કારખાનાઓમાં દર વખતે મોટા સી.એન.સી. મશીનની જરૂરત નથી હોતી. બજારમાં ગ્રાહકો દ્વારા ઘણીવાર નાના સી.એન.સી. મશીનની માંગ પણ કરવામાં આવે છે. હાલમાં ભારતમાં ઉપયોગમાં લેવાતા સી.એન.સી. ટર્નિંગ મશીન માટે કાચો માલ એટલે 32 મિમી. થી 200 મિમી. સુધી અને વધુ વ્યાસના બાર તથા કાસ્ટિંગ અને ફોર્જિંગ કરેલ ધાતુના બ્લૉક હોય છે. તેના ઉપર મશીનિંગનું (યંત્રણ) કામ કરીને મશીનના તૈયાર ભાગો બનાવાય છે. પણ ઘણા કારખાનાઓમાં આટલા મોટા મશીનોની (આકાર, વીજ વપરાશ અને મૂલ્યની દૃષ્ટિએ પણ) જરૂરત નથી હોતી. એટલા માટે આવી મોટી મશીનો પર 32 મિમી. અથવા એનાથી નાના આકારની કાર્યવસ્તુઓ પર કામ કરવાનું ઘણું મોંઘુ પડે છે, કેમકે પ્રક્રિયાનો ખર્ચો વધી જાય છે. ગ્રાહકોની આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી 'અભિજાત' કંપનીએ બાર દ્વારા ટર્નિંગ કરીને તૈયાર થનારી નાની કાર્યવસ્તુઓ માટે ઓછું ખર્ચાળ મશીન તૈયાર કરેલ છે.
સામાન્ય શબ્દોમાં સી.એન.સી. લેથની વ્યાખ્યા,‘ગોળ ફરતી કાર્યવસ્તુ અને તેના પર આગળ પાછળ ચાલતાં સ્થિર ટૂલની હિલચાલ કમ્પ્યુટરની મદદથી નિયંત્રિત કરીને ચાલતું મશીન' એમ કરી શકાય. બજારમાં ઉપલબ્ધ સસ્તા વિદેશી સી.એન.સી. મશીનની સામે ભારતીય વિકલ્પ રૂપે અમે દીપક ઇં 32 એ સી.એન.સી. મશીન વિકસિત કર્યું છે.
એ માટે અમે, અમારા ઑટોમૅટમાં ઉપયોગમાં લેવાતી સુવિધાઓનો ઉપયોગ કરી ન્યૂનતમ ખર્ચામાં સી.એન.સી. લેથ નિર્માણ કરવાનો વિચાર કર્યો. ઑટોમૅટમાં કૉલેટ ખોલવા તથા બંધ કરવા (ઓપનિંગ- ક્લોજિંગ) માટે જે પ્રણાલી છે, તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે. ચકની જગ્યાએ આમાં કૉલેટ સિસ્ટમ આપવામાં આવી છે. બજારમાં સહેલાઈથી ઉપલબ્ધ કૉલેટનો જ ઉપયોગ અમે આમાં કર્યો છે. આમાં ચકિંગ માટે હાઈડ્રોલિક અથવા ન્યુમેટિક સિલિન્ડરનો ઉપયોગ કરીને અમે તેને 'ફિંગર' પર ચલાવ્યું છે અને સાથે જ એક હાઈડ્રોલિક પુશર પણ આપવામાં આવેલ છે.
સ્પિન્ડલની રચના સી.એન.સી. જેવી જ છે. સારા રનઆઉટ માટે સી.એન.સી.ની જેમ અહીં પણ અઁગ્યુલર કૉન્ટેક્ટ બેઅરિંગ આપવામાં આવ્યા છે. ઑટોમૅટમાં સેટિંગ કરવા માટે વધુ સમય લાગે છે અને એ માટે કુશળ ઑપરેટરની જરૂર પડે છે. પણ અહીં સ્લાઈડ, સી.એન.સી. દ્વારા નિયંત્રિત છે. ઑટોમૅટમાં LM ગાઈડવે ઉપયોગમાં નથી લઇ શકાતા, પણ અહીં LM ગાઈડવેના ઉપયોગથી આપણે ઉત્તમ પુનરાવર્તન (રીપીટૅબિલિટી) અને ચોકસાઈ મેળવી શકીએ છીએ. સ્લાઈડને સર્વો મોટર આપવામાં આવેલ છે કેમકે આપણને સ્લાઈડમાં મજબૂતી (સ્ટર્ડીનેસ) તથા ચોકસાઈ જોઇયે છે. સ્પિન્ડલ માટે સર્વોની જરૂરત નથી હોતી કેમકે ત્યાં ઓરીએન્ટેશનની જરૂરત નથી હોતી. મલ્ટીસ્ટાર્ટ થ્રેડિંગ જરૂરી ન હોવાને કારણે, કિંમત ઓછી રાખવા માટે સર્વોને બદલે અમે સ્પિન્ડલને VFD ડ્રાઇવ મોટર આપી છે. ટરેટની બદલે અમે રેખીય (લિનિયર) ટૂલિંગ આપેલ છે. એમાં દર વખતે ટરેટ સ્ટેશન ફરીથી 'હોમ' સ્થિતિમાં પહોંચે એ માટે લાગતો સમય બચી જાય છે. કામની જરૂરત અનુસાર આ પૂરી સ્લાઈડ બદલી શકાય છે. આ મશીનમાં આંટા (થ્રેડ) બનાવી શકાય છે.
મશીનનું બાર ફીડર ઑટોમૅટિક કૅમ ડ્રિવન લેથ જેવું જ હોય છે. ઑટોમૅટિક કૅમ ડ્રિવન લેથમાં પાઈપ ટાઈપ અને સાયલેન્ટ ટાઈપ, એમ બે પ્રકારના ફીડર હોય છે. સાયલેન્ટ બાર ફીડરમાં બે રૉડ હોય છે. આ બે રૉડની વચ્ચે બેઅરિંગ હાઉસિંગ લગાડીને બારને પાઈપમાંથી ન કાઢી બેઅરિંગ હાઉસિંગમાંથી કાઢવામાં આવે છે તથા એ હાઉસિંગ માંથી જ આગળ ખુલ્લું છોડવામાં આવે છે. બંને બાજૂ પર બે બારનો આધાર હોવાને કારણે આનો અવાજ ખૂબ ઓછો થાય છે. આમાં ગુરુત્વાકર્ષણના બળથી બાર આગળ વધે છે, એટલે એમાં ખર્ચો ઓછો થાય છે.
હેડ સ્ટૉક ઑટોમૅટિક કૅમ ડ્રિવન લેથ જેવું જ હોય છે. એના માટે ખૂબ ઓછી જગ્યાની જરૂરત હોય છે. ઑટોમૅટિક કૅમ ડ્રિવન લેથની જેમ જ અહીં પણ કૂલંટ ટઁક નીચે જ છે. ચિપ ટ્રે એની નીચે હોય છે. મુંબઈ અને પુણે જેવા મોટા શહેરોમાં જ્યાં જગ્યા ખૂબ મોંઘી હોય છે, ત્યાં નાની જગ્યાઓમાં આ મશીન રાખી શકાતું હોય છે. આજે બજારમાં 4-5 લાખ રૂપિયામાં ઉપલબ્ધ ચાઇનીઝ મશીનોની ચોકસાઈ 6-8 મહિનામાં પૂરી થાય છે અને કાર્યક્ષમતા પણ ઘટી જાય છે. આ મશીનોના બેસની રચનામાં તમામ સંભવિત દબાણોનો વિસ્તારપૂર્વક વિચાર કરવામાં નથી આવતો. બધું ધ્યાન માત્ર કિંમત ઓછી રાખવા પાછળ જ કેન્દ્રિત હોય છે, જે કારણે આવું થાય છે.
અમારા મશીનની વિશેષતાઓ· એનું બેડ સમતલ (ફ્લેટ) છે.
· મુખ્ય સ્પિન્ડલને 3000 RPM સુધી ફેરવી શકાય છે.
· એની લિનિયર સ્લાઈડ X અને Z અક્ષો પર ફરે છે.
· આમાં ટૂલ પ્લેટ પર લિનિયર ટૂલ બેસાડવાની સુવિધા છે, જે કારણે ટરેટ ઇન્ડેક્સિંગનો સમય બચે છે.
· આમ ટરેટ ટાઈપ મશીનની તુલનામાં દરેક ટૂલને કાર્યવસ્તુ સુધી પહોંચવામાં 30% જેટલો ઓછો સમય લાગે છે.
· પૂરી ટૂલ પ્લેટ બહાર કાઢી એ જગ્યાએ અન્ય ટૂલ પ્લેટ લગાડવાની સુવિધા આપવામાં આવી છે. આથી દરેક વખતે નવી કાર્યવસ્તુ બેસાડતી વખતે સેટિંગ ટાઈમમાં 50%ની બચત થાય છે.
અમારા મશીન પર બાર ફીડિંગ પદ્ધતિથી 32 મિમી. આકારનો પાર્ટ બનાવી શકાય છે. કટપીસ અર્થાત ટુકડામાંથી 42 મિમી. સુધીના આકારના બાર બનાવી શકાય છે. સમાન્ય થ્રેડિંગ, ટર્નિંગની સાથે જ બોઅરિંગ, ટેપર ટર્નિંગ, રેડિયસ વગેરે કાર્યો પણ કરી શકાય છે. આમાં X તથા Z બંને સ્લાઈડ છે.
આ તમામ ઘટકોનો વિચાર કરી, જેમાં 10-15 ઑપરેશન કરવાની જરૂર હોય એવા 'સુપર ક્રિટિકલ' પાર્ટ જો ન બનાવવાના હોય, તો અન્ય સી.એન.સી. લેથની તુલનામાં પરવડે એવી પ્રતિ પાર્ટ કિંમત રાખવા માટે આ એક આદર્શ મશીન સાબિત થઇ શકે છે.