સી.એન.સી. ટર્નિંગ સેન્ટર

28 Jan 2021 15:19:40

સી.એન.સી. ટર્નિંગ સેન્ટરનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે. જૂના જમાનામાં જે લેથ મૅન્યુઅલી ચાલતા હતા, એનું જ નવું રૂપ છે સી.એન.સી. ટર્નિંગ સેન્ટર. એમાં ત્રણ મહત્ત્વપૂર્ણ પાર્ટ જેમ કે ચક, ટૂલપોસ્ટ અને ટેલસ્ટૉક મોટર દ્વારા ચલાવામાં આવે છે. કમ્પ્યૂટરમાં સેવ કરવામાં આવેલ અથવા નવેસરથી તૈયાર કરવામાં આવેલ પ્રોગ્રામ દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવે છે. સાથે જ એમાં ટૂલ ટરેટ અને અન્ય ઘણી ઍક્સેસરીઝ લગાડેલી હોવાથી એનું સ્વરૂપ સર્વસમાવેશી બની ગયું છે અને યંત્રણના ઘણાં પ્રકારના કામોમાં એનો ઉપયોગ કરવો સંભવ બનેલ છે. પ્રચલિત ભાષામાં એને સી.એન.સી. ટર્નિંગ સેન્ટર કહેવામાં આવે છે.
1_1  H x W: 0 x

સી.એન.સી. ટર્નિંગ સેન્ટરનું કાર્ય
સી.એન.સી. ટર્નિંગ સેન્ટરનો ઉપયોગ ધાતુમાંથી કંઇક બનાવવા માટે થાય છે. આ મશીન વિશે વધુ જાણકારી મેળવવા માટે યંત્રણ કાર્ય (મશીનિંગ ઑપરેશન) બરાબર સમજી લેવું જરૂરી છે.

સી.એન.સી. મશીનમાં સ્પિન્ડલ ચકને ફેરવવું, ટૂલ આગળ પાછળ તથા ઉપર નીચે કરવું, વગેરે કાર્ય કૉમ્પ્યૂટર પ્રોગ્રામિંગ દ્વારા કરવામાં આવે છે. (ચિત્ર ક્ર. 1 અને 2). ડ્રૉઈંગ સમજી લઈને પ્રોગ્રામર નિશ્ચિત કોડની મદદથી પ્રોગ્રામ લખે છે. એ પ્રોગ્રામ પ્રમાણે મશીનમાં કાર્યો થતા હોય છે.


2_1  H x W: 0 x


3_1  H x W: 0 x
 
સી.એન.સી. ટર્નિંગ સેન્ટરમાં કામ કરતી વખતે આગળના ત્રણ મુદ્દા મહત્વપૂર્ણ હોય છે.
1. પ્રોગ્રામિંગ
2. સેટઅપ
3. ઑપરેશન

ટર્નિંગના ત્રણ ઍપ્લિકેશન
1. ચકિંગ વર્ક
2. શાફ્ટ વર્ક
3. બાર વર્ક
આમાં ઘણી ખરી શક્યતાઓ હોઈ શકે છે.

સી.એન.સી. લેથ માટે આદર્શ કાર્યપ્રણાલી
સી.એન.સી. લેથ મશીનનું કાર્ય સારી રીતે થાય તે માટે એક આદર્શ કાર્યપ્રણાલીને અપનાવવી જરૂરી છે. આદર્શ કાર્યપ્રણાલીનો અર્થ છે, અનુભવોને આધારે તૈયાર કરવામાં આવેલ પ્રોગ્રામની કડીઓ. આ કડીઓના ઉપયોગથી સી.એન.સી. મશીન યોગ્ય પ્રકારે ચલાવી શકાય છે. જો ઑપરેટર સફાઈ તરફ સજાગતાથી ધ્યાન આપતા હોય, સારી ધારવાળા ટૂલનો ઉપયોગ કરતા હોય અને તૈયાર થતા પાર્ટ એના ડ્રૉઈંગ પ્રમાણે બની રહ્યાં છે કે નહિ તેની ચોખવટ કરીને મશીન ચલાવતા હોય, તો સી.એન.સી. મશીનના કામમાં કોઈ અડચણ આવવાની શક્યતા નથી. સી.એન.સી.લેથ મશીન લાંબા સમય સુધી સારી રીતે ચાલે, સારી ગુણવત્તાનું ઉત્પાદન આપે અને તેની અંદર કામના સમયનો બગાડ ન થાય, એ માટે કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ નીચે મુજબ છે:

4_1  H x W: 0 x 
 
1. વાર્મ અપ: ઘણીખરી કંપનીઓમાં બીજી શિફ્ટ બાદ મશીન બંધ કરવામાં આવે છે અથવા તો વીજળી પુરવઠો ન મળવાથી મશીન બંધ પડી જાય છે. આવા સમયે મશીન ફરીથી શરુ કરતી વખતે એને વાર્મ-અપ અર્થાત થોડી વાર ગરમ કરવું જરૂરી હોય છે. આ વાર્મ-અપ પ્રક્રિયામાં પહેલા સ્પિન્ડલ બન્ને તરફ (રિવર્સ અને ફૉરવર્ડ) એક થી દોઢ મિનિટ સુધી ચલાવવું જરૂરી છે. એ જ પ્રમાણે ટૂલ પોસ્ટ/ટરેટના બધા સંચાલન કરવા જોઈએ. એનાથી લુબ્રિકેટિંગ ઑઇલ બધી જરૂરી જગ્યાએ પહોંચી જાય છે. 
2. કામ માટે જરૂરી ટૂલ, કાર્યવસ્તુ, મટીરિયલ વગેરે તૈયાર રાખવા.
3. ચક જૉ અને ટૂલિંગ તૈયાર રાખવા. આ બધુ પહેલેથી નક્કી કરેલ યોજના મુજબ હોવું જોઈએ.
4. કાર્યવસ્તુ ચકમાં કસીને પકડવામાં આવી છે કે નહિ તેની તપાસ રવી. ચકમાં કાર્યવસ્તુ અંદરથી અથવા બહારથી પકડી શકાય છે. કાર્યવસ્તુ જે રીતે પકડાવાની હોય, તે પ્રમાણે ચક જૉ પસંદ કરો.
5. કાર્યવસ્તુ કસીને પકડાઈ જાય ત્યાર બાદ કાર્યવસ્તુ ક્યાંય અથડાઈ તો નથી રહી, તેની તપાસ ચક ફેરવીને કરી લેવી.
6. કટિંગ ટૂલ સંદર્ભ બિંદુ (રેફરન્સ પૉઈન્ટ) પર છે કે નહિ તે તપાસ કરવી.
7. મશીન શરુ કરતા પહેલા ટેલસ્ટૉક હાઈડ્રૉલિક પ્રણાલી દ્વારા બરાબર કલૅમ્પ થયું છે કે નહિ, ટૂલ સરખી રીતે ક્લૅમ્પ થયું છે કે નહિ અને કાર્યવસ્તુ અને ટૂલની વચ્ચે જરૂરી જગ્યા છે કે નહિ, એ તપાસી લો.
8. એ પણ તપાસ કરી લો કે મશીન પર લોડ કરેલો ટર્નિંગ પ્રોગ્રામ એ જ કાર્યવસ્તુ માટે બનાવેલો છે. સમાન્ય રીતે કાર્યવસ્તુનું નામ અથવા પાર્ટ અથવા પાર્ટનો ક્રમાંક પ્રોગ્રામમાં નોંધવાની પ્રથા છે.
9. મશીનની ઉપર ગાર્ડ/કવર બરાબર લગાડવામાં આવ્યા છે કે નહિ તે તપાસો.
10. પ્રોગ્રામની પસંદગી બાદ કર્સર શરૂઆતના બિંદુ પર લાવવું.
11. મશીનના સેટિંગ બદલાયા હોય, તો તે પણ જોઈને જરૂરી ફેરફાર કરવા.
12. એ બાબત સુનિશ્ચિત કરવી કે પાર્ટ પર કરવામાં આવેલ યંત્રણ ડ્રૉઈંગ અનુસાર છે.
13. તૈયાર થનારા પાર્ટની ગુણવત્તા અને ચોકસાઈ યોગ્ય હોવાની તપાસ કરવી.
14. કામ પૂર્ણ થયા બાદ મશીનની સફાઈ, વીજ સપ્લાય બંધ કરવો વગેરે બાબતોનો ખાસ ખયાલ રાખવો જરૂરી છે.
Powered By Sangraha 9.0