ટર્નિંગ અને મિલિંગ ફિક્શ્ચર

01 Apr 2021 12:01:00
પાછલા લેખમાં આપણે કેટલાક ટર્નિંગ ફિક્શ્ચર, મૅન્ડ્રેલ અને કૉલેટ વિશે જાણકારી મેળવી હતી. આ લેખમાં આપણે ટર્નિંગ ફિક્શ્ચરમાં વપરાતી એક સરળ યુક્તિ વિશે જાણીશું.
આપણે જાણીએ છીએ કે જો વસ્તુ ગોળાકાર હોય, તો એ પરંપરાગત 3 જૉવાળા ચકમાં પકડી શકાય છે. આ ચક સ્પિન્ડલ પર રહેતી ઍડૅપ્ટર પ્લેટમાં બેસાડવામાં આવે છે. એનો અર્થ એ કે જો ટર્નિંગ ફિક્શ્ચર ઍડૅપ્ટર પ્લેટમાં બેસાડવાનું હોય, તો ચક કાઢીને જ તે બેસાડી શકાય છે, ટર્નિંગ ફિક્શ્ચરનું કામ પૂર્ણ થયા બાદ એને હટાવી ફરીથી ચક ત્યાં લગાડવું પડે છે. જેને કારણે નીચે વર્ણવેલ સમસ્યાઓ ઉદ્દભવી શકે છે.
1. વારંવાર ચક લગાડવાથી અને કાઢવાથી ઍડૅપ્ટર પ્લેટ અથવા તો ચકનો લોકેશન વ્યાસ (ડાયામીટર) ખરાબ થઈ શકે છે. એવું થાય તો એક નવું ચક અથવા તો એક નવી ઍડૅપ્ટર પ્લેટ ખરીદવી જરૂરી હોય છે. એનાથી ખર્ચો વધી શકે છે.
2. ચક તથા ટર્નિંગ ફિક્શ્ચર કાઢવા અને બેસાડવામાં સમય વેડફાય છે, એટલે કે સેટઅપમાં લાગતો સમય વધે છે.
3. ચક ભારે હોવાને કારણે એને કાઢવા અને બેસાડવા માટે કોઈની મદદ લેવી પડે છે. દરમિયાન અકસ્માત થવાની શક્યતા હોય છે. 12” વ્યાસ વાળા ચકનું વજન સામાન્ય રીતે 40 થી 50 કિગ્રા. હોય છે.
4. કારખાનામાં મશીનના જેટલા પ્રકાર હોય, તેટલી જ સંખ્યામાં વિભિન્ન પ્રકારની ઍડૅપ્ટર પ્લેટ પણ રાખવી પડે છે. એમનો યોગ્ય સંગ્રહ કરવો તથા જરૂરિયાત હોય ત્યારે યોગ્ય પ્લેટ સમયસર શોધવી, એ પણ એક જવાબદારી હોય છે.
ચકને હટાવ્યા વિના પણ ફિક્શ્ચર, લેથ પર પકડી શકાય, તો એમ કહી શકાય કે સેટઅપ ટાઈમ નહિવત થઈ જાય છે.
ચક કાઢ્યા વિના લેથ પર ટર્નિંગ ફિક્શ્ચર પકડવાની રીત

1_1  H x W: 0 x
ટર્નિંગ ફિક્શ્ચર સ્પિન્ડલ અથવા ઍડૅપ્ટર પ્લેટ પર કેવી રીતે બેસાડવામાં આવે છે, એ વિશે આપણે પાછલા લેખમાં જાણ્યું હતું, જે ચિત્ર ક્ર. 1 માં દર્શાવ્યું છે. હવે ચિત્ર ક્ર. 2 જુઓ. આ ચિત્રમાં લીલા રંગમાં દર્શાવેલ ભાગ સીધો ચકમાં પકડવો સંભવ છે. એનો અર્થ એ કે ટર્નિંગ ફિક્શ્ચર જો સીધું ચકમાં જ પકડવામાં આવે, તો ચક કાઢવાની જરૂર પડે નથી. એટલે કે, જે ભાગ લીલા રંગમાં દર્શાવવામાં આવ્યો છે, એને જો દરેક ટર્નિંગ ફિક્શ્ચર પર સ્ક્રૂની મદદથી બેસાડવામાં આવે, તો ચક હટાવવાની જરૂર નહિ પડે. પણ એના માટે ટર્નિંગ ફિક્શ્ચરનું વજન તથા ઓવરહઁગ ઓછો હોવો જોઈએ. અર્થાત કાર્યવસ્તુ માટે બનાવવામાં આવેલ ટર્નિંગ ફિક્શ્ચર નાના કદનો/આકારનો હોવો જોઈએ. આમ આવી સરળ યુક્તિઓ અજમાવી આપણે સમય અને પૈસાની બચત કરી શકીએ છીએ.

2_1  H x W: 0 x
ટર્નિંગ

3_1  H x W: 0 x 
 
ચિત્ર ક્ર. 3 માં કાર્યવસ્તુ ફરવાની દિશા, ટર્નિંગ ટૂલની ફીડની દિશા અને ટૂલ દર્શાવવામાં આવેલ છે.
1. આપણે જોયું છે કે ટર્નિંગ કરતી વખતે ટૂલ સ્થિર રહે છે અને એક સીધી રેખામાં આગળ પાછળ થાય છે, પણ કાર્ય વસ્તુ ભ્રમણ કરતી રહે છે.
2. ટર્નિંગ કરતી વખતે ટૂલની એક જ શંકુ આકારની અણી વડે યંત્રણ થાય છે.
3. મોટેભાગે ટર્નિંગ ગોળ પાર્ટ બનાવવા માટે જ કરવામાં આવે છે.
મિલિંગ

4_1  H x W: 0 x
મિલિંગ ફિક્શ્ચર વિશે જાણકારી મેળવતા પૂર્વે આપણે મિલિંગ પ્રક્રિયા સાથે જોડાયેલ ફિક્શ્ચરસંબંધી મહત્ત્વપૂર્ણ બાબતો જાણી લઈએ.
ચિત્ર ક્ર. 4 માં કાર્યવસ્તુ સરકવાની દિશા, મિલિંગ કટરના ફરવાની દિશા દર્શાવવામાં આવી છે.
1. મિલિંગ કરતી વખતે કાર્યવસ્તુ આગળ પાછળ હલે છે અને કટર ગોળાકાર ફરે છે.
2. મિલિંગ કરતી વખતે શંકુ આકારની અનેક અણીયો એક સાથે યંત્રણ કરે છે. આનાથી કાર્યવસ્તુમાંથી કાઢી નાખવાનો બિનજરૂરી ભાગ ઘણી જલ્દી કાઢી લેવાય છે અને એ વખતે એમાં પેદા થનાર કટિંગ બળ સહન કરવા માટે કાર્યવસ્તુ અત્યંત મજબૂતીથી પકડવી જરૂરી છે.
મશીનની રચના પર આધારિત, મિલિંગના બે મહત્ત્વપૂર્ણ પ્રકાર છે.
• હૉરિઝૉન્ટલ મિલિંગ મશીન
• વર્ટિકલ મિલિંગ મશીન
મોટાભાગે યંત્રણ બન્ને પ્રકારના મશીનો પર કરી શકાય છે. ફિક્શ્ચરનો ઉપયોગ કર્યા વિના કાર્યવસ્તુ બનાવવી હોય, તો જે પ્રકારની મશીન ઉપલબ્ધ હોય તેના પર કામ કરી શકાય છે. આગળ આપવામાં આવેલ ઉદાહરણો દ્વારા આપણે એ બાબત વધુ સારી રીતે સમજી શકીશું.

5_1  H x W: 0 x
કાર્યવસ્તુ પર સ્લૉટ બનાવવો છે. આ સ્લૉટ વર્ટિકલ મિલિંગ મશીન પર બનાવવાની રીત ચિત્ર ક્ર. 5 માં દર્શાવેલ છે.
ચિત્ર ક્ર. 6 માં દર્શાવ્યું છે કે આવો સ્લૉટ હૉરિઝૉન્ટલ મિલિંગ મશીન પર, સાઈડ કટરની મદદથી કેવી રીતે બનાવી શકાય છે. પણ એના માટે જરૂરી આર્બર સેટ કરવા માટે, બેસાડવા માટે અને કાઢવા માટે ખૂબ વધુ સમય લાગે છે. એટલા માટે આ પ્રકારના સ્લૉટ વર્ટિકલ મિલિંગ મશીન પર બનાવવાનું વધુ યોગ્ય છે. મશીનની ઉપલબ્ધતા અનુસાર એ નક્કી કરવું પડે છે, કે કયું મશીન ઉપયોગમાં લેવું. ઉપર વર્ણવેલ દાખલા દ્વારા આપણે એ જાણીએ છીએ, કે કેટલીક એકસરખી કાર્યવસ્તુઓ આપણે બેમાંથી કોઈપણ પ્રકારના મશીન પર બનાવી શકીએ છીએ.

6_1  H x W: 0 x
પરંતુ ફિક્શ્ચરનો ઉપયોગ કરીને કાર્યવસ્તુનું યંત્રણ કરતી વખતે, જે પ્રકારના મશીન પર કાર્યવસ્તુનું યંત્રણ પ્લાન કરવામાં આવ્યું હોય, તે પ્રકારના મશીન પર જ એનું યંત્રણ કરવું જરૂરી છે. જો ફિક્શ્ચર નાનું હોય તો ચિત્ર ક્ર. 7 માં દર્શાવવામાં આવેલ રાઈટ ઍન્ગલ બ્લૉક પર એને બેસાડીને, વર્ટિકલ મિલિંગ મશીનનું કામ હૉરિઝૉન્ટલ મિલિંગ મશીન પર કરી શકાય છે. આ પ્રકારે હૉરિઝૉન્ટલ મિલિંગ મશીન પર ઉપયોગમાં લેવા માટે બનવવામાં આવેલ ફિક્શ્ચરનો ઉપયોગ વર્ટિકલ મિલિંગ મશીન પર થઈ શકે છે. ચિત્ર ક્ર. 8 માં ઍન્ગલ બ્લૉક દર્શાવ્યો છે. કેમકે એમાં કોણ બદલી શકાય છે, ત્રાંસુ મિલિંગ કરવા માટે આપણે એ બ્લૉકનો ઉપયોગ કરી શકીએ છીએ. ફિક્શ્ચરની જાણકારી મેળવતા પૂર્વે આપણે મિલિંગના યંત્રણ માટેની જરૂરી બાબતો સમજી લઈએ. હવે આપણે મિલિંગ યંત્રણના મહત્ત્વપૂર્ણ પ્રકાર વિશે જાણકારી મેળવીએ:
1. ફેસ મિલિંગ
2. સ્લૅબ મિલિંગ
3. ઍન્ગ્યુલર મિલિંગ: નિશ્ચિત કોણમાં ઍન્ગલ બ્લૉક પર બેસાડીને પણ આ કરી શકાય છે.
4. ફોર્મ મિલિંગ: કૉન્વેક્સ, કૉન્કેવ, ગિયર વગેરે નિશ્ચિત આકાર અને અન્ય આકારો પણ બનાવી શકાય છે.
1. ફેસ મિલિંગ
આ પ્રકારના યંત્રણમાં જે સપાટીનું યંત્રણ કરવાનું હોય, તેના લંબકોણમાં કટરનો અક્ષ હોય છે. (ચિત્ર ક્ર. 9). મહત્ત્વની બાબત એ છે, કે કટરની ધારો અણી પર તથા પરિધિ પર હોય છે. આ રીતે સૌથી વધુ યંત્રણ કરવામાં આવે છે.

7_1  H x W: 0 x
2. સ્લૅબ મિલિંગ
આને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે પેરીફેરલ મિલિંગ અથવા પ્લેન મિલિંગ. આ પ્રકારના યંત્રણમાં જે સપાટીનું યંત્રણ કરવાનું હોય એની સમાંતર સ્થિતિમાં કટરનો અક્ષ હોય છે. (ચિત્ર ક્ર. 10). આ પ્રકારના મિલિંગ માટે હૉરિઝૉન્ટલ મિલિંગનો જ ઉપયોગ કરવો પડે છે.

8_1  H x W: 0 x 
 
જયારે મિલિંગ એ જ પ્રથમ ઑપરેશન હોય અને એનું ફિક્શ્ચર બનાવવામાં આવે છે, ત્યારે કાર્યવસ્તુ કેવી રીતે રાખવી, બેસાડવી અથવા પકડવી જોઈએ, આ બાબતનું પાકુ આયોજન કરવું પડે છે. ખાસ કરીને જ્યારે કાર્યવસ્તુ કાસ્ટિંગ અથવા ફોર્જિંગ કરેલી હોય, એ વખતે નિયંત્રિત પૅડની વ્યવસ્થા કરવી જરૂરી હોય છે. જો કાર્યવસ્તુ અનિયમિત આકારની હોય, તો એનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર ધ્યાનમાં રાખીને એ વિચારવું જરૂરી છે કે ફિક્શ્ચર બેસાડ્યા બાદ એનું સંતુલન કેવું હશે?

9_1  H x W: 0 x
ચિત્ર ક્ર. 11 દર્શાવે છે કે ફિક્શ્ચરમાં કાર્યવસ્તુ રાખીને કલૅમ્પની મદદથી એને કસીને કેવી રીતે પકડવામાં આવી છે. કેમકે આ કાર્યવસ્તુ અનિયમિત આકારની છે, એને સંતુલિત રાખવું મુશ્કેલ છે. આવા કાસ્ટિંગ અથવા ફોર્જિંગ વાળી કાર્યવસ્તુ માટે વિશેષ પ્રકારના પૅડની વ્યવસ્થા કરવી જરૂરી છે. ચિત્ર ક્ર. 12 માં દર્શાવેલ H1, H2 અને H3 આ ત્રણ પૅડ કાર્યવસ્તુને સંતુલિત રાખે છે. દરેક પૅડનો એકબીજા સાથે પરસ્પર સંબંધ રાખવાનો હોય છે. B1 અને B2, બન્ને પૅડ એક જ સ્તરે હોવા જરૂરી છે.

10_1  H x W: 0
જ્યારે મિલિંગ બીજું અથવા ત્રીજું ઑપરેશન હોય, ત્યારે આપણે અગાઉ કરવામાં આવેલ યંત્રણનો સંદર્ભ લઈ શકીએ છીએ. આવા સમયે ફિક્શ્ચરમાં કાર્યવસ્તુ સંતુલિત રીતે બેસી જાય છે અને એને પકડવાનું પણ તુલનાત્મક રીતે સરળ હોય છે. તમામ પ્રકારના ફિક્શ્ચરમાં મિલિંગ ફિક્શ્ચર સૌથી મજબૂત હોવું જરૂરી છે. સાથે જ, એને મશીન પર કસીને પકડવું પણ જરૂરી હોય છે. જો એ કસીને ન પકડવામાં આવે, તો કટર તૂટીને અકસ્માત થવાની શકયતાઓ હોય છે.
હવે પછીના લેખમાં આપણે અલગ અલગ ફિક્શ્ચરના પ્રકારો વિશે જાણકારી મેળવીશું. સાથે જ હૉરિઝૉન્ટલ મિલિંગ મશીન અને વર્ટિકલ મિલિંગ મશીનમાં વપરાતા ફિક્શ્ચર વિશે પણ જાણકારી મેળવીશું.
Powered By Sangraha 9.0