વર્સાટર્ન

19 Nov 2021 11:30:16
જીડી વાઇલર કંપનીમાં બનાવામાં આવતું વર્સાટર્ન સ્લૅન્ટ બેડ ટર્નિંગ મશીન, ઝીરો પૉઇન્ટ ક્લૅમ્પિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાના ક્રાંતિકારી નવીન ખ્યાલ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં આ વિભાવનાનો પ્રયોગ પહેલી જ વાર કરવામાં આવી રહ્યો છે. તેના વિશે ણાહિતી આપતો લેખ.
 
VERSATURN machine
 
દક્ષિણ ભારતના ઉદ્યોગપતિ જી. ડી. ગોપાલનો વિચાર ભારતમાં અત્યાધુનિક અને ઉચ્ચ ચોકસાઈવાળા લેથ બનાવવાનો હતો. આને ધ્યાનમાં રાખીને, તેમણે જર્મનીના વાઇલર વર્કજ્યૂગમશીનેન સાથે તકનીકી અને નાણાકીય ભાગીદારીમાં કંપની જીડી વાઇલરની શરૂઆત કરી.
આ કંપનીમાં કૅપ્સ્ટન લેથ તથા પરંપરાગત લેથના નિર્માણની શરૂઆત કરવામાં આવી. આગામી કેટલાક વર્ષોમાં, કંપનીએ તેના ઉત્પાદનોમાં ઑટોમેટિક અને સ્પેશિયલ પર્પઝ મશીનો અને ઘડિયાળના કેસોની પ્રક્રિયા માટે ઉપયોગી હાયડ્રૉલિક કૉપી લેથ મશીનો પણ ઉમેર્યા.
1986 માં જીડી વાયલરે પ્રથમ સી.એન.સી લેથનું નિર્માણ કર્યું. આમ કંપનીએ ભારતના મશીન ટૂલ ઉદ્યોગમાં સી.એન.સી. મશીન ટૂલ્સના ઉત્પાદનમાં અગ્રણી તરીકે નામના મેળવી. વર્ષ 1994 થી જીડી વાયલર યુરોપમાં લેથની નિકાસ કરે છે.
જીડી વાઇલરમાં વર્સાટર્ન સ્લૅન્ટ બેડ ટર્નિંગ મશીન બનાવામાં આવી રહ્યા છે, જે ઝીરો પૉઇન્ટ ક્લૅમ્પિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાના ક્રાંતિકારી નવીન ખ્યાલ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં આ વિભાવનાનો પ્રયોગ પહેલી જ વાર કરવામાં આવી રહ્યો છે.
 
 
Zero clamping arrangement

ચિત્ર ક્ર. 1 : લેથ બેડ પર ઝીરો ક્લૅમ્પિંગની વ્યવસ્થા

ઝીરો પૉઇન્ટ ક્લૅમ્પિંગ સિસ્ટમ
આ સિસ્ટમમાં શૂન્ય ભૂલની એટલે કે કોઈ ભૂલ ન થાય એવી વ્યવસ્થા છે. ઉત્પાદન પ્રક્રિયામાં ફિક્શ્ચર અને કાર્યવસ્તુઓમાં ફેરફાર કરવા માટે ઓછામાં ઓછો જેટલો સમય લાગવો જોઈયે, તેટલો જ સમય આ સિસ્ટમને પણ લાગે છે. આ વ્યવસ્થાને કારણે મશીનનો સેટઅપ સમય તેમજ પૈસાની પણ બચત થાય છે. આમાં આપેલી મલ્ટિપલ બૉલ ક્લૅમ્પિંગ પ્રકારની ક્લૅમ્પિંગ સિસ્ટમ સંપૂર્ણપણે યાંત્રિક (મેકૅનિકલ) અને મજબૂત ડિઝાઇન ધરાવે છે. ડિક્લૅમ્પિંગ કરવા માટે હાયડ્રૉલિક અથવા ન્યૂમૅટિક જેવા બાહ્ય ફીડની જરૂર હોય છે. કાર્યવસ્તુને પકડવા માટે 105 kN બળ ઉપલબ્ધ કરવામાં આવે છે.

ક્લૅમ્પિંગ
જ્યારે બાહ્ય દબાણ બંધ થાય છે, પિસ્ટનના તળિયે રહેલી સ્પ્રિંગ તેની મૂળ સ્થિતિમાં આવે છે અને પિસ્ટનને ઉપર ધકેલે છે. આનાથી બૉલ અંદર ધકેલાય છે અને ક્લૅમ્પિંગ થઈ જાય છે.

ડીક્લૅમ્પિંગ
જ્યારે તેલ/હવાના બાહ્ય દબાણને કારણે પિસ્ટનને સ્પ્રિંગની દિશામાં નીચે દબાવવામાં આવે છે, ત્યારે ક્લૅમ્પિંગ બૉલને બહાર ધકેલી દેવામાં આવે છે. આ કિસ્સામાં ફિક્શ્ચર અથવા કાર્યવસ્તુ સાથે જોડાયેલ નિપલ બહાર આવી શકે છે અને કાર્યવસ્તુ ડીક્લૅમ્પ થઈ જાય છે.
 
લાભ
 યાંત્રિકી ક્લૅમ્પિંગ
 હાયડ્રૉલિક રિલીજ
 ખૂબ ચોક્કસ પોઝિશનિંગ
 કોઈ બેન્ડિંગ અથવા લિફ્ટિંગ જરૂરી નથી (દબાણનો શ્રેષ્ઠ ઉપયોગ)
 નિયંત્રિત રીતે ઉપાડવાની ક્રિયા અને આ ક્રિયાની દૃશ્યતા
 નળાકાર છિદ્રમાં ચિપ પ્રવેશ કરી શકતી નથી.
 છિદ્રની ત્રિજ્યા સાથે ચોક્કસ મેળ હોવાથી પહેલાના સ્થાનનું પોઝિશનિંગ બરાબર કરવામાં આવે છે.
 ચોક્કસ સંપર્ક
 રીટેન્શન ફોર્સ : 25,000 N (મહત્તમ)
 પુનરાવર્તનક્ષમતા (રિપીટેબિલિટી) : 5 માયક્રૉનથી ઓછી. બદલવાના સમયે સમાન પૅલેટ સમાન ઇન્ટરફેસ પર રાખવામાં આવે છે.
 સિસ્ટમ ચોકસાઈ : પૅલેટને ઘણી વખત બદલવા છતાં ચોકસાઈમાં 10 માયક્રૉનથી પણ ઓછો તફાવત આવે છે.
 
વર્સાટર્ન મશીન
મૂળરૂપે વર્સાટર્ન મશીન બે અલગ અલગ X સ્ટ્રોકવાળું સી.એન.સી. મશીન છે. આ મશીનની ખાસિયત એ છે કે લાંબો સ્ટ્રોક (X : 300 મિમી.) પ્રકારના મશીનમાં મોટા વ્યાસની (180 મિમી. સુધી) કાર્યવસ્તુ રાખી શકાય છે. 4 એક રેખીય ટૂલની હાજરીને કારણે, ઉત્પાદન કાર્યક્ષમતા વધી જાય છે.
 

VERSATURN machine

ચિત્ર ક્ર. 2 : વર્સાટર્ન મશીન
 
 
આ મશીન માટે બીજો વિકલ્પ પણ ઉપલબ્ધ છે, જેમાં એક રેખીય ટૂલિંગ અને ટરેટનું મિશ્રણ છે. આની ખાસિયત એ છે કે આમાં ગ્રાહક 8 થી વધુ ટૂલનો ઉપયોગ કરી શકે છે. આ મશીનનો હજી એક પ્રકાર ઉપલબ્ધ છે, જેમાં સ્ટૉર્કની ઝીરો પૉઇન્ટ ક્લૅમ્પિંગ સિસ્ટમ સહિત, બદલી શકાય એવા T સ્લૉટ ટેબલ છે. આ ટેબલમાં, અલગ અલગ યંત્રભાગ માટે અલગ અલગ એક રેખીય ટૂલ બ્લૉક લગાડી શકાય છે. આ બ્લૉક ગણતરીના મિનિટોમાં બદલી શકાય છે.


Imaginary picture of zero clamping system

ચિત્ર ક્ર. 3 : ઝીરો ક્લૅમ્પિંગ સિસ્ટમનું કાલ્પનિક ચિત્ર
 
જીડી વાઇલરના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા ખાસ સંશોધનને કારણે, આ મશીનમાં એક રેખીય ટૂલની ઉચ્ચ ઉત્પાદન કાર્યક્ષમતા અને વિવિધ યંત્રભાગો માટે જરૂરી સુગમતા બંનેનો સુંદર સંગમ દેખાય છે. આ મશીનમાં મધ્યમ આકારના બૅચ માટે જરૂરી ટૂલ પરિવર્તન નગણ્ય સમયમાં કરી શકાય છે. તેથી આવા બૅચ માટે આ મશીન ઉપયોગી નીવડે છે. નવા મશીનમાં પરિવર્તનનો સમય માત્ર 30 સેકન્ડનો છે, જ્યારે પરંપરાગત મશીનોમાં આ સમય ઑપરેટરની કુશળતા પર આધાર રાખે છે. કોષ્ટક ક્ર. 1 માં બતાવેલ પ્રથમ 3 ટ્રાયલ માટે, T સ્લૉટ લિનીયર બેઝને બદલવામાં 2 મિનિટથી પણ ઓછો સમય લાગ્યો.
 
 
Details of the tool change

કોષ્ટક ક્ર. 1 : મશીન પર કરેલા ટૂલ બદલાવના પરીક્ષણની વિગતો
 
X તથા Y બંને અક્ષ પર, LM રોલર ગાઇડવે હોવાથી મજબૂતી મળે છે. સ્ટીલ, કાસ્ટ આયર્ન અને ઍલ્યુમિનિયમ જેવા વિભિન્ન ધાતુઓ ઉપર કામ કરવા માટે આ મશીન એકદમ ઉપયોગી છે. એ અલગથી બતાવવાની જરૂરી નથી કે ચોક્કસ પરિણામ મેળવવા માટે આ મશીનમાં જીડી વાઇલરના હૉલમાર્કવાળા સ્પિન્ડલ લગાડેલા છે. આ મશીન સ્પિન્ડલના (A2-4, A2-5, A2-5LB, A2-6) અને નિયંત્રકોના (કંટ્રોલર) ઘણા વિકલ્પો (ફાનુક, સીમેન્સ, મિત્સુબિશી) સહિત ઉપલબ્ધ છે. હાર્ડ ટર્નિંગ, હાર્ડ બર્નિશિંગ, થ્રેડ કટિંગ અને હેવી મેટલને દૂર કરવાની તેની કાર્યક્ષમતા ઇન્ટેક્સ 2019 પ્રદર્શનમાં પ્રસ્તુત કરવામાં (ડેમો) આવી હતી, જેને ગ્રાહકોનો ઉત્સાહી પ્રતિસાદ મળ્યો હતો. આ રીતે, આ મશીન તેની કાર્યક્ષમતાને આધારે અને વિવિધ ઍપ્લિકેશનમાં ઉપયોગી હોવાને કારણે, તેનું નામ ‘વર્સાટર્ન’ યોગ્ય છે એમ સાબિત કરે છે અને બહુગુણી હોવાનું સૂચવે છે.
 


 Design of machine spindle and tray

ચિત્ર ક્ર. 4: મશીનના સ્પિન્ડલ તથા ટરેટની રચના

9360305303
sales@gdweiler.com
કે. ગણપતિ સુબ્રમણ્યન, ‘જીડી વાઇલર પ્રા. લિ.’ કંપનીમાં માર્કેટિંગ અને સેલ્સના ઉપાધ્યક્ષ છે.

 
Powered By Sangraha 9.0