ચાલિત ટૂલ હોલ્ડર

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    06-May-2021   
Total Views |
લેથ ઉપર ડ્રિવ્હન ટૂલ હોલ્ડર વાપરીને ડ્રિલિંગ, મિલિંગ જેવી પ્રક્રિયા કરવામાં આવે છે. આમાં સેટ-અપની સંખ્યા ઓછી હોવાના કારણે વધુ ચોકસાઈ મળે છે. આ લેખમાં, ડ્રિવ્હન ટૂલ હોલ્ડરના મહત્વપૂર્ણ પ્રકારો, તેમની કાર્ય કરવાની અને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

1_1  H x W: 0 x 
 

2_1  H x W: 0 x 
અગાઉ સી.એન.સી. લેથ પર માત્ર ટર્નિંગ પ્રક્રિયા જ કરવામાં આવતી અને ડ્રિલિંગ અને મિલિંગ માટે મશીનિંગ સેન્ટર વાપરવામાં આવતા. એ પછી એમાં સુધારણા કરતા કરતા ટર્નમિલ સેન્ટર, એની અદ્યતન આવૃત્તિ બની. એમાં ચાલિત (ડ્રિવન) ટૂલ હોલ્ડર વાપરીને ડ્રિલિંગ, મિલિંગ એવી પ્રક્રિયાઓ કરાય છે. રફિંગથી લઈને ફિનિશિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ, કાર્યો એક જ સેટઅપ હેઠળ થવાને કારણે એમાં વધુ સારી સચોટતા મળે છે. તે પછી ટ્વિન સ્પિન્ડલ અથવા સબસ્પિન્ડલ, ટર્નમિલ સ્પિન્ડલસહિત સબસ્પિન્ડલ (ચિત્ર ક્ર. 1) એવા સુધારિત આવૃત્તિના મશીન પણ ઉપલબ્ધ થયા. હજી સુધીના મશીનોમાં X અને Z એમ બે જ અક્ષ હતાં. પરંતુ નવીન આવૃત્તિઓમાં Y અક્ષનો સમાવેશ પણ કરવામાં આવ્યો. જે મશીનમાં ટરેટ ઊભી દિશામાં ઉપર-નીચે મૂવમેન્ટ કરી શકે તેને Y અક્ષની સાથે ટર્નમિલ સેન્ટર (ચિત્ર ક્ર. 2) એમ કહેવાય છે.
ચાલિત ટૂલ હોલ્ડરનો કાર્યકારી સિદ્ધાંત
સી.એન.સી. ટર્નિંગ સેન્ટર પર ડ્રિવન ટૂલને કારણે ટર્નિંગ સાથે મિલિંગ, ડ્રિલિંગ અને ટૅપિંગના કાર્ય કરવા શકય બને છે. ટૂલ ડ્રાઈવ માટેના વિવિધ માનકોમાં DIN 1809, એ એક સર્વમાન્ય માનક છે. ચાલિત ટૂલમાં ટૂલ માટેનો ડ્રાઈવ ટરેટમાંથી આવે છે. તેની ટોચ પર એક ટેનન જેવો ભાગ હોય છે. ટેનન ડ્રાઈવના ખાંચામાં જાય છે. ત્યાં ટરેટમાંથી ડ્રાઈવ (ચિત્ર ક્ર. 3) આપવામાં આવે છે. આ ટૂલ હોલ્ડર ટરેટ સાથે જ વાપરી શકાય છે. તેમાં જેને ડ્રાઈવ આપવાની જરૂર હોય તે ટૂલ યંત્રણ સ્થિતિમાં હોય ત્યારે જ એમાં ટૂલ ડ્રાઈવ જોડવામાં આવે છે. ટરેટમાં ચાલિત ટૂલહોલ્ડર માટે સ્વતંત્ર ડ્રાઈવ હોય છે. ટરેટ ઇન્ડેક્સિંગ માટે લેથ પરની સિસ્ટમ પ્રમાણે એમાં મોટર પણ બેસાડેલી હોય છે.

3_1  H x W: 0 x
ઉદાહરણ રૂપે, લેથ પર ફાનુકની સિસ્ટમ હોય તો, તેને ફાનુકની મોટર આપવામાં આવી હોય છે. આ મોટર લાઈવ ટરેટ પર બેસાડેલ હોય છે.
ચાલિત ટૂલ હોલ્ડરના પ્રકાર

4_1  H x W: 0 x
Verein Deutscher Ingenieure (VDI) , એ જર્મનીમાં એન્જિનિયરોનું એક અસોસિયેશન છે. આ અસોસિયેશને સિસ્ટમ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં અનેક ધારા ધોરણો વિકસિત કર્યા છે. એ ધોરણો અનુસાર જ એ ઉપસાધનોની રચના કરવામાં આવે છે. ઉદાહરણ રૂપે, આરંભમાં VDI ઍક્સિઅલ ટૂલ ડિસ્ક વાપરતા હતા. ત્યાર પછી રેડિયલ ટૂલ ડિસ્ક આવૃત્તિ આવી. યંત્રભાગના બંને બાજુનું યંત્રણ કરવા માટે રેડિયલ ટૂલ ડિસ્ક વાપરવામાં આવે છે. VDI માં હોલ્ડિંગ શઁક પર સેરેશન હોય છે અને તેના પર એક કલૅમ્પ હોય છે. એ ટૂલ હોલ્ડરને, વેજ પ્રક્રિયાનો ઉપયોગ કરી એ કલૅમ્પ પર બેસાડવામાં આવે છે. ત્યાર પછી બેસ માઉન્ટિંગ ટાઈપ (BMT) એ સંસ્કરણ બહાર પડ્યું. એ ટૂલિંગમાં સૌથી પ્રગત આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. VDI ધારકોમાં ફાચર પદ્ધતિ વાપરીને કલૅમ્પિંગ કરાતું હોય છે, ત્યારે BMT માં ત્રણ અથવા ચાર લોકેશન કી હોય છે અને 4 બોલ્ટ વાપરીને કલૅમ્પિંગ (ચિત્ર ક્ર. 4 ) કરવામાં આવેલ હોય છે. BMT માં ફક્ત રેડિયલ ડિસ્ક જ હોય છે. મુખ્ય સ્પિન્ડલને અને સબસ્પિન્ડલને, બંને બાજૂ પર ઑપરેશન માટે ટૂલ હોલ્ડર બેસાડવામાં આવેલ હોય છે. એમાં રેડિયલ અને અક્ષીય, એમ બંને પ્રકારના લાઈવ ટૂલ હોલ્ડર અથવા ડબલ સાઈડેડ ટૂલ હોલ્ડર પણ હોય છે. ડબલ સાઈડેડ ટૂલહોલ્ડરમાં બંને બાજૂ ટૂલિંગ હોય છે. આગળનું ટૂલ (ફ્રન્ટ ટૂલ) મુખ્ય સ્પિન્ડલ માટે કામ કરે છે, જ્યારે પાછળની બાજૂનું ટૂલ સબસ્પિન્ડલ માટે કામ કરે છે. BMT આવૃત્તિ VDI કરતાં વધુ મજબૂત હોય છે. તેની પુનરાવર્તન ક્ષમતા સારી હોવાથી તે 10 માઈક્રોનની રિપિટેબિલિટીમાં હોય છે. એના પછીની આવૃત્તિ જે બહાર આવી, તે છે ઍન્ગ્યુલર હેડ. ઍન્ગ્યુલર હેડમાં ટૂલહોલ્ડર 0° થી 90° ના કોણમાં (ઍન્ગલ) સેટ કરી શકાય છે. તેની ઓછામાં ઓછી મર્યાદા 1° જેટલી છે. બંને બાજૂમાં +90° થી -90° ની રેન્જમાં કોઈપણ કોણીય દિશામાં ટૂલ ફેરવી શકાય છે.

T1_1  H x W: 0
ચાલિત ટૂલ હોલ્ડર વાપરવાની કેટલીક પદ્ધતિ
1. OD માઉન્ટિંગ : અક્ષીય મશીનિંગ માટે રેડિયલ ચાલિત ટૂલ (90° ટૂલ)

5_1  H x W: 0 x
2. OD માઉન્ટિંગ : રેડિયલ મશીનિંગ માટે અક્ષીય ચાલિત ટૂલ (0° ટૂલ)


8_1  H x W: 0 x
 
3. ફેસ માઉન્ટિંગ : અક્ષીય મશીનિંગ માટે અક્ષીય ચાલિત ટૂલ (0° ટૂલ)

7_1  H x W: 0 x
4. ફેસ માઉન્ટિંગ : રેડિયલ મશીનિંગ માટે રેડિયલ ચાલિત ટૂલ (90° ટૂલ)

8_1  H x W: 0 x
અક્ષીય મશીનિંગ માટે રેડિયલ ચાલિત ટૂલનું OD માઉન્ટિંગ
A. મશીન સ્પિન્ડલના સંદર્ભે જમણી બાજૂએ અને ઉપરના સ્થાને હોય તેવા ટરેટ ડિસ્કના બાહ્ય વ્યાસ પર (OD) બેસાડવામાં આવતા રેડિયલ ચાલિત ટૂલ (90° ટૂલ)

9_1  H x W: 0 x
B. મશીન સ્પિન્ડલના સંદર્ભે ડાબી બાજૂએ અને ઉપરના સ્થાને હોય તેવા ટરેટ ડિસ્કના બાહ્ય વ્યાસ પર (OD) બેસાડવામાં આવતા રેડિયલ ચાલિત ટૂલ (90° ટૂલ)

10_1  H x W: 0
C. મશીન સ્પિન્ડલના સંદર્ભે જમણી બાજૂએ અને નીચલા સ્થાને હોય તેવા ટરેટ ડિસ્કના બાહ્ય વ્યાસ પર બેસાડવામાં આવતા રેડિયલ ચાલિત ટૂલ (90° ટૂલ)

11_1  H x W: 0
D. મશીન સ્પિન્ડલના સંદર્ભે ડાબી બાજૂએ અને નીચલા સ્થાને હોય તેવા ટરેટ ડિસ્કના બાહ્ય વ્યાસ પર બેસાડવામાં આવતા રેડિયલ ચાલિત ટૂલ (90° ટૂલ)

12_1  H x W: 0
રેડિયલ મશીનિંગ માટે રેડિયલ ચાલિત ટૂલનું ફેસ માઉન્ટિંગ
A. મશીન સ્પિન્ડલના સંદર્ભે જમણી બાજૂએ અને ઉપરના સ્થાને હોય તેવા ટરેટ ડિસ્કના નજીકની બાજૂ પર બેસાડવામાં આવતા રેડિયલ ચાલિત ટૂલ (90° ટૂલ)

13_1  H x W: 0
B. મશીન સ્પિન્ડલના સંદર્ભે ડાબી બાજૂએ અને ઉપરના સ્થાને હોય તેવા ટરેટ ડિસ્કની નજીકની બાજૂ પર બેસાડવામાં આવતા રેડિયલ ચાલિત ટૂલ (90° ટૂલ)

14_1  H x W: 0
C. મશીન સ્પિન્ડલના સંદર્ભે જમણી બાજૂએ અને નીચલા સ્થાને હોય તેવા ટરેટ ડિસ્કના નજીકની બાજૂ પર બેસાડવામાં આવતા રેડિયલ ચાલિત ટૂલ (90° ટૂલ)

15_1  H x W: 0
D. મશીન સ્પિન્ડલના સંદર્ભે ડાબી બાજૂએ અને નીચલા સ્થાને હોય તેવા ટરેટ ડિસ્કની નજીકની બાજૂ પર બેસાડવામાં આવતા રેડિયલ ચાલિત ટૂલ (90° ટૂલ)

16_1  H x W: 0
જયારે ચાલિત ટૂલહોલ્ડરની ડિઝાઈન કરવામાં આવે છે, ત્યારે તે કોઇપણ સ્ટૅન્ડર્ડ મશીન પર વાપરી શકાય તેવો વિચાર કરવામાં આવે છે. BMT માં માઉન્ટિંગની જગ્યા નિશ્ચિત કરેલ હોય છે. તે કારણે તે કોઈપણ મશીન પર વાપરી શકાય છે. વિવિધ મશીન પર ચાલિત ટૂલ વાપરવાથી મળતો વેગ અને શક્તિ, એક સરખા નથી હોતા. જે પ્રકારના ટૂલ હોલ્ડર વાપરવામાં આવ્યા હોય, તેના પર તે નિર્ભર હોય છે. તે અનુસાર મોટર વાપરવામાં આવે છે. વાપરવામાં આવેલ મોટરની ક્ષમતા અનુસાર ટૉર્ક મળે છે.
અમુક મટિરિયલ અથવા ઍપ્લિકેશન માટે જ્યારે કોઈ ટૂલને વધુ ટૉર્કની જરૂરિયાત હોય, ત્યારે ટૂલ હોલ્ડરમાં ટૉર્ક વધારવા માટે કાઈ પણ કરી શકાતું નથી. ટૂલ હોલ્ડરને સીધા મશીનમાંથી જ ડ્રાઈવ મળે છે. જ્યારે ગતિ ઓછી હોય, ત્યારે વધારાનો ટૉર્ક મળે છે. જ્યારે ગતિ વધારે હોય, ત્યારે ટૉર્ક ઓછો હોય છે. મોટર માટે જે ડ્રાઈવ હોય છે, તેમાંથી જ ટૂલને પણ ચાલ આપવામાં આવે છે. અમુક વખતે વધુ વેગ ઓછા ટૉર્ક સાથે અપેક્ષિત હોય છે, તેવે વખતે અમે 1:2 પ્રમાણમાં ગિઅર વાપરીએ છીએ. અર્થાત મશીનને 100 આર.પી.એમ. જેટલો વેગ આપવામાં આવે, તો ટૂલ પર 200 આર.પી.એમ. વેગ પ્રાપ્ત થાય છે. ઍલ્યુમિનિયમ હોય તો મટિરિયલને વધુ વેગ જરૂરી હોય છે. તે માટે ડ્રાઈવ મોટરનો પાવર વધારવો શકય નથી હોતો. ત્યારે ફીડ ગુણોત્તર (રેશ્યો) 1:2 સેટ કરવામાં આવે છે. ઍલ્યુમિનિયમને વધુ ટૉર્કની જરૂર પડતી નથી. જો નાનું ડ્રિલ હોય, તો તે ટૂલ ઍલ્યુમિનિયમ પર વધુ વેગથી ચાલે છે. તેને 1:2 એવા ગિઅર રેશ્યો પણ આપણે સેટ કરી શકીએ છીએ.
ચાલિત ટૂલ હોલ્ડર બાબતે વધુ માહિતી માટે આપ http://www.sphoorti.com/ વેબસાઈટની મુલાકાત લઇ શકો છો.
@@AUTHORINFO_V1@@