સી.એન.સી. મશીન પર થ્રેડિંગ સાઈકલ યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે, પ્રાથમિક જાણકારીઓ ઈનપુટ રૂપે આપવી પડે છે. આ જાણકારીને આધારે એ નક્કી કરવામાં આવે છે કે થ્રેડનું મશીનિંગ કેવી રીતે કરવું. થ્રેડિંગના કામ માટે સ્ટૅન્ડર્ડ ફૉરમૅટ, અક્ષર સહિત નિશ્ચિત કરવામાં આવે છે. ફાનુક્ના બે સિરીઝ કંટ્રોલ મૉડલ દ્વારા થ્રેડિંગનું કામ કરવામાં આવે છે.
ફાનુક્ના 10T/11T/15T મૉડલમાં G76 માટે એક જ લાઈન સાયકલ ઈનપુટ છે, જયારે 0T/16T/18T માં બે લાઈન સાયકલ ઈનપુટ છે. એ ફૉરમૅટ આગળ આપવામાં આવ્યું છે. હવે આપણે એ જાણીએ કે G76 નો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.
G76 સાયકલ ફૉર્મેટ
10T/ 11T/ 15T
G76 X...Z...I...K...D...F...A...P
X : વ્યાસ (પૂર્વ થ્રેડિંગ પાસનો)
Z : થ્રેડ પૂરો થવાની જગ્યા
I : પૂર્ણ લંબાઈ પર ટેપરનું મૂલ્ય
K : થ્રેડની ઊંડાઈ (પૉઝિટિવ)
D : પ્રથમ પાસના થ્રેડની ઊંડાઈ (પૉઝિટિવ)
A : ઇનસર્ટનો કોણ (પૉઝિટિવ)
P : ચારમાંથી એક ઈનફીડ પદ્ધતિ (પૉઝિટિવ)
જોકે ઈનપુટ પૅરામીટર વધુ છે, છતાં G76 સાઈકલ એ ઘણી જ સહેલી અને લોકપ્રિય છે.
ચિત્ર ક્ર. 1
ફાનુક (G76)
1. થ્રેડ કટિંગ પૅરામીટર
P : ફાનુક અને એનાથી ઉત્તમ ગુણવત્તાના 10T માટે ઉપયોગી. આ પૅરામીટર પ્રોગ્રામ કરેલ થ્રેડની ઊંડાઈના સંદર્ભે થ્રેડ કટિંગનો પ્રકાર નિશ્ચિત કરે છે. ફાનુક કંટ્રોલ ચાર પ્રકારના થ્રેડ કટિંગના ‘ઈનફીડ’ નું નિયંત્રણ કરે છે.
P1 : એક છેડાના કટિંગ વખતે, કાઢી નંખાતું મટિરિયલ સમાન હોય છે.
ચિત્ર ક્ર. 2
P2 : બન્ને છેડાના કટિંગમાં દરેક કાપો બનાવતી વખતે કાઢી નંખાતું મટિરિયલ સમાન હોય છે.
ચિત્ર ક્ર. 3
P3 : એક છેડાના કટિંગ દરમિયાન દરેક કાપો બનાવતી વખતે, કાપાની ઊંડાઈ સમાન રહે છે.
ચિત્ર ક્ર. 4
P4 : બન્ને છેડાના કટિંગ વખતે, દરેક કાપો બનાવતી વખતે કાપાની ઊંડાઈ સમાન રહે છે.
ચિત્ર ક્ર. 5
ટિપ્પણી : 10T ની પહેલા P નો વિકલ્પ ઉપલબ્ધ ન હતો.
2. થ્રેડ ઇન્સર્ટ કોણ : A
સંયુક્ત (કમ્પાઉન્ડ) ઈનફીડ માટે ટૂલના કોણને દર્શાવનાર પૅરામીટરને, શૂન્ય સિવાયનું કોઈપણ એક મૂલ્ય ફાળવવામાં આવે છે.
ટૂલનો એપ્રોચ કોણ ઇન્ક્લુડેડ કોણથી લગભગ અડધો હોય છે. ઉદાહરણ તરીકે, જો G76 સાઈકલમાં A નું મૂલ્ય 600 હોય, તો ઈનફીડ કોણ લગભગ 300 જેટલો હોય છે. G76 માં ‘A’ કોણ માટે 6 સેટિંગ કરી શકીએ છીએ.
A0, A29, A30, A55, A60, A80
ફાનુકની 10T/ 11T/ 15T મૉડલની સરખામણીમાં 0T/ 16T/ 18T મૉડલમાં, G76 ના ઉપયોગથી પ્રોગ્રામ બનાવવાની પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યા છે. એમાં મહત્ત્વપૂર્ણ ફર્ક છે
પ્રથમ લાઈન
G76 P...Q...R
બીજી લાઈન
G76 X Z...R...P...Q...F
એનું વર્ણન નીચે મુજબ છે.
P : ત્રણ જોડીઓમાં છ ડિજિટ પ્રવેશ
પ્રથમ અને બીજો ડિજિટ : ફિનિશિંગ કાપાની સંખ્યા (01-99)
ત્રીજો અને ચોથો ડિજિટ : ધીમા પુલ આઉટ માટે લીડની સંખ્યા
(0.0-9.9 X લીડ), ડેસિમલ પૉઇંટનો ઉપયોગ ન કરો.
પાંચમો અને છઠ્ઠો ડિજિટ : થ્રેડનો કોણ (ફિક્સ 00, 29, 30, 55, 60, 80)
Q : કાપાની લઘુત્તમ ઊંડાઈ (પૉઝિટિવ રેડિયલ વૅલ્યૂ,
ડેસિમલ પૉઈંટ વિના)
R : ફિનિશ અલાઉન્સ માટે પૂર્વ નિશ્ચિત મૂલ્ય ફિક્સ્ડ અમાઉન્ટ,
ડેસિમલ પૉઈંટ સ્વીકાર્ય
બીજી લાઈન
X : અ) થ્રેડનો અંતિમ વ્યાસ (ઍબ્સોલ્યૂટ) અથવા
બ) પ્રારંભિક બિંદુથી અંતિમ થ્રેડ વ્યાસ સુધીનું અંતર (ઇન્ક્રિમેન્ટલ)
Z : Z અક્ષ પર થ્રેડની સમાપ્તિ (ઍબ્સોલ્યૂટ)
ઇન્ક્રિમેન્ટલ માટે (W)
R : થ્રેડના પ્રારંભિક તથા અંતિમ પોઝિશન વચ્ચે રેડિયલ (ફર્ક) ફાયનલ પાસ વખતે
P : થ્રેડની ઊંચાઈ (પૉઝિટિવ રેડિયલ વૅલ્યૂ), ડેસિમલ પૉઈંટ નથી હોતો.
Q : પ્રથમ થ્રેડિંગ પાસની ઊંડાઈ પૉઝિટિવ રેડિયલ વૅલ્યૂ, ડેસિમલ પૉઈંટ નથી.
F : થ્રેડનો ફીડ રેટ = થ્રેડ લીડ
M30 X 2.0 થ્રેડ કટિંગ - 5
ચિત્ર ક્ર. 6
પ્રોગ્રામ
N10 G97 S1000 M03
T0100
G00 X 50.0 Z5.0 T0101
G76 P021060 Q100 R100
G76 X 28.2 Z-32.0 P900 Q500 F2.0
G00 X 200.0 Z200.0 T0100
M30
G76 કમ્પાઉન્ડ ટાઈપ થ્રેડ સાયકલ
ચિત્ર ક્ર. 7
M40 X 1.5
પિચ : 1.5 મિમી.
પ્રોગ્રામ
N10 G97 S800 M03
T0300
G00 X 30.0 Z5.0 T0303
G76 P021060 Q100 R100
G76 X 18.2 Z-20.0 P900 Q500 F1.5
G00 X 50.0 Z-19.0
G76 P021060 Q100 R100
G76 X 38.2 Z-52.0 P900 Q500 F1.5
G00 X 200.0 Z200.0 T0300
M30
પ્રોગ્રામિંગ ઉદાહરણ : 12TPI X Ø3’’
03804 (G76 - સિંગલ બ્લૉક પદ્ધતિ)
N45 G50 X12.0 Z4.50
N46 T0500 M42
N47 G97 S450 M03
N48 G00 X 3.2 Z0.25 T0505 M08
N49 G76 X 2.8978 Z-1.6 I0 K0.0 511
D0140 A60
P4 F0.0 833
N50 G00 X 12.0 Z4.5 T0 500 M09
N51 M30
ઉપરનો પ્રોગ્રામ, બે બ્લૉક પદ્ધતિ અનુસાર
03804 (G76 - બે બ્લૉક પદ્ધતિ)
N45 G50 X 12.0 Z4.5
N46 T0500 M42
N47 G97 S450 M03
N48 G00 X3.2 Z0.25 T0505 M08
N49 G76 P011060 Q005 R0.003
N50 G76 X 2.8978 Z-1.6 P0511
Q0140
F0.08333
N51 G00 X12.0 Z4.5 T0500 M09
N52 M30
પ્રથમ થ્રેડનો વ્યાસ કંટ્રોલ સિસ્ટમ માપે છે. એનું સૂત્ર નીચે આપેલું છે:
સતીશ જોશી સી.એન.સી. મશીનિંગ ક્ષેત્રના નિષ્ણાત છે.
આપ ઘણી કંપનીઓમાં સલાહકાર રહ્યાં છો.
અલગ અલગ મહાવિદ્યાલયોમાં અધ્યાપન કરતી વખતે, સી.એન.સી. લેથ મશીન વિષય પર આપનું પુસ્તક પ્રકાશિત થયું છે. આપે કમ્પ્યુટર વિષય પર મરાઠી તથા અંગ્રેજી ભાષામાં પુસ્તકો લખ્યા છે.
8625975219