પ્રોફાઈલ પ્રોજેક્ટર

28 Jan 2021 12:40:40

પાર્ટની સપાટી પર સામાન્ય આંખો માટે દૃશ્યમાન ન હોય એવા સૂક્ષ્મ દોષો હોય છે, જેને જોવા માટે કોઈ અપ્રત્યક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવો પડતો હોય છે અને તે છે સૂક્ષ્મદર્શક યંત્ર (માયક્રોસ્કોપ). સૂક્ષ્મદર્શક યંત્રમાં એક વખતે એક જ વ્યક્તિ જોઈ શકે છે, પણ પ્રોફાઈલ પ્રોજેક્ટરથી ઘણાં બધા લોકો એક સાથે એ જ પ્રતિમા/ચિત્ર જોઈ શકે છે અને તેની બાહ્ય રૂપરેખાનું (પ્રોફાઇલ) માપન કરી શકે છે.

1_1  H x W: 0 x

'પ્રોફાઈલ પ્રોજેક્ટર' એ શબ્દ કયારેક એક અલગ પ્રકારના ઉપકરણ માટે પણ ઉપયોગમાં લેવાય છે, જેને ઑપ્ટિકલ કમ્પૅરેટર કહેવાય છે. 'પ્રોફાઈલ પ્રોજેક્ટર'ને 'શૅડોગ્રાફ' પણ કહેવામાં આવે છે. આ ઉપકરણ ઔદ્યોગિક ઉત્પાદનોના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે.

પ્રોફાઈલ પ્રોજેક્ટરમાં પ્રકાશ અને છાયા જેવા અત્યંત સરળ, મૂળભૂત વૈજ્ઞાનિક ધારણાઓનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક પ્રકારના બલ્બની (જેવા કે ઘરમાં ઉપયોગમાં લેવાતો હોય છે, તે incandescent lamp) સામે જો તમારો હાથ રાખો, તો હાથનો પડછાયો પડે છે. પડછાયાની સ્પષ્ટતા અર્થાત શાર્પનેસ, દીવો અને પડછાયો પડતો હોય તે જગ્યા, બેની વચ્ચેના અંતર પર નિર્ભર કરે છે. કોઈપણ પ્રકારના પાર્ટનો આકાર/પરિમાણ (ડાયમેન્શન) તપાસવાનું કાર્ય આ મશીન પર સરળતાથી કરી શકાય છે.

પ્રકાશ માટે આમાં પણ એક પ્રોજેક્શન લૅમ્પ હોય છે અને પડછાયો મેળવવા માટે એક સપાટી રૂપે દૂધિયો કાચ (મિલ્કી ગ્લાસ સ્ક્રીન) બેસાડેલ હોય છે. માત્ર એક નજીવો ફર્ક હોય છે, કે દિવો અને જેના પર પડછાયો પડે તે કાચની વચ્ચે, નિશ્ચિત અંતરે કાચનો એક લેન્સ લગાડવામાં આવ્યો હોય છે. લૅમ્પ અને લેન્સની વચ્ચે, એક નિશ્ચિત અંતરે પાર્ટ મૂકવામાં આવે છે. લેન્સ તથા પાર્ટની વચ્ચેનું અંતર સેટ કર્યા પછી દિવો પ્રકટાવીને એ પાર્ટના પડછાયાની પ્રતિમા કાચ પર દર્શાય છે. સ્વાભાવિક છે કે લેન્સને કારણે આ પડછાયો પાર્ટના આકાર કરતા મોટો હોય છે.

આ યંત્રરચના સમજવા માટે ચિત્ર ક્ર. 1 જુઓ. સામાન્ય રીતે આ દીવો હૅલોજનનો હોય છે. લગભગ સૂર્યપ્રકાશ જેવો જ, પરંતુ પીળા રંગનો અત્યંત ઝળહળતો પ્રકાશ આ દીવા દ્વારા મળે છે. પ્રકાશના અમુક વિશિષ્ઠ વેવલેન્થ છોડીને અન્ય તમામ રંગ આ દીવા માંથી નીકળતા હોય છે. આ ખાસ દીવાના પ્રકાશના આ વિશેષ ગુણને કારણે પાર્ટનો તદ્દન સ્પષ્ટ પડછાયો દૂધિયા કાંચ પર જોવવા મળે છે.

2_1  H x W: 0 x

હવે એ જોઈએ કે પાર્ટની તપાસ કેવી રીતે કરવામાં આવે છે. પાર્ટ મૂકવા માટે, સ્ક્રૂની મદદથી X અને Y દિશાઓમાં આગળ પાછળ સરક્નાર, એક નાનકડી યંત્રરચના બનાવવામાં આવી હોય છે. સામાન્ય રીતે પાર્ટને તપાસવા માટે ત્રણ પ્રકારના માપકોનો (સ્કેલ) ઉપયોગ કરવામાં આવતો હોય છે. સીધી રેખામાં (લિનિયર), વૃત્તીય (સર્ક્યુલર) તથા કોણીય (ઍન્ગ્યુલર) માપન કરવામાં આવે છે. કાંચની સપાટી પર દેખાતો પડછાયો X અને Y સ્ક્રૂ ફેરવીને ઇચ્છિત સ્થાને લાવવામાં આવે છે. કાચની સપાટી પર એક ક્રૉસ લાઇન એટલે એકબીજાને વચોવચ અને કાટખૂણે ચોક્કસ રીતે છેદનાર બે રેખાઓ હોય છે. આ રેખાઓના આંતરછેદ બિંદુને સંદર્ભ બિંદુ (રેફરન્સ પૉઈંટ) માનીને, ક્રૉસ લાઇન પાર્ટના માપવાના ભાગ પર આવે એ રીતે પડછાયો ગોઠવી દેવાય છે. એક વાર એ સ્થાન નિશ્ચિત થઇ જાય એટલે, X અને Y રચના સાથે જોડાયેલ ઈલેક્ટ્રૉનિક પ્રણાલીમાં (ડિજિટલ રીડઆઉટ - ડી.આર.ઓ.) અથવા સ્ક્રૂથી જોડેલી રેખા પર અથવા અંકોની ગોળ ડિસ્ક પર શૂન્ય સેટ કરી દેવાય છે. પછી એ પાર્ટના બીજા બિંદુ સુધી પહોંચવા માટે, X તથા Y સ્ક્રૂનો ઉપયોગ કરીને પાર્ટને આગળ પાછળ સરકાવવામાં આવે છે. લેન્સને કારણે પાર્ટ મોટો દેખાય છે, જેથી માપન કરતી વખતે વધુમાં વધુ ચોકસાઈ મેળવવામાં આવે છે.

પ્રોફાઈલ પ્રોજેક્ટરમાં કોઈપણ પાર્ટનું પરીક્ષણ કરી શકાય છે. માત્ર ધાતુની નહિ પણ પ્લાસ્ટિક, રબર અને કાગળ દ્વારા બનેલ વસ્તુઓ પણ આમાં તપાસી શકાય છે. લેન્સ આ ઉપકરણની આત્મા છે. સ્ક્રીનનો આકાર અને લેન્સ, આ બન્ને પ્રધાન ઘટકો પર પ્રોફાઈલ પ્રોજેક્ટરનું મૂલ્ય નિર્ભર હોય છે.

3_1  H x W: 0 x
 

4_1  H x W: 0 x 
 
કોણીય માપન કરવું
હવે એ જોઈએ કે ડી.આર.ઓ. એકમ નો ઉપયોગ કર્યા વિના માપ કેવી રીતે લઇ શકાય છે. આપણી માનક પ્રણાલી દ્વારા કોણીય માપ માટે વર્નિયર પર પ્રાપ્ત થતું ઓછામાં ઓછું માપ 1’ હોય છે. સ્ક્રીન 3600 માં ફેરવી કરી શકાય છે. એના પર પરિધિ સુધી 10 ની વૃદ્ધિમાં માપના નિશાન હોય છે. સાથે જ કાચ પર લંબકોણમાં નિશાન હોય છે. પડદાના ડાબા ખૂણામાં નૉબ હોય છે, જેનો ઉપયોગ પૂર્ણ સ્ક્રીનના કાચને ફેરવવા માટે કરવામાં આવે છે.

જેમ ચિત્ર ક્ર. 2 માં દર્શાવવામાં આવેલ છે, V ખાંચાના નીચલા ભાગમાં સ્થિત કોણનું અંશોમાં માપન કેવી રીતે કરાય છે, તેનું એક ઉદાહરણ જોઈએ.
1. એ સુનિશ્ચિત કરો કે સ્ક્રીનનો અંશનો સ્કેલ શૂન્ય પર સેટ છે. જો એ ન હોય તો નૉબની મદદથી પડદો ફેરવો.
2. પાર્ટ એ રીતે રાખો કે V ખાંચાનો સૌથી નીચેનો બિંદુ (જ્યાં V ની બે રેખાઓ એક બીજાને મળે છે), બરાબર ક્રૉસલાઇનના કેન્દ્રબિંદુ પર આવે તથા V ખાંચાની એક રેખા એવી રીતે ગોઠવો, કે તે બરાબર સ્ક્રીનની ઉભી અથવા આડી રેખા પર આવે. આ ઉદાહરણમાં આપણે V ખાંચાની જમણી કિનાર સ્ક્રીનની ઊભી રેખા સાથે અને V ખાંચાનો સૌથી નીચેનો બિંદુ ક્રૉસ લાઇનના છેદબિંદુ સાથે મેળવી દીધાં છે.

5_1  H x W: 0 x
 
3. આ મૂળભૂત રેખા સેટ કરી દીધા પછી, એ ઉભી રેખા V ની બીજી કિનાર સાથે જોડાઈ જાય ત્યાં સુધી સ્ક્રીન ડાબી તરફ ફેરવો. (ચિત્ર ક્ર. 3). આ વર્નિયર માપક આપણને 1’ નું ન્યૂનતમ માપ આપે છે. તેનો દરેક કાપો 1’ દર્શાવે છે. ખુબ ધ્યાનપૂર્વક ચકાસો કે વર્નિયર સ્કેલ પર કઈ રેખા સ્ક્રીન પર રહેલ અંશ દર્શાવનાર પ્રધાન સ્કેલને સ્પર્શે છે. આ ઉદાહરણમાં આપણે કહી શકીએ છીએ કે 34' દર્શાવનાર રેખા પ્રધાન સ્કેલને સ્પર્શે છે. તથા એ પણ ધ્યાનથી જુઓ કે આપણે 62° પુરા કર્યા છે. આ પ્રકારે આ ક્રિયાથી આપણે 62° 34' નું સંયુકત માપ મેળવેલ છે. એટલે V ની બન્ને બાજૂઓની વચ્ચે 62° 34' નો કોણ છે.
Powered By Sangraha 9.0