આધુનિક મશીનરી અને ઉપકરણોની ડિઝાઇન અને કામગીરી સંબંધિત અપેક્ષાઓ વધી રહી છે. તાજેતરના વર્ષોમાં, મશીનની યંત્રણ ગતિ, લોડમાં ગતિશીલ (ડાયનૅમિક) ફેરફાર અને પ્રાપ્ત કરવા લાયક ચોકસાઈ, આ બાબતની તકનીકી ક્ષમતાઓ ઝડપથી વધી રહી છે. તેમજ વાપરવામાં આવતા મટિરિયલની ભૂમિતિ અને ગુણધર્મોની મુખ્ય લાક્ષણિકતાઓમાં પણ નવીનતા જોવા મળે છે. જો કે, તેની સાથે જ યંત્રણ દરમિયાન પ્રસારિત થતા કંપનો અને મશીન અથવા કાર્યવસ્તુમાંથી આવતા અવાજમાં પણ વધારો થયો છે અને તેમને ઘટાડવાની જરૂર છે. અહીંયા, બે પ્રકારના કંપનોનો વિચાર કરવો પડશે. એક છે ધાતુનું યંત્રણ થતી વખતે મશીનમાંથી ઉદ્ભવતા કંપનો અને બીજા છે માપવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો દ્વારા અનુભવાયેલા કંપનો. બંને જગ્યાએ આયસોલેશન કરવું જરૂરી છે. લોકો, ઇમારતો અને પર્યાવરણને બચાવવાના પગલાંનું મહત્વ પણ વધી રહ્યું છે.
વાયબ્રેશન ઇન્સુલેટર પર બેસાડેલું સી.એમ.એમ.
કંપન આયસોલેશન તકનીક
ચાલો સૌપ્રથમ કંપન આયસોલેશન તકનીકમાં વપરાતી કેટલીક પરિભાષાઓ રજૂ કરીએ.
કુદરતી આવર્તન (નૅચરલ ફ્રિક્વન્સી)
કોઈપણ ઇન્સુલેટરનું કુદરતી આવર્તન એટલે તે આવર્તન કે જેના પર તે ઇન્સુલેટર અને તેની સાથે જોડાયેલ માસ કંપન થવા માંગે છે.
ડૅમ્પિંગ
કોઈપણ ઇન્સુલેટરની કંપનશીલ સિસ્ટમમાંથી ઊર્જા દૂર કરવા માટેની ભૌતિક પ્રક્રિયા એટલે ડૅમ્પિંગ. આ કંપનોને સ્વીકાર્ય સ્તર સુધી મર્યાદિત કરે છે અને યાંત્રિક ઉર્જાને ઊષ્ણતામાં રૂપાંતરિત કરે છે.
ઇન્સુલેશન
કંપનો અને તેમાંથી સર્જાતા ઉત્તેજક બળોને (ડિસ્ટર્બિંગ ફોર્સેસ) એકબીજાથી અલગ પાડવું એટલે ઇન્સુલેશન. ઇન્સુલેશન બંને દિશામાં, એટલે મશીનથી પર્યાવરણ તરફ જતા તેમજ બહારથી મશીનમાં આવતા, બળો પર કામ કરે છે.
સ્ત્રોત ઇન્સુલેશન
કંપન દ્વારા નિર્માણ થતા પલ્સ અને તેમાંથી નિર્માણ થતા કંપન બળોને ઘટાડવા માટે કરવામાં આવતી વ્યવસ્થા એટલે સ્રોત ઇન્સુલેશન. આ આજૂબાજૂના મશીન, ઇમારતો અને લોકોનું કંપનોથી રક્ષણ કરે છે. આવા કંપનવિરહિત સ્થાપિત (આયસોલેટેડ માઉંટિંગ) કરેલા મશીનની હિલચાલ તેના કાર્યની મર્યાદામાં રહે, તેના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.
પ્રાપ્તકર્તા (રીસીવર) ઇન્સુલેશન
સંવેદનશીલ મશીનો (CMM અને અન્ય મેટ્રોલૉજીકલ સાધનો, માયક્રોસ્કોપ, સેમિકન્ડક્ટર્સ અને લેસર ઇન્ડસ્ટ્રીઝ, માયક્રો અને નૅનો ટેકનોલૉજી ઍપ્લિકેશન, વગેરે) પર કામ કરતી વખતે ધ્યાન રાખવા જેવું આ કદાચ સૌથી મહત્વનું પરિબળ છે. રિસીવર ઇન્સુલેશનની બાબતમાં, કંપન સંવેદનશીલ ઉપકરણોને જમીનમાંથી (સ્ત્રોત) આવતા કંપનોના હસ્તક્ષેપથી સુરક્ષિત રાખવું જરૂરી હોય છે.
મળતો ગુણોત્તર (મૅચિંગ રેશિયો)
ઉત્તેજક આવર્તન અને સિસ્ટમની કુદરતી આવર્તન વચ્ચેનો ગુણોત્તર મળતો ગુણોત્તર હોય છે.
સંક્રમણક્ષમતા (ટ્રાન્સમિસિબિલિટી)
કંપન ઇન્સુલેશનની અસર મુખ્યત્વે ઉત્તેજક આવર્તન અને ઇન્સુલેટરની કુદરતી આવર્તનની વચ્ચેના ગુણોત્તર (મળતો ગુણોત્તર), તેમજ ઇન્સુલેટરના ડૅમ્પિંગ પર આધારિત હોય છે. સ્ત્રોત ઇન્સુલેટર માટે મશીનના આર.પી.એમ. અથવા સ્ટ્રોકનો દર એ ઉત્તેજક આવર્તન હોય છે. રિસીવર ઇન્સુલેટર માટે અન્ય સ્ત્રોતોમાંથી આવતા કંપનો એ ઉત્તેજક આવર્તન હોય છે. સામાન્ય રીતે, ઉત્તેજક આવર્તન અને કુદરતી આવર્તન વચ્ચેનો ગુણોત્તર જેટલો વધારે હશે, તે પ્રમાણમાં ઇન્સુલેશન કાર્યક્ષમતા વધે છે.
જ્યારે કોઈપણ સંવેદનશીલ મશીનને આયસોલેટ કરવાનું હોય, ત્યારે એ મશીન હાલમાં જે કંપન અનુભવી રહ્યું છે તેના સ્તરને જોવું જરૂરી છે. તેના માટે આપણે મશીનના વાસ્તવિક સ્થાન પર “કંપન સાઇટ સર્વે અને ડેટા વિશ્લેષણ” કરવું પડે છે.
કંપન સાઇટ સર્વે અને વિશ્લેષણના ઉદ્દેશો અને કાર્યપદ્ધતિ
- સીએમએમ, માયક્રોસ્કોપ, ગોળાકારિતા/રફનેસ પરીક્ષણ ઉપકરણો, સેમિકન્ડક્ટર અને નૅનો ટેકનોલૉજી ઍપ્લિકેશન અથવા અન્ય સમાન સંવેદનશીલ મશીનોની ચોકસાઈ, પુનરાવર્તિતતા અને ગુણવત્તા પર ઓછી આવર્તનના કંપનો પ્રતિકૂળ અસર કરી શકે છે. લાંબા ગાળાની ચોકસાઈ અને વિશ્વસનીયતા માટે વર્તમાન અથવા સૂચિત ઇન્સ્ટોલેશન સાઇટ પર કંપન સ્તરને માપવા અને વિશ્લેષણ કરવાની ભલામણ કરવામાં આવે છે.
- યોગ્ય કંપન નિયંત્રણ માટે, કાર્યસ્થળનું સર્વેક્ષણ/વિશ્લેષણ કરીને ત્યાંના કંપનનું સ્તર નક્કી કરવું જરૂરી છે. સંભવિત સમસ્યાનું કારણ બની શકે એવા આવર્તનો અને સંબંધિત વેગ અથવા પ્રવેગ અથવા વિસ્થાપનોના પરિમાણો, વાસ્તવિક પરીક્ષણ ડેટા વિશ્લેષણમાં શામેલ હોય છે.
- આ સમસ્યાનું નિદાન કરવામાં મદદ કરે છે. જો કંપન ઇન્સુલેશન સિસ્ટમ સાથે કોઈ નિવારક અથવા સુધારાત્મક પગલા લેવાના હોય, તો તે નક્કી કરવામાં આવે છે.
- એક અત્યાધુનિક ફાસ્ટ ફોરિયર ટ્રાન્સફૉર્મ વિશ્લેષક (એફ.એફ.ટી. ઍનાલાયઝર), અત્યંત સંવેદનશીલ જીઓફોન અને એક કમ્પ્યુટિંગ પ્રોગ્રામને એકત્રિત કરીને (ચિત્ર ક્ર. 1) માપન કરવામાં આવે છે. જિયોફોન 0.2 થી 30 Hz ની રેન્જમાં 0.01 માયક્રૉન/સેકંડથી ઓછાના કંપન વેગને માપી શકે છે.
ચિત્ર ક્ર. 1 : કંપનોની ચકાસણી કરીને વિશ્લેષણ કરતી સિસ્ટમ
- સામાન્ય પર્યાવરણીય હસ્તક્ષેપોને માપવા માટે ત્રણેય અક્ષ (X, Y, Z) એક સાથે માપવામાં આવે છે. દરેક વેક્ટર X, Y અને Z પર માપવામાં આવેલા સૌથી વધુ કંપનો નક્કી કરવા, એ પ્રથમ પગલું છે. આ ત્રણમાંથી જે સર્વોચ્ચ મૂલ્ય હશે, તેને મશીનના ‘લિમિટ કર્વ’ ગ્રાફ સાથે સરખાવવાનું હોય છે. મશીનને ખાસ કાળજીની કે કંપન પ્રણાલીની જરૂર છે કે નહીં, એ નક્કી કરવા માટે તેનો ઉપયોગ થાય છે.
કંપન આયસોલેટર સિસ્ટમ
આયસોલેટર કંપનોને ધીમું કરે છે. આમ જોઈયે તો મશીનના તળિયે રબરનો ટુકડો મૂકીયે, તો તે પણ આયસોલેટર તરીકે કામ કરે છે. પરંતુ આપણે એક એવો આયસોલેટર પસંદ કરવા માંગીએ છીએ, જેની અંદર કુદરતી આવર્તન ઉત્તેજક આવર્તન કરતા ઓછી હોય. જો એવું ઇન્સુલેટર પસંદ કરવામાં આવે, જેની કુદરતી આવર્તન ઉત્તેજક આવર્તન જેટલી અથવા તેની નજીકની હોય, તો તે સમસ્યાને બમણી/ત્રણ ગણી કરશે. તેથી, ઉપયોગમાં લેવાતા આયસોલેટરની કુદરતી આવર્તન ઘણી ઓછી હોવી જોઈએ, તો જ તે કંપનોને ધીમું કરી શકશે. આયસોલેટરની પસંદગીમાં આ એક માપદંડ છે. બે પ્રકારના આયસોલેટર હોય છે, નિષ્ક્રિય (પૅસિવ) અને સક્રિય (ઍક્ટિવ). સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, નિષ્ક્રિય આયસોલેટર એ સ્ત્રોતમાંથી કંપનોને અવરોધ કરતો ડૅમ્પનર હોય છે. જ્યારે આપણે કોઈપણ આયસોલેટર પાસેથી મશીનમાં આવતા કંપનોને અટકાવવાની અપેક્ષા રાખીએ છીએ, ત્યારે તેને સક્રિય આયસોલેશન કહી શકાય.
પરંતુ જો કોઈપણ સિસ્ટમને સક્રિય સિસ્ટમ કહેવી હોય, તો તે કંપનના સ્તરનો અંદાજ લઈને તે મુજબ ડૅમ્પિંગ ગુણોત્તરને સમાયોજિત કરવા માટે સક્ષમ હોવી જોઈએ. આ આયસોલેટરને 3 અથવા 6 ડિગ્રી ઑફ ફ્રીડમ હોય છે. ત્રણ ડિગ્રી ઑફ ફ્રીડમ એટલે X, Y અને Z અક્ષ પર આગળ અને પાછળ, ઉપર અને નીચે, ડાબે અને જમણે હિલચાલ કરવાની સ્વતંત્રતા છે. છ ડિગ્રી ઑફ ફ્રીડમનો અર્થ X, Y અને Z અક્ષ પર પૉઝિટિવ અને નિગેટિવ દિશામાં રેખીય હલનચલન ઉપરાંત ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તેનાથી ઊંધી દિશામાં ગોળ ફરવાની સ્વતંત્રતા છે. આમાંથી જેટલી દિશામાં હલનચલન રોકવામાં આયસોલેટર સફળ થશે, તેટલી તેની ડૅમ્પિંગ અસર વધુ જોવા મળશે.
કંપન આયસોલેશન સિસ્ટમના પ્રકાર
1. નિષ્ક્રિય કંપન આયસોલેટર : આ આયસોલેટર ઉત્તેજના મળ્યા પછી કંપનોનું કુદરતી આવર્તન રેન્જમાં થતું વિસ્તરણ (ઍમ્પ્લિફિકેશન) દર્શાવે છે. આ રેઝોનન્સ ઍમ્પ્લિફિકેશન, આયસોલેટરની ડૅમ્પિંગ ક્ષમતા પર આધારિત હોય છે. મશીન ટૂલ ઉદ્યોગમાં સામાન્ય રીતે નિષ્ક્રિય આયસોલેટરનો વધુ ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ મોલ્ડિંગ અને પ્રેસ મશીનોમાં પણ થાય છે.
બિલ્ઝ વાયબ્રેશન ટેકનોલૉજી દ્વારા ઉત્પાદિત ઇન્સુલેશન રબર પૅડ, લેવલિંગ એલિમેન્ટ અને પ્રિસિજન વેજ માઉન્ટ, ઔદ્યોગિક ઍપ્લિકેશનમાં શ્રેષ્ઠ પરિણામ આપનારા નિષ્ક્રિય આયસોલેટર છે.
2. ઍક્ટિવ વાઇબ્રેશન આયસોલેટર :
સક્રિય આયસોલેશન સિસ્ટમમાં સિસ્ટમના કોઈપણ વિચલનને સંતુલિત કરવા માટે ઍક્ચ્યુએટર્સનો ઉપયોગ થાય છે. નિયમિત ઉત્તેજના માટે, ઍક્ચ્યુએટરના સંબંધિત આયસોલેટર 180 ડિગ્રીના ફેજ શિફ્ટ દ્વારા કોઈપણ અવરોધને ઠીક કરે છે. આવા વખતે ફીડ-ફૉરવર્ડ સંદેશ અથવા રિયલ - ટાઇમ મૉનિટરિંગના ઉપયોગથી અને મશીનના વાસ્તવિક સ્થાન માટે નિયંત્રણ સિસ્ટમનો ઉપયોગ કરીને લેવલ કંટ્રોલ સિસ્ટમ ચલાવી શકાય છે. આમ કરવાથી આયસોલેટરની કુદરતી આવર્તનની નજીકના આવર્તનોનું રેઝોનન્સ ઍમ્પ્લિફિકેશન લઘુતમ સ્તર પર રાખી શકાય છે. આયસોલેશન કાર્યક્ષમતા વધારી શકાય છે અને વધુ ઊંચા આવર્તનો માટે શ્રેષ્ઠ પરિણામો મળે છે. આમાં એક તરફ આયસોલેટરની કુદરતી આવર્તનની નજીકના આવર્તન માટે ખૂબ જ કડક અને બીજી તરફ ઉચ્ચ આવર્તનો માટે શ્રેષ્ઠ આયસોલેશન આપતા ખૂબ નરમ આયસોલેટરના એકત્રિત ઉપયોગથી બંનેના ગુણધર્મોનો એકત્રિત લાભ લેવામાં આવે છે.
જે ફીડ-ફૉરવર્ડ સંદેશ દ્વારા ઓળખવામાં આવતા નથી, એવા રૅન્ડમ અથવા મનસ્વી વિક્ષેપો માટે પૂરતી ઝડપથી અને અસરકારક રીતે કાર્ય કરી શકે એવા સેન્સરની જરૂર હોય છે. બિલ્ઝ વાઇબ્રેશન ટેકનોલૉજી દ્વારા ઉત્પાદિત ઍક્ટિવ આયસોલેશન સિસ્ટમ્સ (AIS™) જેવી એઅર સ્પ્રિંગ ટેકનોલૉજી પર આધારિત સિસ્ટમોમાં હાય-સ્પીડ માયક્રોપ્રોસેસર્સ અને હાય-ઍક્યુરસી સેન્સર આપેલા હોય છે. આનો ઉપયોગ કરીને, મશીનનું ચોક્કસ સ્થાન અને પ્રવેગ બંનેનો સતત શોધ લેવામાં આવે છે. એનાથી આયસોલેટરના વિચલન અને સ્થિરીકરણ માટે ઓછામાં ઓછો સમય લાગે છે અને ઊભા તેમજ આડા અક્ષ પર ઉત્તમ લેવલિંગ ચોકસાઈ (ઍક્યુરસી) મળે છે. માપન કાર્યમાં, માયક્રોસ્કોપ અને લેસર ઍપ્લિકેશનમાં, સેમિકન્ડક્ટર ઉદ્યોગ વગેરેમાં આવી સિસ્ટમોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
નિષ્ક્રીય આયસોલેશનના પ્રકાર
1.1 ઇન્સુલેશન પૅડ
કંપનો અને મશીન/કાર્યવસ્તુમાંથી આવતા અવાજની સમસ્યાનું ઓછા ખર્ચે નિરાકરણ કરવા માટે ઇન્સુલેશન પૅડનો (ચિત્ર ક્ર. 2) ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં ઘણા વર્ષોથી ખૂબ અસરકારક રીતે કરવામાં આવી રહ્યો છે. આ ઉચ્ચ ગુણવત્તાનું મિશ્ર મટિરિયલ, કપાસના રેસામાં જડિત (એમ્બેડ કરેલા) કૉર્કના કણો અને નાયટ્રાઇલ રબરના પૂર્વનિયોજિત પ્રમાણના સંયોજનથી બનાવવામાં આવે છે. પૅડના પ્રકાર મુજબ તેના ભૌતિક અને યાંત્રિકી (મેકૅનિકલ) ગુણધર્મો વિવિધ ઔદ્યોગિક વપરાશ માટેની તમામ વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ખૂબ સારા ડૅમ્પિંગ ગુણધર્મો સ્થિર (સ્ટૅટિક) અને ગતિશીલ (ડાયનૅમિક) બંને લોડિંગ પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ વિસ્થાપન અને સ્તરની સ્થિરતાને (લેવલ કન્સિસ્ટન્સી) સુનિશ્ચિત કરે છે. આધુનિક શીતક અથવા ઊંજણ માટે વપરાતા પદાર્થોથી થતી ખરાબ અસર રોકવા માટેના ઉચ્ચ પ્રતિકાર ગુણધર્મો તેમાં હોય છે.
ચિત્ર ક્ર. 2 : વાયબ્રેશન ઇન્સુલેશન પૅડ
આ ઇન્સ્યુલેટિંગ પૅડ વિકસાવતી વખતે, કંપન અને મશીનના માળખામાંથી (સ્ટ્રક્ચર) આવતો અવાજ, આ બંને સમસ્યાઓ ટાળવા પર ધ્યાન આપવામાં આવે છે. વિવિધ મશીનોમાં વિવિધ પ્રકારની ગતિશીલ (ડાયનૅમિક) વિશેષતાઓ હોય છે, અને તે મુજબ ઇન્સુલેશનની જરૂરિયાત નક્કી કરાય છે. કંપન સમસ્યા કોઈપણ હોય, આમારી પાસે ઉપલબ્ધ અસંખ્ય વિવિધ પૅડમાંથી તેના માટે યોગ્ય ઉપાય મળી જ જાય છે. અમારા ઇન્સુલેશન પૅડના ઉત્તમ કમ્પ્રેશન સેટ મૂલ્યો ખાસ કરીને નોંધપાત્ર છે. ભૌમિતિક ચોકસાઈ બદલ્યા વિના આધુનિક મશીનો વર્ષો સુધી સ્થિર રહે એવી અપેક્ષા રખાતી હોવાથી, આ ગુણધર્મ તેમને કંપનોની અસરથી મુક્ત કરીને સ્થિરતા આપવા માટે ખૂબ મહત્વનો છે.
ફાયદા
- ધ્વનિ પ્રતિરોધ : મશીનના માળખામાંથી આવતા અવાજ માટે અસરકારક ધ્વનિ પ્રતિરોધ.
- સમય જતાં ઘસાઈ જવાની સામે પ્રતિકાર : જો લોડ કરવાની મર્યાદાનું બરાબર પાલન કરવામાં આવે, તો અમર્યાદિત સમય માટે સેવા આપી શકે છે. તેના કદમાં કોઈ કાયમી ફેરફાર થતો નથી.
- રાસાયણિક પ્રતિકાર : ઔદ્યોગિક ક્ષેત્રમાં વપરાતા તેલ, ગ્રીસ, ઍસિડ અને શીતક માટે ખૂબ સારો પ્રતિકાર.
- તાપમાન પ્રતિકાર : -200 થી +1200 C.
- ડૅમ્પિંગ ગુણધર્મો : 30% સુધીનું ઉચ્ચ દરજ્જાનું ડૅમ્પિંગ
મશીન ઇન્સ્ટૉલ કરતી વખતે ઇન્સુલેશન પૅડનો ઉપયોગ કરવા માટેના ચાર સંભવિત વિકલ્પો
1. ફ્રી સ્ટૅન્ડિંગ : જે મશીનોમાં અલાઇનમેન્ટ એટલી મહત્વપૂર્ણ ન હોય, તેમાં ઇન્સુલેશન પૅડનો ઉપયોગ કરીને ફાઉન્ડેશન કરી શકાય છે. (ચિત્ર ક્ર. 3) પૅડ અથવા સમાન વસ્તુઓનો ઉપયોગ ઊંચી નીચી જમીનને સમતલ કરવા માટે થાય છે. આ પૅડ સામાન્ય રીતે સંપૂર્ણ સપાટી પર ફેલાઈને મૂકાતા નથી, પણ ચોક્કસ સ્થાન પર જ મૂકવામાં આવે છે. ઇન્સુલેશન પૅડની જરૂરી સંખ્યા અને કદ મશીનના વજન અને તેના તળિયાને ટેકો આપતી સપાટી દ્વારા નક્કી કરવામાં આવે છે.
ચિત્ર ક્ર. 3 : ફ્રી સ્ટૅન્ડિંગ ઇન્સુલેશન
2. બોલ્ટ-ઑન-ઇન્સ્ટૉલેશન : જ્યારે મશીન ખસેડવામાં આવે છે, ત્યારે પૅડના પૂર્વસ્થાને અફર રીતે રહેતું બોલ્ટ-ઑન-ઇન્સ્ટૉલેશન (ચિત્ર ક્ર. 4) ફિટિંગ વાપરીને મશીન બેડ સાથે મજબૂત રીતે જોડવામાં આવે છે. આ વિકલ્પ ખાસ કરીને ઉચ્ચ ગતિશીલ શક્તિ ધરાવતા મશીનો માટે વપરાય છે. (દા.ત. ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનો, સ્ટૅમ્પિંગ ઉપકરણો)
ચિત્ર ક્ર. 4 : બોલ્ટ ઑન ઇન્સુલેશન
3. બોલ્ટ થ્રૂ : ઇન્સુલેશન પૅડ અને ઇન્સુલેશન પૅડ વૉશરનો ઉપયોગ કરીને મશીનને જમીનમાં સ્થિર કરવા માટે બોલ્ટ થ્રૂ ઇન્સુલેશન (ચિત્ર ક્ર. 5) વિકલ્પનો ઉપયોગ થાય છે. ઇન્સુલેશન વૉશરનો ઉપયોગ કરવાથી બોલ્ટ દ્વારા કંપનો વિતરિત થવાનું રોકાય છે.
ચિત્ર ક્ર. 5 : બોલ્ટ થ્રૂ ઇન્સુલેશન
4. ઇન્સુલેશન પૅડ સેટ (ચિત્ર ક્ર. 6) : આંચકા અને કંપનોના ખૂબ જ અસરકારક ઇન્સુલેશન માટે વિવિધ પૅડના સેટનો ઉપયોગ થાય છે, જેનાથી ઇન્સુલેશનમાં નોંધપાત્ર સુધારો થાય છે.
ચિત્ર ક્ર. 6 : ઇન્સુલેશન પૅડ સેટ
1.2 લેવલિંગ માટેનું ઉપકરણ (એલિમેન્ટ)
કંપન અને મશીન/કાર્યવસ્તુમાંથી આવતા અવાજથી ઇન્સુલેટ કરેલ મશીન તેની જગ્યા પર મૂકવા માટે લેવલિંગ એલિમેંટનો (ચિત્ર ક્ર. 7) ઉપયોગ થાય છે. આ મેન્ટેનન્સ-ફ્રી લેવલિંગ ફીટ (પગ) મશીનનું સરળ અને સચોટ લેવલિંગ સુનિશ્ચિત કરે છે અને વિવિધ પ્રકારની ડિઝાઇનમાં ઉપલબ્ધ હોય છે. ઍપ્લિકેશન અને લોડ અનુસાર તેમના કદ અને ઇન્સુલેશન પૅડની પસંદગી કરવામાં આવે છે. પસંદ કરેલ બોલ્ટની લંબાઈ અને અન્ય જરૂરિયાતો અનુસાર લેવલિંગની રેન્જ નક્કી કરી શકાય છે.
ચિત્ર ક્ર. 7 : લેવલિંગ માટેનુ ઉપકરણ
ઉપયોગ
ઈન્જેક્શન મોલ્ડિંગ મશીન, પ્રેસ, પંચ વગેરે જેવા મશીનોને માઉન્ટ કરવા માટે ખાસ વિકસિત આ જોડાણમાં (ઍટૅચમેન્ટ) પ્રેશર પ્લેટની ડિઝાઇન લોડનું શ્રેષ્ઠ વિતરણ આપે છે. લેવલિંગની સમગ્ર રેન્જમાં હૉરિઝૉન્ટલ દિશામાં ખૂબ સાતત્ય હોય છે.
1.3 FAEBI રબર એઅર સ્પ્રિંગ
આંચકા, કંપન અને મશીનના સ્ટ્રક્ચરમાંથી આવતા અવાજથી મશીનો, સાધનો અને સમગ્ર સિસ્ટમના (ઍગ્રિગેટ) અસરકારક ઇન્સુલેશન માટે આ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. આ ઘટકમાં ઉચ્ચ ગુણવત્તાના ઇલાસ્ટોમરથી બનેલા ઘંટાના આકારના રબરના ફૉર્મનો સમાવેશ થાય છે, જેની બાજુ વધુ મજબુત કરેલી હોય છે. આ મજબૂત ડિઝાઇન માત્ર ઉત્તમ ઇન્સુલેશન ગુણધર્મો જ નહીં, પણ ખૂબ સારી યાંત્રિકી સ્થિરતા પણ પ્રદાન કરે છે. ઓવરલોડ અથવા હવાના દબાણમાં અચાનક ઘટાડો થવાથી થતું નુકસાન અટકાવે છે. એઅર સ્પ્રિંગ ઘટકનું આડી દિશામાં થતું વિસ્થાપન અત્યંત ઓછું હોય છે. સ્પ્રિંગ કમ્પોનન્ટ બેઝ પ્લેટમાં ઍન્ટિસ્લિપ પૅડના સમાવેશના કારણે જમીનમાં વધારાના એન્કરિંગની જરૂર પડતી નથી.
સક્રિય આયસોલેશનના પ્રકારો
મેકૅનિકલ ન્યુમૅટિક લેવલ કંટ્રોલ (એમ.પી.એન.)
કંપન ઇન્સુલેશનના શ્રેષ્ઠ પ્રભાવ માટે બિલ્ઝ લેવલ કંટ્રોલ સિસ્ટમ એ એક મહત્વનું પરિબળ છે, જેમાં FAEBI® અને FAEBI® -HD રબર અથવા BiAirE® મેમ્બ્રેન એઅર સ્પ્રિંગ્સનો ઉપયોગ કરેલો હોય છે. (ચિત્ર ક્ર. 8 અને 9) આ ઇન્સુલેટરનું અયોગ્ય અને અનિચ્છનીય વિસ્થાપન અથવા લોડમાં ફેરફાર થવાથી એઅર સ્પ્રિંગ પર લગાવેલ મશીન અથવા સિસ્ટમના અસંતુલનને અટકાવે છે. એઅર સ્પ્રિંગની અંદરના હવાના દબાણને સંબંધિત લોડ સાથે સમાયોજિત કરવા માટે દરેક એઅર સ્પ્રિંગની ઊંચાઈને આપમેળે નિયંત્રિત કરવી પડે છે અને આ માટે સિસ્ટમની અંદર હવા ઝડપથી દાખલ કરવાની અથવા તેને ઝડપી બહાર કાઢવાની જરૂર પડે છે. આનાથી ગુરુત્વાકર્ષણ કેન્દ્રમાં ફેરફાર હોવા છતા ઉચ્ચતમ શ્રેણીની સ્થિરતા અને અસરકારક ઇન્સુલેશન મળે છે.
ચિત્ર ક્ર. 8 : ફેબી વિથ મેકૅનિકલ લેવલ કંટ્રોલ
ચિત્ર ક્ર. 9 : મેકૅનિકલ ન્યુમૅટિક લેવલ કંટ્રોલનું કલ્પનાત્મક ચિત્ર
2.1 FAEBI® - HD સમાયોજિત ડૅમ્પિંગ સાથે
સમાયોજિત ડૅમ્પિંગ સાથે સંયુક્ત રબર એઅર સ્પ્રિંગ ઇન્સુલેટર FAEBI® -HD માં એક બાજુ રિઇનફોર્સ કરેલ ઇલાસ્ટોમર, ધાતુની બૉન્ડિંગ અને બે ચેમ્બરવાળી સિસ્ટમનો સમાવેશ હોય છે. શક્ય તેટલી ડૅમ્પિંગ અસર પ્રાપ્ત કરવા માટે, એઅર સ્પ્રિંગનો અંદરનો ભાગ બે એઅર ચેમ્બરમાં વહેંચવામાં આવે છે અને તેમને જોડતી એક હવાની નળી (એઅર હોજ) હોય છે. (લોડ અને ડૅમ્પિંગ વૉલ્યુમ). ઇચ્છિત ડૅમ્પિંગ અસર મેળવવા માટે બહારથી એક ઍડજસ્ટેબલ થ્રૉટલ વાલ્વ દ્વારા ક્રૉસ સેક્શનની અંદરના હવાના પ્રવાહને વધારી કે ઘટાડી શકાય છે. સિંગલ ચેમ્બર સિસ્ટમ (FAEBI) કરતા આમાં વધુ પડતી ડૅમ્પિંગ અસર હોવાથી, રેઝોનન્સ ઍમ્પ્લિફિકેશન મોટા પ્રમાણમાં ઘટી જાય છે અને મશીનની બિનજરૂરી હિલચાલ નોંધપાત્ર ઝડપે દૂર થાય છે. ઊર્જાનું શોષણ થવાથી મશીન, તેનું ઉત્પાદન અને ટૂલનો ઘસારો એના પર ખૂબ જ હકારાત્મક અસર પડે છે.
ફાયદા
વિસ્કસ ડૅમ્પિંગની સરખામણીમાં એઅર ડૅમ્પિંગમાં ઘસારો બિલકુલ નથી. તેમજ કોઈ જાળવણીની જરૂર નથી અને ડૅમ્પિંગ ફૅક્ટરને બહારથી ગોઠવી શકાય છે. (ચિત્ર ક્ર. 10 અ અને 10 બ)
ચિત્ર ક્ર. 10 અ : FAEBI® નો પૅસિવ આયસોલેશન માટે ઉપયોગ
ચિત્ર ક્ર. 10 બ : FAEBI® HD
2.2 ઍડજસ્ટેબલ ડૅમ્પિંગ સાથે BiAir® મેમ્બ્રેન એઅર સ્પ્રિંગ ઇન્સુલેટર
BiAir® મેમ્બ્રેન એઅર સ્પ્રિંગ ઇન્સુલેટર (ચિત્ર ક્ર. 11 અ અને 11 બ) ટર્નિંગ અથવા કાસ્ટ કરેલ ઍલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. તેની અંદરની એઅર સ્પેસ એક પાતળા, લવચીક અને દબાણ-પ્રતિરોધક રોલિંગ મેમ્બ્રેન દ્વારા બંધ કરેલી હોય છે. મેમ્બ્રેન પર એક પિસ્ટન હોય છે અને તે એઅર સ્પેસને દબાણ કરે છે. આ ડિઝાઇન દ્વારા કંપન સામે અત્યંત અસરકારક ઇન્સુલેશન મળે છે. તે જ સમયે ઉચ્ચ સ્તરનું ડૅમ્પિંગ મેળવવા માટે ઇન્સુલેટરની અંદર બે ભાગમાં વિભાજિત કરેલા એઅર સ્પેસમાં બહારથી એક સમાયોજિત થ્રૉટલ વાલ્વ દ્વારા ક્રૉસ સેક્શનની અંદરનો હવાનો પ્રવાહ ગોઠવી શકાય છે.
ચિત્ર ક્ર. 11 અ : મેમ્બ્રેન એઅર સ્પ્રિંગ ઇન્સુલેટર ચિત્ર ક્ર. 11 બ : મેમ્બ્રેન એઅર સ્પ્રિંગ ઇન્સુલેટરનું કલ્પનાત્મક ચિત્ર
હવાના પ્રવાહમાં થ્રૉટલ વાલ્વ દ્વારા પેદા થયેલ ઘર્ષણ દ્વારા 15% સુધી ડૅમ્પિંગ અસર મળી શકે છે. અતિશય દબાણને (ઓવરલોડ) કારણે મેમ્બ્રેનને નુકસાન થવાનું અટકાવા માટે વધારાના સેફટી વાલ્વ અથવા પિસ્ટન સ્ટ્રોક પર યાંત્રિક મર્યાદાઓ આપવામાં
આવે છે.
ઍપ્લિકેશન
- સંવેદનશીલ માપન અને પરીક્ષણ સાધનો
- સચોટ ફિનિશિંગ કરતા મશીન
- લેસર તેમજ ઑપ્ટિકલ અને ઇલેક્ટ્રૉનિક ઉપકરણો
- વાહનો, એન્જિન અને ગિયર બૉક્સ ટેસ્ટ બેડ માટે કંપન ઇન્સુલેટેડ બેઅરિંગ
- ફાઉન્ડેશન ઇન્સુલેશન
પરંપરાગત સ્ટીલ સ્પ્રિંગની તુલનામાં ફાયદા
સક્રિય લેવલ નિયંત્રક સાથે BiAir® એઅર સ્પ્રિંગ ઇન્સુલેટરનો ઉપયોગ કરવાથી મશીન અથવા ફાઉન્ડેશનનું યોગ્ય લેવલ સતત જાળવવામાં આવે છે. લેવલ નિયંત્રણ અને ગોઠવણ સંપૂર્ણપણે સ્વચાલિત હોય છે. એઅર સ્પ્રિંગમાં હવાનું દબાણ, બદલાતા લોડ અનુસાર ગોઠવાય છે. આ કોઈપણ પરિસ્થિતિમાં ઇન્સુલેશનની અસરને એકસરખી જાળવી રાખે છે. સ્ટીલ સ્પ્રિંગ્સથી વિપરીત, એઅર સ્પ્રિંગ્સ, મશીનના માળખામાંથી આવતા અવાજને પ્રસારિત કરતા નથી.
9096003430
chetan.sawant@antivibrations.com