ટરેટ સંબંધી સમસ્યાઓ

23 Dec 2020 12:48:29

મશીન મેન્ટેનન્સ, આ લેખમાળામાં અત્યાર સુધી આપણે, લુબ્રિકન્ટ ઑઈલનું સ્તર સંતોષજનક ન હોવું, લુબ્રિકન્ટ ઑઈલનું દબાણ ઓછું હોવાનો પ્રભાવ, ચક નિષ્ક્રિય થઈ જવા જેવી સમસ્યાઓ વિશે, સાથે સાથે ટેલસ્ટૉક સંબંધી સમસ્યાઓ વિશે વિચારણા કરી. આ લેખમાં આપણે ટરેટ હોમ સ્થાન પર અથવા સુરક્ષિત સ્થાન પર (સેફ પોઝિશન) ન હોવાના તથા ટરેટ મોટરનું તાપમાન વધતા ઉદ્ભવતી સમસ્યાઓ વિશે જાણકારી મેળવીશું.

1_1  H x W: 0 x
ટરેટની હોમ પોઝિશન
ટરેટનું કાર્ય શું છે, એ આપણે સૌ જાણીએ છીએ. જો ટરેટ ષટ્કોણ આકારનું હોય તો એની દરેક સપાટી પર 6 અલગ અલગ ટૂલ બેસાડવામાં આવેલા હોય છે. આપણી જરૂરિયાત મુજબ દરેક ટૂલ કાર્યવસ્તુની સામે આવે છે અને પોતાનું નિયત કાર્ય કરે છે. એ માટે ટરેટ પોતાના અક્ષની ચારે બાજૂ ફરે છે. ધારો કે આ ટરેટને ચક અને ટેલસ્ટૉકની વચ્ચે કોઈપણ જગ્યાએ રોકીને ફેરવવામાં આવે તો એ ચક અથવા ટેલસ્ટૉકની સાથે અથડાશે. આ ઘટના અટકાવવા માટે ટરેટ માટે એક સુરક્ષિત જગ્યા સુનિશ્ચિત કરવામાં આવે છે જેથી ટરેટ સક્રિય હોય ત્યારે કોઈની સાથે ન ટકરાય. આને જ 'હોમ પોઝિશન' કહેવામાં આવે છે.

જો ટરેટ પોતાના હોમ પોઝિશન પર હોય, તો જ એ સુરક્ષિત રીતે ફરી શકે છે (ઇન્ડેકસ થઇ શકે છે). પણ અમુક લોકો સમય બચાવવા અથવા કામ જલ્દી પતાવવા માટે ટરેટને ગમે ત્યાં રોકી ફેરવવાની કોશિશ કરતા હોય છે. એવું ન કરો, ટરેટ હોમ પોઝિશન પર લાવીને જ ફેરવો. ઘણા કારખાનાઓમાં નિયમોનું પાલન થતું હોય છે અને એ તકેદારી રાખવામાં આવે છે કે ટરેટ અન્ય કોઈ સ્થાને ન ફરે. ટરેટ અન્ય કોઈપણ જગ્યાએ હોય અને ટરેટ ઇન્ડેક્સિંગની 'કી' જો દબાવવામાં આવે તો 'ટરેટ નોટ ઇન હોમ પોઝિશન' સંદેશ દર્શાવામાં આવે છે. એનો અર્થ એ છે કે ટરેટ હોમ સ્થાને નથી. આવી સ્થિતિમાં સૌ પ્રથમ ટરેટ હોમ સ્થાને લાવવું પડે છે. ટરેટ હોમ પોઝિશન પર પહોંચ્યા પછી જ એ ફરી શકે (ઇન્ડેક્સ) છે.


1_1  H x W: 0 x

જ્યારે મશીન સ્વચાલિત (ઑટોમેટિક) મોડમાં હોય, ત્યારે ટરેટ આપમેળે જ હોમ પોઝિશન પર આવી જતું હોય છે. પણ જ્યારે મશીન મૅન્યુઅલ મોડમાં હોય ત્યારે જ ઉપર વર્ણવેલ સમસ્યાઓ ઉદ્દભવી શકે છે.

મશીન જ્યારે મૅન્યુઅલ સ્થિતિમાં હોય અને જ્યારે ટૂલ બદલવું હોય, ત્યારે ટરેટ ઇન્ડેક્સ કરવું જરૂરી હોય છે. એટલા માટે ટરેટ હાથ દ્વારા હોમ પોઝિશન પર લાવ્યા બાદ જ એને ફેરવી શકાય છે. હકીકતમાં ટરેટ માત્ર એ જ પોઝિશનમાં ફરી શકે છે.

ટરેટ અથડાવાને કારણે જો અમુક મશીનના કોઈ ભાગ ખરાબ થઇ જાય, તો એનો યોગ્ય ઈલાજ તાત્કાલિક કરો. પરંતુ ઘણીવાર વરિષ્ઠ અધિકારીઓના ક્રોધથી બચવા માટે આવી ઘટનાઓ દબાવી દેવામાં આવે છે. આવી ઘટનાઓ જાહેર થવાથી, વેચાણ પછીની સેવા આપનારી કંપની કદાચ એ સેવા વિનામૂલ્ય નહિ આપે તેવી શંકાને કારણે પણ આવી ઘટનાઓ દબાવી દેવામાં આવે છે. હકીકતમાં એ અંગેની કોઈપણ માહિતી છુપાવ્યા વગર, પારદર્શકતાનું પાલન કરવાથી ચોક્કસ લાભ થઈ શકે છે. આમ કરવાથી તકનીકી સેવા આપતી કંપની અને વિશેષજ્ઞોને સમસ્યાનું મૂળ શોધી કાઢવામાં મદદ થશે અને સમયની પણ બચત થશે. કંપની તથા સેવા આપનાર કંપની બેની વચ્ચે વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થશે.

મોટેભાગે મશીન સ્વચાલિત સ્થિતિમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાં કર્મચારીની ભૂલ ભાગ્યે જ હોય છે. મશીનની કોઈ અંગત સમસ્યા જ હોઈ શકે છે. એ બાબતે સેવા પૂરી પાડનાર કંપનીના વિશેષજ્ઞ અને મશીનના ઑપરેટર વચ્ચે પારદર્શકતા સાથે સંવાદ થાય તો બંનેને લાભ થઇ શકે છે.

2_1  H x W: 0 x 
ટરેટ મોટરનું તાપમાન વધવું (ઓવરહીટિંગ)
ટરેટ મોટરની સર્કિટમાં એક થર્મલ સ્વિચ લગાડેલ હોય છે. ટરેટ મોટરનું તાપમાન પૂર્વનિર્ધારિત સ્તરથી વધી જાય તો કંટ્રોલ પૅનલ પર એક મેસેજ આવે છે. જો આવી સ્થિતિમાં ટરેટ ફરવા માટેનો નિર્દેશ આપવા છતાં જો એ ફરવાનું શરૂ ન કરે તો તરત જ કામ રોકી દો, અન્યથા ટરેટ મોટર ક્ષતિગ્રસ્ત થઇ શકે છે. મોટરનું તાપમાન વધવાના ઘણાં કારણો હોઈ શકે છે. મોટર બે જ ફેજ પર ચાલતી હોય, એ એક કારણ છે. માત્ર બે જ ફેજ પર મોટર ફરી જ ન શકે પણ તેના કૉઈલ ચોક્કસ ગરમ થઇ જાય. જો આ સ્થિતિમાં વારંવાર ટરેટ ફેરવવાનો નિર્દેશ આપવામાં આવે તો, જેમ ઉપર વર્ણવાયું છે તે મુજબ મોટર ક્ષતિગ્રસ્ત થઇ જશે, બળી જશે. આ સ્થિતિ ટાળવા માટે જ સંદેશ દર્શાવાની વ્યવસ્થા કરવામાં આવી હોય છે.

ટરેટ મોટરનું તાપમાન વધવાના કારણો
1. થર્મલ સ્વિચમાં ખામી
2. વીજળી સપ્લાય કરનાર તારમાં (કેબલ) ખરાબી
3. મોટર સુરક્ષિત રાખવા માટે લગાડવામાં આવેલ સર્કિટ બ્રેકરમાં (MPCB) ખામી.
4. ટરેટ મોટર ક્ષતિગ્રસ્ત
મોટરનું તાપમાન વધવા પાછળ યાંત્રિકી કારણ પણ હોઈ શકે છે, જેમ કે જકડાઈ ગયેલ ગિઅર બૉકસ. આ ક્ષતિ વિશે કંટ્રોલ પૅનલ પર કોઈ સંકેત (સિગ્નલ) નથી મળતા. અર્થાત મોટર દ્વારા ગિઅર બૉક્સ ફેરવવાનો પ્રયત્ન હંમેશા થતો રહે છે, પરંતુ ગિઅર બૉક્સના વ્હીલ્સ ફરતા નથી. એ કારણે કૉઈલ ગરમ થઇ જાય છે, જે મોટર માટે નુકસાનકારક છે. ટરેટનું કાર્ય સહજતાથી થઇ રહયું છે કે નહિ, એ જાણવાનો વાસ્તવમાં કોઈ રસ્તો છે જ નહી. ક્યારેક ક્યારેક મોટરનો અવાજ બદલાતા એ અંદાજ બાંધી શકાય છે, કે ટરેટને ફરવામાં અવરોધ ઉદ્દભવેલ છે. એ સિવાય 'ટરેટ ઇન્ડેક્સિંગ અબૉર્ટ' મેસેજ પણ આવે છે. કોઈ જબરદસ્તી ટરેટ ફેરવવાનો પ્રયત્ન કરે તો 'એન્કોડિંગ' કરેલ હોવાને કારણે સિગ્નલ બદલાતું નથી અને મેસેજ યથાવત જ રહે છે. જો ટરેટ ફરી રહ્યું હોય તો સંકેત બદલાઈ જાય છે અને પ્રક્રિયા યોગ્ય રીતે પૂરી થાય છે.


2_1  H x W: 0 x
એટલા માટે મશીન પર કામ કરતી વખતે કર્મચારીએ હંમેશા સાવચેત રહેવું જોઈએ. એણે સતત ‘મશીન સાથે વાતચીત કરવી જોઇયે અને મશીનની વાતો સાંભળવી જોઈયે,' અર્થાત મશીનની સ્લાઈડ, ટરેટ અથવા ફરતા પાર્ટ જો અવાજ કરી રહ્યા હોય, તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરો.
Powered By Sangraha 9.0