પ્લૅટૂ હોનિંગ

18 Nov 2020 15:58:55

5_1  H x W: 0 x

5_1  H x W: 0 x
હોનિંગ એ એક ફિનિશિંગ પ્રક્રિયા છે. સામાન્ય રીતે તે બધા છિદ્રોની (બોઅર) સપાટી પર કરવામાં આવે છે. પરંતુ કેટલીકવાર જરૂર પડે તો તેને શાફ્ટ અને બાહ્ય સપાટી પર પણ કરાય છે. હોનિંગ શબ્દનું મૂળ હની એટલે મધ છે. સપાટીના તણાવને (સરફેસ ટેન્શન) કારણે મધપૂડામાં મધ સંગ્રહિત થાય છે, નીચે ટપકતો નથી. ચિત્ર ક્ર. 1 અને 2 માં બતાવ્યા પ્રમાણે, હોનિંગમાં 'ક્રિસ-ક્રૉસ' ખાંચા તૈયાર થાય છે અને શંકરપાળી જેવું આકાર રચાય છે. હોનિંગ કરતી વખતે હોનિંગ ટૂલ હોલ્ડર ગોળ અને અપ-ડાઉન બંને દિશામાં ફરે છે. આ બંને હિલચાલનું સંયોજન સપાટી પરના ક્રૉસ પેટર્નમાં પરિણમે છે અને 'શંકરપાળી જેવો' આકાર બનાવે છે. તેમાં ઉંજણ (લુબ્રિકેશન) માટે તેલ સંગ્રહિત કરવાની ક્ષમતા હોય છે.


1_1  H x W: 0 x


2_1  H x W: 0 x

ટેકડા અને ખાડાની અંદર તેલ ગૅલેરીમાં તેલ સંગ્રહિત થાય છે. આંતરિક ગ્રાઇન્ડિંગ દ્વારા તૈયાર કરેલી લીસી સપાટી પર તેલ સંગ્રહિત થતું ન હોવાથી, ઉંજણ જરૂરી હોય તેવી જગ્યાએ હોનિંગ ઑપરેશનનો કોઈ વિકલ્પ નથી.

જનરેટર જેવા સ્થિર આરપીએમ પર ફરતા એન્જિન માટે સામાન્ય હોનિંગ યોગ્ય હોય છે. વાહનોના (ઑટોમોટિવ) એન્જિન માટે, પ્લૅટૂ હોનિંગ બીજી સમસ્યા હલ કરે છે, જેની ચર્ચા આગળ આવશે.

સામાન્ય હોનિંગ દ્વારા બનાવેલ ટેકડા જેમ જેમ વપરાય, તેમ સમય જતાં ઘસાઈ જાય છે. તેથી ખાડાની ઉંડાઈ ઘટે છે અને તેમાં ઉંજણ સંગ્રહ કરવાની તેની ક્ષમતામાં ઘટાડો થાય છે. જો એન્જિન ઉંચી આર.પી.એમ. પર ચલાવવામાં આવે (તીવ્ર ગતિએ ડ્રાઇવિંગ કરતી વખતે), તો તેમાં ઉત્પન્ન થતી વધુ ગરમીથી ટેકડા પર રહેતા અણીદાર બિંદુ (સ્પાઇક પૉઇન્ટ) ઓગળી શકે છે અને પિસ્ટન રિંગ લાઇનર જામિંગને (સીઝ) કારણે એન્જિનમાં ખામી સર્જી શકે છે. આને ટાળવા માટે, વાહન ઉત્પાદકો 'એન્જિન રનિંગ-ઇન' સમયગાળા માટે શરતો લાદતા હોય છે. એનો અર્થ એ છે કે વાહનની વિશિષ્ટ (5000 કિ.મી.) દોડ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન દરેક ગિયરમાં નિર્ધારિત ગતિ મર્યાદા ઓળંગી શકશે નહિ. આ 'રનિંગ ઇન' પીરિયડ દરમિયાન સપાટ પ્રદેશ (પ્લૅટૂ) રચાય છે. જ્યારથી પ્લૅટૂ હોનિંગ શરૂ થયું ત્યારથી વપરાશકર્તા માટે આ મર્યાદા દૂર કરવામાં આવી ગઈ. ‘રનિંગ ઇન’ સમયગાળા દરમિયાન જે બને છે, તે મૅન્યુફૅક્ચરિંગ પ્રક્રિયામાં જ પ્રાપ્ત કરી લેવાય છે. હવે વાહન ચાલકોને પ્રથમ દિવસથી સંપૂર્ણ ઝડપે વાહન ચલાવવાની સ્વતંત્રતા અપાય છે.

3_1  H x W: 0 x

પછી જોવામાં આવ્યું કે સામાન્ય હોનિંગ કરેલ સિલિન્ડરમાં ટેકડાના તીક્ષ્ણ ખૂણા પર જ્યારે પિસ્ટન રિંગનું દબાણ આવે છે, ત્યારે ખૂણો તૂટી જાય છે અને ચિત્ર ક્ર. 3 માં બતાવ્યા પ્રમાણે બાજૂની ગૅલરીમાં જઇને પડે છે અથવા એ ખૂણો તૂટતો નહિ પણ વળીને બાજૂની ગૅલરીમાં નમી જાય છે. ઉપરોક્ત પ્રક્રિયાને લીધે, તેલ સંગ્રહ કરવાની જગ્યા (ગૅલરી) ભરાય છે, તેલ સંગ્રહિત થતું નથી અને પિસ્ટન રિંગની આવરદા ઓછી થાય છે.


4_1  H x W: 0 x


ઉપરોક્ત મુશ્કેલીઓ જોયા પછી હોનિંગ ઑપરેશનમાં સુધારો કરવામાં આવ્યો. ટેકડાની જગ્યાએ હવે ત્યાં ચિત્ર ક્ર. 4 માં બતાવ્યા મુજબ સપાટ પ્રદેશ કરવામાં આવે છે. સામાન્ય અને પ્લૅટૂ હોનિંગ વચ્ચેનો આ તફાવત છે. જો કે પ્લૅટૂ હોનિંગ કેવી રીતે કરવું તે માટેની ઘણી રીતો અને સાધનો છે. તેમાંથી એક રીતમાં હોનિંગ કરતી વખતે વપરાતા બંને ટૂલ હોલ્ડરની જગ્યાએ સીરીજમાં નાયલોનની ફિલામેન્ટ વાળા વિશેષ હોનિંગ ટૂલ હોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે (ચિત્ર ક્ર. 5). બીજી રીતમાં સિલિકોન કાર્બાઇડનો ઉપયોગ કરવામાં આવે છે.

 
હવે ચિત્ર ક્ર. 3 માં બતાવેલ સમસ્યા નીકળી જાય છે અને તેલનો સંચય થાય છે. તેથી પિસ્ટન રિંગની આવરદા વધે છે. આ કરતી વખતે સપાટીના ફિનિશમાં પણ સુધારો થાય છે. હવે ઓટોમોબાઈલ્સના લગભગ તમામ એન્જિનોમાં લાઇનર્સને હોનિંગ કરતી વખતે પ્લૅટૂ હોનિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

5_1  H x W: 0 x

એન્જિન સિલિન્ડરની સામાન્ય હોનિંગ પ્રક્રિયામાં સાધારણ રીતે રફ હોનિંગ અને ફિનિંગ હોનિંગ હોય છે. પ્લૅટૂ હોનિંગ 3 તબક્કામાં થાય છે. રફ, ફિનિશ અને પ્લૅટૂ હોનિંગ.

6_1  H x W: 0 x

પ્લૅટૂ હોનિંગ ઓપરેશન ચિત્ર ક્ર. 6 માં બતાવેલ પરંપરાગત હોનિંગ મશીન પર કરવામાં આવે છે, જેમાં હોનિંગ હોલ્ડર અથવા પ્લૅટૂ હોનિંગ હોલ્ડરને ગોળ અને ઉપર-નીચે બંને દિશામાં ચાલ આપવામાં આવે છે. રફ હોનિંગ, ફિનિશ હોનિંગ અને પ્લૅટૂ હોનિંગ એ ત્રણે કામગીરી સામાન્ય રીતે એક જ હોનિંગ મશીન પર કરવામાં આવે છે. જેમાં પહેલા બતાવ્ય મુજબ 1 અથવા વિવિધ હોનિંગ હોલ્ડરનો (ચિત્ર ક્ર. 7) ઉપયોગ કરવામાં આવે છે. હોનિંગ મશીન, હોનિંગ ટૂલ હોલ્ડર અને પ્લૅટૂ હોનિંગ હોલ્ડર ઘણા પ્રકાર અને ડિઝાઇનના હોય છે, જેની જરૂરિયાત મુજબ પસંદગી કરવામાં આવે છે.


8_1  H x W: 0 x


આ ત્રણ ઑપરેશન માટે આવશ્યક ઍબ્રેઝિવ્હ અને ફિનિશ, કોષ્ટક ક્ર. 1 માં આપેલ છે.

8_1  H x W: 0 x

એક પાળીમાં ઇચ્છિત ઉત્પાદન અનુસાર હોનિંગ મશીન પર કોષ્ટક ક્ર. 1 માં બતાવ્યા પ્રમાણે ત્રણ કાર્યો કરાય છે અથવા સમાન ત્રણ કાર્યો ત્રણ જુદા જુદા હોનિંગ મશીનો પર વહેંચીને કરાય છે.
Powered By Sangraha 9.0