સંપાદકીય

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    20-Aug-2021   
Total Views |

ggfgfb_1  H x W
 
છોલ્લા દોઢ વર્ષમાં વૈશ્વિક કાર્ય સંસ્કૃતિમાં મૂળભૂત પરિવર્તન જોવા મળ્યું છે. આપણને મળતા સમાચારોથી તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે, કે વિશ્વભરમાં હડકંપ મચાવનારા કોવિડ રોગચાળાની અસર હજુ લાંબા સમય સુધી ચાલુ રહેશે. આ બધા ફેરફારોમાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં કામ કરનારી કંપનીઓએ જુદી જુદી વ્યૂહરચના, નીતિઓ અને કાર્યપદ્ધતિનો અમલ કરીને, ઉત્પાદન પર પડતી પરિસ્થિતિની આ અસર કેવી રીતે ઓછી કરવી તે તરફ ધ્યાન આપ્યું છે.
 
ઉત્પાદનની ગુણવત્તા અને માત્રા અપેક્ષિત સ્તરે જાળવવા માટેનો મુખ્ય પરિબળ હોય છે, ફૅક્ટરીમાં કાર્યરત માણસો. ઉદ્યોગકારોની સાથેની વાતચીત પરથી જાણવા મળે છે, કે કોવિડના કારણે થયેલા સ્થળાંતરના લીધે કુશળ કામદારોને જાળવી રાખવા, એ સૌથી મોટો પડકાર છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે માનવ સંસાધન નિષ્ણાતો 4 મુખ્ય પરિબળો ધ્યાનમાં લે છે.
• કાર્યની ગુણવત્તા : ઉત્પાદન ક્ષેત્ર તરફ જોવાનો પરંપરાગત ‘3 ડી’ (ડાર્ક, ડેંજરસ અને ડર્ટી) અભિગમ બદલીને, આ ક્ષેત્રમાં થતાં કામને ‘4 સી’
(કૂલ, ચૅલેંજિંગ, ક્રિએટિવ અને કટિંગ એજ) આ પ્રકારે વર્ણવેલ દ્રષ્ટીથી જોવું જોઈએ.
• કાર્ય સંસ્કૃતિ : કારખાનામાં કામ કરતા દરેક કામદારોના મનમાં એવી ભાવના પેદા કરવી કે ‘આપણને અહીં યોગ્ય સન્માન મળે છે’.
• વ્યાપક વિચારસરણી : કંપનીમાં માનવશક્તિ અંગેની વ્યવસ્થા અને કંપનીમાં ઉત્પાદન માટે જરૂરી અન્ય તમામ ઘટકો વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું.
• કરીઅરનો માર્ગ : આપણા દરેક કર્મચારીને તેમની કારકિર્દીમાં આગળ વધવા માટે સહાયક વાતાવરણ અને તકો પ્રદાન કરો.
 
આ 4 મુદ્દાઓની પૃષ્ઠભૂમિ સામે, એવું લાગે છે કે હાલમાં અમારા નાના, મધ્યમ ઉદ્યોગો જે ઑર્ડર મળે છે, તેને સારી ગુણવત્તા સાથે સમયસર પહોંચાડવાની પ્રાથમિક જવાબદારી પૂરી કરવા માટે જ સંઘર્ષ કરી રહ્યા છે. કુશળ કામદારોના અભાવને કારણે વિવિધ પ્રકારના વધારાના કામો ઉપલબ્ધ કામદારો દ્વારા કરાવી લેવામાં અને કુશળ કામદારોની સતત શોધ કરવામાં ઉદ્યોગસાહસિકની શક્તિ ખર્ચાય છે. બધાની માનસિકતા અને પરિણામે ફેક્ટરીની ઉત્પાદકતા પર આની અપ્રત્યક્ષ અસર પડે છે.
 
આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો એક પ્રભાવી માર્ગ એ છે કે, આપણા કર્મચારીઓમાં પ્રશિક્ષણ, સન્માન અને પ્રતિબદ્ધતાના નાણાંમાં યોગ્ય રોકાણ કરો અને કુશળ કામદારોનો એક સતત વિકાસ પામતો પ્રવાહ બનાવો. આમ કરવાથી આપણે જ્યાં કામ કરી રહ્યા છીયે તે ઉદ્યોગ તરફ ‘મજબૂરીથી કરવામાં આવતું કામ’ ની દ્રષ્ટીએ જોવાનું બંધ થશે અને તેની જગ્યાએ કર્મચારીઓ તેને ‘સ્વૈચ્છિક રીતે પસંદ કરેલા વિકલ્પ’ તરીકે જોવા લાગશે. જો એવી પરિસ્થિતિ નિર્માણ થાય, તો બધા કર્મચારીઓ એક જ દિશામાં કામ કરતા વર્કિંગ જૂથના સભ્યોની જેમ કામ કરશે.
 
ઉત્પાદકતામાં વધારો, સંસાધનોના બગાડમાં ઘટાડો, ગેરહાજરીમાં ઘટાડો અને આખરે ઉદ્યોગસાહસિકની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો, એ તેના દૃશ્યમાન પરિણામો હશે. આ વાતાવરણ બનાવવા માટેનો સૌથી મહત્વપૂર્ણ ભાગ કર્મચારીઓનું પ્રશિક્ષણ છે. આમાં તેઓ હાલમાં જે કાર્ય કરે છે, તેના વિશે ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક માહિતી આપવાની સાથે બજારમાં ઉપલબ્ધ નવી તકનીકીઓની સાથે પરિચિત કરાવવાનો પણ સમાવેશ હોય છે. ‘ધાતુકામ’ મૅગેઝિન દ્વારા, અમે જ્ઞાન અને માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ, જે આ હેતુને પૂર્ણ કરે છે.
 
અમે છેલ્લા કેટલાક અંકોમાં કોઈ એક યંત્રણ પ્રક્રિયા પસંદ કરીને તેનાથી સંબંધિત લેખો પ્રકાશિત કરી રહ્યા છીએ. અમે થ્રેડિંગ પ્રક્રિયા એ આ અંકની થીમ રાખી છે. આ અંકમાં થ્રેડ વ્હર્લિંગ, થ્રેડ ગ્રાઇન્ડિંગ જેવી ધાતુ કાપીને આંટા બનાવવાની પ્રક્રિયાઓ વિશે, તેમજ થ્રેડ રોલિંગ, જે મોટા પાયા પર કરાતા ઉત્પાદન માટે ઉપયોગી પ્રક્રિયા છે, તેના વિશે વિગતવાર માહિતી આપી છે. ઉદ્યોગ ક્ષેત્રમાં રોજેરોજ વાપરવામાં આવતા ફાસ્ટનર્સની તકનીકી વિગતો આપતો લેખ પણ આપણા માટે ઉપયોગી નીવડશે. થ્રેડ વિશેની મહત્વપૂર્ણ વિગતવાર માહિતી આપતા લેખ ઉપરાંત, થ્રેડ ગેજના સુધારેલા સંસ્કરણ વિશેની માહિતી પણ આપણા જ્ઞાનમાં ઉમેરો કરશે. જીગ્જ અને ફિક્શ્ચર્સ, ટૂલિંગમાં સુધારો, સી.એન.સી. પ્રોગ્રામિંગ આ અમારી હંમેશની લેખમાળા સાથે અમે આ અંકથી ‘ઓછા ખર્ચે ઑટોમેશન’ શીર્ષક ધરાવતી એક નવી લેખમાળા શરૂ કરીયે છીયે. અમને ખાતરી છે કે તમને આ લેખમાળામાંથી ઉપયોગી માહિતી મળશે.
 
દીપક દેવધર
@@AUTHORINFO_V1@@