પ્રક્રિયામાં સુધાર
મશીન ટૂલ્સ, વાહનો, ઓટોમેશન, વિમાન વહનના ક્ષેત્રમાં કોઈપણ યંત્રરચના માટે ગિઅર એ એક મહત્વપૂર્ણ ઘટક છે. ગિઅર ઉત્પાદનમાં હૉબિંગ એ એક મહત્વપૂર્ણ અને પ્રાથમિક પ્રક્રિયા છે.
ગિયર્સની ગુણવત્તાને અસર કરતા ત્રણ મુખ્ય પરિબળો
1. મશીન
2. કાર્યવસ્તુ પકડવાના સાધનો
3. કટિંગ ટૂલ
આ ત્રણેય ઘટકોની યોગ્ય પસંદગી કરવાથી, આપ હૉબિંગ પ્રક્રિયામાંથી શ્રેષ્ઠ ગુણવત્તા મેળવી શકો છો. તેની સાથે આ ત્રણે પરિબળોની કામગીરી નજીકથી અવલોકન કરવાનું પણ એટલું જ મહત્વનું છે. આ લેખમાં, અમે ગિઅર હૉબિંગની વારંવાર જોવવા મળતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણો વિશે ચર્ચા કરીશું.
ગિઅર ઉત્પાદનની ગુણવત્તા નક્કી કરતા પરિબળો
• મટિરિયલ
• હીટ ટ્રીટમેન્ટ
• ગિઅર પરિમાણો (ડાયમેન્શન)
• ગિઅર દાંતની સૂક્ષ્મ ભૂમિતિ (માઇક્રોજ્યોમેટ્રી)
અમારો વ્યવહારુ અનુભવ સૂચવે છે કે ગિઅરનું કાર્ય અને ટકાઉપણુંની દ્રષ્ટિએ ગિઅર દાંતાની સૂક્ષ્મ ભૂમિતિ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૂક્ષ્મ ભૂમિતિ એટલે પ્રોફાઇલ, લીડ, પિચ અને રનઆઉટ. તેથી જ અમે આપને ગિઅર દાંતાની માઇક્રો ભૂમિતિમાં થતી ભૂલો અને ઉકેલો પર વિગતવાર વિશ્લેષણ રજૂ કરી રહ્યા છીએ. સૂક્ષ્મ ભૂમિતિમાં જોવા મળતી ખામીઓ કોષ્ટક ક્ર. 1 માં બતાવેલ છે.
ફ્લ્યૂટ રેક કોણની ખામી
જ્યારે હૉબના રીશાર્પનિંગનું કામ યોગ્ય રીતે કરવામાં આવે છે, ત્યારે એ ફ્લ્યૂટનો રેક કોણ શૂન્ય હોય તે આદર્શ માનવામાં આવે છે. જો કે, ગ્રાઇન્ડિંગ વ્હીલ અને હૉબ ફ્લ્યૂટના અક્ષ વચ્ચે ખોટી અલાઇનમેન્ટના કારણે +ve રેક કોણ થાય છે અને તેથી દાંતાની અણી પર વધારાનું મટિરિયલ બાકી રહે છે, જેથી એક અનિચ્છનીય પ્રોફાઇલ ભૂલ પરિણમે છે.
દરેક ખામીના મૂળ કારણ અને સુધારાત્મક પગલાં કોષ્ટક ક્ર. 2, 3 અને 4 માં આપેલ છે.
ઉદાહરણ
સમસ્યા : સિંગલ પિચ ભૂલ (fpmax) અને રેડિયલ રનઆઉટ (Fr)
મૂળ કારણ : યંત્રભાગના દાંતાની સંખ્યા હૉબના સ્ટાર્ટની સંખ્યા દ્વારા સંપૂર્ણપણે વિભાજીત છે, જે સિંગલ પિચ ભૂલનું કારણ હોય છે. ફિક્શ્ચરનો રનઆઉટ વધારે એટલે કે 10 માયક્રૉન કરતા વધારે હોવું, એ રેડિયલ રનઆઉટનું કારણ હોય છે.
સુધાર : હૉબના સ્ટાર્ટની સંખ્યાને એવી રીતે પસંદ કરવું જોઇયે કે યંત્રભાગના દાંતાની સંખ્યા દ્વારા (સિંગલ સ્ટાર્ટને બાદ કરતા) તે સંપૂર્ણપણે વિભાજીત ન હોય અને ફિક્શ્ચરનો રનઆઉટ 3 માઇક્રૉનની અંદર નિયંત્રિત કરવામાં આવ્યો હોય.
પરિણામ : હૉબના સ્ટાર્ટની સંખ્યાને યોગ્ય રીતે પસંદ કરીને, સિંગલ પિચ ભૂલ નિયંત્રિત કરવામાં આવે અને ફિક્શ્ચરના રનઆઉટને 3 માઇક્રૉનની અંદર રાખીને રેડિયલ રનઆઉટ નિયંત્રિત કરવામાં આવે.
નિષ્કર્ષ : કોષ્ટક ક્ર. 5 માં આપેલ અહેવાલ ‘C1" માં સુધારાત્મક કાર્યવાહી કર્યા પછીની સિંગલ પિચ ભૂલ (fpmax) અને રેડિયલ રનઆઉટ (Fr) બતાવેલ છે. રિપોર્ટ ‘C2’ માં બતાવેલ છે કે સિંગલ પિચ ભૂલ અને રેડિયલ રનઆઉટ બંનેમાં સુધારો થયો છે.
ગિઅરનું ઉત્પાદન કરતી વખતે સુસંગત ગુણવત્તા જાળવવા માટે, ગિઅર હૉબિંગ પ્રક્રિયામાં નીચેની કાર્યવાહીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
1. બોઅર ટૉલરન્સ અને ફેસની ચોરસતાને લગતા ગિઅર બ્લઁક્સના ઇનપુટ ગુણવત્તાને નિયંત્રિત કરવું.
2. આગળ દર્શાવેલ પૅરામીટર્સ માટે એક ચેકશીટ તૈયાર કરવી
• ફિક્શ્ચર, હૉબ માઉન્ટિંગ અને ઉત્પાદનના પ્રથમ યંત્રભાગની મંજૂરી માટેની સેટઅપ પ્રક્રિયા
• યંત્રભાગો અને હૉબ્સનું નિયમિત નિરીક્ષણ
• હૉબની આવરદા નક્કી કરીને પછી તેનું મૉનિટરિંગ કરવું
• નિયમિત અવધિ પછી નિરીક્ષણ સાધનોનું કૅલિબ્રેશન
• મશીનોની નિયમિત જાળવણી
• ગુણવત્તા પરીક્ષણ માટે (દ્રશ્ય નિરીક્ષણ સહિત) ઑપરેટરને તાલીમ આપવી
પ્રકાશ કદમ
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર,
પ્રગતિ ટ્રાન્સમિશન પ્રા. લિ.
9341215974
kadam@pragatigears.com
પ્રકાશ કદમ મેકૅનિકલ એન્જીનિયર છે. તેઓ પ્રગતિ ટ્રાન્સમિશન પ્રા. લિ. ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેઓ ગિઅર નિર્મિતિ ક્ષેત્રમાં કામ કરવાનો 25 થી વધુ વર્ષોનો અનુભવ ધરાવે છે.