ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચતમ ઉત્પાદકતાની સ્પર્ધામાં, મોટા અને સફળ ઉદ્યોગસાહસિકો તેમજ તેમના માટે જરૂરી યંત્રભાગો બનાવતી ફૅક્ટરીઓ પણ નવા ઉત્પાદનો બનાવવામાં રોકાયેલા છે. વિદેશી બજારોમાં મશીન મોકલવાની તક, મેક ઈન ઈંડિયાની પહેલ અને મલ્ટી ટાસ્કિંગ મશીનોને લીધે ભારતીય સાહસિકોના મનમાં વિશ્વાસ પૈદા થયો છે કે, આપણે ભારતમાં સરળતાથી અત્યંત જટિલ યંત્રભાગ બનાવી શકીએ છીએ. આનું એક સારું ઉદાહરણ મઝાક કંપની દ્વારા તાજેતરમાં બજારમાં રજૂ કરાયેલ ‘ઇન્ટિગ્રેક્સ આય સિરીઝ’ નું મલ્ટિફંક્શનલ ટર્ન મિલ મશીન (ચિત્ર ક્ર. 1) છે. આ મશીન વાહન ઉદ્યોગમાં વપરાતા ઘણા જટિલ યંત્રભાગના ઉત્પાદન માટે ખૂબ ઉપયોગી છે.
ચિત્ર ક્ર. 1 : ઇંટિગ્રેક્સ આય સીરીજ મશીન
આ મશીન દ્વારા ઘણા પ્રકારના યંત્રણ એક જ સેટિંગમાં કરી શકાય છે, જેનાથી ગુણવત્તા અને ઉત્પાદકતા ઘણી બધી વધી જાય છે. જેના યંત્રણ માટે ટર્નિંગ, મિલિંગ, સ્થાનિક ગ્રાઇન્ડિંગ, ગિયર શેપિંગ, હેલિકલ ગ્રૂવિંગ, ડ્રિલિંગ વગેરે કામો જરૂરી હોય છે, એવા યંત્રભાગ કોઈપણ ફિક્શ્ચરની મદદ વગર આ મશીન થકી સરળતાથી બનાવી શકાય છે. સંપૂર્ણપણે નવો અને જટિલ યંત્રભાગ ફક્ત નમૂના માટે (પ્રોટોટાઇપ) બનાવવો, એ કેટલીકવાર ખૂબ જ મુશ્કેલ હોય છે. વિવિધ પ્રકારના યંત્રણ પછી જ બનાવવામાં આવતા આવા યંત્રભાગ નમૂના માટે તૈયાર કરવા અને પછી સૅમ્પલ ઓર્ડર મળે ત્યારે મર્યાદિત સમયમાં તેનું ઉત્પાદન કરવું, આ કાર્યો ઈન્ટિગ્રેક્સ આય સિરીઝ સાથે શક્ય છે.
ચિત્ર ક્ર. 2 માં બતાવ્યા પ્રમાણે આ મશીનમાં ઘણી સર્જનાત્મક વિવિધતાઓ શામેલ કરવામાં આવી છે. ગમે તેવા જટિલ યંત્રભાગ આ મશીન પર સરળતાથી બનાવી શકાય છે. લેથ, મિલિંગ, મશીનિંગ સેંટર વગેરે મશીનો પર કરાતા કામોની સાથે આના પર અલગ અલગ કોણોમાં પણ સરળતાથી યંત્રણ કરી શકાય છે.
ચિત્ર ક્ર. 2 : ઇંટિગ્રેક્સ આય સીરીજ મશીનની રચના
ચિત્ર ક્ર. 3 જોઈને જ સમજી શકાય છે કે આવા યંત્રભાગ બનાવવા માટે, મોટાભાગે એક કરતા વધુ મશીનોની જરૂર પડશે. એકથી વધુ મશીનો પર કામ કરતી વખતે, ઇન્વેન્ટરી, ટૂલની સંખ્યા, હૅન્ડલિંગ વગેરે વધી જાય છે. આ તમામ મુશ્કેલીઓ ટાળવાના ઉપાય તરીકે ‘ડન ઇન વન’ નો ખ્યાલ મનમાં રાખીને ઇન્ટિગ્રેક્સ આય સિરીઝ બનાવવામાં આવી છે. તમામ પ્રકારનું યંત્રણ એક જ સમયે પ્રાપ્ત કરવા માટે, આ મશીનમાં ઘણી સુવિધાઓ શામેલ કરવામાં આવી છે. આ મશીન આગળના ત્રણ વિકલ્પો સાથે ઉપલબ્ધ છે
ચિત્ર ક્ર. 3 : આ મશીન ઊપર બનનારા અમુક જટિલ યંત્રભાગ
અ) ફક્ત ટેલસ્ટૉક સાથે
બ) વધારાના સ્પિન્ડલ સાથે
ક) વધારાનું સ્પિન્ડલ + લોઅર ટરેટ સાથે
વિવિધ શ્રેણીઓમાં ઉપલબ્ધ, આ આય સિરીઝ મશીનમાં 260 મિમી. × 615 મિમી. નું યંત્રણ ક્ષેત્ર અને 150 મિમી. થી 381 મિમી. સુધીના ચકનો આકાર ઉપલબ્ધ છે. આમાં 150 મિમી. થી 381 મિમી. આકારના સ્પિન્ડલ છે, જેની પ્રમાણિત ગતિ 12,000 આર.પી.એમ. સુધી છે. ગ્રાહકોની માંગણી પર 20,000 આર.પી.એમ. સુધીનું સ્પિન્ડલ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. 5.5 kW થી 24 kW સુધીના પાવરના વિકલ્પો છે.
• ઇન્ટિગ્રેક્સ આય સિરીઝમાં, મિલિંગ સ્પિન્ડલ તથા લોઅર ટરેટ જેવી સુવિધાઓની મદદથી વધુ ઝડપી યંત્રણ થઈ શકે છે. મશીનમાં બે, ત્રણ અને પાંચ અક્ષીય યંત્રણ એકીસાથે કરી શકવાની સંભાવનાને કારણે ઇમ્પેલર જેવા જટિલ યંત્રભાગોની નિર્મિતિ પણ ઇન્ટિગ્રેક્સ આય સિરીઝ વાપરવાથી સરળ બની જાય છે.
• ગ્રાહકની માંગ મુજબ 36, 72 અથવા 110 ટૂલ ધરાવતા ઑટોમૅટિક ટૂલ ચેન્જરની (એ.ટી.સી.) વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ મશીનમાં ટૂલ મૅગેઝિન આગળની તરફ હોવાથી, ઑપરેટરે ટૂલ સંબંધિત કામ માટે પોતાનું સ્થાન છોડીને મશીનની બીજી બાજુ જવું પડતું નથી.
• મશીનમાં સ્થાપિત હીટ સેન્સરને કારણે ઑપરેશન કરતી વખતે ઘટતું વળતર (કૉમ્પેન્સેશન) આપવામાં આવે છે.
• મુખ્ય અને વધારાના સ્પિન્ડલ્સ સી અક્ષ પર ચોક્કસપણે નિયંત્રિત થાય છે, જે 0.00010° સુધીની સ્થિતિ (પોઝિશનિંગ) પ્રાપ્ત કરવાનું શક્ય બનાવે છે. મિલિંગ સ્પિન્ડલમાં પણ ઉચ્ચ ગુણવત્તાવાળા રોલર ગિયર્સ હોવાથી 0.00010° સુધી ઇંડેક્સિંગ કરી શકાય છે.
• મશીનના મજબૂત રોલર ગાઈડને કારણે અત્યંત ઓછું ઘર્ષણ થાય છે, જેનાથી વધુ ચોકસાઈ મળી શકે છે.
• મશીનના બૉલ સ્ક્રૂનું તાપમાન શીતક દ્વારા નિયંત્રિત થાય છે, જેથી મશીનની ચોકસાઈ લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
• ઇંટિગ્રલ ડિઝાઇનવાળી સ્પિન્ડલ-મોટર ન્યૂનતમ સ્પંદન, સપાટીનું ઉત્તમ ફિનિશ અને ચોકસાઈ જાળવે છે.
આ મશીનની મિલિંગ સ્પિન્ડલ વ્યવસ્થા પણ નોંધપાત્ર છે. આ સ્પિન્ડલ (ચિત્ર ક્ર. 4) બહુહેતુક યંત્રણ માટે ખૂબ ઉપયોગી છે. X અક્ષની આગળ 210° સુધી અને -30° પાછળ સુધી આ સ્પિન્ડલ 0.0001° સુધીની ચોકસાઈથી યંત્રણ કરી શકે છે. C અક્ષ ઉપર, મનગમતા આકારમાં, સંપૂર્ણ કંટૂર બનાવી શકાય છે. આ મશીનમાં Y અક્ષ પર સરકવાવાળી અને B અક્ષ ઉપર ફરનારી મિલિંગ સ્પિન્ડલ આપવામાં આવી છે. આ જ મિલિંગ સ્પિન્ડલ લૉક કરીને ટર્નિંગ માટે પણ વાપરી શકાય છે.
ચિત્ર ક્ર. 4 : મિલિંગ સ્પિન્ડલની મૂવમેન્ટ
આ મિલિંગ સ્પિન્ડલ અને લોઅર ટરેટ પર લાઈવ ટૂલ લગાડી શકાય છે, જેનાથી મિલિંગ, શેપિંગ, ગિયર સ્કાઈવિંગ જેવા વિશેષ યંત્રણ કરી શકાય છે. મિલિંગ સ્પિન્ડલ 12,000 આર.પી.એમ. સુધી તથા 75 kW પાવરથી કામ કરી શકે છે. B અક્ષ પર ફરનારું આ સ્પિન્ડલ યંત્રભાગ પર 1000 મિમી. લાંબુ અને 80 મિમી. વ્યાસનું છિદ્ર બનાવી શકે છે.
લોઅર ટરેટમાં 9 ટૂલની વ્યવસ્થા છે (ચિત્ર ક્ર. 5) જેમાં લાઈવ ટૂલનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આમાં 6000 આર.પી.એમ. અને 3.7 kW પાવરથી યંત્રણ કરી શકાય છે. અલગ અલગ ટૂલનો ઉપયોગ કરીને, મિલિંગ સ્પિન્ડલ અને લોઅર ટરેટ પર અલગ અલગ પ્રકારનું યંત્રણ એકસાથે કરી શકાય છે. બૅલન્સ કટની સહાયતાથી, નાના વ્યાસના યંત્રભાગ પર ટૂંકા સમયમાં ચોક્કસ યંત્રણ શક્ય છે, જેનાથી ઉચ્ચ ગુણવત્તાનું સપાટીય ફિનિશ મેળવી શકાય છે.
ચિત્ર ક્ર. 5 : લોઅર ટરેટ
લોઅર ટરેટ ઉપલબ્ધ હોવાથી એક જ સમયે બન્ને તરફ ટૂલ લગાડીને યંત્રણ કરી શકાય છે. આ ખર્ચ તો ઘટાડે જ, પણ વારંવાર સેટઅપ ફેરફારોને કારણે યંત્રભાગમાં દેખાતા તફાવતોને ઘટાડીને ગુણવત્તામાં વધારો કરે છે. એક જ સમયે બે કટિંગ ટૂલ્સને ચલાવવા માટે લોવર ટરેટ અને ઉપલા સ્પિન્ડલનો ઉપયોગ કરવાથી જરૂરિયાત મુજબ ટર્નિંગની ઝડપ બમણી થઈ શકે છે. આ બે સ્પિન્ડલ્સની ઊંચી શક્તિ અને ઝડપને કારણે, આ મશીન પર સામાન્ય મશીનની સરખામણીમાં ઝડપી અને ઓછા સમયમાં યંત્રણ કરી શકાય છે. તાપમાનને નિયંત્રિત રાખવા માટે શીતકનો પ્રબંધ કરેલો છે.
આ મશીનમાં NC ટેલસ્ટૉકની સુવિધા હોવાથી, ઑપરેટર ટેલસ્ટૉકની સ્થિતિ સ્ક્રીન પર પહેલાથી નિશ્ચિત કરી શકે છે અને મેન્યુ થકી બરાબર સ્થાન પર ગોઠવી શકે છે. યંત્રણ સમયે યંત્રભાગ પર ટેલસ્ટૉકનું પડતું દબાણ પણ 2 kN થી 10 kN સુધી નિયંત્રિત કરી શકાય છે. કેટલાક વૈકલ્પિક મૉડેલોમાં, બીજા સ્પિન્ડલ ચકમાં એક સેંટર પકડીને તેનો ઉપયોગ પણ ટેલસ્ટૉકની જેમ થઈ શકે છે.
ઈન્ટિગ્રેક્સ આય સિરીઝનું સંપૂર્ણ નિયમન ‘મઝાટ્રોલ સ્મૂથએક્સ’ સી.એન.સી. સિસ્ટમ દ્વારા થાય છે. આધુનિક યંત્રણ માટે બધી જરૂરી ટેકનિકો અહીં વિકસાવવામાં આવી છે. તેનું કંટ્રોલ પૅનેલ ટચ સ્ક્રીન ફૉરમૅટમાં વિકસાવવામાં આવ્યું છે, જેનાથી ઑપરેટરને યંત્રણ નિયંત્રિત કરવું અને સૂચનાઓ આપવી સરળ બની ગઈ છે. તેની કૉમ્પ્યુટર સિસ્ટમ વિન્ડોઝ 8 ઑપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે. આધુનિક સૉફ્ટવેઅરને કારણે ચોક્કસ યંત્રણ ઝડપથી કરવું સંભવ થઈ ગયું છે.
વિભિન્ન આકારો અને વિભિન્ન ધાતુઓથી બનેલા અત્યંત જટિલ યંત્રભાગના યંત્રણ માટે જરૂરી બધા પરિમાણો આ પ્રણાલીની સહાયતાથી સરળતાથી બનાવી શકાય છે અને કૉમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહિત કરી શકાય છે. સાથે જ, કરેલા પ્રોગ્રામિંગ મુજબ વર્ચ્યુઅલ ઍનાલિસીસ અને ટૂલ પાથ ઍનાલિસીસ 3D માં પણ જોઈ શકાય છે. એટલે કે પ્રોગ્રામિંગમાં થોડો બદલાવ કરવો જરૂરી હોય, તો તેના સંબંધિત માર્ગદર્શન આ સુવિધાથી મળે છે.
આ પૅનલના સ્ક્રીન પર, યંત્રણ થનાર યંત્રભાગની 3D પ્રતિમા જોઈ શકાય છે. આનાથી યંત્રણ દરમિયાન ઊભી થતી તાત્કાલિક ભૂલ ઑપરેટરના ધ્યાનમાં આવે છે અને તે એને ઠીક કરી શકે છે. માહિતીના ઝડપી વિનિમય માટે પૅનલ પર લગાડેલા USB પોર્ટથી સમગ્ર સિસ્ટમ અને કૉમ્પ્યુટરનો સંપર્ક કરી શકાય છે. મહત્વપૂર્ણ પ્રોગ્રામ અને ટૂલ ડેટા ધોરણો SD કાર્ડ પર સંગ્રહિત થાય છે. અક્ષના ચયનમાં અને ટૂલની ચાલમાં સતત બદલાવ કરવો પડે છે. આ માટે, સહેલાઈથી વાપરી શકાય એવા બટનો રાખીને કાર્યને સરળ બનાવવામાં આવે છે. ઈન્ટિગ્રેક્સ આય સિરીઝની સિસ્ટમ એક જ સમયે 5 ચાલુ મશીનોને એક બીજા સાથે જોડી શકે છે. જેના કારણે ઑપરેટરને એક જગ્યાએ બેસીને અન્ય તમામ મશીનો પરના યંત્રણની સ્થિતિ અને પ્રગતિ વિશે માહિતી મળતી રહે છે.
નવા ઉત્પાદનો માટે ઑર્ડર મેળવવા એ કોઈપણ ઉદ્યોગસાહસિક માટે ખૂબ જ પડકારજનક હોય છે. પ્રારંભિક પરીક્ષણ માટે ટૂંક સમયમાં સંપૂર્ણપણે નવા અને ગુણવત્તાયુક્ત નમૂનાના યંત્રભાગ બનાવવાના હોય છે. આ મશીનના આયોજિત ઉપયોગથી, ક્રૅન્કશાફ્ટ જેવા જટિલ યંત્રભાગને પણ ખૂબ જ ટૂંકા સમયમાં, કોઈપણ ફિક્શ્ચરનો ઉપયોગ કર્યા વિના બનાવી શકાય છે. જેના કારણે પ્રૉડક્ટની ડિઝાઇનિંગથી લઈને બજારમાં તેની રજૂઆત સુધીનો સમય એટલે કે પ્રૉડક્ટ લૉન્ચિંગનો સમય ઘણો ઓછો થઈ જાય છે. આ ઉદ્યોગસાહસિકો માટે સ્પર્ધામાં આગળ રહેવાનું શક્ય બનાવે છે. મઝાક પાસે એના સિવાય 300 થી વધુ મૉડેલો ઉપલબ્ધ છે. ગ્રાહકના યંત્રભાગના પરિમાણો અનુસાર યોગ્ય મૉડેલ સૂચવવામાં આવે છે.
મઝાક વિશ્વના અગ્રણી ટૂલ ઉત્પાદક કંપનીઓમાંની એક છે. અલગ અલગ દેશોમાં આ કંપની, તેના લગભગ 83 ટેકનોલૉજી કેન્દ્રો દ્વારા ગ્રાહકોને આવશ્યક સેવાઓ પૂરી પાડી રહી છે. ભારતના વધતા જતા બજારને ધ્યાનમાં રાખીને પુણેમાં મઝાક ટેકનોલૉજી સેંટર તેમજ અન્ય 5 શહેરોમાં ટેક્નિકલ સેંટર સ્થાપવામાં આવ્યા છે. પુણેમાં એક સ્પિન્ડલ સર્વિસ સેંટર પણ ચાલુ કરવામાં આવ્યું છે. મશીન ટૂલ ગ્રાહકોના યંત્રભાગનું પરીક્ષણ અને અભ્યાસ કરીને ઉત્પાદન પ્રક્રિયા અને મશીન ટૂલની પસંદગી સંબંધિત સૂચનો આપવાની સેવા પણ મઝાકની તરફથી પૂરી પાડવામાં આવે છે.
7387038566
પ્રશાંત ઘુગરે મઝાક ઇન્ડિયા કંપનીમાં સીનિયર મૅનેજર તરીકે કાર્યરત છે. મેટલ કટિંગ અને મશીન ટૂલના ક્ષેત્રમાં આપને 20 વર્ષનો બહોળો અનુભવ છે.