વૉટરજેટ યંત્રણ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Udyam Prakashan Gujrati    18-Nov-2020   
Total Views |
 2_1 H x W: 0 x
ટરજેટ યંત્રણ
સાસા એન્જિનીયરિંગ એ એક અગ્રણી ઇજનેરી અને ઉત્પાદન કંપની છે જેની શરૂઆત 2011 માં થઈ હતી. અમે એન્જિનિયરિંગ ડિઝાઇન અને ડેવલપમેન્ટ, મેટલ કટિંગ અને પ્રોસેસિંગ, મશીનિંગ અને ફૅબ્રિકેશનથી સંબંધિત વ્યાપક નિરાકરણ પ્રદાન કરીએ છીએ. અમે ગ્રાહકની બધી જરૂરિયાતોને સમજીએ છીએ. કામની અંદરની નાની નાની વાતોમાં પણ કાર્યક્ષમતા અને ઝીણવટ અમારા માટે અગત્યની હોય છે. અમારી કંપની બિનપરંપરાગત ઉત્પાદન પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ છે.

અમે અમારા ગ્રાહકોને વૉટરજેટ કટિંગ, લેઝર કટિંગ, સીએનસી બેન્ડિંગ, હેવી ફૅબ્રિકેશન, સી.એન.સી. મશીનિંગ, ડિઝાઇન અને ડેવલપમેન્ટ જેવી સેવાઓ પ્રદાન કરીયે છે.


1_1  H x W: 0 x
વૉટરજેટ મશીનિંગ (કટિંગ)
મશીનિંગની અન્ય પદ્ધતિઓમાં, મશીનિંગ કરતી વખતે ઉત્પન્ન થતી ગરમીના કારણે મટીરિયલ/ ટૂલ ગરમ થાય છે, પીગળી જાય છે અથવા તેમાં તિરાડો પડે છે. ઠંડી મશિનિંગ પ્રક્રિયાથી પ્રાપ્ત ગુણવત્તા એ વૉટરજેટ કટિંગનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો છે. ગરમી પ્રત્યે સંવેદનશીલ મટીરિયલને કાપવા માટે વૉટરજેટ કટિંગ એ એક વ્યવહારુ ઉપાય છે.


2_1  H x W: 0 x
પ્રક્રિયા
  •  વૉટરજેટ મશિનિંગ ઍબ્રેઝિવ્હ કણો સાથે મિશ્રિત પાણીના અત્યુચ્ચ દબાણના (અલ્ટ્રા પ્રેશર) પ્રવાહનો ઉપયોગ કરે છે.
  •  ઍબ્રેઝિવ્હ કણો સાથે મિશ્રિત પાણી તેની નીચેની વસ્તુ પર એક નૉઝલ દ્વારા કેન્દ્રિત કરીને બળપૂર્વક ફેકવામાં આવે છે. નૉઝલની ચાલ સિસ્ટમમાં આપવામાં આવતી ઇચ્છિત ડિઝાઇન અનુસાર હોય છે.
  •  નૉઝલ વ્યાસ: 1.1 મિમી., છિદ્ર: 0.35 મિમી.
  •  ઍબ્રેઝિવ્હ: 80 ગાર્નેટ મેશ (70% પાણી, 30% ઍબ્રેઝિવ્હ)
  •  પાણીના પ્રવાહની ગતિ: 3 લિટર / મિનિટ (સતત)
  •  પાણીના પ્રવાહનું મૂલ્ય મટીરિયલની વિશેષતા પર આધારિત હોતું નથી. તે તમામ પ્રકારની મટીરિયલ માટે સમાન હોય છે. વૉટરજેટ કટિંગ મશીનના વૉટરજેટની ગતિ પરંપરાગત મશીન પરના કટિંગ ટૂલના ફીડ રેટ જેવી હોતી નથી.
  •  વૉટરજેટ મશીનિંગ એ એક સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ટેક્નોલૉજી છે.




કટિંગ સ્પીડ
  •  એલ્યુમિનિયમ (જાડાઈ: 10 મિમી): 165 મિમી /મિનિટ
  •  એમ.એસ. શીટ (જાડાઈ: 5 મિમી): 360 મિમી /મિનિટ
  •  સર્વશ્રેષ્ઠ ન્યૂનતમ ટૉલરન્સ (જાડાઈ: 5 મિમી): ± 0.5 મિમી.
  •  વિવિધ મટીરિયલ માટે વિવિધ કટિંગ સ્પીડ હોય છે.
  •  શ્રેષ્ઠ ન્યૂનતમ ટૉલરન્સ પ્રાપ્ત: ± 0.5 મિમી., ટેપર: 20
  •  કરવત દ્વારા જેમ લાકડાં કાપવામાં આવે છે, તેમ ઍબ્રેઝિવ્હ એક સરળ, સચોટ (પ્રિસિજન) સપાટી આપે છે. વૉટરજેટ ખૂબ જ સર્વાંગી પ્રક્રિયા છે, કારણ કે તે લગભગ કોઈપણ પ્રકારની મટીરિયલ કાપવામાં સક્ષમ છે.

વૉટરજેટ મશીનિંગની મર્યાદાઓ
વૉટરજેટ કટિંગમાં કોઈ ગરમી ઉત્પન્ન થતી ન હોવાથી, યંત્રભાગમાં કોઈ વિરૂપતા થઈ શકતી નથી. પરંતુ તેનાથી મટીરિયલ ‘ફટીગ’ ચોક્કસપણે શક્ય છે.

ફટીગ
ચક્રીય તાણ (સાયક્લિકલ સ્ટ્રેસ) હેઠળ ધાતુઓની ગુણવત્તામાં થતાં તફાવતને વર્ણવવા માટે 'ફટીગ' શબ્દનો ઉપયોગ થાય છે. સતત તાણ દ્વારા પ્રથમ નાની તિરાડો રચાય છે. ત્યાર બાદ તેઓ મોટા થાય છે અને થોડા સમય પછી ત્યાં મોટી ચીરો પડી જાય છે, જે ધાતુની રચનાને એટલી નબળી બનાવે છે કે તે અચાનક ભાંગી જાય છે અને આપણી મશીનિંગ પ્રક્રિયામાં વિક્ષેપ પડી શકે છે.

ઉપાય
  •  ઓછામાં ઓછો તાણ હોય એવી રીતે યંત્રભાગની ડિઝાઇન કરવી જોઈએ.
  •  તણાવપૂર્ણ ક્ષેત્રોમાં તીક્ષ્ણ ખૂણાઓ ટાળવા જોઇયે.
  •  જો ઉચ્ચ તાણના ક્ષેત્રને ટાળવા માટે કંઇ કરી શકાતું ન હોય, તો તે ક્ષેત્રમાં કંપન / આંચકા ઘટાડવા માટે ઉચ્ચ ગુણવત્તાની મશીનિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરવો જોઈએ.
  •  જો ભારે ફટીગ આવરદાની આવશ્યકતા હોય, તો યંત્રભાગનું ગ્રિટ બ્લાસ્ટિંગ કરવું જોઈએ.
  •  ફટીગ ઘટાડવા અને યંત્રભાગની આવરદા વધારવાનો સૌથી અસરકારક રસ્તો એ છે, કે ઓછા દબાણમાં સિસ્ટમ ચલાવવી.

મશીન
વિશાળ રેન્જમાં કામ કરવા માટે અમારી હાઇટેક 3-અક્ષ વૉટરજેટ કટિંગ સુવિધાઓનો ઉપયોગ થઈ શકે છે અને અમે 200 મિમી જાડાઈ સુધી કોઈપણ મટીરિયલને નિયંત્રિત કરી શકીયે છે. અમે સંરક્ષણ, તેલ અને ગૅસ, એરોસ્પેસ અને મરીન જેવા મહત્વપૂર્ણ ઉદ્યોગો સહિત વિવિધ અન્ય ઉદ્યોગોને અમારી ઉચ્ચ તકનીકી સેવાઓ પ્રદાન કરીએ છીએ.

જર્મનીથી આયાત કરાયેલ, અમારી ઉચ્ચ ગુણવત્તાની મશીનો કાચ, સ્ટીલ અથવા તો ટાઇટેનિયમ જેવી કોઈપણ મટીરિયલ પર ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરવામાં સક્ષમ છે. મશીનિંગના કામમાં ચોકસાઈનું ઉચ્ચ સ્તર મટીરીયલ બગાડને બચાવે છે અને વૉટરજેટ મશીનિંગમાં અમારી કુશળતા એ સુનિશ્ચિત કરે છે કે સમતલ સપાટીમાંથી મશીન ડ્રોઇંગને બરાબર બંધબેસતા યંત્રભાગ બનાવવામાં આવશે. (જો સપાટી સમતલ ન હોય તો ચોકસાઈનો અભાવ જોવા મળી શકે છે.) ગરમીને લીધે કોઈ વિરૂપતા વગર કાર્યવસ્તુને ચોક્કસ પરિમાણો (ડાયમેન્શન) આપી શકાય છે. આનો અર્થ એ છે કે આપણે બનાવેલા મશીન પાર્ટ અંતિમ ઉત્પાદન છે અને તેને કોઈ સરફેસિંગ અથવા અન્ય મશીનિંગની જરૂર નથી.

મશીનની વિગતો
રેટેડ પાવર : 70 HP એટલે જ 52.199 kW
મશીન નામ : વૉટરજેટ જર્મની S 3015

ક્ષમતા
  •  મટીરિયલ: કપડું, રબર, ફોમ, પ્લાસ્ટિક, ચામડું, કંપોઝિટ, પથ્થર, ટાઇલ, કાંચ, ધાતુ, કાગળ વગેરે.
  •  મહત્તમ દબાણ: 3400 બાર
  •  જાડાઈ: 0.5 થી 200 મિમી.
  •  ક્ષેત્રફળ: 1500 મિમી. X 3000 મિમી.

વૉટરજેટ મશીનિંગનો ઉપયોગ
1. પથ્થર
પત્થરો કાપવામાં કોઈ અન્ય પ્રોફાઇલિંગ તકનીક કરતાં વૉટરજેટ વધુ અસરકારક હોય છે. તે ખૂબ જ પાતળી ધાર ઉત્પન્ન કરે છે, એ તેનું એક મહત્વપૂર્ણ કારણ છે. વૉટરજેટની ધાર ખૂબ જ પાતળી એટલે 0.02" જેટલી હોઇ શકે છે, તેથી સ્લૅબમાં કાઉન્ટર ટૉપ ભાગો તેમની જગ્યાએ ખૂબ સચોટ રીતે બેસી શકે છે. આ રીતે મટીરિયલનો મહત્તમ ઉપયોગ થાય છે અને સમય તથા ખર્ચ બચે છે. ઉદાહરણ તરીકે, ગ્રેનાઇટ, આરસ, ઇજનેરી પત્થર, ચૂનાના પથ્થર, પોર્સેલિન, સિરામિક ટાઇલ વગેરે.

2. કંપોઝિટ મટીરિયલ
વજનની સરખામણાં તેની ઉંચી શક્તિને કારણે, કંપોઝિટ મટીરિયલને કાપવું, મિલિંગ કરવું, રાઉટિંગ કરવું અથવા બાળીને કાઢવું મુશ્કેલ હોય છે. આ તકનીક દ્વારા ઉચ્ચ ઝડપે થોડી માત્રામાં મટીરિયલને દૂર કરવામાં આવે છે અને પ્રક્રિયા દરમિયાન કોઈ ગરમી ઉત્પન્ન થતી નથી. આમ વૉટરજેટ કટિંગના ઉપયોગથી આ બધી સમસ્યાઓનો હલ થઈ જાય છે.

3. એક્ઝૉટિક ધાતુઓ
ટાઇટેનિયમ અને નિકેલ ઍલોય જેવી મટીરિયલનો ઉપયોગ ઘણીવાર વિમાન ભાગોમાં થાય છે, કારણ કે તેમાં વજનમાં હલકા છતાં મજબૂત મટીરિયલની જરૂર હોય છે. તેથી, આ કાર્યમાં ઍબ્રેઝિવ્હ વૉટરજેટ મશીનિંગને ઘણીવાર પસંદ કરવામાં આવે છે, કારણ કે તે ગરમીને લીધે વિરૂપતા વિના મટીરિયલને કાપી શકે છે અને જો યોગ્ય રીતે કરવામાં આવે તો તેમાં મેટલ ફટીગનું સ્તર ઘટાડવાની ક્ષમતા છે.

ઉદાહરણ
સંરક્ષણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવામાં આવતી હાઇ નાઇટ્રોજન સ્ટીલ (HNS) મટીરિયલ પર મશીનિંગ પ્રોજેક્ટ માટે એક કંપનીએ અમારો સંપર્ક કર્યો. અમે HNS મટિરીયલનું વિશ્લેષણ કર્યું અને સંબંધિત કંપનીને પ્રોજેક્ટ વર્કનું કોટેશન મોકલ્યું.

3_1  H x W: 0 x
 
હાઇ નાઇટ્રોજન સ્ટીલ (HNS) ના ગુણધર્મો
  •  કાટ પ્રતિરોધક
  •  ઑસ્ટેનિટીક સ્ટેનલેસ સ્ટીલ
  •  નૉનમૅગ્નેટિક

HNS નો ઉપયોગ સૈન્યમાં બખ્તર બનાવવા માટે થાય છે.

સંબંધિત કંપનીએ કિંમતનું વિશ્લેષણ કર્યુ અને અમારા કોટેશનને નકાર્યું. કારણ આપતાં તેમણે કહ્યું કે, ‘આપે જણાવેલ ખર્ચ વધારે છે અને મૂળરૂપે કાચા માલની કિંમત વધારે છે’. ત્યારબાદ તેમણે પ્લાઝ્મા કટિંગ સેવાઓ પૂરી પાડતી બીજી કંપનીને આ પ્રોજેક્ટ આપ્યો.

પ્લાઝ્મા કટિંગ પ્રક્રિયા
પ્લાઝ્મા આર્ક કટિંગ, જેને પ્લાઝ્મા ફ્યુઝન કટિંગ અથવા પ્લાઝ્મા કટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ એક ફૅબ્રિકેશન પ્રક્રિયા છે. તેમાં પ્લાઝ્મા ટૉર્ચમાં સુપરહીટેડ અને આયનીકૃત ગૅસનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિકલી વાહક મટીરિયલને ગરમ કરી, ઓગાળીને કસ્ટમાઇઝ કરેલા આકાર અને ડિઝાઇનમાં કાપવામાં આવે છે. કાપવા માટે, HNS એ ખૂબ જ મુશ્કેલ મટીરિયલ હોવાથી, તેની કટિંગ પ્રક્રિયા કરવામાં પ્લાઝ્મા કટિંગ મશીન નિષ્ફળ ગઈ. પ્લાઝ્મા કટિંગમાં ઉત્પન્ન થતાં ઉંચા તાપમાનના લીધે મટીરિયલમાં બિનજરૂરી વિરૂપણ થયું હતું, જેને કારણે સંબંધિત કંપનીને નુકસાન થયું. તેથી તે કંપનીએ ફરીથી અમારો સંપર્ક કર્યો.

4_1  H x W: 0 x
 
સાસા એન્જિનિયરિંગમાં અમે તેમને વૉટરજેટ મશીનિંગના તમામ ફાયદા સમજાવ્યા અને ‘આ એક કોલ્ડ મશિનિંગ પ્રક્રિયા હોવાથી, પ્લાઝ્મા કટિંગમાં થાય છે તેમ, ઉચ્ચ તાપમાનને કારણે બિનજરૂરી વિરૂપણનું અહીં કોઈ કારણ નથી.’ એમ ખાતરી આપી. વૉટરજેટ મશીન એટલું કાર્યક્ષમ છે કે તેણે પ્લાઝ્મા કટિંગ પ્રક્રિયાની બમણી ગતિએ મશીનિંગ પ્રક્રિયા હાથ ધરી. અમારા પ્રદર્શનથી સંબંધિત કંપની પ્રભાવિત થઈ અને તેના પરિણામ રૂપે તેમના ઉચ્ચ મૂલ્યવાળા પ્રોજેક્ટ્સ અમારી પાસે આવ્યા.
@@AUTHORINFO_V1@@