાં એકત્ર જોડીને તેનું પરીક્ષણ કરવામાં આવે છે. અક્ષીય અને રેડિયલ, એ બન્ને દિશાઓમાં સ્પિન્ડલ અસેમ્બ્લીને વધુ દૃઢતા આપવા માટે બેઅરિંગનું સુયોગ્ય કૉન્ફિગરેશન હોય છે. બેઅરિંગમાં તેની સંપૂર્ણ આવરદા માટે પૂરતું ગ્રીસ, ઉંજણ તરીકે નાખેલું હોય છે. ઉચ્ચ ટૉર્ક હોય તેવી સ્પિન્ડલ મોટર, મોટા પ્રમાણમાં મટિરિયલ કાઢવાની શક્તિ પ્રદાન કરે છે. સારી કામગીરી સુનિશ્ચિત કરવા માટે બધા સ્પિન્ડલ એકમોનું નિયંત્રિત વાતાવરણમાં સખ્ત પરીક્ષણ કરવામાં આવે છે. ચાલુ સ્થિતિમાં સ્પિન્ડલ તાપમાનનું મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી બેઅરિંગની થર્મલ સ્થિરતા જળવાય છે અને તેની આવરદા સારી રહે છે.

• ઓવરલોડ ટ્રિપિંગ ક્લચ : અકસ્માત થાય ત્યારે થનાર નુકસાન ઓછું કરવા માટે બન્ને અક્ષ પર ઓવરલોડ ટ્રિપ ક્લચ આપવામાં આવેલ છે. સ્લાઈડ યુનિટ પર પડનાર ગુરુત્વાકર્ષણના પરિણામનો વિરોધ કરવા માટે Z અક્ષ માટે હાયડ્રૉલિક કાઉન્ટર બૅલન્સ આપવામાં આવે છે. એમ કરવાથી યંત્રણ માટે વધુમાં વધુ મોટર ટૉર્ક ઉપલબ્ધ થઇ શકે છે. Z અક્ષનું ક્લચ જો ટ્રિપ થાય તો સ્લાઈડ નીચે પડી શકે છે, તે રોકવામાં પણ એની મદદ થઇ શકે છે.

12_1  H x W: 0
આડા અને ઊભા ટર્નિંગ સેન્ટરનો ઉત્કૃષ્ટ કામગીરી માટે ઉપયોગ
પ્રથમ આપણે આડી મશીનનો ઉપયોગ સમજી લઈએ:
આડી મશીન
મોટા પ્રમાણમાં ઉત્પાદન (માસ પ્રોડક્શન) કરતી વખતે કંપનો (વાઈબ્રેશન) ટાળવા માટે તેમજ ઉત્તમ ગુણવત્તા અને સુધારિત ટૂલ આવરદા મેળવવા માટે તેમજ કાર્યવસ્તુ સંતુલિતપણે પકડવા માટે ક્રઁકશાફ્ટ ‘બિટવીન સેન્ટર’ પકડવામાં આવે છે.
કાર્યવસ્તુની એક બાજુનું યંત્રણ થયા પછી બીજી બાજૂનું યંત્રણ કરવા માટે કાર્યવસ્તુને મુખ્ય સ્પિન્ડલ પરથી સબસ્પિન્ડલ પર સ્વયંચલિત પણે હસ્તાંતરિત કરી શકાય છે. તે માટે બન્ને સ્પિન્ડલમાં સિંક્રોનાઈઝેશન કરેલ હોય તેવા સબસ્પિન્ડલ સાથેનું ટર્નિંગ સેંટર વપરાય છે. મુખ્ય અને સબ સ્પિન્ડલ પર ડ્રિલ કરેલ છિદ્ર અને ખાંચાના (સ્લૉટ) ઓરીએન્ટેશનની કાળજી બન્ને સ્પિન્ડલ વચ્ચેના સિંક્રોનાઈઝેશન દ્વારા લેવામાં આવે છે.

13_1  H x W: 0

14_1  H x W: 0
 
વિશેષરૂપે સંતુલિત કરેલ કાર્યવસ્તુ પકડવા માટેની વ્યવસ્થા દ્વારા ટ્રકનો ઍકસલ બન્ને સેન્ટરમાં પકડવામાં આવે છે. સબસ્પિન્ડલની સાથે ટર્નમિલ સેન્ટર, લાંબી કાર્યવસ્તુઓને આધાર આપવા માટે લાઈવ સેન્ટર તરીકે વાપરી શકાય છે.
ઊભી મશીન
વર્ટિકલ ટર્નિંગ લેથ (VTL) રચનામાં પારંપારિક લેથ, તેની હેડસ્ટૉકની બાજૂ પર ઊભો કરવામાં આવેલ હોય છે. VTL ના ઉપયોગથી ઉત્પાદન અને કિંમતમાં મહત્ત્વપૂર્ણ લાભ થાય છે. બ્રેક ડિસ્ક, પંપ હાઉસિંગ, વિમાનના ભાગો, ભારે ઉપકરણોના યંત્રભાગ, ઉર્જા ક્ષેત્રના યંત્રભાગ, વગેરે પ્રકારના કાસ્ટિંગના ટર્નિંગ માટે તે ઉપયોગી સાબિત થાય છે. VTL ની સંરચના મોટી RAM પ્રકારના મશીન જેવી પણ હોઈ શકે છે. આ લેથ મોટા પ્રમાણમાં થતા ઉત્પાદન માટે વાપરવામાં નથી આવતા, પણ મધ્યમ અને મોટા યંત્રભાગના ભારે (હેવી ડ્યુટી) અને ઉચ્ચ શક્તિની જરૂર હોય તેવા યંત્રણ માટે એ આદર્શ સાબિત થાય છે.

15_1  H x W: 0
 

16_1  H x W: 0  
 
 
• VTL મશીનનો એક મહત્ત્વનો ફાયદો એ કે મોટી જટિલ કાર્યવસ્તુઓ તેમાં યંત્રણ માટે સહજતાથી બેસાડી શકાય છે અને તેનું લોડિંગ અને અનલોડિંગ પણ ખૂબ સરળતાથી કરી શકાય છે. ભારે યંત્રભાગ મશીન પર પકડવા માટે ગુરુત્વાકર્ષણ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે અત્યંત નજીવા પ્રમાણમાં કલૅમ્પિંગ કરવાની જરૂર પડતી હોય છે.
• લોડિંગ અને અનલોડિંગ કરવા માટે મુખ્ય સ્પિન્ડલનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી, સ્વયંચલન માટે VTL વધુ લવચીક હોય છે. મલ્ટીટાસ્કિંગ ક્ષમતાને કારણે ચકમાં પકડીને યંત્રણ કરવા માટેની કાર્યવસ્તુઓ બનાવવા માટે કાર્યક્ષમ પ્રક્રિયા કરનાર સેન્ટર તરીકે એની માંગ વધી રહી છે.
• ફાઉન્ડ્રીમાં જ VTL હોય તો, એક પ્રભાવશાળી અને કાર્યક્ષમ કારખાનું બની શકે છે.
• VTL માં સામાન્ય રીતે આવર્તન કાળમાં (સાયકલ ટાઇમ) સુધારો થાય છે, કારણ ગુરુત્વાકર્ષણીય લોડિંગને કારણે ઉચ્ચ પૅરામીટરનો ઉપયોગ કરવામાં મદદ મળે છે.

17_1  H x W: 0
ગુરુત્વાકર્ષણ દ્વારા લોડિંગ અને કાર્યવસ્તુ પકડવાની યોગ્ય વ્યવસ્થા, વગેરે સુવિધા માટે જટિલ વાહનોના બ્રેક ડ્રમનું યંત્રણ VTL પર કરવું શક્ય બને છે. કાસ્ટિંગ કરેલ ભારે યંત્રભાગોનું આંતરિક બોઅરિંગ, ગ્રૂવિંગ અને થ્રેડિંગ કરવું જરૂરી હોય છે, એ માટે RAM પ્રકારના VTL મશીન યોગ્ય હોય છે.
આડા અને ઊભા ટર્નિંગ સેન્ટરના યંત્રભાગ દીઠ ખર્ચના ભિન્ન ઘટક
આડા ટર્નિંગ સેન્ટરમાં લાંબી અને પાતળી કાર્યવસ્તુના યંત્રણ માટે બિટવીન સેન્ટર લોડિંગ કરી શકાય છે. તે કારણે તે VTL કરતા વધુ ફાયદાકારક સાબિત થાય છે. બેડ અને કૅરેજ પર ફરવામાં (સ્વિંગ) મર્યાદા હોય તો પણ બિટવીન સેન્ટર લોડિંગને કારણે 1000 મિમી. થી 3000 મિમી. અથવા તેનાથી પણ વધુ શ્રેણીની લંબાઈ પર યંત્રણ કરવું શક્ય હોય છે, આ બાબતે VTL માં કોઈપણ વિકલ્પ ઉપલબ્ધ નથી.
જ્યારે માત્ર ચકમાં પકડેલ કાર્યવસ્તુનું યંત્રણ કરવાનું હોય, ત્યારે જટિલ કાર્યવસ્તુ માટે VTL વાપરવામાં મોટો સ્વિંગ વ્યાસ અને મોટો ટર્નિંગ વ્યાસ મળતો હોવાથી ખર્ચમાં પણ ફાયદો થાય છે. ઉચ્ચ પૅરામીટર વાપરવા શક્ય હોવાને કારણે આવર્તન કાળ ઓછો કરી શકાય છે અને ઉપલબ્ધ સુવિધાનો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
મશીનની પસંદગી માટે અમુક માર્ગદર્શન
મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવું હોય, તો પ્રત્યેક સેકંડની બચત અને ટૂલની આવરદામાં નજીવો વધારો પણ ઉત્પાદકતા વધારે છે. ઉત્પાદનનું પ્રમાણ જેટલું વધુ હશે, તેટલી જ સી.એન.સી. મશીનની કાર્યક્ષમતા મહત્ત્વની હોય છે.
 
• મોટા પ્રમાણમાં ઉત્પાદન : જો આપ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે મશીન ખરીદવાની યોજના બનાવતા હો, તો કાર્યવસ્તુના યંત્રણ માટે યોગ્ય વિશેષતા (ફીચર્સ) ધરાવતા મશીનનું ચયન કરવું. એમાં લોડિંગ અને અનલોડિંગની વ્યવહાર્યતા, જરૂરી સ્પિન્ડલ પાવર ટૉર્ક, કોઈપણ ટૂલ પકડી શકે તેવું ટૂલ ટરેટ, ટૂલના માર્ગમાં કોઈપણ અવરોધ હોવો ન જોઈએ, શીતકનું પૂરતું દબાણ, ચિપ કન્વેઅર (વૈકલ્પિક) અને જરૂરી હોય તો ટૂલ અથવા કાર્યવસ્તુ પ્રોબ અને રેખીય સ્કેલ વગેરે ફીચર્સ સમાવિષ્ટ હોવા જરૂરી છે. જો કાર્યવસ્તુની જરૂરિયાત કરતા ઉચ્ચ ક્ષમતા હોય તેવા મશીનનું ચયન કરવામાં આવે, તો યંત્રભાગ દીઠ મશીનની કિંમત વધશે, ઉર્જાની ખપત વધશે, વધુ જગ્યાની જરૂર પડશે. સિવાય લુબ્રિકન્ટ, શીતક અને કટિંગ ટૂલ જેવા ઘટકોનો ઉપયોગ પણ વધશે.
• નાના યંત્રભાગ, મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે ઓછો આવર્તન કાળ : પર્યાપ્ત સ્પિન્ડલ પાવર, ફૂટ પ્રિન્ટ, ઉચ્ચ રૅપિડ ગતિ, વેગવાન ટૂલ ઇન્ડેક્સિંગ અને સ્પિન્ડલનું વેગવાન ઑક્સિલરેશન અને ડિસિરલેશન હોય તેવું મશીન શોધવું, જેથી ઉત્પાદકતા સુધારવા માટે યંત્રણ સિવાયનો અનુત્પાદક સમય ઓછો કરવામાં મદદ મળે.

18_1  H x W: 0
 
• ભારે યંત્રભાગ, મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે વધુ આવર્તન
કાળ : પર્યાપ્ત સ્પિન્ડલ પાવર અને ટૉર્ક (ગિઅર બૉક્સ અથવા ઓછા મૂળભૂત આર.પી.એમ. અને ઉચ્ચ ટૉર્ક હોય તેવી સ્પિન્ડલ મોટર), ફૂટ પ્રિન્ટ, પર્યાપ્ત રૅપિડ દર હોય તેવું મશીન શોધવું. ઉચ્ચ પાવર અને ટૉર્ક હોય તેવી સ્પિન્ડલ મોટર ઉત્તમ યંત્રણ પૅરામીટર વાપરીને યંત્રણનો સમય ઓછો કરવામાં અને ઉત્પાદકતા સુધારવામાં મદદ કરે છે.
• બૅચ ઉત્પાદન : જો આપ અલગ અલગ વ્યાસ અને લંબાઈના યંત્રભાગના બૅચ ઉત્પાદન માટે મશીન ખરીદવાની યોજના બનાવતા હો તો,
• નાની કાર્યવસ્તુઓ માટે ખૂબ મોટું મશીન ઉપયોગી નથી હોતું અને નાના મશીન મોટી કાર્યવસ્તુઓનું યંત્રણ કરી શકતા નથી. તેથી વ્યાસ, લંબાઈ અને તેના પર કરવામાં આવનાર ઑપરેશનની દૃષ્ટિએ યંત્રભાગોનું વર્ગીકરણ કરવું. તેમજ કાર્યવસ્તુના અલગ અલગ પ્રકારને નાના બૅચમાં યંત્રણ કરી શકાય તેવા મશીનની પસંદગી કરવી.
• પોતાના ઉત્પાદન માટે નાના બૅચમાં યંત્રભાગ બનાવવા માટે યંત્રણ કરવું હોય, તો ઉપયોગકર્તાને યંત્રભાગના આકારની માહિતી હોય જ છે અને નવીન ઉત્પાદનનો વિકાસ ન થાય ત્યાં સુધી, સામાન્ય ઉત્પાદનમાં કોઈ નોંધપાત્ર બદલાવ નથી થતો. એ કારણે આ પરિસ્થિતિમાં વપરાશકર્તા તેના 70% થી 80% યંત્રભાગની કાળજી લઈ શકે, એવા એક સામાન્ય મશીનની ખરીદી કરવાની યોજના બનાવી શકે છે. તેમજ જે બાકી બચે છે તે યંત્રભાગો, જે નાના હોય કે મોટા, તેમનું બહારથી યંત્રણ કરાવી શકાય છે.
પોતાની કાર્યવસ્તુનું યંત્રણ કરવા માટે યોગ્ય સ્પેસિફિકેશન હોય તેવા મશીનનું ચયન કરવામાં નીચે વર્ણવેલ ખાસિયતોનો વિચાર કરવો અત્યંત જરૂરી છે. લોડિંગ અને અનલોડિંગ માટે સુલભતા, જરૂરી સ્પિન્ડલ પાવર/ ટૉર્ક, જરૂરી ટૂલ પકડી શકે એવું ટૂલ ટરેટ, શીતકનું પૂરતું દબાણ, ચિપ કન્વેયર (વૈકલ્પિક) અને જરૂરી હોય તો ટૂલ અથવા કાર્યવસ્તુ પ્રોબ અને રેખીય સ્કેલ.
સી.એન.સી. ટર્નિંગ સેન્ટરના મૂળભૂત ફીચર્સનું આ વિવેચન, આપને પોતાના મશીનનું ચયન કરવામાં ઉપયોગી સાબિત થશે એવી અપેક્ષા છે.
Powered By Sangraha 9.0