ઉત્પાદકતા માટે સ્વચાલન

11 Nov 2020 18:05:38

5_1  H x W: 0 x

ઉદાહરણ 1
બે પૈડાના વાહનના (ટૂ વ્હીલર) પિસ્ટનના યંત્રભાગોનું ફિનિશિંગ કરવા માટેની ગોઠવણ

જૂની પદ્ધતિ
બે પૈડાના વાહનના પિસ્ટનના એક યંત્રભાગને ગ્રાઇન્ડ કરીને એનું ફિનિશિંગ કરવા માટે સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ય અગાઉ કામદારો દ્વારા એક એક કાર્યવસ્તુને મશીનપર ચડાવીને કરવામાં આવતું હતું. કંપની પાસે આવા ત્રણ મશીન હતા. કામ વધવાથી હવે ચોથા મશીનની પણ જરૂરત જણાવા લાગી.


નવી પદ્ધતિ
કંપનીએ કારીગરની મદદથી ઓછાં ખર્ચે ઑટોમેશન કર્યું. એ જ કામદારોએ એક સમાન્ય 'V' ચેનલથી બનાવેલ એક વાઈબ્રેટર લોડરનો ઉપયોગ કર્યો, જે ખસેડવા માટે અને ઉપયોગમાં અત્યંત સરળ છે. એમાં લગભગ 22 થી 30 કાર્યવસ્તુઓ એક લાઈનમાં રાખવાની વ્યવસ્થા છે. વાઇબ્રેટર દ્વારા ઉત્પન્ન થતાં કંપનોની સહાયથી, એ કાર્યવસ્તુઓ આપમેળે આગળ વધે છે. આમ કરવાથી અગાઉની તુલનામાં કાર્યક્ષમતા 25 % વધી ગઈ છે. ગ્રાઇન્ડિંગ કરીને તૈયાર થયેલ યંત્રભાગ એક તરફથી પોલા હોય છે. જ્યારે એ મશીનથી બહાર આવે છે, ત્યારે એમાં એકત્ર થયેલ શીતક/પાણી એમાંથી નીકળતું નથી. આ સમસ્યાના નિવારણ માટે તાંબાની એક નાની પટ્ટીનો યુક્તિથી ઉપયોગ કરવામાં આવ્યો છે. બહાર નીકળનાર યંત્રભાગને ઉલટાવવાનું કામ આ પટ્ટી કરે છે, જેથી શીતક/પાણી એ પોલાણમાંથી નીકળી જાય છે. બિનમાં પ્રવેશ કરતી વખતે એ યંત્રભાગ થોડો ભીનો રહે છે પણ થોડા સમય પછી સુકાઈ જાય છે.

હવે 3 મશીનમાંથી 4 મશીનનું ઉત્પાદન મળે છે અને એક મશીનની એક શિફટ હજી પણ ખાલી રહે છે. તેનો અર્થ એ કે ઉત્પાદકતામાં 25%+ વધારો થાય છે.


1_1  H x W: 0 x

 
2_1  H x W: 0 x
 
 
ઉદાહરણ 2
બે પૈડાના વાહનના પિસ્ટનનો ભાગ બનાવાની પ્રક્રિયા

જૂની પદ્ધતિ
પિસ્ટન કૅપ તૈયાર કરવા માટે 4 હાયડ્રૉલિક પ્રેસ છે. એમાંથી એક પિસ્ટનવાળા 3 પ્રેસ મળીને એક વર્ક સ્ટેશન બને છે અને 2 પિસ્ટનવાળો એક અલગ હાયડ્રૉલિક પ્રેસ છે. અગાઉ આ ચારેય મશીનો માટે અલગ અલગ કામદારો (લગભગ 15 થી 16) કામ કરતા હતા. તમામ કાર્ય માનવ કુશળતા અને નિયંત્રણ પર આધારિત હોવાથી, ઉત્પાદનની ચોકસાઈમાં કેટલીક મર્યાદાઓ હતી, આ ઉપરાંત, વારંવાર ધ્યાન આપવાની જરૂરિયાતને કારણે કામદારોને પણ તાણનો સામનો કરવો પડ્યો હતો.


3_1  H x W: 0 x

નવી પદ્ધતિ
ઉત્પાદકતા અને ઉત્પાદનની ચોકસાઈ વધારવાના ઉદ્દેશથી, કંપનીએ ધીરે ધીરે, કામદારો અને ઇજનેરોની સહાયથી, ઓછા ખર્ચે સરળ ઑટોમેશન માટે ટ્રાયલ્સ શરૂ કરી અને એમને એમાં સફળતા પણ મળી. આ માટે કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી.
1. કાચો માલ બાઉલ ફીડરની મદદથી મશીન સુધી પહોંચાડવો.
2. બાઉલ ફીડરમાં કોઈ કાચો માલ બાકી છે કે નહિ તે ઑપરેટર સરળતાથી જાણી શકે, એટલા માટે યોગ્ય સ્થાને એક અરીસો મૂકવામાં આવ્યો હતો.
3. મશીનને યોગ્ય પ્રમાણમાં કાચો માલ મળતો રહે, મશીનમાંથી તૈયાર થયેલા યંત્રભાગો બહાર મૂકેલા બિનમાં વ્યવસ્થિત પડે, વગેરે કોઈપણ કામગીરી જો યોગ્ય રીતે કરવામાં ન આવે, તો લેઝર સેન્સરદ્વારા તે પકડાય છે. પછી મશીનનો અલાર્મ વાગે છે અને મશીન રોકાઈ જાય છે.
4. આમ જ્યાં ચારેય મશીનની ત્રણેય શિફ્ટ મળીને, 15 થી 16 કામદારો કામ કરતા હતા ત્યાં હવે માત્ર 4 કામદારો કામ કરે છે અને ગુણવત્તા અને ઉત્પાદકતા બમણી થઇ ગઈ છે.

કોઈ પણ કામમાં સમય વેડફાતો નથી. આ ઑટોમેશનથી ઉત્પાદનની ગુણવત્તામાં સુધાર આવ્યો છે. માનવીય કામગીરીમાં સુસંગતતા ન હોવાને કારણે પહેલા કંપનીએ દરેક યંત્રભાગ તપાસવો પડતો હતો. પણ આ ઑટોમેશન બાદ, હવે માત્ર રઁડમ નમૂનાઓની તપાસ શરુ થઇ ગઈ છે. એ કારણે મજૂરીમાં થનારો ખર્ચ અને કામના સમયમાં ઘટાડો થયો છે.

ઉદાહરણ 3

કાચા માલના યોગ્ય ટૂકડા કરવાનું યંત્ર
પ્રેસમાં આવનારા ટુકડાઓનો દરજ્જો કારખાનામાં આવનાર બારની ચોકસાઈ પર નિર્ભર કરે છે. જો આવનાર બાર યોગ્ય વ્યાસના (50 માઈક્રૉનની મર્યાદામાં) હોય તો તૈયાર થનાર યંત્રભાગ પણ એટલી જ ઉત્તમ ગુણવત્તાના બનશે. આ ઉદ્દેશ્ય સાથે, સૌથી પહેલા કારખાનામાં આવનાર કાચા માલની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.


4_1  H x W: 0 x

જૂની પદ્ધતિ
આવનાર કાચો માલ, એટલે એલ્યુમિનિયમ બારના જરૂરી મુજબ ટુકડા કરવા માટે બારની ગઠડી બાંધીને બઁડ સૉમાં કાપતા હતા. આ પદ્ધતિમાં કરવતના દાંતા નીચે બાર આવતી વખતે થોડા ત્રાંસા થઇ જતા હોવાને કારણે ઘણા બધા ટુકડાઓ ખરાબ થઈ રહ્યા હતા.

નવી પદ્ધતિ
નવી પદ્ધતિમાં બેન્ડ સૉને બદલે એટલી જ જાડાઈના ગોળાકાર (સર્ક્યુલર) સૉ બ્લેડનો ઉપયોગ કરીને એક સમય પર એક જ બાર કાપવાનું કામ શરુ કરવામાં આવ્યું. મશીનની પાછળ લોખંડના સમાંતર સળીયા સહેજ ત્રાંસા બેસાડી તેના પર બધા બાર મૂકવામાં આવ્યાં. ગુરુત્વાકર્ષણનો લાભ લઈને એ સળીયાપર થઈને બાર મશીનની દિશામાં ઢળી પડે અને મશીન પર જ્યારે જોઇયે ત્યારે રાખી શકાય એવી વ્યવસ્થા ગોઠવાઈ. બારમાંથી એક ટુકડો કપાઈ જાય એટલે બારને નિર્દિષ્ટ અંતરે સરકાવવા માટે સ્વચાલિત યંત્રણા બેસાડવામાં આવી. ઓછી લંબાઈના અંતિમ ટૂકડા માટે, ટૂકડાની લંબાઈ જાણીને કાર્ય કરનાર એક સેન્સર લગાડવામાં આવેલ છે. એક બાર પૂરો કપાઈ ગયા બાદ નિર્દિષ્ટ લંબાઈના બધા ટુકડા એક સાથે મૂકવામાં આવે છે અને ઓછી લંબાઈના અંતિમ ટુકડાને અલગ રાખવામાં આવે છે. એનો ઉપયોગ બીજા કામમાં કરવામાં આવે છે. આ સ્વચાલિત પ્રક્રિયાને કારણે ખરાબ ટુકડાની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. જૂની પદ્ધતિની તુલનામાં આ નવી પદ્ધતિમાં અચૂક ઉત્પાદન મળે છે. આ ઑટોમેશન ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવેલ છે.

- ધાતુકામ સંપાદકીય ટીમ





Powered By Sangraha 9.0