કિફાયતી ઉત્પાદન માટે સ્લાયડિંગ હેડ ઑટોમૅટ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    01-Jul-2021   
Total Views |

જે ઉદ્યોગોમાં નાના યંત્રભાગોનું મોટી સંખ્યામાં અને સાતત્યપૂર્ણ ચોકસાઈ સાથે ઉત્પાદન કરવું અપેક્ષિત હોય છે, ત્યાં માનવ કુશળતા અને માનવીય હસ્તક્ષેપ પર ન્યૂનતમ નિર્ભરતા રહેવી જોઈયે. આવા સમયે ઉપયોગી નીવડતા સ્લાઇડિંગ હેડ મશીનો પર ટૂંકું વિહંગાવલોકન આ લેખ આપને આપે છે.
 
gffhfgfgfg_1  H 
યંત્રણ ક્ષેત્રમાં, ખાસ કરીને ઑટોમોટિવ ઉદ્યોગ માટે જરૂરી યંત્રભાગોનું ઉત્પાદન વધુ પ્રમાણમાં હોય છે. આ યંત્રભાગોનું વધુ સંખ્યામાં ઉત્પાદન કરવા માટે, સી.એન.સી. લેથ, વી.એમ.સી., એચ.એમ.સી. જેવા મશીન ટૂલ્સમાં નવી સુવિધાઓ વિકસિત કરીને તેમને બજારમાં મૂકવામાં આવે છે.
 
જ્યાં યંત્રભાગોની ઉત્પાદન સંખ્યા સતત ઉંચી હોય છે અને ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ અપેક્ષિત હોય છે, ત્યાં સ્લાયડિંગ હેડનો વિચાર થાય છે. ઑટોમોટિવ ક્ષેત્ર ઉપરાંત, ઇલેક્ટ્રિકલ ઉદ્યોગ, લગેજ ઉદ્યોગ (બૅગોના તાળામાં વપરાતી પિનો), તબીબી ઉદ્યોગ, પ્રક્રિયા ઉદ્યોગ જેવા વિવિધ ઇજનેરી ક્ષેત્રોમાં પણ સ્લાયડિંગ હેડ ઉપયોગી થઈ શકે છે. જ્યાં કુશળ માનવશક્તિની ઉપલબ્ધતા ખૂબ ઓછી હોય (જે કોવિડના સમયમાં આપણે બધાએ ખાસ કરીને અનુભવ્યું છે), ત્યાં આ મશીન ખૂબ ઉપયોગી છે.
 
20-22 વર્ષ પહેલા સી.એન.સી. લેથ્સનો ઉપયોગ પણ વધારે થતો ન હતો. તે કંઈક અલગ જ તકનીકી છે, એવું માનવાવાળો પણ એક વર્ગ હતો. પરંતુ તે મશીનોના ભાવ ઘટાડીને ‘એસ’ જેવા જૂથે સી.એન.સી. મશીનો વધુ પ્રચલિત કર્યા. જે પરિસ્થિતિ સી.એન.સી. ની બાબતમાં હતી, તે જ પરિસ્થિતિ સ્લાયડિંગ હેડ ઑટોમૅટની બાબતમાં 4-5 વર્ષ પહેલાં હતી. નાના અને મધ્યમ ઉદ્યોગસાહસિકોમાં, એક તો કિંમત ખૂબ વધારે છે અને એ મશીન બરાબર ચલાવતા આપણને ફાવશે કે નહીં, આમ બે પ્રકારનો ડર હતો. પરંતુ હવે ધીમે ધીમે નાના અને મધ્યમ ઉદ્યોગોમાં સ્લાયડિંગ હેડ ઑટોમૅટની તકનીકી વાપરવાની શરુઆત થયી છે. ઉદ્યોગકારોએ આ મશીન ખરીદવાનું શરૂ કર્યું છે.

ddd_1  H x W: 0 
સુગામીનુ સ્લાયડિંગ હેડ ઑટોમૅટ

સ્લાયડિંગ હેડનો કાર્ય સિદ્ધાંત
આ મશીનમાં કૉલેટ અને ગાઇડ બુશ હોય છે. દરેક વખતે ગાઇડ બુશની જરૂર હોય છે, એમ નથી. આ મશીનમાં કૉલેટ અથવા બુશની ખૂબ નજીકમાં આવીને ટૂલ કામ કરે છે. સ્લાયડિંગ હેડમાં ટૂલ એની જગ્યાએ રહે છે અને બાર બહાર સ્લાઇડ થાય છે અથવા ગાઇડ બુશ ન હોય તો બાર Z અક્ષની દિશામાં બહાર આવે છે. આ મશીનમાં જ્યારે યંત્રણ ચાલુ હોય, ત્યારે કાર્યવસ્તુની કૅન્ટિલિવ્હર સ્થિતિ ઓછામાં ઓછી હોય છે.
 
સ્લાયડિંગ હેડ ઑટોમૅટનો અર્થ એ છે કે યંત્રણ દરમિયાન હેડસ્ટૉક Z અક્ષમાં ચાલે છે, જ્યારે ટૂલ X અને Y દિશામાં ફરે છે. તેથી તેને સ્લાયડિંગ હેડસ્ટૉક મશીન કહેવામાં આવે છે. સી.એન.સી. લેથમાં ફક્ત બે અક્ષો હોય છે, X અને Y, પરંતુ સ્લાયડિંગ હેડમાં સ્પિન્ડલ ભલે એક જ હોય, પરંતુ અક્ષ વધુ હોય છે. આ મશીનનો ઉપયોગ મુખ્યત્વે ત્યારે થાય છે, જ્યારે બારમાંથી (મૅન્યુઅલ લોડિંગ વિના) યંત્રભાગ બનાવાના હોય છે. આ મશીન પર ઓછામાં ઓછા 1 મિમી. થી 38 મિમી. સુધી વ્યાસ ધરાવતા યંત્રભાગ તૈયાર કરવામાં આવે છે. વિવિધ વ્યાસના યંત્રણ કરવાની ક્ષમતા સાથે વિવિધ પ્રકારના મશીનો ઉપલબ્ધ હોય છે.
 
20 મિમી. વ્યાસની ક્ષમતાવાળા સ્લાયડિંગ હેડ ઑટોમૅટ ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે મોટાભાગના યંત્રભાગોનું યંત્રણ આ શ્રેણીમાં કરી શકાય છે. 20 મિમી. ક્ષમતાવાળા મશીનોમાં, મહત્તમ વ્યાસ 20 મિમી. (લઘુત્તમ 3 મિમી.) હોય છે, જ્યારે 3 મિમી. નો બાર ફીડર જરૂરી હોય છે. આ મશીનમાં 0.1 મિમી. સુધીનું યંત્રણ કરી શકાય છે. અમારી પાસે આ મશીનમાં વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, લાઇવ ટૂલ્સ સાથે, લાઇવ ટૂલ્સ સિવાય, ફેસ લાઈવ સાથે ઑપરેશન, અઁગલ મશીનિંગ સાથે વગેરે. જ્યારે યંત્રભાગના પ્રકાર, તેનું કદ, યંત્રભાગની સંખ્યા આ બાબતે ગ્રાહક સાથે ચર્ચા કરીયે છે, ત્યારે લવચીકતા (ફ્લેક્સિબિલિટી) અગત્યની છે, કે કોઈ યંત્રભાગને સમર્પિત યંત્રણ (ડેડિકેટેડ ટુ કૉમ્પોનન્ટ મશીનિંગ) કરવું છે, એ વિષયમાં પહેલા સ્પષ્ટતા લાવવી જરૂરી હોય છે અને તે મુજબ અમે ગ્રાહકને મશીન પસંદ કરવા માટે માર્ગદર્શન આપીએ છીએ.
 
અમે ગ્રાહકને સૂચન કરીએ છીએ કે આ મશીન પર લગભગ 8,000 થી 10,000 યંત્રભાગોની બૅચ હોવી જોઈએ. એના કરતા ઓછી સંખ્યાની બૅચ કિફાયતી નથી હોતી. હકીકતમાં, તે આવર્તન સમય (સાયકલ ટાઇમ) પર પણ આધારિત છે. પરંતુ ઓછામાં ઓછા સેટ અપ એ આ મશીનનું જમા પાસું છે. જો તમે 5S કન્સેપ્ટનો ઉપયોગ કરો, તો સેટ અપ બદલવા માટે 3 કલાક પૂરતા છે. પરંતુ તે માટે સારું આયોજન કરવું મહત્વનું છે. ઉપરાંત, એકવાર બૅચનું યંત્રણ શરૂ થઈ જાય, પછી ઑપરેટરને ખૂબ ઓછા કાર્યો (બાર લોડિંગ, ટૂલ વપરાશ પર ધ્યાન રાખવું, નમૂના ભાગ ચકાસણી) કરવાના રહે છે, તેથી એક ઑપરેટર 3-4 મશીનો પર સરળતાથી કામ કરી શકે છે.
 
પરંપરાગત પદ્ધતિને બદલે સ્લાયડિંગ હેડસ્ટૉક લેથ પદ્ધતિનો ઉપયોગ કરવાના ફાયદા આપ કોષ્ટક નં. 1 માંથી જોઈ શકો છો. ઑટોમોટિવ ઉદ્યોગે આ વાત સમજી લિધી છે અને આ ક્ષેત્રના ઘણા ઉદ્યોગ સાહસિકો આ મશીન વસાવવા તરફ વળી રહ્યા છે.

mghjfghjfyghj_1 &nbs
કોષ્ટક નં. 1 : પરંપરાગત મશીન અને સ્લાયડિંગ હેડ પર થતા યંત્રણની સરખામણી
મશીનની મુખ્ય વિશેષતાઓ
1. આગળના અને પાછળના સ્પિન્ડલ માટે અલગ ટૂલ.
2. આવર્તન સમય ઘટાડવા માટે એક જ સમયે મુખ્ય સ્પિન્ડલ અને સબ-સ્પિન્ડલ પર એક સાથે કામ કરવું શક્ય છે.
3. સી.એન.સી. લેથ અને મિલિંગના તમામ કામ આ મશીન પર કરી શકાય છે.
4. વર્ક ઇન પ્રોગ્રેસ ઓછું થાય છે.
5. 2 પ્રકારના ગાઇડ હોય છે. એક બુશ સાથે અને બીજું બુશ વગર. કયા પ્રકારનું બુશ વાપરવું તે મશીનની રચના પર આધારિત છે. જે યંત્રભાગોનો L/D રેશિયો વધુ હોય છે, તે યંત્રભાગોમાં વધારે ચોકસાઈ પ્રાપ્ત કરવા માટે, ગાઇડ બુશ જરૂરી છે. નીચા L/D રેશિયોવાળા યંત્રભાગોમાં ગાઇડ બુશનો ઉપયોગ ન કરો, તો પણ ચાલે છે.
6. ફેસ મિલિંગ કરતી વખતે મોડ્યુલર સાથે રોટરી ટૂલ એટલે ડબલ ફેસ સ્પિન્ડલની રચના. સબ-સ્પિન્ડલ અથવા બૅક-સ્પિન્ડલને લાઇવ ટૂલ્સ અને તેમને મોડ્યુલર ટૂલિંગ આપવું શક્ય છે.
7. ચિપ કન્વેયર, મિસ્ટ કલેક્ટરની સુવિધા.
8. યંત્રભાગો માટે રીઅર ડિસચાર્જ યુનિટ.
9. કાચો માલ (એટલે બાર) મશીનને પૂરો પાડવામાં આવે છે અને ફિનિશ થયેલ યંત્રભાગ મશીનમાંથી બહાર આવે છે.
10. અમે આ મશીનને મશીનની ડિઝાઇન અને મશીનની કિંમત બંને દૃષ્ટિએ ઑપ્ટિમાઇઝ કર્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે અમારી ફેક્ટરી ભારતમાં પહેલેથી કાર્યરત છે અને તેથી અમે ગ્રાહકને કિંમતમાં થોડો લાભ આપી શકીએ છીએ.
11. પહેલાં સ્લાયડિંગ હેડ મશીનો ગ્રાહકોની પહોંચની બહાર હતાં, હવે સામાન્ય લોકોને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે.
12. અમે આ મશીનમાં માનવ કુશળતાનો ભાગ ઘટાડ્યો છે. સ્લાયડિંગ હેડનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે અમે ગ્રાહકોને બધી આવશ્યક તાલીમ પ્રદાન કરીએ છીએ. તેથી તે ગ્રાહક માટે નવી તકનીકી હોવા છતાં, તેનો ઉપયોગ કરવો સરળ છે.

mghjfghjfyghjbgh_1 &
સ્લાયડિંગ હેડ પર યંત્રણના પ્રકાર

મશીનના ફાયદા
1. ઑપરેટર્સની સંખ્યામાં ઘટાડો.
2. ન્યૂનતમ આવર્તન સમય
3. જગ્યા બચાવે છે.
4. વીજળીનો વપરાશ ઘટે છે.
5. ગુણવત્તા વધે છે.
6. સ્લાયડિંગ હેડ ઑટોમૅટ પર ટૂલની આવરદા લેથ મશીન કરતા લાંબી મળે છે.
 
ઉદાહરણ
અમારા ગ્રાહક, વિભા એજન્સીજ, તેમની કંપનીમાં ટ્રૉબ અને સી.એન.સી. મશીન પર વાહન ઉદ્યોગ તેમજ સંરક્ષણ ક્ષેત્રમાં લાગતા વિવિધ પ્રકારના યંત્રભાગો બનાવે છે. તેઓ યંત્રભાગ બનાવવા માટે ઓછામાં ઓછી માનવશક્તિ રાખવા માંગતા હતાં. તેની પાછળ ઘણા કારણો હતાં. પણ ઓછી કિંમતે, ઓછા સમયમાં અને વધુ ચોકસાઈવાળા ઉત્પાદનની વધતી અપેક્ષાઓ, એ જ મુખ્ય કારણ હતું. વિભા એજન્સીજના શ્રી ગાંધીએ અમારી સાથે આ અંગે ચર્ચા કરી હતી. તે સમયે અમે તેમને સ્લાયડિંગ હેડનો વિકલ્પ સૂચવ્યો. એમને એ વિકલ્પ પસંદ પડ્યો અને ગયા વર્ષે તેમણે 7 મશીન ખરીદ્યા.
 
ટ્રૉબ અને સી.એન.સી. થી સ્લાયડિંગ હેડ સુધીની તેમની મુસાફરી વિશે જ્યારે તેમણે અમારી સાથે વાત કરી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે સ્લાયડિંગ હેડ મશીન તેમના માટે ટ્રૉબ અને સી.એન.સી. ની સરખામણીમાં ફાયદાકારક છે અને તેમાં યંત્રભાગોની ગુણવત્તાની સાથે ઇન્સર્ટની આવરદા પણ સારી મળે છે. તેમણે આ મશીનનું વિશ્લેષણ અમારી સામે મૂક્યું.
 
તેમણે કહ્યું, “આ મશીન ખરીદતી વખતે, નાના અને મધ્યમ ઉદ્યોગસાહસિકોના મનમાં આવી મોંઘી મશીન ખરીદવી કે નહીં તે અંગે થોડી દ્વિધા થાય છે, કેમ કે આ મશીનનું પ્રારંભિક રોકાણ સી.એન.સી. કરતા વધારે છે. 20 વર્ષ પહેલાં સી.એન.સી. મશીન એ માત્ર મોટી કંપનીઓ જ વાપરી શકે એમ ગણાતું હતું. પરંતુ આજે લગભગ તમામ નાના અને મધ્યમ ઉદ્યોગોમાં સી.એન.સી. મશીનો એક સામાન્ય સાધન થયા છે. સમય અને બજારની માંગ સાથે આ પરિવર્તન થયેલ છે. જો તમારે બજારમાં ટકી રહેવું હોય, તો તમારે નવીનતમ તકનીકીથી પોતાને અપડેટ રાખવું જરૂરી છે. તેથી આગામી કેટલાક વર્ષોમાં, મોટી કંપનીઓ સહિત નાના અને મધ્યમ ઉદ્યોગોમાં પણ એક સ્લાયડિંગ હેડ ઑટોમૅટ દેખાશે, એની મને ખાતરી છે.”

fbbfgbghdfggf_1 &nbs
વિભા એજન્સીમાં સ્લાયડિંગ હેડ મશીન પર બનાવેલ કેટલાક યંત્રભાગ
વિભા એજન્સીજ પાસે 7 સ્લાયડિંગ હેડ ઑટોમૅટ છે, જે ફક્ત 3 ઑપરેટરો દ્વારા ચલાવવામાં આવે છે. તેમણે અમને આની ગણતરી બતાવી. તેમણે કહ્યું, “મારે 2 ટ્રૉબ અને 2 સી.એન.સી. (મશીન દીઠ 1 માણસ) ચલાવવા માટે 4 માણસોની જરૂર પડે છે. બીજી બાજુ, 2 સ્લાયડિંગ હેડ ચલાવવા મારે સરેરાશ એક માણસ પૂરતો હોય છે. તેથી આ મશીન ખરીદ્યું, ત્યારથી મેં ઑપરેટર પર ઘણા પૈસા બચાવ્યા છે. જો 40,000 યંત્રભાગોની બૅચ હોય, તો તે ફાયદાકારક નીવડે છે. હું કહી શકું છું કે આ મશીનમાંથી તૈયાર થયેલ યંત્રભાગોની ગુણવત્તા ખૂબ સારી છે. આ મશીનમાં ઑપરેટરની દખલ બહુ જ ઓછી છે અને બીજી બાબત એ છે કે ઓછામાં ઓછા સેટ અપમાં યંત્રભાગનું યંત્રણ પૂરું થાય છે. તેમજ સેટ અપ બદલવા માટે સમય પણ ઓછો લાગે છે. પહેલાં અમે સેટ અપ બદલવામાં 6 - 7 કલાકનો સમય લેતા હતા, હવે 3 - 4 કલાકમાં સેટઅપ બદલીએ છીએ.
 
“ભૂતકાળમાં, સી.એન.સી. પર એક યંત્રભાગનું થ્રેડિંગ કરતી વખતે, અમારે ટૂલ દીઠ 1600 યંત્રભાગ જેટલી આવરદા મળતી હતી. આ મશીન પર આપણને ટૂલ દીઠ 4000 યંત્રભાગ મળી રહ્યા છે. મશીનના આ વધારાના ફાયદાઓને કારણે, આ મશીનમાં પ્રારંભિક રોકાણ વધુ હોવા છતાં, આ મશીન અમારા માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. આ મશીન અમારી કંપનીમાં આવ્યું, ત્યારથી અમારો વ્યવસાય વધ્યો છે અને અમને અન્ય નવા ઓર્ડર મળ્યા છે.”


tjtyyhghghj_1   
સ્લાયડિંગ હેડ મશીન પર યંત્રણ ચાલતુ હોય ત્યારે
“આ મશીન નરમ અને સખત બંને મટિરિયલ માટે યોગ્ય છે. આ મશીનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને પ્રોગ્રામિંગની પ્રક્રિયામાં અમને સુગામી મદદ કરે છે. આ મશીનની પ્રોગ્રામિંગ સિસ્ટમ વપરાશકર્તા માટે સરળ છે અને થોડા ઘણા કોઑર્ડિનેટને બાદ કરતાં, તે અન્ય ટર્નિંગ સેંટરમાં હોય, તેવી જ છે. સી.એન.સી.નો પ્રોગ્રામર, સ્લાયડિંગ હેડનું સેટિંગ કરી શકે એવી આ મશીનની રચના છે.”
 
“સ્લાયડિંગ હેડ પર અને પરંપરાગત પદ્ધતિથી યંત્રણ વચ્ચેના આવર્તન સમયમાં 50 ટકાથી વધુનો તફાવત છે. જે યંત્રભાગ ટ્રૉબ, સી.એન.સી., વીએમસી અને પરંપરાગત ડ્રિલિંગ મશીન, આવા 4 મશીનો પર પૂર્ણ થાય છે, તે હવે સ્લાયડિંગ હેડ ઑટોમૅટ નામના એક જ મશીન પર, એક જ સેટઅપમાં પૂર્ણ થાય છે. પરંપરાગત પદ્ધતિમાં આ 4 મશીનો પર એ યંત્રભાગનો આવર્તન સમય 4 મિનિટનો હતો, તો સ્લાયડિંગ હેડ પર તે 3 મિનિટમાં જ પૂરો થાય છે”
 
“અમારી પાસે સુગામીના બે સ્પિન્ડલ્સવાળા 5 અક્ષીય અને 6 અક્ષીય મશીનો છે. આ મશીનમાં પહેલો સેટ અપ એક સ્પિન્ડલ પર અને બીજો સેટ અપ બીજા સ્પિન્ડલ પર કરવામાં આવે છે. એકી સાથે બંને ઑપરેશન થઈને તૈયાર યંત્રભાગ બહાર આવે છે. મશીનમાં લાઇવ ટૂલની સુવિધા આપવામાં આવી છે અને ફાનુકની સિસ્ટમ છે.”
 
જાપાની કંપની સુગામીએ 2015 માં ભારતમાં સી.એન.સી. લેથ અને 2017 માં સ્લાયડિંગ હેડ બનાવવા માટેના કારખાનાની શરૂઆત કરી હતી. અમે નજીકના ભવિષ્યમાં મશીન નિર્માણ કરવા માટેના વધુ કારખાના (મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ) શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. ભારતીય માર્કેટમાં, નાના લેથ્સથી લઈને મોટા લેથ્સ અને સી.એન.સી. બનાવનાર ઘણા કારખાનાઓ છે. આ હોવા છતાં, સુગામીએ ભારતમાં કારખાના ખોલ્યા, તેનું કારણ કે ભારત એશિયામાં સૌથી મોટું માર્કેટ છે. જાપાની તકનીકી ભારતીય ભાવમાં ઉપલબ્ધ થતી હોવાથી અમારા મશીનો માટે ભારતીય ઉદ્યોગ સાહસિકોની માંગમાં વધારો દેખાય છે.
સંજય બબલેશ્વર મેકૅનિકલ એન્જિનિયર છે. તેઓ સુગામી પ્રિસિજન એન્જિનિયરિંગ ઇંડિયા પ્રા. લિ. કંપનીના સેલ્સ વિભાગ (પશ્ચિમ ભારત), ના જનરલ મૅનેજર છે. તેમને મશીન ટૂલ્સના ક્ષેત્રમાં લગભગ 25 વર્ષનો અનુભવ છે.
9500173271
@@AUTHORINFO_V1@@