ટેલસ્ટૉકનું ઉચિત સ્થાન ઉપર ન હોવું

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Udyam Prakashan Gujrati    14-Oct-2020
Total Views |
 
 
આની પહેલાંના લેખોમાં આપણે મશીન ચાલુ ન થવું, લ્યુબ્રિકેટિંગ તેલનું સ્તર સંતોષજનક ન હોવું, લ્યુબ્રિકેટિંગ તેલનું દબાણ ઓછું હોવાના પરિણામો અને ચક નિષ્ક્રિય રહેવા વગેરે સમસ્યાઓને વિષે જાણ્યું. આ લેખમાં આપણે ટેલસ્ટૉકને સંબંધિત ઉદ્ભવનારી સમસ્યાઓ ઉપર વિચાર કરશું.
 
જ્યારે આપણે મશીન ચાલુ કરીએ છીયે ત્યારે ટેલસ્ટૉક ‘હોમ’ સ્થાન પર હોય છે. તે ‘હોમ’ સ્થાન પર છે કે નહિ તે જાણવા માટે પ્રોક્ઝિમિટી સ્વિચની સુવિધા હોય છે. આ સ્વિચ બંધ (ઑફ) હોય તો પ્રણાલીને જણાય છે, કે મશીનનું ક્વિલ આગળ આવી ગયું છે. તેનાથી અન્ય સંચલન, જેમકે ટરેટનું સંચલન ચાલુ હોય તો તે ટેલસ્ટૉકથી ટકરાઈ/અથડાઈ શકે છે. સાથે જ, ટેલસ્ટૉક ‘હોમ’ સ્થાન પર હોવાથી પ્રોક્ઝિમિટી સ્વિચ ચાલુ (ઑન) સ્થિતિમાં રહે છે. ટેલસ્ટૉકનું પ્રારંભિક સ્થાન તથા તે આગળ જઈને જે સ્થાન પર આવે છે ત્યાં, બે પ્રોક્ઝિમિટી સ્વિચ, બે જુદા સ્થાનો પર બેસાડેલી હોય છે. જ્યારે ‘હોમ’ સ્થાનની પ્રોક્ઝિમિટી સ્વિચ ચાલુ સ્થિતિમાં હોય, ત્યારે ફોરવર્ડ સ્થાનની પ્રોક્ઝિમિટી સ્વિચ બંધ રહે છે અને જ્યારે ફોરવર્ડ સ્થાનની પ્રોક્ઝિમિટી સ્વિચ ચાલુ હોય ત્યારે ‘હોમ’ સ્થાનની પ્રોક્ઝિમિટી સ્વિચ બંધ સ્થિતિમાં હોય છે. પણ જો તે બંને સ્વિચ બંધ હોય તો એલાર્મ શરૂ થઈ જાય છે. ‘હોમ’ સ્થાનને માટે આપેલ પ્રોક્ઝિમિટી સ્વિચ બગડેલી હોય તો આ એલાર્મ નિરંતર વાગતું રહે છે.

2_1  H x W: 0 x 
 
જ્યારે કાર્યવસ્તુ ચક અથવા સેન્ટરમાં પકડાયેલી હોય, ત્યારે ટેલસ્ટૉક ‘હોમ’ સ્થાન પર નથી હોતું પણ તેણે આગળ આવીને કાર્યવસ્તુને કસીને પકડેલી હોય છે. હવે આવર્તન (સાઈકલ) શરૂ થતી વખતે, તે આગળ આવી ચૂક્યું છે. આ સમયે ફોરવર્ડ સ્વિચ ઑન રહે છે. તો પણ, જે પ્રમાણે ઉપર દર્શાવ્યું છે, કર્મચારીએ પ્રોગ્રામ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે આ સ્થિતિમાં ટરેટ ટેલસ્ટૉકથી ન અથડાય.
 
એ તપાસવું જરૂરી હોય છે કે પ્રોક્ઝિમિટી સ્વિચ બરાબર કામ કરે છે કે નહિ. એવું થઈ શકે કે, ઓછા વપરાશને કારણે, તે ચોંટી ગયેલી સ્થિતિમાં હોય. આવા સંજોગોમાં તેને સાફ કરીને ફરી બેસાડવી પડે છે. તેમાં ચિપ અથવા નાના ટુકડા પેસવાની સંભાવના નથી રહેતી, કારણ કે કાર્યવસ્તુ ઉપર યંત્રણ દરમ્યાન શીતકનો ફૂવારો મારવામાં આવે છે અને તેથી કામ દરમ્યાન મશીનના દ્વાર બંધ હોય છે. આ પ્રકારે ચિપને કારણે ખરાબી થવાની શક્યતા ઘણી ઓછી રહે છે

2_2  H x W: 0 x 
 
ટેલસ્ટૉક પણ ક્યારેક ક્યારેક અટકી શકે છે. અર્થાત, એવું ત્યારે પણ સંભવ છે કે જ્યારે ઘણા દિવસોથી તેનો ઉપયોગ જ ન થયો હોય. આવા વખતે તેને સાફ કરાવવું તેમજ તેનું સર્વિસિંગ કરાવવું.
એલાર્મ વાગવાના પણ ઘણા કારણો હોય શકે છે.
• ટરેટ યોગ્ય રીતે ક્લૅમ્પ ન થયું હોય.
• મોટરમાં ખામી હોય.
• મોટર પ્રોટેક્શન સર્કિટ બ્રેકરમાં (MPCB)ખરાબી હોય.
• મોટર અને MPCB ની વચ્ચેના વિદ્યુત જોડ ઢીલા હોય.
• ફૂટ સ્વિચ બગડેલી હોય.
એલાર્મ વાગવાનું ચાલુ થતાં જ આવશ્યક શોધ-તપાસ કરી દોષ નિવારવા જરૂરી છે.
 
 

narayan_1  H x  
નારાયણ મૂર્તી
હેડ : કસ્ટમર સપોર્ટ,
માઈક્રોમૅટિક મશીન ટૂલ્સ પ્રા. લિ.
9890623247
 
નારાયણ મૂર્તી ‘માઈક્રોમૅટિક મશીન ટૂલ્સ પ્રા. લિ.’ માં કસ્ટમર સપોર્ટ વિભાગના પ્રમુખ છે. તેઓ મશીન મેન્ટેનન્સનો દીર્ઘ અનુભવ ધરાવે છે
 
 
@@AUTHORINFO_V1@@