થ્રેડિંગ સાઈકલ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    01-Jun-2021   
Total Views |
થ્રેડિંગ દરમિયાન, લિનિયર મોશન દરેક વખતે એક નિશ્ચિત કોણીય સ્થિતિમાં હોવી જરૂરી છે. સ્પિન્ડલની સાથે ‘સ્પિન્ડલ એનકોડર’, આ ઈલેક્ટ્રોનિક ઉપકરણ જોડવામાં આવે છે. દરેક રોટેશન - આવર્તન અર્થાત 360° પર એક પલ્સ આપવામાં આવે છે. 0° થી 360° સુધીનો કોઈપણ કોણ નિર્ધારિત કરી શકીએ છીએ. દરેક વખતે એ જ કોણીય સ્થિતિ પર અક્ષની લિનિયર ગતિ શરુ થાય છે, જેનાથી ઇચ્છિત થ્રેડિંગ કરવું સંભવ થાય છે.
દરેક સી.એન.સી. કન્ટ્રોલમાં થ્રેડ કટિંગ (ચિત્ર ક્ર. 1) માટે અલગ અલગ કાર્ય સુવિધાઓ (ફંક્શન) આપવામાં આવેલ હોય છે. એ વિશેની જાણકારી નીચે ટૂંકમાં આપવામાં આવી છે.

fgfbdfvbf_1  H  
 
1. G32 તથા G33 : થ્રેડ કટિંગ
2. G34 : થ્રેડ કટિંગ વેરિએબલ લીડ
3. G76 : મલ્ટિપલ થ્રેડિંગ સાયકલ
4. G86 : ફેસ થ્રેડિંગ સાયકલ
5. G78 : વિશેષ થ્રેડ કટિંગ સાયકલ
6. G82 : ટૅપિંગ સાયકલ
આ બધા ફંક્શન જોઈએ.
ઉદાહરણ તરીકે: થ્રેડિંગ (G32) (ચિત્ર ક્ર. 2)
P2 બિંદુથી પહેલા 2 થ્રેડ 2 મિમી., ઊંડાઈ 0.6 મિમી.
G00 X19.6 Z2.0
G32 Z-10.0 F2.0
G00 X22.0
Z2.0
G00 X19.2 Z2.0
G32 Z-10.0 F2.0
G00 X22.0
Z2.0
G00 X18.8 Z2.0
G32 Z-10.0 F2.0
G00 X22.0
Z2.0

kjhytg_1  H x W 
 
G33નો ઉપયોગ કરીને કોઇપણ પ્રકારના થ્રેડ ટર્ન કરી શકાય છે એટલે કાપી શકાય છે.
પહેલા G97 = CSS કેન્સલ, એના માટે G97 અમલમાં (ઑન) હોવું જરૂરી છે.
G95= ફીડમાં મિમી./ફેરા, સાથે જ ફીડ (પિચ) મિમી./ફેરા. G95 પણ અમલમાં (ઑન) હોવું જરૂરી છે.
થ્રેડના સંભવિત પ્રકાર
1. સિલિન્ડ્રિકલ આઉટસાઈડ/ઇનસાઇડ
2. ટેપર આઉટસાઈડ/ઇનસાઇડ
3. ફેસ થ્રેડ
4. થ્રેડ કટિંગ (ટૅપ અથવા થ્રેડિંગ ડાય)
G33 બ્લૉક કરવાથી કંટ્રોલ આપમેળે સ્પિન્ડલ ડ્રાઈવને ફીડ ડ્રાઈવ સાથે જોડી દે છે. એનાથી આરંભિક બિંદુ દરેક વખતે પુનરાવર્તિત કરી શકાય છે. G00 ની મદદથી આરંભિક બિંદુ સુધી ટૂલ લઈ જાવ. આરંભિક બિંદુની પસંદગી એ રીતે કરો કે ટૂલ દ્વારા કટિંગ શરુ થતા પૂર્વે પૂર્વનિશ્ચિત કટિંગ સ્પીડ મેળવી શકાય.
ફાનુક અથવા કમ્પૅટિબલમાં G32 નો અને અન્ય કંટ્રોલમાં G33 નો ઉપયોગ કરવામાં આવે છે.
ઉદાહરણ રૂપે : થ્રેડ ટર્નિંગ સિંગલ બ્લૉક
G33
T5
સ્પીડ: 1000 આર.પી.એમ.
કટ ડિસ્ટ્રિબ્યુશન
0.2, 0.2 ,0.2
0.15 - 0.10
કાપાની ઊંડાઈ મિમી. માં
આમ એક પછી એક સાયકલમાં કાપો લેવાય છે.
પ્રોગ્રામ (ચિત્ર ક્ર. 3 અને 4)
N5 - G97 S1000 T505 M5
G0 X30.0 Z4 M8
G33 Z-49 F1.5
G0 X34
G0 Z4
G0 X29.6
G33 Z-49
G0 X34
G0 Z4
G0 X29.2
G33 Z-49
G0 X48
G0 Z4
G0 X Z0.8
G33 Z-49
G0 X34
G0 Z4
G0 X 28.5
G33 Z 49
G0 X34
G0 Z4
G0 XZ8.34
G33 Z4
G0 X34
G26 M9

lijygfgf_1  H x
 

rdyesrta_1  H x 
 
ટર્નિંગ તથા થ્રેડિંગ ફીડ રેટની તુલના
• ટર્નિંગ/બોઅરિંગ માટે ફીડ રેટની પસંદગી: મટિરિયલ પ્રકાર, ટૂલ નોઝ રેડિયસ, જરૂરી સપાટીનું ફિનિશ આના પર ફીડ રેટ નિર્ભર હોય છે.
• થ્રેડિંગમાં ફીડ રેટ થ્રેડની લીડ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.
• ઇંગ્લિશ યૂનિટમાં થ્રેડનું વર્ણન ‘વ્યાસ તથા પ્રતિ ઇંચ થ્રેડની સંખ્યા’ એ પદ્ધતિથી આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 5/8-18 નો અર્થ એ કે 5/8 વ્યાસવાળો પાર્ટ, જેના પર પ્રતિ ઇંચ 18 થ્રેડ હોય છે.
મેટ્રિક યુનિટમાં M26 X4 એટલે સિંગલ સ્ટાર્ટ મેટ્રિક થ્રેડ, જેનો વ્યાસ 26 મિમી. અને પિચ 4 મિમી. છે.
થ્રેડ લીડ અને થ્રેડ પિચનો સંબંધ
મોટાભાગના વર્કશૉપમાં થ્રેડ લીડ અને થ્રેડ પિચનો અર્થ ખોટી રીતે સમજવામાં આવે છે. કેમકે સિંગલ સ્ટાર્ટ થ્રેડમાં લીડ અંતર અને પિચ સમાન હોય છે. આપણે ત્યાં મશીન શૉપમાં સિંગલ સ્ટાર્ટ થ્રેડ જ ઉપયોગમાં લેવાય છે. એટલા માટે ઘણા બધા લોકોને એ સમજફેર હોય છે કે થ્રેડ લીડ એ જ થ્રેડ પિચ હોય છે. એ સિવાય આપણે ત્યાં ઉપયોગમાં લેવાતા તમામ ટૅપ સિંગલ સ્ટાર્ટ હોય છે. પણ સી.એન.સી. નો ઉપયોગ કરતી વખતે શબ્દોનો સાચો અર્થ સમજવો જરૂરી હોય છે. કેમકે સી.એન.સી. માં દરેક સંજ્ઞાનો કોઈ ખાસ અર્થ હોય છે, જે કોઈપણ કાર્ય કરતા પૂર્વે સમજવું અત્યંત જરૂરી હોય છે.

hgfdssdert_1  H 
 
ઉપર વર્ણવેલ સૂત્ર દ્વારા એ સમજવામાં આવશે કે સ્ટાર્ટ સંખ્યા 1 હોય તો લીડ એક જ મૂલ્યના હશે. એટલા માટે થ્રેડિંગનો ફીડ રેટ જાણવા માટે નિમ્નલિખિત સૂત્રનો ઉપયોગ કરો.

ytfry6tgdfss_1   
 
સ્પિન્ડલ સ્પીડની પસંદગી
થ્રેડ કટિંગમાં સ્પિન્ડલની સ્પીડ ફેરા/મિનિટના રૂપમાં દેવામાં આવે છે. કૉન્સ્ટંટ સરફેસ સ્પીડનો ઉપયોગ નથી કરવામાં આવતો. એટલા માટે G97 નો ઉપયોગ S સાથે કરવામાં આવે છે. (S સાથે ફેરાની સંખ્યા આપવામાં આવે છે.) જેમકે G97 S800 MO3
એનો અર્થ એ કે સ્પિન્ડલ 800 ફેરા/મિનિટની ગતિએ ફરશે. સી.એન.સી. માં ફેરા દીઠ ફીડ રેટ અને સ્પિન્ડલ સ્પીડ, બન્નેનું સંયોજન કરવામાં આવે છે.
આપવામાં આવેલ લીડ માટે વધુમાં વધુ સ્પિન્ડલ સ્પીડ કાઢવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરો

iujhytrfg_1  H
 
 
સતીશ જોશી સી.એન.સી. મશીનિંગના નિષ્ણાત છે. આપ ઘણી બધી કંપનીઓમાં સલાહકાર રહ્યા છો.
અલગ અલગ મહાવિદ્યાલયોમાં અધ્યાપન સાથે, સી.એન.સી. લેથ મશીન વિષય પર આપનું એક પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે.
આપે કમ્પ્યુટર વિષય પર મરાઠી તથા અંગ્રેજી ભાષામાં પુસ્તકો લખ્યા છે.
8625975219
@@AUTHORINFO_V1@@