સૂક્ષ્મ ટૂલ ગ્રાઇન્ડિંગ માટે ભારતીય વિકલ્પ

14 Oct 2020 16:37:37
 

2_1  H x W: 0 x 
‘ઈકોગ્રાઈન્ડ SX5 લિમો’
ઈમ્ટેક્સમાં પ્રદર્શિત કરવામાં આવેલ મશીન ટૂલ અને સંબંધિત ઉત્પાદનોમાંથી ઉત્તમ તાંત્રિક અને નાવીન્યપૂર્ણ સંશોધન કરનારી કંપનીઓને ‘ફાય ફાઉન્ડેશન’ તરફથી સન્માનિત કરવામાં આવતા હોય છે. આ વર્ષે પુરસ્કારપ્રાપ્ત ઉત્પાદનોમાં વિડમા કંપનીના ‘ઈકોગ્રાઈન્ડ SX5 લિમો’ મશીનનો સમાવેશ હતો. આ પુરસ્કાર પ્રાપ્ત મશીન વિશેની તમામ વિગતો આપણે આ લેખમાં જાણવાનો પ્રયત્ન કરીશું. 
 
આજ સુધી માત્ર ત્રણ પ્રકારના ઉદ્યોગક્ષેત્ર બજારમાં અગ્ર સ્થાને છે. એમના માટે વાપરવામાં આવતા અંગ્રેજી શબ્દમાં પ્રથમ અક્ષર C હોવાને કારણે એને 3C ઉદ્યોગ કહેવામાં આવે છે.
• પ્રથમ C: કૉમ્યુનિકેશન/સ્માર્ટફોન
• બીજો C: કૉમ્પ્યુટર/લૅપટૉપ
• ત્રીજો C: કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક
 
આ 3C ઉયોગોમાં લાગતા જરૂરી ભાગો માટે 0.5 મિમી થી 3.0 મિમી વ્યાસના લઘુ/સૂક્ષ્મ ટૂલની સૌથી વધુ માંગ રહે છે અને એ વધી પણ રહી છે. એ સિવાય દંતચિકિત્સા, વૈદ્યકીય ઇમ્પ્લાન્ટ, ઍરોસ્પેસ તેમજ ઘડિયાળો અને દાગીનાના ઉત્પાદન માટે પણ એની મોટી માંગણી છે. આ ટૂલનો આકાર નાનો હોવાને કારણે આ ટૂલને ફરી ધાર કાઢીને વાપરવું એ શક્ય નથી હોતું. એ કારણે નવા ટૂલની માંગ સતત વધતી જ રહે છે. ભારતમાં અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુ કિંમતના લઘુ/સૂક્ષ્મ ટૂલનું નિર્માણ દર મહીને થતું હોય છે. એના ઉત્પાદનની એકંદર ગણતરી કરતાં એ બાબત સ્પષ્ટ છે કે, એનું નિર્માણ માનવીય હસ્તક્ષેપ વિના ઑટોમેટેડ પદ્ધતિથી થવું એજ વધુ હિતાવહ છે.
 
લઘુ/સૂક્ષ્મ ટૂલનું નિર્માણ કરનારા મશીનના ઉત્પાદક હાલમાં ભારતમાં ન હોવાને કારણે આ મશીનો યુરોપમાંથી આયાત કરવામાં આવે છે. આ મશીનની કિંમત 3 થી 4 કરોડ રૂપિયા દરમિયાન હોય છે. લઘુ/સૂક્ષ્મ ટૂલના નિર્માણ માટેની બજારની આ જરૂરીયાતને પહોંચી વળવા અમે ‘ઈકોગ્રાઈન્ડ SX5 લિમો’ એ ભારતીય મશીન પ્રસ્તુત કરીએ છીએ. 
 
આ મશીનને વિકસિત કરવામાં અમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો.
• લઘુ/સૂક્ષ્મ ટૂલનું નિર્માણ અત્યંત જટિલ હોય છે. કારણ જો મશીનના કંપન પૂર્ણપણે રોકવામાં ન આવે તો ટૂલ તૂટી જાય છે. 
• માનવીય હસ્તક્ષેપ રહિતની નિર્માણ પ્રક્રિયા અતિશય સ્થિર હોવી આવશ્યક છે, કેમકે એમ ન થાય તો ઉત્પાદન રીજેક્ટ કરવામાં આવે છે. 
• લઘુ/સૂક્ષ્મ ટૂલમાં અપેક્ષિત ચોકસાઈ (0.01 મિમી) અતિશય કઠોર પણે પાળવી જરૂરી હોય છે. એ કારણે મશીનની પોઝીશનિંગ અને પુનરાવર્તન ક્ષમતા (રીપિટેબિલિટી) 0.002 મિમી દરમિયાન હોવી જોઈએ. 
 
અમારા મશીનની રચના (કોન્ફિગરેશન) અને ડિઝાઈન લઘુ/સૂક્ષ્મ ટૂલના ગ્રાઇન્ડિંગ માટે અનુરૂપ છે અને એના દ્વારા નિર્માણ થનારા કટિંગ ટૂલમાં ઉત્તમ ગુણવત્તાની ભૌમિતિક ચોકસાઈ મળે છે. એમાં અમે ખાસ ડિઝાઈન કરેલ ઉચ્ચ અક્ષીય બળ આપનાર, ડાયરેક્ટ ડ્રાઈવ વર્ક હેડ (A અક્ષ) અને ગ્રાઇન્ડિંગ હેડ રોટેશન (B અક્ષ) તેમજ રેખીય અક્ષ માટે લિનિયર મોટર વાપરવામાં આવી છે. ‘ઈકોગ્રાઈન્ડ ડX5 લિમો’ની મુખ્ય ખાસિયત એટલે કૂલંટ મેનિફોલ્ડ સહિત સ્વચાલિત ગ્રાઇન્ડિંગ વ્હીલ ચેન્જર (AWC) જેમાં 3 વ્હીલના 3 સેટ (એકંદર 9 ગ્રાઇન્ડિંગ વ્હીલ) લોડ કરી શકાય છે. જેમાં ટૂલના લોડિંગ અને અનલોડિંગ માટે રોબોનો પર્યાય પણ ઉપલબ્ધ હોય છે. આ સ્વચાલિત મશીનમાં પ્રખ્યાત NUMROTO સોફ્ટવેર પેકેજ વાપરીને સ્પેશલ ટૂલ અને પ્રોફાઈલ ટૂલનું નિર્માણ કરવું સંભવ બને છે. અમારું મશીન IoT માટે પણ સક્ષમ છે. 
 
‘ઈકોગ્રાઈન્ડ SX5 લિમો’ મશીનની ખાસિયત એ છે કે, અમે એમાં સતત સુધારા કરી એને અદ્યતનિત કરતાં રહીએ છીએ અને હવે ભવિષ્યમાં વિદેશી માર્કેટમાં વેચાણ માટે નિર્યાત કરવાની પણ અમારી યોજના છે. 

2_2  H x W: 0 x 
 
આંતરિક તપાસ અને પરીક્ષણ 
કોઈ પણ ભારતીય કંપનીએ નાના વ્યાસનું ટૂલ તૈયાર કરવા માટે આવું મશીન તૈયાર કર્યું હોય તેવું પ્રથમ વાર જ બન્યું હતું, એટલે અમે અમારા કારખાનામાં એનું વ્યાપક અને ઝીણવટભર્યું પરીક્ષણ કર્યું હતું. 
આ મશીન, ટૂલના માપન માટે ±5 માઈક્રોન સહયતાની અંદરના (ડાયમેન્શનલ ટૉલરન્સ) ટૂલ બનાવવા માટે સક્ષમ છે. મશીન યોગ્ય વાતાવરણમાં (નિયંત્રિત તાપમાન) મૂકવામાં આવે અને યોગ્ય કાચો માલ વાપરવામાં આવે તો ±2 માઈક્રોન કરતાં ઓછી સહયતાના માપ માટેનું ટૂલ પણ આ મશીન પર બનાવવું શક્ય છે. 

j prabhakar_2   
 
મશીનની રચના મજબૂત હોવાથી કંપનને કારણે મશીનમાં થનારી અનાવશ્યક હલચલ લગભગ શૂન્ય થઇ જાય છે. એટલે 0.5 મિમી વ્યાસની રેન્જના ટૂલ પર સ્લાઈડ અથવા અન્ય ઘટકોની હલચલને કારણે પડનારો પ્રભાવ નગણ્ય છે. એ સિવાય રેખીય હલચલ માર્ગદર્શન (લિનિયર મોશન ગાઈડવે) ટેકનોલોજીને કારણે અમે સ્લાઈડના સ્થાનની ઉત્તમ પુનરાવર્તન ક્ષમતા મેળવી શક્યા. આ બાબતે મળનારી ચોકસાઈ ખરેખર અવિશ્વસનીય હતી. જો સ્લાઈડની હલચલમાં 1 માઈક્રોન જેટલો પણ ફરક કરવામાં આવે તો ટૂલમાં પણ 1 માઈક્રોન જેટલો જ ફરક પડે છે. 
 
3C ઉદ્યોગોને સક્ષમ કરનાર આ મશીન ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અનુસાર પૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવેલ હોવાથી ઉત્પાદન ખર્ચમાં બચત અને ઉત્તમ સેવા મેળવવી સંભવ થઇ શકી છે.
 
 

j prabhakar_1   
જે. પ્રભાકર
જનરલ મૅનેજર, વિડમા
9620538069
prabhakar.j@kennametal.com
 
જે. પ્રભાકરે મેકેનિક્લ એન્જિનિયરિંગમાં બી.ટેક. કરેલ છે. અને વિડમા કંપનીમાં છેલ્લા 32 થી વધુ વર્ષોથી તેઓ કાર્યરત છે. વિડમા કંપનીમાં એમણે મશીન બિલ્ડિંગ અસેમ્બ્લી અને ગ્રાહક સેવા એવા અનેક વિભાગોમાં કામ કરેલ
 
 
Powered By Sangraha 9.0