સ્વચાલિત ગ્રાઇન્ડિંગ મશીનનું અભિનવ ઉત્પાદન

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    22-Jul-2021   
Total Views |

મશીન ટૂલ અને કટિંગ ટૂલ એ એન્જિનિયરિંગ ક્ષેત્રની બે ઉપશાખાઓમાં ચાલતી સકારાત્મક સ્પર્ધાના પરિણામે એક બહુરાષ્ટ્રીય કંપનીએ વિકસિત કરેલી અબ્રેસિવ ગ્રાઇન્ડિંગ વીલની નવી શ્રેણીને ન્યાય આપવા માટે એક અભિનવ મશીન ડિઝાઇન કરવામાં આવ્યું, તેની વિગત સમજાવતો લેખ.


hfghjhjyh_1  H  
 
 
મેકૅનિકલ તથા એન્જિનિયરિંગ ક્ષેત્રની બે ઉપશાખાઓ છે, મશીન ટૂલ અને કટિંગ ટૂલ. ટેકનિકલ વિકાસના સંદર્ભે આ બન્નેમાં એક સકારાત્મક સ્પર્ધા ચાલતી જ રહેતી હોય છે. એટલા માટે ક્યારેક નવા મશીનો માટે ટૂલ્સ બનાવવામાં આવે છે, તો ક્યારેક નવા ટૂલ્સને આધારે મશીનનું નિર્માણ કરવામાં આવે છે. આવી સ્વસ્થ અને હકારાત્મક સ્પર્ધાથી કુલ ઉત્પાદન ક્ષેત્રની સાથે ગ્રાહકોનો પણ લાભ થાય છે. આ સંદર્ભે ‘પુણેલૅન્ડ ઑટોમેશન’ કંપનીના નવા સી.એન.સી. આંતરિક વ્યાસ (આઈ.ડી.) ગ્રાઇન્ડિંગ મશીનના વિકાસની યાત્રા સમજવી માર્ગદર્શક રૂપ સાબિત થશે. સ્વાભાવિક છે આ યાત્રાનો આરંભ ગ્રાહકોની જરૂરિયાતોને સમજ્યા પછી જ થયો.
 
 
ગ્રાહકે અમને એમની યંત્રણ સાથે સંબંધિત જરૂરિયાતો વિશે કીધું. આ યંત્રભાગ પહેલેથી જ ગ્રાહકના કારખાનામાં બનતા હતા, પણ એની ગુણવત્તા અને ઉત્પાદન બન્નેમાં સુધારો કરવાની જરૂર હતી. એ સમયે સૌથી જરૂરી હતું, ગ્રાહકની વર્તમાન સ્થિતિને સમજવી અને એનું વિશ્લેષણ કરવું. અમારા એ અભ્યાસમાં આગળ આપેલા મુદ્દાઓ સ્પષ્ટ થયા
• વર્તમાન સ્થિતિમાં આવર્તન કાળ (સાયકલ ટાઇમ) : લગભગ 40 સેકંડ
• ગ્રાઇન્ડિંગ વીલ ડ્રેસિંગ વારંવારતા (ફ્રિક્વન્સી) : દરેક બે યંત્રભાગ પછી એક વાર
• ગ્રાઇન્ડિંગ વીલ ડ્રેસિંગની માત્રા : દરેક વાર 0.040 મિમી.
• બોર સાઈઝ તપાસ વારંવારતા : દરેક યંત્રભાગ (અર્થાત એક રીતે તો આ પ્રક્રિયા અયોગ્ય જ હતી)
• ઑપરેટર : દરેક શિફ્ટમાં એક મશીન પર એક.
 

wdfergth_1  H x 
બેઅરિંગ કપનું તકનીકી ચિત્ર

આ સંદર્ભે ગ્રાહકની માંગણી તથા જરૂરિયાતો
• ઉત્પાદન બમણાથી પણ વધુ થવું જોઈએ.
• ચકાસણી, વીલ ડ્રેસિંગ વગેરે પ્રક્રિયાઓમાં ન્યૂનતમ સમય વ્યતીત થાય.
• દરેક યંત્રભાગનો ખર્ચો ઓછો થવો જોઈએ.
• માનવીય શ્રમ ઓછા થવા જોઈએ.
 
આમ બધી જરૂરિયાતો અને વર્તમાન સ્થિતિનો ઊંડાણપૂર્વક વિચાર કર્યા બાદ અમે એ તારણ કાઢ્યું કે ગ્રાઇન્ડિંગ વીલમાં બદલાવ કરવો એ એક જ રસ્તો છે. યોગાનુયોગ, એ જ સમયે એવા સમાચાર પણ આવ્યા, કે એક બહુરાષ્ટ્રીય કંપનીએ આ પ્રકારના અબ્રેસિવ ગ્રાઇન્ડિંગ વીલની નવી શ્રેણી વિકસિત કરેલી છે. પણ જ્યાં સુધી આવા ગ્રાઇન્ડિંગ વીલને પુરતો ન્યાય આપી શકે તેવું મશીન ન મળે, ત્યાં સુધી એનો ઉપયોગ પૂર્ણ રૂપે નહિ થઈ શકે. અમારા જેવી મશીન બિલ્ડર કંપની માટે આ એક સોનેરી તક હતી અને એનો ફાયદો લઈ અમે ગ્રાહકની સામે એના માટે યોગ્ય અત્યાધુનિક મશીન અને એના સ્વચાલનનો પ્રસ્તાવ રાખ્યો. વિદેશી મશીનની સરખામણીમાં ઓછી કિંમત અને એના ટક્કરની ખૂબીઓને કારણે ગ્રાહકે પણ અમારો પ્રસ્તાવ તરત જ સ્વીકારી લીધો. ઑર્ડર મળ્યો એટલે તરત જ અમે એના વિકાસની શરૂઆત કરી દીધી. જેમ ઉપર વર્ણવ્યું તેમ, અમારા ગ્રાહકના કારખાનાની વર્તમાન પરિસ્થિતિ તથા ભવિષ્યની જરૂરિયાતોની વ્યાપ્તિનું વર્ણન કોષ્ટક ક્ર. 1 માં દર્શાવેલ છે.
 
 
 
dfsghjk_1  H x
કોષ્ટક ક્ર. 1
 
જેમ કોષ્ટક ક્ર. 1 માં દર્શાવ્યું છે, ગ્રાહકની જરૂરિયાત સ્પષ્ટ રૂપે ચકાસી, એ પ્રક્રિયાની જરૂરિયાતો અનુસાર મશીનની રૂપરેખા બનાવવામાં આવી. લેખની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે નવીનતમ ગ્રાઇન્ડિંગ વીલને ન્યાય આપી શકે તેવા બધા ઘટકોનો સમાવેશ મશીન ડિઝાઈનમાં કરવામાં આવ્યો. એ જ અનુસાર મશીન તથા એનું સ્વચાલન પણ આયોજિત કરવામાં આવ્યું. નમૂના રૂપ ઉત્પાદન પણ કરવામાં આવ્યું. આમ ગ્રાહકની જરૂરિયાત ઉત્તમ રીતે પૂર્ણ કરવામાં અમને સફળતા મળી.
 

iuytfrdes_1  H  
કોષ્ટક ક્ર. 2
 
 
 
નવી પ્રક્રિયાના પરિણામ તથા ફાયદા
1. ગ્રાઇન્ડિંગ વીલની કટિંગ ગતિ તથા ફીડ રેટ બન્નેમાં વધારો થયો.
2. ઉત્તમ ગુણવત્તાના શીતકનો ઉપયોગ કરવાથી વીલની આવરદા વધી ગઈ અને મશીનની સ્વચ્છતાનું સ્તર પણ ઘણું ઉપર ગયું.
3. શીતકની વિશેષ વ્યવસ્થાને કારણે યંત્રભાગમાં બર/ડસ્ટ જામવાની માત્રા શૂન્ય થઈ ગઈ.
4. આ બધી બાબતોને કારણે પ્રક્રિયા ઝડપી થઈ ગઈ, કામમાં અવરોધ ઓછા થઈ ગયા.
5. લોડિંગ માટે 6 અક્ષવાળા રોબોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ રોબો નવા મશીન અને હાલના જૂના મશીન, બંને પર લોડિંગ કરી શકે છે, જેનાથી માનવીય શ્રમમાં બચત થઈ.
6. અનલોડિંગ માટે સ્પિન્ડલથી ન્યુમૅટિક ઇજેક્ટર તથા બહાર નીકળેલ યંત્રભાગને આગળ લઈ જવા માટે એક ચેનલની સરળ વ્યવસ્થા કરવામાં આવી.
7. એ સિવાય વીલ ડ્રેસિંગની પ્રક્રિયા પણ સી.એન.સી. પ્રોગ્રામ દ્વારા સ્વચાલિત કરવામાં આવી.


rtyuioop_1  H x 
સ્વચાલિત ગ્રાઇન્ડિંગ મશીનની રચના
 
આવી સક્ષમ પ્રક્રિયાઓને કારણે યંત્રભાગની વારંવાર તપાસ કરવાની જરૂરત પણ પૂરી થઈ ગઈ. ટૂંકમાં, આ અભિયાનને કારણે પ્રતિ બેઅરિંગ કપનો ખર્ચ ઘણો ઓછો થઈ ગયો. માનવીય શ્રમ અને ગ્રાઇન્ડિંગ વીલ જેવા સંસાધનોની જરૂરિયાત પણ ઓછી થઈ ગઈ. એકંદરે, આ પ્રોજેક્ટ ઉત્પાદકતા અને ગુણવત્તા, આ બંને પરિમાણો પર સાબિત થયો.
 
 
ધાતુનું યંત્રણ કરવા જેવા જટિલ વિષયમાં આ રીતે ઘણી પ્રણાલીઓ જેમાં સાથે કામ કરતી હોય તેવા પ્રોજેક્ટ પર, એક રીતે વિદેશી અને મોટી કંપનીઓનો જ અધિકાર હતો. પણ અમે એ સાબિત કરી દીધું કે જો ઉંડાણપૂર્વક વિચાર અને અભ્યાસ કરવામાં આવે અને જો એ બાબતનો અનુભવ હોય, તો તુલનામાં નાના હોવા છતાં એક ભારતીય ઉદ્યોજક પણ તેટલી જ તાકાતથી આવા સફળ અને વ્યાજબી વિકલ્પ રજૂ કરી શકે છે.
 
 
 
સતીશ કુંભાર ‘પુણેલૅન્ડ ઑટોમેશન’ કંપનીના મુખ્ય કારોબારી અધિકારી છે. 
7774012161
@@AUTHORINFO_V1@@