વારંવાર થનારા આવર્તન

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    15-Sep-2021   
Total Views |
જ્યારે એકનું એક કામ (ઑપરેશન) વારંવાર કરવાનું હોય છે, ત્યારે પ્રોગ્રામિંગના કામોમાં લાગતો સમય તથા શ્રમ ઘટાડવા માટે પુનરાવર્તનીય આવર્તનનો (રિપીટેટિવ સાયકલ) ઉપયોગ કરવામાં આવે છે. એ અંગે વધુ માહિતી આપતો લેખ.
 

Frequent frequency_1  
 
યંત્રશાળામાં (વર્ક શૉપ) યંત્રણ કરતી વખતે જ્યારે એકનું એક કામ (ઑપરેશન) વારંવાર કરવું પડે છે, ત્યારે યોગ્ય પ્રોગ્રામિંગ કરવાની જરૂર પડતી જ હોય છે, પણ આ વખતે પ્રોગ્રામની કુલ લંબાઈ અને પ્રોગ્રામની જટીલતા પણ અત્યંત વધી જતી હોય છે. આવા કામોમાં લાગતો સમય તથા શ્રમ ઘટાડવા માટે પુનરાવર્તનીય આવર્તનનો (રિપીટેટિવ સાયકલ) ઉપયોગ કરવામાં આવે છે. સી.એન.સી. કંટ્રોલમાં સમાવિષ્ટ આ આવર્તન અત્યંત પ્રચલિત છે. સાથે જ એના ઉપયોગથી સમયમાં થનારી બચત, પ્રાપ્ત થતી ચોકસાઈ અને ખર્ચમાં થતો ઘટાડો એ અત્યંત મહત્ત્વના મુદ્દા બની ગયા છે.

સામાન્ય જાણકારી
આમાં G અક્ષર હેઠળ 7 પુનરાવર્તીય આવર્તન ઉપલબ્ધ છે. દરેક પુનરાવર્તીય આવર્તન, G કોડ અને એની આગળની સંખ્યા, એ રીતે દર્શાવવામાં આવે છે.

પ્રોફાઈલ કટિંગ આવર્તન – રફિંગ
G71 : રફ કટિંગ આવર્તન – હૉરિઝૉન્ટલ ભાગ માટે
G72 : રફ કટિંગ આવર્તન – મલ્ટિપલ ભાગ માટે
G73 : પેટર્ન રિપીટિંગ રફિંગ આવર્તન

પ્રોફાઈલ કટિંગ આવર્તન – ફિનિશિંગ
G70, G71, G72, G73 માટે ફિનિશિંગ આવર્તન

ચિપ બ્રેકિંગ આવર્તન
G74 : ડ્રિલિંગ આવર્તન – Z અક્ષ હૉરિઝૉન્ટલ
G75 : ગ્રૂવિંગ આવર્તન – X અક્ષ વર્ટિકલ

થ્રેડિંગ આવર્તન
પાછલા લેખમાં આપણે એ જાણ્યું કે G76 થ્રેડિંગ આવર્તન એકરેખીય અથવા ટેપર હોય છે.
આ લેખમાં આપણે G73 પેટર્ન રિપીટિંગ રફિંગ આવર્તન વિશે વિગતવાર જાણકારી મેળવીશું.
કંટૂર સમાંતર રફિંગ આવર્તન : G73 અને એ જ કાર્યવસ્તુ પર ફિનિશ, ટર્નિંગ, કટર રેડિયસ કમ્પેન્સેશન સાથે. (ચિત્ર ક્ર. 1)
કારખાનામાં ઘણી કાર્યવસ્તુઓ પર કંટૂર બનાવવાનું હોય છે. આવે વખતે હાલના કંટૂરથી સમાંતર રફ કટ લઈને ફિનિશ ટર્નિંગ કરવું ફાયદાકારક હોય છે. ફિનિશ ટર્નિંગ કરતી વખતે કટર રેડિયસ કમ્પેન્સેશન શરુ કરવાથી ચોકસાઈ વધે છે. એનું ઉદાહરણ ચિત્ર ક્ર. 1 માં જોવા મળે છે. આ કાર્યવસ્તુ માટે બે ટૂલ વાપરવા પડશે.


Frequent frequency_1 

ચિત્ર ક્ર. 1

1. T7 : રર્ફિંગ..ફીડ 0.3 મિમી./ફેરા, ટૂલ ક્ર. 7 કાપાની ઊંડાઈ 2 મિમી.
2. T8 : ફિનિશ ટર્નિંગ..ફીડ 0.15 મિમી./ફેરા,.. ટૂલ ક્ર. 8

કંટૂર સમાંતર રફિંગ પ્રોગ્રામ (સીમેન્સ)
G96 V130 T707 M4
GO X 150 Z2 M8
G73P90Q100I0.5U-7W-5D2F0.3
G26 M9

ફિનિશ ટર્નિંગ
G96 V130 T808 M4
G46
GO X 35 Z1 M8
GO1 A90 F0.5
G01 X46 Z-25 A-12 F0.15
G01 A180 R15 E0.1
G01 X88 Z-55 A-65
G01 A170 R15
G01 X150 Z-98 A-75
G01 X152 Z-99
G40
G26 M9

કારખાનામાં કામ કરતી વખતે, કેટલીકવાર કેટલીક કાર્યવસ્તુઓ એવી હોય છે કે ફિનિશ કરવામાં આવેલ કંટૂરનો આકાર (ગોળાકાર ભાગ) કાર્યવસ્તુના મૂળ આકાર સાથે મેળ ખાય છે. આવી કાર્યવસ્તુઓનું યંત્રણ G73 આવર્તનના ઉપયોગથી સહેલાઇથી કરી શકાય છે. આ આવર્તનના ઉપયોગથી કંટૂર રફિંગ આવર્તન ઓછા સમયમાં તથા માત્ર ચાર કે પાંચ લાઈનના પ્રોગ્રામના ઉપયોગથી કરી શકાય છે.

કંટૂર સમાંતર રફિંગ આવર્તન : G73 કમાંડ ફૉરમૅટ (સીમેન્સ)

G73 A..P..Q..U..W..I..K..D..F..E..S
A..P..Q : ફિનિશ કંટૂરનું વર્ણન
A : સબરૂટિનમાં નોંધેલ ફિનિશ કંટૂર
P..Q : બ્લૉક નંબરમાં નોંધેલ ફિનિશ કંટૂર
U..W : X અને Z ના અલાઉન્સ
I/K : X અને Z અક્ષના યંત્રણનું અલાઉન્સ
D : કાપાની ઊંડાઈ
F : ફીડ રેટ
E : ફીડ રેટ ડિસેંડિંગ કંટૂર
S : સ્પિન્ડલની ગતિ

ગોળાકાર ભાગ બે રીતે દર્શાવવામાં આવે છે :
1. ઢાળવાળો ગોળાકાર ભાગ
2. ચઢાણવાળો ગોળાકાર ભાગ

ઢાળવાળા ગોળાકાર ભાગનું યંત્રણ કરતી વખતે ફીડ રેટ ઓછો કરવો પડે છે. આ ફીડ રેટને, પ્રોગ્રામમાં E અક્ષરનો ઉપયોગ કરીને ઇચ્છિત મૂલ્ય આપીને ઘટાડી શકાય છે. જો E ને કોઈપણ ઈનપુટ આપવામાં આવેલ ન હોય, તો કંટ્રોલ આપમેળે જ F અક્ષર સાથે સંબંધિત ફીડ રેટ (ચિત્ર ક્ર. 2) સ્વીકાર કરે છે.


Frequent frequency_1 

ચિત્ર ક્ર. 2

U અને W અક્ષરો રફ પાર્ટ આલાઉન્સ દર્શાવે છે, અર્થાત રફ તથા ફિનિશ કરવામાં આવેલ ભાગોની વચ્ચેનો તફાવત U અને W દ્વારા દર્શાવવામાં આવે છે. એટલા માટે આ બંને અક્ષરોને દિશા તથા ધન અથવા ઋણ ચિહ્ન (ચિત્ર ક્ર. 3) હોય છે.


Frequent frequency_1 
ચિત્ર ક્ર. 3

ફિનિશિંગ કટ માટેના અલાઉન્સ I અથવા K અક્ષરો દ્વારા દર્શાવવામાં આવે છે. કટના X અક્ષની ઊંડાઈ I દ્વારા દર્શાવવામાં આવે છે તથા Z અક્ષની ઊંડાઈ K દ્વારા દર્શાવવામાં આવે છે.

મહત્ત્વની સૂચનાઓ :
G73 આવર્તન શરુ થાય તે પહેલા ટૂલને ઑક્સિલરી પૉઈન્ટ પર રોકવું અનિવાર્ય છે. આ પૉઈન્ટ ટૂલ અથડાવાની શક્યતાથી મુક્ત (કોલિજન ફ્રી) હોવું જોઈએ.

G73 ને પૅટર્ન પુનરાવર્તીય આવર્તન, ક્લોઝ્ડ લૂપ અથવા પ્રોફાઈલ કૉપિઇંગ આવર્તન પણ કહેવામાં આવે છે. એનો ઉપયોગ અનિયમિત આકારની કાર્યવસ્તુઓના રફિંગનો સમય ઘટાડવા માટે કરવામાં આવે છે. જેમકે ફોર્જિંગ અથવા કાસ્ટિંગ.

G73 : આવર્તન ફૉરમૅટ ફાનુક
10T/11T/15T
G73 : P...Q...I...K...U...W...D...F...S
P : ફિનિશિંગ પ્રોફાઈલનો પ્રથમ બ્લૉક ક્ર.
Q: ફિનિશિંગ પ્રોફાઈલનો અંતિમ બ્લૉક ક્ર.
I : X અક્ષ પરનું અંતર, રિલીફની દિશા
K : Z અક્ષ પરનું અંતર, રિલીફની દિશા
U : X અક્ષ પર રાખવામાં આવેલ સ્ટૉક
W : Z અક્ષ પર રાખવામાં આવેલ સ્ટૉક
D : કટિંગ ડિવિઝનની સંખ્યા
F : કટિંગ ફીડ રેટ
S : સ્પિન્ડલની ગતિ

G73 : આવર્તન ફૉરમૅટ ફાનુક
0T/16T/18T/20T/25T
આ પ્રકારના મૉડલમાં ડબલ બ્લૉક પ્રવેશની જરૂરત હોય છે.

પ્રથમ બ્લૉક
G73 : U...W...R
U : X અક્ષ અંતર રિલીફ
W : Z અક્ષ અંતર અને રિલીફની દિશા
R : કટિંગ ડિવિઝનની સંખ્યા

બીજો બ્લૉક
G73 : P...Q...U...W...F...S
P : ફિનિશિંગ પ્રોફાઈલનો પ્રથમ બ્લૉક ક્ર.
Q : ફિનિશિંગ પ્રોફાઈલનો અંતિમ બ્લૉક ક્ર.
U : X અક્ષ પર રાખવામાં આવેલ સ્ટૉક
W : Z અક્ષ પર રાખવામાં આવેલ સ્ટૉક
F : કટિંગ ફીડ રેટ...P અને Q ... બ્લૉકમાં ઓવરરાઈડ
S : સ્પિન્ડલની ગતિ ... P અને Q ... બ્લૉકમાં ઓવરરાઈડ

ઉદાહરણ : (ચિત્ર ક્ર. 4)

 
Frequent frequency_1 
ચિત્ર ક્ર. 4

ફાનુક 0T/16T/18T/20T/25T
પ્રથમ બ્લૉક

N10 G50 S200 T0400
G96 S200 M03
G00 X 35.0 Z5.0 T0404 Z0
G01 X -1.6 F0.2
G00 X 70.0 Z10.0
G73 U3.0 W2.0 R2
G73 P12 Q16 U0.5 W0.1 F0.25
N12 G00 G42 X20.0 Z2.0
G01 Z-10.0 F0.15
G02 X 40.0 Z-20.0 R 10.0
G01 Z-30.0
X60.0 Z-50.0
N16 G 40 U1.0
G70 P12 Q16
G00 X 200.0 Z200.0 T0400
M30

G70 કંટૂર ફિનિશિંગ આવર્તન

રફિંગ પછી, ફિનિશિંગ માટે G70 આવર્તનનો ઉપયોગ કરવામાં આવે છે. એનો ઉપયોગ માત્ર ફિનિશિંગ માટે જ કરવામાં આવે છે.

G70 : આવર્તન ફૉર્મેટ (બધા પ્રકારના કંટ્રોલ માટે સમાન)

G70 : P...Q...F...S
P : ફિનિશિંગ પ્રોફાઈલનો પ્રથમ બ્લૉક ક્ર.
Q: ફિનિશિંગ પ્રોફાઈલનો અંતિમ બ્લૉક ક્ર.
F : કટિંગ ફીડ રેટ (ઇંચ/ફેરો, મિમી./ફેરો)
S : સ્પિન્ડલની ગતિ (F+/મિનિટ, મી./મિનિટ)
રફિંગ માટે ઉપયોગમાં લેવાયેલ શરૂઆતના બિંદુનો જ ઉપયોગ G70 માટે કરાવો જોઈએ.

ઉદાહરણ

પૅટર્ન પુનરાવર્તન (03509) 03509
(G73 પૅટર્ન પુનરાવર્તીય આવર્તન) (ચિત્ર ક્ર. 5)


Frequent frequency_1 

ચિત્ર ક્ર. 5
N1 G20 M42
N2 T0100
N3 G96 S350 M03
N4 G00 G42 X3.0 Z0.1 T0101
M08
N5 G73 P6 Q13 I0.2 K0.3 U0.06
W0.004 D3 F0.01
N6 G00 X0.35
N7 G01 X1.05 Z-0.25
N8 Z-0.625
N9 X1.55 Z-1.0
N10 Z-1.625 R0.25
N11 X2.45
N12 X2.75 Z-1.95
N13 U 0.2 F0.02
N14 G70 P6 Q13 F0.006
N15 G00 G40 X 5.0 Z2.0 T01
N16 M30

ચિત્ર ક્ર. 5 માં દર્શાવેલ ડ્રૉઈંગમાં, X અને Z અક્ષમાં એકસરખું મટિરિયલ કાઢવું સંભવ નથી કેમકે કાર્યવસ્તુ અનિયમિત આકારની છે. આવી ઘણી કાર્યવસ્તુઓ ફોર્જિંગ તથા કાસ્ટિંગમાં તૈયાર થાય છે. આવા સમયે એ નિશ્ચિત કરવું પડે છે કે, દરેક બાજૂથી વધુમાં વધુ કેટલું મટિરિયલ કાઢી શકાય છે. ઉપરોક્ત ઉદાહરણમાં બાજૂમાંથી 0.200 મિમી. તથા ફેસમાંથી 0.100 મિમી. મટિરિયલ કાઢી શકાય છે. તો ઉપરોક્ત ઉદાહરણમાં I નું મૂલ્ય 0.200, K નું મૂલ્ય 0.300 તથા D નું મૂલ્ય 3 છે.

ઉપરોક્ત પ્રોગ્રામમાં રફિંગ અને ફિનિશિંગ, એક જ ટૂલ દ્વારા કરવામાં આવ્યું છે.

G70, G73 આવર્તનના ઉપયોગ માટે મૂળભૂત નિયમ
1. મટિરિયલ કાઢવા માટે આવર્તન શરુ કરતા પૂર્વે ટૂલ નોઝ રેડિયસ ઑફસેટ લાગુ કરો.
2. મટિરિયલ કાઢવાનું આવર્તન પૂર્ણ થયા બાદ ટૂલ નોઝ રેડિયસ ઑફસેટ બંધ કરો.
3. આરંભિક બિંદુ પર પાછા જવાની ગતિ સ્વચાલિત હોય છે, એના માટે અલગ પ્રોગ્રામની જરૂરત નથી હોતી.
4. G75 ના P બ્લૉકમાં Z અક્ષનું મૂલ્ય ન ઉમેરો.
5. U સ્ટૉક અલાઉન્સ વ્યાસ પર પ્રોગ્રામ કરવામાં આવેલ હોય છે. એના ચિહ્નથી ખબર પડે છે કે, કઈ બાજૂ પર સ્ટૉક લાગૂ કરવાનો છે.
6. ફિનિશિંગ કંટૂર માટે કરવામાં આવેલ ફીડ રેટ, પ્રો રફિંગના સમયે અસ્વીકાર કરવામાં આવે છે.
7. D ઍડ્રેસ દ્વારા દશાંશ બિંદુનો ઉપયોગ કરવામાં નથી આવતો. અને પ્રોગ્રામ બનાવતી વખતે એની આગળ અથવા પાછળ શૂન્ય લખવું પડતું હોય છે. જેમકે : D0-750 અથવા 750 = 0.0750

8625975219
[email protected]
સતીશ જોશી, સી.એન.સી. મશીનિંગ ક્ષેત્રના નિષ્ણાત છે. આપ ઘણી કંપનીઓમાં સલાહકાર રહ્યા છો. અનેક કૉલેજોમાં આપ ભણાવો છો અને સી.એન.સી. લેથ મશીન વિષય પર આપનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે.
 
 
 
@@AUTHORINFO_V1@@