સંપાદકીય

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    14-Sep-2021   
Total Views |
અંગ્રેજીમાં એક કહેવત છે, ‘The only thing constant in the world is CHANGE’. આપણી આસપાસની દુનિયા નાટકીય રીતે બદલાઈ રહી છે. ખાસ કરીને કોવિડ પછી, આનો પ્રત્યય વધુ તીવ્રતા સાથે આવ્યો. રોજના વ્યવહાર કરવાની રીત બદલાઈ, શિક્ષણ વ્યવસ્થા બદલાઈ, ઉદ્યોગની જરૂરિયાતો અને માપદંડ બદલાયા. આમાંથી એક વાત ફરી એકવાર રેખાંકિત થઈ છે અને તે એ છે કે પરિવર્તન સ્વીકારવું અને તેનો અમલ કરવો અનિવાર્ય છે.
આપણે બધાએ હમણાં જ પૂરા થયેલા ઑલિમ્પિક્સ જોયા છે અને તેની રોમાંચકતા અનુભવી છે. સ્પર્ધામાં કુલ 86 દેશોએ ઓછામાં ઓછો એક મેડલ જીત્યો હતો. આમાં સૌથી નીચલાથી નીચી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોથી લઈને અત્યંત સમૃદ્ધ દેશોનો સમાવેશ થાય છે. આ 86 દેશોમાં ભારત 48 માં ક્રમે છે. હંમેશની જેમ, વિશ્વની બીજી સૌથી મોટી વસ્તી ધરાવતા અને વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થા ધરાવતા આપણા દેશમાં મેડલ વિજેતાઓની અછત કેમ છે એ વિશે દુખ, તો આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધુ એટલે 7 મેડલ પ્રાપ્ત થયાનો આનંદ વ્યક્ત કરાયો હતો. મેડલ વિજેતા દેશોની યાદી પર નજીકથી નજર નાખવાથી જાણવા મળે છે કે ટોચના દસ દેશો, કદ અને વસ્તીમાં નાના-મોટા હોવા છતાં, તેમની અંદર એક વસ્તુ સમાન છે, અને તે એ છે કે તે બધા ઔદ્યોગિક રીતે અદ્યતન દેશો છે. આ દેશોમાં જીવનધોરણ ઉંચું છે. તેમના ઉદ્યોગો અત્યાધુનિક છે અને તેઓ નવી ટેકનોલોજી અપનાવીને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવે છે. તેમની મેડલની સંખ્યા વધારે છે કારણ કે તેમણે આ જ વિચારને રમતગમતમાં પણ લાગુ કર્યો છે. નવી તકનીકો, અથાક મહેનત અને યોગ્ય તાલીમ સાથે, તેમના ખેલાડીઓ ટોચનું સ્થાન મેળવી શકે છે.
આપણા નાના અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને ધ્યાનમાં લેતા, એ નોંધવું અગત્યનું છે કે નવી ટેકનોલૉજી, કાર્યક્ષમતા અને વ્યક્તિગત તાલીમ, આ 3 તત્વોમાં શૉપ ફ્લોઅર પર રોકાણ કરવું, એ જ ટકી રહેવાનો અને આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. આમાંથી નવી ટેકનોલૉજી લાવવી એ ઘણી વખત નાણાકીય ક્ષમતા સાથે સંબંધિત નિર્ણય હોય છે, પરંતુ કાર્યક્ષમતા અને તાલીમ બંને આપણા કારખાનાની સંસ્કૃતિનો એક ભાગ છે. કાર્યક્ષમતા વધારવા માટે આ તાલીમની જરૂર છે. આખો સમય વર્ગમાં બેસીને શીખવું, એ તાલીમ લેવાનો અર્થ નથી, પરંતુ વેબસાઇટ્સ, યુટ્યુબ અને તકનીકી સામયિકો જેવા હાલના માધ્યમોનો ઉપયોગ કરવો એ પણ તાલીમનો નવો અભિગમ છે. કેટલીક ફેક્ટરીઓ આ બાબતે સભાન પ્રયાસો કરતી દેખાય છે. વિવિધ કાર્યકારી જૂથો દ્વારા નવી પદ્ધતિઓ, કારખાનાની સમસ્યાઓ ઉકેલવા માટે નવી તકનીકો, પ્રક્રિયા સુધારણા અપનાવીને તેમજ એકંદર કાર્યક્ષમતા સુધારવા માટે આગ્રહ રાખતી ઘણી ઉદ્યોગ કંપનીઓ અમારી જાણમાં છે.
ફૅક્ટરી કામદારને તાલીમ આપવાની અને અપગ્રેડ કરવાની જરૂરિયાતને ઓળખીને, ધાતુકામ દર મહિને તકનીકી માહિતી પ્રકાશિત કરે છે. આ અંકમાં મુખ્યત્વે યંત્રભાગના ફૉર્મ અને પ્રોફાઇલ પરના લેખોનો સમાવેશ થાય છે. આપ માપન વિભાગમાં કડક ટૉલરન્સમાં સંખ્યાબંધ પૅરામીટર ધરાવતા યંત્રભાગના માપન માટે વિકસિત મશીન વિશે માહિતી આપતો લેખ વાંચી શકો છો. ટૂલિંગ વિભાગમાં એવા લેખો શામેલ છે, જે ફૉર્મ અથવા પ્રોફાઇલના યંત્રણ માટે ચોક્કસ ભૂમિતિ ધરાવતા ટૂલની તકનીકી વિગતો પ્રદાન કરે છે. મૅક્રો પ્રોગ્રામિંગ તકનીક, જે પ્રોગ્રામિંગ પ્રક્રિયાને સરળ બનાવે છે અને તેનું વ્યવહારુ ઍપ્લિકેશન ઉદાહરણ સાથે આપતો લેખ ઘણા વાચકોને ઉપયોગી નીવડશે. તેની સાથે ઓછા ખર્ચે ઑટોમેશન, જીગ્સ અને ફિક્શ્ચર્સ, ટૂલિંગ સુધારણા, પ્રોગ્રામિંગ એ અમારી લેખમાળાના નિયમિત લેખો તમારા માટે ઉપયોગી થશે, એની અમને ખાતરી છે.
 
દીપક દેવધર
@@AUTHORINFO_V1@@