પ્રોગ્રામિંગની તૈયારી

24 Feb 2021 12:35:56
કોઈપણ સી.એન.સી. મશીન પર પ્રોગ્રામિંગ કરતા પૂર્વે એ જાણવું જરૂરી છે કે અપેક્ષિત પાર્ટ એના પર બની શકશે કે નહિ. એ માટે મશીનના અક્ષ પર ટૂલની મહત્તમ તથા ન્યૂનતમ સંચાલન (નૅવિગેશન) સીમા સમજી લેવી જરૂરી છે. જેમ કે સી.એન.સી. લેથ પર નળાકાર કાર્યવસ્તુ બનાવવા માટે એનો મહત્તમ વ્યાસ તથા મહત્તમ લંબાઈ ધ્યાનમાં રાખીને ટૂલ પોસ્ટના ચાર સંદર્ભ બિંદુ નક્કી કરવા પડતા હોય છે. (ચિત્ર ક્ર. 1)

1_1  H x W: 0 x

ચિત્ર ક્ર. 2 માં ટૂલના સંચાલનના કારણે તૈયાર થનાર અપેક્ષિત ક્ષેત્ર અને અસલમાં ઉપલબ્ધ રહેલ ક્ષેત્ર દર્શાવેલ છે. ચિત્ર ક્ર. 3 માં ચક દ્વારા બનાવેલ અપેક્ષિત વિસ્તાર અને ખરેખર ઉપલબ્ધ વિસ્તાર દર્શાવેલ છે.


2_1  H x W: 0 x
 

3_1  H x W: 0 x 

નોંધ : મશીન ભાગોની (ચક, સ્ટેડી રેસ્ટ, ક્રૉસ સ્લાઈડ) હાજરી કામ કરવાની વાસ્તવિક જગ્યાને ઘટાડે છે. પ્રોગ્રામિંગ દરમિયાન જો એ બાબતોનો ખ્યાલ રાખવામાં ન આવે તો ટૂલનું સંચાલન થઈ રહ્યું હોય, ત્યારે તે અન્ય ભાગો સાથે અથડાવાની શક્યતાઓ હોય છે.

4_1  H x W: 0 x 
 
કામ માટે સુરક્ષિત ક્ષેત્ર (સેફટી ઝોન વર્કિંગ એરિયા)
સુરક્ષાની દૃષ્ટિએ કંટ્રોલરમાં 'સેફટી ઝોન વર્કિંગ એરિયા' ની સુવિધા આપવામાં આવી છે. એને બૅરિયર કહેવામાં આવે છે. એનો ઉદ્દેશ છે કે ચક તથા ટેલસ્ટૉક સાથે ટૂલ ન અથડાય. આમાં વધુમાં વધુ ત્રણ બૅરિયર બનાવી શકાય છે. 'ટીચ ઇન' અને ‘સેટઅપ’ મોડમાં મૂલ્ય (વેલ્યૂ) પ્રવિષ્ટ કરી શકાય છે, જેથી કામ કરવા માટે એક સુરક્ષિત ક્ષેત્ર નિશ્ચિત કરી શકાય છે. એમાં એક જરૂરી બાબત એ છે કે બૅરિયર કૉર્નર પૉઈંટ નિર્ધારિત કરતી વખતે યોગ્ય ટૂલનો ઉપયોગ થવો જોઈએ. તથા ચક અને કૉર્નર પૉઈંટની વચ્ચેનું અંતર ઉચિત હોવું જોઈએ. આ બૅરિયર G ફંક્શનનો ઉપયોગ કરી શરુ અથવા બંધ કરી શકાય છે. ઉદાહરણ રૂપે ચિત્ર ક્ર. 4 માં ચક બૅરિયર તથા ચિત્ર ક્ર. 5 માં ટેલસ્ટૉક બૅરિયર દર્શાવાયા છે.

5_1  H x W: 0 x
 

6_1  H x W: 0 x 
 
જોખમ
બૅરિયર માત્ર ટૂલના ગણતરીના બિંદુઓ પર જ પોતાની પ્રતિક્રિયા આપે છે. ટૂલ હોલ્ડરના વિસ્તૃત/પરિવર્તિત ભાગો પર ધ્યાન આપવામાં નથી આવતું, જેની સાથે અથડામણ થઈ શકે છે.
ઈમર્જન્સી સ્ટૉપ
ક્રૉસ સ્લાઈડ કાર્યના નિશ્ચિત કરેલ ક્ષેત્રમાં બન્ને તરફથી બહાર ન નીકળી જાય અને એ બૉલ સ્ક્રૂ સીમાની અંદર જ રહે, તે માટે મશીન પર મેકૅનિકલ ઈમર્જન્સી સ્ટૉપ લિમિટ સ્વિચ બેસાડવામાં આવે છે. આ સ્વિચ દબાવવાથી સ્લાઈડનું સંચાલન પૂર્ણ રૂપે બંધ થઈ જાય છે. મોટર પણ બંધ થઈ જાય છે. મૅન્યુઅલ પલ્સ જનરેટરથી પણ સંચાલન નથી કરી શકાતું. આવી સ્થિતિમાં હાથ દ્વારા બૉલ સ્ક્રૂ ફેરવીને બંધ કરવામાં આવેલ સ્વિચ ફરી ખોલવી પડે છે. (ચિત્ર ક્ર. 6 )

7_1  H x W: 0 x 
અક્ષ તથા અક્ષની દિશાઓ
1. સ્લાઈડનું સંચાલન સી.એન.સી. ટર્નિંગ સેન્ટરના X અક્ષની દિશામાં અને ટૂલ ફીડ0Z અક્ષની દિશામાં હોય છે. X ક્રૉસ અક્ષ હોય છે. X અક્ષ પરનું મૂલ્ય વ્યાસ પર નિર્ભર હોય છે.
2. Z અક્ષ: આ X અક્ષથી લંબરૂપ અને મશીન બેડની સમાંતર હોય છે.
વર્કપીસ કોઑર્ડિનેટ સિસ્ટમ દ્વારા સી.એન.સી. ટર્નિંગ સેન્ટરમાં અક્ષની દિશાઓ (ચિત્ર ક્ર. 7 અને 8) તથા વર્કપીસ ઝીરો પૉઈન્ટ (W) નક્કી થાય છે. એ મશીન શૂન્ય પૉઈન્ટ સાથે બંધબેસે છે. ટૂલ પૉઈન્ટની પોઝિશન X અને Z માપનો દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે.

8_1  H x W: 0 x 
 

9_1  H x W: 0 x 
 
સી.એન.સી. ટર્નિંગ સેન્ટર માટે વધારાના અક્ષ
C અક્ષ (ચિત્ર ક્ર. 9, 10): C અક્ષના ઉપયોગથી Z અક્ષ પર કાર્યવસ્તુ કેટલા અંશમાં ફરશે, એનું પ્રોગ્રામિંગ કરવામાં આવી શકે છે તથા એના પોતાના ભ્રમણની ફીડ પણ નિશ્ચિત કરી શકાય છે.

10_1  H x W: 0
 
 

11_1  H x W: 0  
R અક્ષ (ચિત્ર ક્ર. 10): R અક્ષનો ઉપયોગ Z અક્ષથી સમાંતર ટેલસ્ટૉક પ્રોગ્રામિંગ માટે કરવામાં આવે છે.
Powered By Sangraha 9.0