અમારા વિશે

17 Nov 2020 13:30:46
ઉદ્યમ પ્રકાશન તકનીકી જ્ઞાન અને માહિતી પ્રદાન કરવાના ક્ષેત્રમાં છેલ્લા 5 વર્ષથી કાર્યરત એક ‘ના નફો-ના નુકસાન’ સેક્શન 8 કંપની છે.
 
ઉદ્યમ પ્રકાશન એ ઉત્પાદન ક્ષેત્રે તકનીકી જ્ઞાન અને માહિતીનો પ્રસાર કરવા માટે સમર્પિત એન્જિનિયર્સ અને વ્યવસાયિકોની એક ટીમ છે. ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગને લગતા તકનીકી પુસ્તકો અને સામયિકો પ્રકાશિત કરીને કારખાનામાં કામ કરતા સામાન્ય ટેક્નિશિયનને નવીનતમ તકનીકી જ્ઞાન અને માહિતી આપવાના હેતુથી આ કંપનીની સ્થાપના કરવામાં આવી છે.
 
સમગ્ર ભારતમાં હજારો નાના અને મધ્યમ ઇજનેરી ઔદ્યોગિક એકમો ફેલાયેલા છે. જો કે આ એકમોમાં રોજગારીનું પ્રમાણ સારું હોય છે, પરંતુ કારખાનામાં કામ કરતા મોટાભાગના કામદારો અને ઑપરેટરોને અંગ્રેજી ભાષાનું બહુ ઓછું અથવા નહિવત જ્ઞાન હોય છે. જો આ કાર્યબળને તેની કાર્યક્ષમતા વધારવા માટે તકનીકી રીતે શિક્ષિત કરવું હોય, તો પછી તેઓ સરળતાથી સમજી શકે એવી તેમની સ્થાનિક ભાષામાં તેમને તાલીમ આપવી ફરજિયાત છે. દેખીતું છે કે, આ માટે યોગ્ય પુસ્તકો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી અમારી ટીમ MSME ક્ષેત્રમાં હાલના અને નવા પ્રવેશ કરનારાઓને ઉપયોગી થાય એવા પુસ્તકો પર કામ કરી રહી છે. આ પુસ્તકો તેમને કારખાનામાં કામ કરવા માટેની ‘સારી પ્રથાઓ’ (બેસ્ટ પ્રૅક્ટિસેસ) શીખવામાં મદદ કરી શકે છે.
મેકૅનિકલ હેન્ડબુક, સુલભ યંત્રશાળા, પ્રગત યંત્રશાળા અને અસેમ્બ્લી-ડિસઅસેમ્બ્લી આ 4 પુસ્તકો પ્રકાશિત કરવાની તૈયારીમાં છે. 2021 ના ​​પહેલા ક્વાર્ટરમાં એ પ્રકાશિત થવાની સંભાવના છે. કારખાનામાં કરવાનું કામ 'બુદ્ધીનો ઉપયોગ' કરીને થાય, એ હેતુથી આ પુસ્તકો બનાવવામાં આવી છે. આગામી પુસ્તકો ‘સી.એન.સી. મશીનના ફીચર્સ અને કેસ સ્ટડી સાથે તેનો યોગ્ય ઉપયોગ’ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિવિધ વ્યવસાયના મૂળભૂત જ્ઞાનને આવરી લેતા કેટલાક પુસ્તકો/બુકલેટ પણ પ્રકાશનમાં છે.
આ જ દ્રષ્ટિ સાથે, અમે જૂન 2017 માં મરાઠીમાં અને ત્યારબાદ કન્નડ, હિન્દી અને ગુજરાતી ભાષામાં ‘ધાતુકામ’ નામનું એક સામયિક શરૂ કર્યું. આ વ્યવસાયિક સામયિકો નવી તકનીકીઓ, સંબંધિત ક્ષેત્રોમાં કરવામાં આવતા નવા પ્રયોગો, બજારમાં રજૂ કરવામાં આવેલ નવા ટૂલ અને સાધનો, વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રકાશિત કરીને ઉદ્યોગમાં ફાળો આપે છે. આવા સામયિકમાં જો કંઈક રસપ્રદ વાંચવા મળે તો, તે મિત્રો અને સાથીદારો સાથે શેર કરવામાં આવે છે. આમ, ઉદ્યોગમાં નવી તકનીકી માહિતીનો પ્રસાર થાય છે. 
 
અમારા સામયિકો મરાઠીમાં ‘ધાતુકામ’, હિન્દીમાં ‘ધાતુકાર્ય’, કન્નડમાં ‘લોહકાર્ય’ અને ગુજરાતીમાં ‘ધાતુકામ’ નામથી પ્રકાશિત કરવામાં આવે છે અને તે ‘મૉડર્ન મશીન શૉપ’ જેવા યુરોપિયન અથવા અમેરિકન સામયિકો સમાન છે. આ સામયિકનો મુખ્ય ઉદ્દેશ, મશીન ટૂલ્સનો ઉપયોગ કરીને મશીનિંગ કરેલા યંત્રભાગો બનાવવાની તમામ આધુનિક તકનીકો વિશેની નવીનતમ માહિતી, વાચકો સાથે શેર કરવાનો છે. સુધારણા પ્રવૃત્તિઓ, નવા ઉત્પાદનો, નવી પ્રક્રિયાઓ અને સુધારાઓ વિશેની માહિતી પણ સામયિકમાં હોય છે. આ સામાયિકના દરેક અંકમાં કામદારો, સુપરવાઇઝર અને અધિકારીઓને ઉપયોગી જ્ઞાન અને માહિતી આપવાનો અમારો પ્રયાસ છે.
 
બધી ભાષાઓ મળીને અમે ભારતની લગભગ 50000 જેટલા નાના અને મધ્યમ કદના કારખાના, મોટા કોર્પોરેટ અને તકનીકી શૈક્ષણિક સંસ્થાઓમાં આ સામયિકોનું વિતરણ કરીયે છીયે. તેની ચોક્કસ અસર દેખાય છે અને વાચકો દ્વારા સારો આવકાર પણ મળ્યો છે. નજીકના ભવિષ્યમાં તમિળ ભાષામાં મેગેઝિન શરૂ કરવાનું પણ અમે વિચારીએ છીએ.
Powered By Sangraha 9.0