ટર્નિંગ સેન્ટરની ખાસીયત વાળા ટૂલ હોલ્ડર

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    25-Jun-2021   
Total Views |
લઘુ, મધ્યમ ઉદ્યોગોમાં પરંપરાગત લેથ માંથી સી.એન.સી. લેથમાં રોકાણ તથા એનો ઉપયોગ થવો, આ બદલાવ આજે સહેલાઈથી થઈ રહ્યો છે. મોટાભાગના ઉદ્યોગપતિઓનો એક જ ઉદ્દેશ હોય છે, કે આ રોકાણનો યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરીને વધુને વધુ ઉત્પાદકતા પ્રાપ્ત કરવી અને એ રોકાણમાંથી મુદ્દલ કાઢી લઈ ઉપરથી લાભ પણ મેળવવો. સિવાય એમનો બીજો મહત્ત્વનો ઉદ્દેશ એ પણ હોય છે, કે તેઓ પોતાની સારી છબી બનાવી રાખીને માર્કેટની આ સ્પર્ધામાં ટકી રહે.
 
 dfdggf_1  H x W
આવા મશીન પર બનાવવામાં આવનાર કાર્યવસ્તુ જ્યારે વધુ સંખ્યામાં હોય (માસ પ્રોડકશન કરાયું હોય), ત્યારે આવર્તન સમય (સાયકલ ટાઈમ) એટલે યંત્રણ માટે વપરાતો સમયગાળો ઘટાડવો, તથા યંત્રણ સિવાયના તમામ વધારાના કાર્યોમાં વ્યતીત થનારા સમયગાળા પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તેને ઘટાડવા માટે પ્રયત્ન કરવો, એ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે એક ઉત્તમ પદ્ધતિ છે. કાર્યવસ્તુને મશીન પર અથવા ફિક્શ્ચર પર બેસાડવી અથવા તો ઉતારવી (લોડિંગ અથવા અનલોડિંગ), પ્રથમ ટૂલને સ્પિન્ડલની સામેથી ખસેડવું અને પછીના ટૂલને યંત્રણ માટે સ્પિન્ડલ સામે લાવવું, આવા કાર્યોમાં કુલ મળીને ઘણો સમય વેડફાઈ જતો હોય છે. એટલા માટે યંત્રણ ઉપરાંત ટૂલના સંચાલન માટેનો સમયગાળો લઘુત્તમ હોવો, એ પણ એટલું જ મહત્ત્વનું ગણાય છે. સી.એન.સી. જેવા મશીન પર યંત્રણ સિવાયના સમયને મુખ્યત્વે બે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
 
 
અ. ચિપ ટૂ ચિપ ટાઈમ
કોઈ આવર્તન સમયમાં, સ્પિન્ડલ પર બેસાડવામાં આવેલ ટૂલના પ્રત્યક્ષ યંત્રણનું કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ આ ટૂલ સ્પિન્ડલમાંથી કાઢીને ફરીથી મૅગેઝિનમાં યોગ્ય સ્થાને રાખ્યા પછી, હવે પછીના યંત્રણ માટે જરૂરી ટૂલ સ્પિન્ડલ પર બેસાડીને યંત્રણની વાસ્તવિક શરૂઆત થાય ત્યાં સુધીના સમયને, મશીનિંગ સેન્ટરના ‘ચિપ ટૂ ચિપ ટાઈમ’ તરીકે ઓળખવામાં આવે છે. ટર્નિંગ સેન્ટરની બાબતે આ સમયને, ટરેટ પર બેસાડવામાં આવેલ ટૂલનું યંત્રણ કાર્ય સમાપ્ત થયા બાદ ‘હોમ પોઝિશન’ પર લઈ જઈને એને યોગ્ય સ્થિતિમાં ફેરવી, હવે પછીનું ટૂલ સ્પિન્ડલની સામે ગોઠવીને વાસ્તવિક યંત્રણ શરુ કરવા માટે જે સમય લાગે તે સમય એટલે ‘ચિપ ટૂ ચિપ ટાઈમ’.

 
આ. ટૂલ ટૂ ટૂલ ટાઈમ
ટૂલ બદલવાની પ્રક્રિયામાં સ્પિન્ડલ અથવા ટરેટ હોમ સ્થિતિમાં આવે, ત્યાર પછી પહેલાનું ટૂલ સ્પિન્ડલમાંથી બહાર કાઢી, હવે પછીનું ટૂલ યોગ્ય જગ્યાએ ગોઠવી એને યંત્રણ માટે તૈયાર કરવામાં જે સમય લાગે તેને ‘ટૂલ ટૂ ટૂલ ટાઈમ’ કહેવાય છે. આ સમય લઘુત્તમ રાખવા માટેની કુશળતા, ટૂલ ડિઝાઈન કરતી વખતનો વિષય છે. આ સમયગાળો, ‘ટૂલ ગ્રિપર’ અથવા ‘ટૂલ પોસ્ટ’ ની તેના યોગ્ય સ્થાને પહોચવાની ગતિ અર્થાત એની જડતા (ઈનર્શિયા) પર નિર્ભર કરે છે. મશીન ટૂલ ડિઝાઈન કરતી વખતે એક વાર નિર્ધારિત કરેલ આ સમયાવધિ બદલી શકતી નથી.
 
ટર્નિંગ સેન્ટર પર જો ‘ચિપ ટૂ ચિપ ટાઈમ’ ની ગણતરીના ઘટનાક્રમને જોઈએ, તો એ નીચે વર્ણવેલ મુજબ હશે:
1. કોઈપણ બ્લૉકનું યંત્રણ પૂર્ણ થાય એટલે સ્પિન્ડલનું ફરવાનું બંધ થઈ જાય છે.
2. પૂર્વ નિર્દેશ અનુસાર, ‘ટરેટ’ X અને Z અક્ષ પર સ્વતંત્ર અથવા એકત્રિત રૂપે તરત જ પાછળ જઈ ‘હોમ પોઝિશન’ પર જઈને રોકાઈ જાય છે. 
3. ટરેટ પોતાના અક્ષ પર જ ગોળ ફરીને, આગળના બ્લૉકના યંત્રણ માટે ઉચિત ટૂલ સ્થાન લઈને ગોઠવાઈ જાય છે.
4. પૂર્વ નિર્દેશ અનુસાર, ‘ટરેટ’ X અને Z અક્ષ પર સ્વતંત્ર અથવા એકત્રિત રૂપે જલ્દી આગળ વધી અને એ જ સમયે સ્પિન્ડલ ફેરવવાનું શરુ કરીને, આગળના બ્લૉકનું પ્રત્યક્ષ યંત્રણ શરુ થાય છે.
ટર્નિંગ સેન્ટર પર કરવામાં આવતા ફેસિંગ, સેન્ટરિંગ અને ડ્રિલિંગ, એ ત્રણેય પ્રક્રિયાઓ માટે જરૂરી ટૂલ ટરેટ પર બેસાડેલ સ્થિતિમાં, એક લાક્ષણિક રેખાચિત્ર રૂપે ચિત્ર ક્ર. 1 માં દર્શાવેલ છે.

dfdggf_1  H x W
ચિત્ર ક્ર. 1
 
 
ઉપર વર્ણવેલ ચારેય કાર્યો, વર્ણવેલ ક્રમમાં થાય તે માટે લાગતો સમય, ભલેને માત્ર અમુક સેકંડોનો હોય, તો પણ કુલ આવર્તન સમયમાં એનું પ્રમાણ વધુ જ હોય છે. આવર્તન સમય પણ અમુક સેકંડનો જ હોવાથી એની ટકાવારી વધુ જ હોય છે. જેમકે, ઘણીવાર 20 થી 25 સેકંડના આવર્તન સમયગાળામાં આ ‘ચિપ ટૂ ચિપ ટાઈમ’ લગભગ 4 થી 6 સેકંડ અર્થાત કુલ આવર્તન સમયના 20% થી 30% જેટલો હોય છે.
 
 
ઇચલકરંજીના ઔદ્યોગિક ક્ષેત્રમાં અમારો ‘મેકૅસૉફ્ટ’ નામનો એક આધુનિક ટૂલ રૂમ છે. એ બનાવતી વખતે, તદ્દન આધુનિક અને અદ્યતન મશીનોમાં રોકાણ કરવાનું અમે લોકોએ નક્કી કરી લીધું હતું. એટલે શરૂઆતથી જ અમે ટર્નિંગ સેન્ટર, મશીનિંગ સેન્ટર જેવા મશીનનો ઉપયોગ કરીએ છીએ. એમાંથી મહત્તમ ઉત્પાદકતા પ્રાપ્ત કરતી વખતે, ઉપર વર્ણવ્યા પ્રમાણે ‘ચિપ ટૂ ચિપ ટાઈમ’ ઘટાડવો એ અમારા માટે સૌથી મોટો પડકાર હતો. અમારી પાસે તો અમારો પોતાનો ટૂલ રૂમ હતો એટલે આ સમસ્યાના નિરાકરણ માટે અમે નવા નવા પ્રયોગો કરતા ગયા.
 
 
ટરેટના પોલાણમાં બેસાડી શકાય એવા ચોરસ શઁક પર, ઉપર વર્ણવેલ ટર્નિંગ તથા ફેસિંગ ટૂલ, સેન્ટર ડ્રિલ અને ડ્રિલ, આ ત્રણેય ટૂલને યોગ્ય ક્રમાનુસાર બેસાડવા માટે નિર્ધારિત અંતરે યોગ્ય પૉકેટ (ચિત્ર ક્ર. 2) તૈયાર કર્યા.

fsrgdthfyugj_1  
ચિત્ર ક્ર. 2
ટર્નિંગ સેન્ટરના માપ, એના પર જેનું યંત્રણ કરવાનું છે એ કાર્યવસ્તુની ભૂમિતિ અને યંત્રણ માટેની વિશેષ જરૂરિયાતો, વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ ટૂલ વચ્ચેનું અંતર નિર્ધારિત કરવામાં આવ્યું. આનાથી યંત્રણની પદ્ધતિ બદલે તો પણ ટરેટ ફરાવ્યા વિના પણ અપેક્ષિત ટૂલ કાર્યવસ્તુની સપાટીની સામે યંત્રણ માટે ઉપલબ્ધ થઈ ગયું. પરિણામે ઉપર વર્ણવેલ ચારેય તબક્કા ચોક્કસ ક્રમાનુસાર હોવાની જરૂરિયાત ન રહી તથા એ સર્વ ગોઠવણ માટે ખર્ચાતો સમય પણ બચી ગયો. ટરેટને હોમ પોઝિશન પર લાવ્યા વિના અને સ્પિન્ડલને રોક્યા વિના X અને Z અક્ષના પરિભ્રમણથી જ આગલું ટૂલ યંત્રણ માટે ગોઠવાઈ ગયું. એથી ‘ચિપ ટૂ ચિપ ટાઈમ’ અનેક ગણો ઓછો થઈ ગયો અને ઉત્પાદન અનેક ગણું વધી ગયું. એ વિભાવનાના આધારે તૈયાર કરવામાં આવેલ અને ઉપયોગમાં લેવાયેલ ટૂલ, ચિત્ર ક્ર. 2 માં દર્શાવવામાં આવ્યું છે.
 
કોઈપણ એક કાર્યવસ્તુ પર આ પ્રકારના વિશેષ ટૂલ હોલ્ડરની મદદથી કરવામાં આવનાર યંત્રણનો અનુક્રમ ચિત્ર ક્ર. 3 માં ત્રણ તબક્કામાં દર્શાવવામાં આવ્યો છે.

fsrgdthfyugjjkjkk_1 
ચિત્ર ક્ર. 3
આ પ્રકારના ટૂલ હોલ્ડર બનાવી, એમનો ઉપયોગ અમારા જ શૉપ ફ્લોર પર વિવિધ કાર્યવસ્તુઓના યંત્રણ માટે કરવાથી અમને ઉત્પાદકતામાં અનેક ગણી વૃદ્ધિ મળી. આમાંથી એક કાર્યવસ્તુના સંદર્ભે મેળવેલ લાભની વિગતો કોષ્ટક ક્ર. 1 માં દર્શાવેલ છે.

fjhjjffghjd_1  
કોષ્ટક ક્ર. 1
અમારી કાર્યવસ્તુઓની જરૂરિયાત પ્રમાણે અમે એવા ઘણાં ટૂલ, જાતે જ ડિઝાઈન કરીને સફળતાપૂર્વક ઉપયોગમાં લીધા છે. આવા ટૂલ હોલ્ડર વાપરતી વખતે, કાર્યવસ્તુનો આકાર તથા મશીનની મર્યાદાઓ ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. મેકૅસૉફટમાં મોટાભાગે પ્રેશર ડાઈ કાસ્ટિંગની ડાય, મોલ્ડ અને મશીન ટૂલ તથા વાહન ઉદ્યોગના મહત્ત્વપૂર્ણ યંત્રભાગ પૂર્ણ ચોકસાઈ સાથે બનવવામાં આવે છે. ઉત્તમ કામગીરી આપનાર વિશેષ ટૂલ અને સ્વચાલનની તકનીકી અમે વિકસિત કરી છે. સાથે જ, અમે AS9100D માનક શ્રેણી અનુસાર એરોસ્પેસ ઉદ્યોગના યંત્રભાગ પણ બનાવીએ છીએ.
 
 
 
તુષાર કુલકર્ણીએ એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.
હાલમાં આપ ઇચલકરંજી સ્થિત મેકૅસૉફટ કંપનીના મૅનેજિંગ પાર્ટનર છો.
આપને આ ક્ષેત્રનો 18 વર્ષનો બહોળો અનુભવ છે.
9359104060
@@AUTHORINFO_V1@@