ડ્રિલિંગ ફિક્શ્ચર

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    22-Jul-2021   
Total Views |

જિગ્જ અને ફિક્શ્ચર્સ વિશે ઉંડાણપૂર્વક માહિતી આપતી આ લેખમાલાના આ પુષ્પમાં આપેલ ડ્રિલિંગ ફિક્શ્ચર વિશેની વિગતવાર ચર્ચા વાચકોને ઉપયોગી નીવડશે એવી અમને ખાતરી છે.


પાછલા લેખમાં આપણે એક જટિલ સ્લૉટ સંબંધી પ્રક્રિયા તથા એના માટે બનાવવામાં આવેલ ફિક્શ્ચર વિષે જાણકારી મેળવી હતી. આ લેખમાં આપણે ડ્રિલિંગ માટે વપરાતા ફિક્શ્ચર વિશે જાણકારી મેળવીશું.

એ બાબત તો સૌ જાણે જ છે કે મોટા ભાગના યંત્રભાગમાં છિદ્ર હોય છે. યંત્રભાગને જોડવા માટે સ્ક્રૂ, બોલ્ટ વગેરેનો ઉપયોગ કરાતો હોય છે, અને એ બેસાડવા માટે એમાં છિદ્ર બનાવવા જ પડે છે. એટલા માટે ડ્રિલિંગ ફિક્શ્ચરનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે. ડ્રિલિંગ કરવા માટે ફિક્શ્ચરનું ડ્રૉઈંગ તથા તેને બનાવવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. ડ્રિલિંગ કરતી વખતે ટૂલ યંત્રણ કરે છે, એ જ રીતે એ કાપાયેલું મટિરિયલ પણ બહાર ફેંકે છે. ડ્રિલિંગ કરતી વખતે કાર્યવસ્તુનું મટિરિયલ સતત બહાર કાઢવામાં આવે છે. ડ્રિલ કાર્યવસ્તુમાંથી બહાર નીકળ્યા બાદ અથવા તો છિદ્રની આરપાર થઈ ગયા પછી જ યંત્રણ પુરું થાય છે. ડ્રિલિંગ અને ટર્નિંગમાં એ જ સમાનતા છે, કે ટર્નિંગમાં પણ મશીનમાંથી સતત મટિરિયલ બહાર કાઢવામાં આવે છે.

ટર્નિંગ કરતી વખતે કાર્યવસ્તુ ફરતી જ રહે છે અને ટૂલની અણી વડે યંત્રણ થતું હોય છે. પણ ડ્રિલિંગ કરતી વખતે કાર્યવસ્તુ સ્થિર હોય છે અને ડ્રિલની બે અણીયો વડે યંત્રણ કરવામાં આવે છે. એટલા માટે ડ્રિલની બન્ને અણીયો બરાબર હોય તો સંતુલિત યંત્રણ થાય છે. કેમકે ડ્રિલિંગ દરમિયાન મોટી માત્રામાં ઉષ્ણતા ઉત્પન્ન થાય છે, ઘણીવાર શીતકની સુવિધા આપવી પડે છે. ટર્નિંગ, મિલિંગ ફિક્શ્ચરની સરખામણીમાં ડ્રિલિંગ ફિક્શ્ચર વધુ માત્રામાં જરૂરી હોય છે. એના અલગ અલગ પ્રકાર હોય છે. એટલે એ બાબત પર ગંભીરતાપૂર્વક વિચારવું પડે છે, કે કેવા પ્રકારનું ફિક્શ્ચર બનાવવામાં આવે. ફિક્શ્ચરની પસંદગી કરવા માટે અમુક મહત્ત્વના મુદ્દા આગળ આપવામાં આવ્યા છે.

ફિક્શ્ચરની પસંદગી કરવા માટેના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ
1. ડ્રિલિંગ મશીનનો પ્રકાર, જેમ કે બેંચ ડ્રિલિંગ મશીન, પિલર ટાઈપ ડ્રિલિંગ મશીન, મલ્ટી સ્પિન્ડલ ડ્રિલિંગ મશીન, રેડિયલ ડ્રિલિંગ મશીન.
2. કાર્યવસ્તુનો આકાર તથા વજન
3. કાર્યવસ્તુઓની સંખ્યા
4. એક છિદ્ર માટે માત્ર એક જ ટૂલનો (માત્ર ડ્રિલ) ઉપયોગ
5. એક છિદ્ર માટે ડ્રિલ, ચૅમ્ફર, ટેપ જેવા ઘણા ટૂલનો ઉપયોગ
6. મશીનની ક્ષમતા : ટેબલનો આકાર, X અને Y અક્ષોનું માપ, Z અક્ષની ક્ષમતા

ડ્રિલિંગ ફિક્શ્ચરના સતત ઉપયોગમાં લેવાતા પ્રકારો
1. ટેમ્પ્લેટ
2. ટેમ્પ્લેટ જિગ
3. પ્લેટ ટાઈપ જિગ
4. બૉક્સ ટાઈપ ફિક્શ્ચર/જિગ
5. ઍન્ગલ પ્લેટ ટાઈપ જિગ
6. પૉટ ટાઈપ ફિક્શ્ચર
7. ટર્નઓવર જિગ અથવા ટેબલ જિગ (નાની કાર્યવસ્તુઓ માટે)
8. ટમ્બલ ટાઈપ જિગ (નાની કાર્યવસ્તુઓ માટે)
9. ઇન્ડેક્સિંગ ફિક્શ્ચર
10. યુનિવર્સલ (પંપ) જિગ
11. રિંગ જિગ
12. લીફ ટાઈપ ફિક્શ્ચર : સ્વિંગ પ્લેટ ટાઈપ ફિક્શ્ચર
13. ટ્રુનિયન ટાઈપ જિગ

ઉપર વર્ણવેલ પ્રકારોમાંથી અમુક પ્રકારના જિગ વિશે આપણે આ લેખમાળામાં જાણકારી મેળવીશું. હવે આપણે એ જાણીશું કે ડ્રિલિંગ ફિક્શ્ચર બનાવવા માટે વધુ ગંભીરતાથી શા માટે વિચારવું જોઈએ તથા ડ્રિલિંગ કરવા માટે ફિક્શ્ચરનું ડ્રૉઈંગ કરવું અને બનાવવું એક જટિલ પ્રક્રિયા શા માટે છે. ડ્રિલિંગ ફિક્શ્ચર તથા ડ્રિલિંગ જિગનો તફાવત ઘણીવાર નજરે નથી આવતો. આ બન્ને પ્રકારોની ખાસિયતો આગળ વર્ણવવામાં આવી છે.

ડ્રિલિંગ ફિક્શ્ચર
આ ફિક્શ્ચરમાં ફક્ત કાર્યવસ્તુ બરાબર પકડવામાં આવે છે. જાણીતા 3-2-1 તત્વ અનુસાર કાર્યવસ્તુ ફિક્શ્ચરમાં રાખવામાં (લોકેટ કરવામાં) આવે છે. જે દિશામાં ડ્રિલિંગ કરવું હોય તે દિશા છોડીને બાકીની ત્રણેય દિશાઓથી એ કસીને પકડવામાં આવે છે. એમ કરવાથી યંત્રણ વખતે કાર્યવસ્તુ પોતાની જગ્યાએથી ખસતી નથી અને એને વારંવાર એ જ સ્થાને ફરી બેસાડી શકાય છે. આનાથી ગુણવત્તામાં સાતત્યતાની ખાતરી મળી શકે છે. આમાં ટૂલને (ડ્રિલ, રિમર) ગાઈડ કરવામાં નથી આવતું. એના ઉદાહરણ છે ટૅપિંગ ફિક્શ્ચર, ચૅમ્ફરિંગ ફિક્શ્ચર, સ્પૉટ ફેસિંગ ફિક્શ્ચર, સી.એન.સી. મશીન પર બનેલ ફિક્શ્ચર વગેરે.

ડ્રિલિંગ જિગ
ડ્રિલિંગ જિગ પણ ડ્રિલિંગ ફિક્શ્ચર જેવું જ હોય છે પણ આમાં ટૂલને (ડ્રિલ, રિમર) ગાઈડ કરવામાં આવે છે. એ માટે એક ગાઈડ બુશનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે, જે ડ્રિલિંગ ફિક્શ્ચરમાં ગાઈડ બુશ હોય તેને ડ્રિલિંગ જિગ કહેવામાં આવે છે.

ડ્રિલિંગ જિગ બનાવતી વખતે અને ઉપયોગ કરતી વખતે રાખવાની સાવચેતીઓ

1. જિગ મજબૂત હોવું જોઈએ. બાહ્ય બળને કારણે એની ચોકસાઈ પર વિપરીત પ્રભાવ ન પડવો જોઈએ.
2. કાર્યવસ્તુ પકડતી વખતે વધારાનું બળ વાપરવાથી જિગ વિસ્થાપિત ન થવું જોઈએ.
3. ડ્રિલિંગના બળથી જો કાર્યવસ્તુ વિસ્થાપિત થઈ રહી હોય, તો એને યોગ્ય જગ્યાએ આધાર આપે.
4. કાર્યવસ્તુ, જિગમાં લોડ અથવા અનલોડ કરવા માટે પુરતી જગ્યા હોવી જરૂરી છે. અન્યથા કર્મચારીના હાથમાં ઈજા થઈ શકે છે.
5. યંત્રણ કર્યા બાદ જો ડ્રિલિંગના ચિપ રેસ્ટ પૅડ પર રહી જાય, તો પછીની કાર્યવસ્તુ ખોટી બનશે. રેસ્ટ પૅડ નાનામાં નાના આકારના હોવા જોઈએ, જેથી કર્મચારીએ ઓછી જગ્યા સાફ કરવી પડે.
6. છિદ્ર બનાવવા માટે આપવામાં આવેલ ગાઇડ બુશ, કઠણ તથા ગ્રાઈન્ડ કરેલ હોવું જોઈએ.
7. જરૂરત હોય તો તાપમાન નિયંત્રિત રાખવા માટે શીતકની વ્યવસ્થા કરવી જરૂરી છે.
8. કાર્યવસ્તુ જો મોટા કદની અથવા ભારે હોય, તો એને કાઢવા માટે ટેકનિકલ મદદ ઉપલબ્ધ હોવી જોઈએ, જેમકે ઇજેક્શન. આનાથી કર્મચારીને મુશ્કેલી ઊભી થશે નહીં અને અકસ્માત થવાની સંભાવના રહેશે નહીં.
9. જિગ ડિઝાઈન કરતી વખતે જ એ ધ્યાન રાખવું જરૂરી છે, કે ખાસ કરીને ડ્રિલિંગ કરતી વખતે ચિપ બરાબર રીતે બહાર આવે. જો કાર્યવસ્તુનું મટિરિયલ બરડ (ચિત્ર ક્ર. 1) અથવા દૃઢ (ચિત્ર ક્ર. 2) હોય, તો એ અનુસાર એનું યોગ્ય ડ્રૉઈંગ કરવું પડે છે.


hghhg_1  H x W:
ચિત્ર ક્ર. 1 : બરડ ચિપ

 

hghhgjyhjyhj_1   
ચિત્ર ક્ર. 2 : દૃઢ ચિપ

10. વેલ્ડ અથવા કાસ્ટ કરાયેલ ફિક્શ્ચરનું યોગ્ય રીતે સ્ટ્રેસ રિલીવિંગ કરવું જરૂરી હોય છે. જો એ ન કરવામાં આવે તો થોડા સમય પછી એની ચોકસાઈ ઓછી થઈ જાય છે. અલગ અલગ યંત્રભાગ બનાવી, જો એમને જોડીને ફિક્શ્ચર (બિલ્ટ અપ ફિક્શ્ચર) બનાવવામાં આવે, તો સ્ટ્રેસ રિલીવ કરવું જરૂરી નથી હોતું. આમાં વધુ કરીને ઍલન કૅપ સ્ક્રૂનો ઉપયોગ કરો કેમકે આ સ્ક્રૂ સહેલાઈથી નથી કાઢી શકાતા. જ્યાં સુધી સંભવ હોય, સ્ક્રૂ લગાડતી વખતે એ તેલમાં બોળીને લગાડો. એમ કરવાથી થોડા સમય પછી સ્ક્રૂ કાઢવો હોય, તો તકલીફ નથી થતી અને એમાં કાટ નથી લાગતો. ઘણીવાર એ વિશે જાણકારી ન હોવાને કારણે, આ કામ નથી કરવામાં આવતું. માપની ચોકસાઈ મેળવવા માટે ડૉવેલ પિનનો ઉપયોગ કરવામાં આવે છે. ડૉવેલ પિનનો ઉપયોગ કરવાથી યંત્રભાગ કાઢીને ફરીથી જોડવામાં આવે તો પણ માપમાં ફર્ક નથી પડતો. અને બે માપ વચ્ચેનો સંબંધ જાળવવામાં આવે છે. (ડૉવેલ પિન વિશે વધુ જાણકારી પહેલાના લેખોમાં આપવામાં આવી છે)
11. જિગ પ્લેટનું સુરક્ષિત રહેવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જિગ અથવા ફિક્શ્ચર ઉપયોગમાં ન હોય ત્યારે એને સાફ કરીને, ગ્રીઝ અથવા ઑઈલ લગાડીને સુરક્ષિત જગ્યાએ રાખો. ડ્રિલિંગ જિગમાં બનાવવામાં આવેલ છિદ્રોના (0.010 થી 0.020 મિમી.) કેન્દ્રના માપનું નિયંત્રણ, 10 થી 20 માઈક્રોનની વ્યાપ્તિમાં કરેલ હોય છે.
12. જિગ પ્લેટમાંથી ક્યારેય કલૅમ્પિંગ ન કરો, કેમકે એમ કરવાથી જિગ પ્લેટ મૂળ જગ્યાએથી વિસ્થાપિત થઈ શકે છે. આનાથી ગાઈડ બુશનો અક્ષ ત્રાંસો થઈ જવાથી, ડ્રિલ વાંકું થઈ શકે છે અથવા તૂટી શકે છે. સાથે જ કાર્યવસ્તુ પણ ખોટી બને છે. આ રીતે જો કલૅમ્પિંગ આપવું જ હોય, તો હંમેશા હાથેથી કસીને બેસાડાય એવું કલૅમ્પિંગ જ આપો, કેમકે એની ખરાબ અસર જિગ પ્લેટ પર નહિ પડે.
13. જિગમાં કાર્યવસ્તુ નાખતી અને કાઢતી વખતે અને કાર્યવસ્તુ હાથમાં લેતી વખતે હાથમોજા (હૅન્ડ ગ્લોવ્ઝ) પહેરવા ફરજિયાત છે. જો એમ ન કરવામાં આવે, તો કાર્યવસ્તુની ધાર તથા અણીદાર ખૂણાઓથી ઈજા થઈ શકે છે.
14. મશીનનું કામ શરુ થાય ત્યારે હાથમોજા કાઢવા જરૂરી છે, કેમકે જો એમ ન કરવામાં આવે તો ફરતી ડ્રિલમાં હાથમોજા ફસાઈ જઈ શકે છે.
15. ફૂલ પ્રૂફિંગ : જિગ અને ફિક્શ્ચર માટે મહત્ત્વની બાબત છે ‘ફૂલ પ્રૂફિંગ’. આમ કરવાથી, પ્રક્રિયાની પૂર્વ જાણકારી ન હોય તેવો કર્મચારી પણ જો યંત્રણ કરવાની શરૂઆત કરે, તો પણ કાર્યવસ્તુ ખરાબ નથી થતી કારણ કે, જિગમાં કાર્યવસ્તુ ખોટી રીતે બેસી શકતી જ નથી. જો ખોટી રીતે બેસાડીને યંત્રણ કરવામાં આવે, તો જ્યાં સુધી ભૂલ સમજાય ત્યાં સુધીમાં બધા યંત્રભાગ નકામાં જશે.

ચિત્ર ક્ર. 3 માં દર્શાવવામાં આવેલ કાર્યવસ્તુ ફિક્શ્ચરમાં કેવી રીતે બેસાડવી, એ ચિત્ર ક્ર. 4 માં દર્શાવવામાં આવેલ છે. ફ્લૅન્જનો ફેસ ફિક્શ્ચરની પ્લેટ પર લગાડવામાં આવ્યો છે. હવે આપણે પિન P નું કાર્ય જોઈએ. ફ્લૅન્જ B નો વ્યાસ મોટો હોવાને કારણે, જો કાર્યવસ્તુ ઉંધી નાખવામાં આવે, તો ફ્લૅન્જ B નો વ્યાસ પિન P ને કારણે પ્લેટ પર બેસસે જ નહી. માત્ર પિન P કાઢ્યા બાદ જ આ કાર્યવસ્તુ ઉંધી બેસાડી શકાય છે. એટલા માટે પિન P ને ‘ફૂલ પ્રૂફિંગ’ પિન કહેવામાં આવે છે. હવે એક વધુ ઉદાહરણ જોઈએ.

trdethyjui_1  H
ચિત્ર ક્ર. 3


r5etyhtrghtyy_1 &nbs
ચિત્ર ક્ર. 4

ચિત્ર ક્ર. 5 માં દર્શાવવામાં આવેલ કાર્યવસ્તુમાં ફ્લૅટ ‘ક’, છિદ્ર ‘અ’ અને ફ્લૅન્જ પર રહેલ 8 છિદ્ર ‘બ’, આ બધા વચ્ચે પરસ્પર સંબંધ હોવો જરૂરી છે. જિગમાં છિદ્ર ‘અ’ નું યંત્રણ કરવું છે. લોકેટિંગ પિન P માં (ચિત્ર ક્ર. 6) કાર્યવસ્તુ લગાડવામાં આવી છે. હવે 8 માંથી કોઈપણ છિદ્રમાં કાર્યવસ્તુ બેસી શકે છે. એટલા માટે ફ્લેટ ‘ક’ ઊભો હોય, તો પણ કાર્યવસ્તુ બેસી શકે છે, અર્થાત છિદ્ર ‘અ’ ફ્લૅટને બદલે વ્યાસ પર બનાવવામાં આવશે. કાર્યવસ્તુ નિશ્ચિત રીતે બેસાડવાનું સુનિશ્ચિત કરવા માટે ફૂલ પ્રૂફિંગ બ્લૉક ‘ડ’ આપવામાં આવેલ છે. આનાથી કાર્યવસ્તુ કોઈપણ અન્ય સ્થિતિમાં નહિ બેસે.

oiuytrdesrftgh_1 &nb
ચિત્ર ક્ર. 5

 

hjghjghjhj_1  H 
ચિત્ર ક્ર. 6

ટેમ્પ્લેટ
લોખંડની 1 થી 1.5 મિમી. જાડાઈની શીટથી ટેમ્પ્લેટ બનાવવામાં આવે છે . ઓછી સંખ્યામાં (15 થી 20) કાર્યવસ્તુ બનાવવી હોય, તો (પ્રોટોટાઈપ) એ આ પ્રકારના ટેમ્પ્લેટની મદદથી બનાવવામાં આવે છે. ચિત્ર ક્ર. 7 માં એક ગોળાકાર ફ્લૅન્જ પર ‘બ’ વ્યાસના 8 છિદ્ર એકસરખા અંશમાં (45°) બનવવા છે. એ માટે ટેમ્પ્લેટનો બાહ્ય વ્યાસ અને કાર્યવસ્તુનો બાહ્ય વ્યાસ એકસરખો બનાવવામાં આવ્યો. હવે ટેમ્પ્લેટ ચિત્ર ક્ર. 8 માં દેખાડવામાં આવેલ કાર્યવસ્તુ પર પકડીને રાખી. પ્રથમ આ ટેમ્પ્લેટ પર 1 મિમી. વ્યાસના 8 છિદ્ર, કાર્યવસ્તુ પર જેવા હોય તેવા છિદ્રો અનુસાર બનાવી લીધા. 1 મિમી. વ્યાસના આ છિદ્રના સંદર્ભ સાથે સેન્ટર પંચનો ઉપયોગ કરીને, આ 8 છિદ્રના કેન્દ્ર દર્શાવનાર નિશાન કરી દીધા. હવે એ નિશાનો પર જ ડ્રિલિંગ કર્યું. આ છિદ્રોના પિચ સર્કલ વ્યાસનું ટૉલરન્સ વધુ હોવાને કારણે, આ ટેમ્પ્લેટની મદદથી આપણે છિદ્રો બનાવી શકીએ છીએ. આનાથી કાર્યવસ્તુના માર્કિંગનો સમય બચી જાય છે. આ પ્રકારની ટેમ્પ્લેટ સહેલાઈથી અને ઓછાં ખર્ચમાં બનાવી શકાય છે.



dvdfghftghyjy_1 &nbs
ચિત્ર ક્ર. 7

 
 wytyhjyhjyh_1
ચિત્ર ક્ર. 8

 
 
ટેમ્પ્લેટ જિગ
કાર્યવસ્તુ અને ટેમ્પ્લેટ જિગનો આકાર તદ્દન એકસરખો હોય છે. જેમકે ચિત્ર ક્ર. 9 માં દર્શાવ્યું છે, ટેમ્પ્લેટ જિગ કાર્યવસ્તુ પર રાખીને ડ્રિલ કરીને છિદ્ર બનાવી શકીએ છીએ. આ પૂર્ણ પ્લેટ અત્યંત કઠણ બનાવવામાં આવે છે, કેમકે આનાથી ટેમ્પ્લેટના છિદ્રની અચૂક્તા વધુ સમય સુધી મળી શકે છે. કાર્યવસ્તુના છિદ્રોના કેન્દ્રોની વચ્ચેનું અંતર ચોક્કસ હોય અને કાર્યવસ્તુની સંખ્યા ઓછી હોય, તો ટેમ્પ્લેટ જિગનો ઉપયોગ કરવામાં આવે છે. ચિત્ર ક્ર. 10 માં દર્શાવેલ કાર્યવસ્તુમાં છે તેવું નિયંત્રિત છિદ્ર હોય, તો એ છિદ્રમાં ગાઈડ કરીને 4 છિદ્રનું યંત્રણ કરી શકીએ છીએ. ઉપરના બન્ને ઉદાહરણોમાં ટેમ્પ્લેટ તથા કાર્યવસ્તુ એક સાથે પકડવામાં આવે છે.



xdsafdsff_1  H
ચિત્ર ક્ર. 9
 
 
 
dfhghjhd_1  H x
ચિત્ર ક્ર. 10

પ્લેટ ટાઈપ જિગ
ટેમ્પ્લેટ જિગમાં બુશ લગાડવાથી એ પ્લેટ ટાઈપ જિગ બની જાય છે. આમાં કાર્યવસ્તુ અને જિગ પ્લેટના આકાર અલગ અલગ હોઈ શકે છે. સાથે જ, જિગ પ્લેટને કાર્યવસ્તુ ઉપર ક્લૅમ્પ કરવામાં આવે છે. કાર્યવસ્તુની સંખ્યા વધુ હોય અને છિદ્રોના કેન્દ્રો વચ્ચેનું અંતર ચોક્કસ હોય, ત્યારે આ પ્રકારના જિગનો (ચિત્ર ક્ર. 11) ઉપયોગ કરવામાં આવે છે.



cfghj_1  H x W:
ચિત્ર ક્ર. 11

સારાંશ
1. યંત્રભાગ જોડવા માટે મોટાભાગે ઍલન કૅપ સ્ક્રૂનો ઉપયોગ કરો.
2. ઍલન કૅપ સ્ક્રૂ લગાડતી વખતે એમાં તેલ લગાડો.
3. વેલ્ડ અથવા કાસ્ટ કરેલ ફિક્શ્ચર, યોગ્ય રીતે સ્ટ્રેસ રિલીવ કરો.
4. રેસ્ટ પૅડ નાનામાં નાના આકારના હોવા જોઈએ.
5. મશીન શરુ થાય ત્યારે હાથમોજા કાઢી નાખવા અત્યંત જરૂરી છે.
6. ડૉવેલ પિનનો ઉપયોગ કરેલો હોય, તો યંત્રભાગ કાઢીને ફરી વાર બેસાડવામાં આવે તો પણ એના માપમાં કોઈ ફર્ક પડતો નથી.
7. જિગ પ્લેટમાંથી ક્યારેય પણ કલૅમ્પિંગ ન કરો.
8. ટર્નિંગ અને ડ્રિલિંગ વચ્ચેનો તફાવત સમજી લો.
9. ફૂલ પ્રૂફિંગ અંત્યંત જરૂરી છે.

 
 
અજીત દેશપાંડેને જીગ્સ અને ફિકશ્ચરના ક્ષેત્રમાં 36 વર્ષનો અનુભવ છે.
તેઓએ કિર્લોસ્કર, ગ્રીવ્હઝ, લોમ્બાર્ડિની, ટાટા મોટર્સ જેવી અલગ અલગ કંપનીઓમાં વિભિન્ન પદો પર કામ કરેલ છે.
ઘણી ખરી એન્જિનિયરિંગ કૉલેજોમાં તથા ARAI માં તેઓ અતિથી પ્રાધ્યાપક છે.
9011018388
[email protected]



@@AUTHORINFO_V1@@