ડાય, મોલ્ડનું યંત્રણ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    15-Sep-2021   
Total Views |
ડાય, મોલ્ડ અને પૅટર્નના યંત્રણ માટે વી.એમ.સી. મશીનનો ઉપયોગ કેવી રીતે કરાય છે તેની વિગતવાર માહિતી આપતો લેખ.
 

Dye Mold Mechanism_1 
 
 

VMC Pattern mechanism on_ 
 
વી.એમ.સી. પર પૅટર્નનું યંત્રણ
 
મશીનિંગ સેન્ટરની વિભિન્ન કાર્યક્ષમતાઓ, એની ઉપયોગીતા તથા એને કારણે સરળ થઇ જનારી યંત્રણ પ્રક્રિયા વિશે બધા જાણે છે. મશીનિંગ સેન્ટર દ્વારા કરવામાં આવનાર એક મહત્ત્વપૂર્ણ કાર્ય ડાય તથા મોલ્ડનું યંત્રણ છે. આ લેખમાં આપણે એ વિશે જાણીશું કે ડાય, મોલ્ડ તથા પૅટર્નના યંત્રણ માટે વી.એમ.સી. નો ઉપયોગ કેવી રીતે અનુકૂળ સાબિત થાય છે.

પૅટર્ન મોટા ભાગે કાસ્ટ આયર્ન તથા ઍલ્યુમિનિયમના બનેલ હોય છે. ફોર્જિંગ ડાય ટૂલ સ્ટીલમાંથી, ગ્રૅવિટી ડાય SG આયર્નથી બનાવવામાં આવે છે. અમુક કિસ્સામાં લાકડા અથવા થર્મોકોલનો પણ ઉપયોગ થાય છે. કાસ્ટિંગ માટે મશીન પર બનાવવામાં આવેલ પૅટર્ન બે ભાગમાં (ડ્રૅગ તથા કૉપ) વિભાજીત થયેલ હોય છે. બન્નેના સહિયારા ઉપયોગથી જ કાસ્ટિંગની પ્રતિકૃતિ તૈયાર થઇ જાય છે. આ બન્ને ભાગો મૅચ પ્લેટ પર ચડાવીને, મોલ્ડિંગ મશીનનો ઉપયોગ કરીને હજારો વખત સૅન્ડ મોલ્ડ કાઢવામાં આવે છે. સ્વચાલિત મોલ્ડિંગ પદ્ધતિનો ઉપયોગ શરુ થયા પછી, પૅટર્નનો ઉપયોગ દરરોજ સેકડો વખત થવા લાગ્યો, અને લાકડાથી બનેલા મોલ્ડ દૂર થઇ ગયા અને એમનું સ્થાન ધાતુના મોલ્ડે લઇ લીધું.

વી.એમ.સી. X, Y તથા Z ત્રણેય અક્ષ પર કામ કરે છે. એના ઊભા સ્પિન્ડલને Z અક્ષ કહેવાય છે. એનું ફેરવવા યોગ્ય ટેબલ X તથા Y અક્ષો પર ચાલે છે. એટલા માટે ડાય તથા મોલ્ડના યંત્રણ માટે એ આદર્શ મશીન માનવામાં આવે છે. એના માટે યુનિગ્રાફિક્સ, ડેલ્કૅમ જેવા ઘણા પ્રોગ્રામ ઉપલબ્ધ છે. આવા યંત્રણમાં મહત્ત્વનો મુદ્દો હોય છે X, Y તથા Z અક્ષો પર વારંવાર થતી હલનચલન (મૂવમેન્ટ). કોઈપણ પ્રતિકૃતિ બનાવતી વખતે આરંભે કરવામાં આવતું રફ યંત્રણ, પછી સેમીફિનિશ તથા અંતે ફિનિશ યંત્રણ પૂરું થતા સુધીમાં કાર્યવસ્તુની કંટૂરમાં હજારો વખત કટર ફરે છે.
 

The mechanism of the patt

પૅટર્નનું યંત્રણ
 

Dye cavity mechanism_1&nb

ડાય કૅવિટીનું યંત્રણ

રફિંગ માટે (કાર્બાઈડ ઇન્સર્ટવાળા) અમુક પ્રોફાઈલ કટર જરૂરી હોય છે. સાથે જ ફિનિશિંગ માટે કાર્બાઈડ ઇન્સર્ટ અથવા કાર્બાઈડ બ્રેઝિંગવાળા બૉલ નોઝ કટર (જેને હાફ સર્કલવાળા કટર પણ કહેવાય છે) જરૂરી હોય છે. કોઈપણ એક પ્રકારના ડાય, મોલ્ડ અથવા પૅટર્ન માટે બે અથવા ત્રણ જ કટર કામમાં આવે છે, એટલા જ માટે આ મશીન પર ઘણી વખત ટૂલ ચેન્જર બેસાડવામાં નથી આવતું. એક કટર લગભગ 10-12 કલાક કામ કરે છે. આમ આ મશીન પર ટૂલ ચેન્જર બેસાડવા માટે વધારાનું રોકાણ કરવાની કોઈ જરૂર પડતી નથી. ટૂલ ચેન્જર ન હોવું, એ જ આ મશીનની ખાસિયત માનવામાં આવે છે.


Pattern of rough casting  
 
પૅટર્નના રફ કાસ્ટિંગનું યંત્રણ
 
ડાય અથવા મોલ્ડ બનાવતી વખતે વારંવાર થનારી હલનચલન સહન કરવા માટે X, Y તથા Z અક્ષની સંરચના મજબૂત હોવી આવશ્યક છે. BFW કંપની દ્વારા અમુક મશીનો માત્ર ડાય અને મોલ્ડ માટે બનાવવામાં આવી છે. એટલે ફળસ્વરૂપે, સિવાય BFW અથવા ACE, ભારતમાં આયાત કરવામાં આવેલી મશીનો જ જોવા મળે છે. અન્ય પ્રકારના જૉબ વર્ક કરતી વખતે મશીનમાં હજારો વાર એક જ પ્રકારની હલનચલન નથી કરાતી (જે ડાયના યંત્રણ માટે જરૂરી હોય છે). આવી વારંવાર થતી હલનચલન માટે મશીન વધુ મજબૂત હોવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને બૉલ સ્ક્રૂ, સ્લાઈડ, સ્ટ્રકચર જેવા ઘટકો અથવા અસેમ્બ્લીની રચના લાંબી આવરદાને ગણતરીમાં રાખીને જ કરવી જરૂરી છે, કેમકે નિરંતર હલનચલનનો પ્રભાવ એના પર જ વધુ પડે છે.

Special cutter for the me
 
પૅટર્ન ના યંત્રણ માટે ખાસ કટર
 
 
ball nose cutter_1 &

પૅટર્નના યંત્રણ માટે ખાસ કટર, બૉલ નોજ કટર

આ મશીનની એક હજી વધુ ખાસિયત એ છે કે આ મશીનના કંટ્રોલમાં મૅન્યુઅલ પ્રોગ્રામિંગ નથી કરી શકાતું. કોઈ ડાય અથવા પૅટર્નનું યંત્રણ કરતી વખતે એનું ત્રિ-પરિમાણીય (3D) મૉડલ બનાવીને એના પર આધારિત પ્રોગ્રામ મશીનમાં ફીડ કરવામાં આવે છે. પરંતુ એને મશીનમાં જાળવવામાં (સેવ્હ કરવામાં) નથી આવતો, ડાયરેક્ટ ન્યૂમેરિકલ કંટ્રોલ (DNC) લિંક વાપરીને એને કમ્પ્યુટર દ્વારા ફીડ કરવામાં આવે છે, જે આ મશીનની ખાસિયત છે. એક કાર્યવસ્તુના યંત્રણ માટે ઘણા બધા કલાકોનો સમય લાગી શકે છે.


 Mechanism completed patt 
યંત્રણ પૂરું થઈ ગયેલ પૅટર્ન

9822041037
નીતિન મોકાશી મેકૅનિકલ એન્જિનિયર છે. કિર્લોસ્કર કમિન્સ ઇન્ડિયા કંપનીમાં 7 વર્ષ કામ કર્યા પછી એમણે પોતાનું પૅટર્ન શૉપનું કામ શરુ કર્યું. 12 વર્ષ પછી નવી ટેકનોલૉજીનો સ્વીકાર કરીને એમણે કૅડ કૅમ તથા સી.એન.સી. યંત્રણ પદ્ધતિનો ઉપયોગ કરીને પૅટર્ન તથા ડાય મોલ્ડ બનાવવાનું શરુ કર્યું.
 
 
@@AUTHORINFO_V1@@