મથીન ટૂલ ઉધોગ તરકથી શ્રદ્ધાંજલી

18 Feb 2021 11:40:26

1_1  H x W: 0 x


વી. અંબુ,
ડાયરેક્ટર જનરલ અને સીઈઓ, IMTMA


આપણા બધાના માર્ગદર્શક અને વડીલ મિત્ર અશોક સાઠેના નિધનથી અમને ખૂબ દુઃખ થયું છે. તેઓ હંમેશા ભારતીય મશીન ટૂલ ઉદ્યોગના એક ચુનંદા ડિઝાઇનર્સ અને પ્રતિભાશાળી ઉદ્યોગસાહસિક તરીકે જાણીતા રહેશે. એકંદર ઉદ્યોગમાં સ્પર્ધાત્મકતા વધારવામાં તેમનું યોગદાન અતુલ્ય છે. અગ્રણી વિદેશી કંપનીઓ સાઠે સાહેબના બુદ્ધિશાળી ઉત્પાદનોના ગ્રાહક બન્યા અને આ રીતે વૈશ્વિક બજારમાં ભારતની છબી વધુ તેજસ્વી બની. સાઠે સાહેબ જેવા મહાન વ્યક્તિત્વના વિદાયથી ભારતીય મશીન ટૂલ ઉદ્યોગમાં અખૂટ શૂન્યાવકાશ ઊભો થયો છે. આ ક્ષેત્રમાં કાર્યરત ઇજનેરો માટે તેમનું કાર્ય હંમેશા પ્રેરણારૂપ રહેશે.


પરાક્રમ જાડેજા,
અધ્યક્ષ અને મૅનેજિંગ ડિરેક્ટર, જ્યોતિ સી.એન.સી. ઑટોમેશન લિ.

અશોક સાઠેના અચાનક પ્રસ્થાનથી સમગ્ર ભારતીય મશીન ટૂલ ઉદ્યોગને આંચકો લાગશે. સાઠે સાહેબ મશીન ટૂલ ઉદ્યોગના એક અગ્રણી અને મુખ્ય આધારસ્તંભ તરીકે ઓળખાતા હતા. જે ઉંમરે લોકો સામાન્ય રીતે નિવૃત્ત થાય છે, તે ઉંમરે તેમણે જ્ઞાન અને અનુભવના દરવાજા ખોલવા માટે મશિનિંગ ઉદ્યોગ માટે સામયિકો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. આ ઉંમરે પણ, તેમનો ઉત્સાહ અને નમ્રતા
સલામ આપવા લાયક હતી. હું તેમને હંમેશા પિતાસમાન વ્યક્તિત્વ તરીકે યાદ રાખીશ.


રાઘવ બદધ્યા,
પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર, મકીનો ઇન્ડિયા પ્રા. લિ.


મશીન ટૂલ ફૅમિલીનો સભ્ય અને એક મશીન ટૂલ ઉત્પાદક તરીકે, મને ગ્રાહક તેમજ સપ્લાયર તરીકે ઘણીવાર અશોક સાઠેને મળવાની તક મળી. સાઠેમાં ઘણા અસાધારણ ગુણો હતા. સૌથી અગત્યનું, તેઓ એક જન્મજાત પ્રતિભાશાળી મશીન ટૂલ ડિઝાઇનર હતા અને તેમના કામમાં એટલા મગ્ન રહેતા હતા, કે મશીનો અને તેનું ડિઝાઇન તેમના વ્યક્તિત્વનો અભિન્ન અંગ બની ગયા હતા. ગુણવત્તા અને મૂળભૂત બાબતો વિશે પૅશન ભાગ્યે જ જોવા મળે એવી આજની દુનિયામાં, આ ભારતીય મશીન ટૂલ ઉદ્યોગના સ્થાપક તેમની સર્જનશીલ રચનાનો શુદ્ધ આનંદ માણી રહ્યા હતા. એમના ચહેરા પર કાયમ વિલસતું સ્મિત મને કાયમ યાદ રહેશે. આજની પરિસ્થિતિમાં એક જ પ્રકારનું કામ કરવામાં પણ આપણામાંથી ઘણા ખરા હાંફી જતા હોય છે, એ પૃષ્ઠભૂમિ પર સાઠે એક જ સમયે ડિઝાઇનર, ઉદ્યમી, સક્રિય સામાજિક કાર્યકર અને હજુ પણ ઘણી ખરી ભૂમિકા સરળતાથી ભજવતા હતા. બધુ કામ ભારતમાં અને ભારતીયો દ્વારા થાય એના માટે એમના મનમાં બહુ ગર્વ હતો. તેમણે એવા ઘણા મશીન અને મેકૅનિઝમનું નિર્માણ કર્યું, જે આજ સુધી આયાતનો વધુ કિફાયતી અને નવીન વિકલ્પ તરીકે વપરાય છે. ઉત્પાદન ક્ષેત્રમાં તેમનું પ્રત્યક્ષ અને પરોક્ષ યોગદાન એટલું મહાન છે, કે તેમને ‘રાષ્ટ્રીય ખજાનો’ કહેવું યોગ્ય રહેશે.
ભારતીય ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ અને સફળતાનો તેઓ એક અગત્યનો ભાગ હતા. એ મહાન વ્યક્તિત્વને મકિનો ઇંડિયા, મકિનો આશિયા સિંગાપોર અને મકિનો જાપાનના વરિષ્ઠ મૅનેજમેન્ટ સહકાર્યકર અને હું, અમારા સૌ તરફથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી!
Powered By Sangraha 9.0