મિલિંગ ફિક્શ્ચર

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    31-May-2021   
Total Views |
પાછલા મહિનાના લેખમાં આપણે જોયું કે, હૉરિઝૉન્ટલ મિલિંગ મશીન પર ફિક્શ્ચર કેવી રીતે કાર્ય કરે છે. આ લેખમાં આપણે એ જાણીશું કે, વર્ટિકલ મિલિંગ મશીન પર ફિક્શ્ચર કેવી રીતે કામ કરે છે અને એક જ ફિક્શ્ચરની મદદથી અનેક કાર્યવસ્તુઓ (સ્ટ્રિંગ મિલિંગ) કેવી રીતે બનાવી શકાય.
ચિત્ર ક્ર. 1 માં સ્ટ્રિંગ મિલિંગ થનાર પાર્ટ દર્શાવવામાં આવ્યા છે તથા ચિત્ર ક્ર. 2 માં એના માટે જરૂરી ફિક્શ્ચર દર્શાવવામાં આવેલ છે. આપણે પાર્ટમાં ખાંચો (સ્લૉટ) ‘W’ બનાવવાનો છે. તેથી સૌ પ્રથમ આ પાર્ટના નિર્માણની પ્રક્રિયા જાણવી જરૂરી છે.

fdgnb_1  H x W: 
 

fdgx_1  H x W:  
 
1. પ્રથમ ચકમાં બાર પકડીને ઇચ્છિત લંબાઈનું Ød બનાવ્યું અને એ જ સ્થિતિમાં ફેસ F બનાવ્યું. કેમકે આ બન્ને એક જ સેટિંગમાં બનાવવામાં આવ્યા હોવાથી F અને Ød બન્ને એક બીજાને લંબકોણે હતા.
2. ચકમાં Ød પકડીને ØD અને એની લંબાઈનું યંત્રણ કરી લેવામાં આવ્યું. આમ કરવાથી બંને વ્યાસ સમકેન્દ્રી થયા છે.
3. ચિત્ર ક્ર. 1 માં દર્શાવવામાં આવેલ પાર્ટ Ød પર પકડવામાં આવ્યો અને ફેસ F પર રાખવામાં આવ્યો.
4. આ પ્રક્રિયા કરવાથી આ ખાંચો, પાર્ટની તદ્દન મધ્યમાં કરવો શક્ય બન્યો.

lkjhgfds_1  H x
ચિત્ર ક્ર. 3 માં જોઈ શકાશે કે બેસ પ્લેટ પર બન્ને ખાંચામાં, સ્ક્રૂની મદદથી બે ટેનન બેસાડવામાં આવ્યા છે. જેમ પાછલા લેખમાં જણાવવામાં આવ્યું હતું, ટેનનની મદદથી ફિક્શ્ચર મશીનના ટેબલથી સમાંતર સ્થિત થાય છે.

98uyt_1  H x W:
 
ચિત્ર ક્ર. 4 માં સેટિંગ પીસ દર્શાવવામાં આવેલ છે. એની મદદથી કટર યોગ્ય જગ્યાએ સેટ કરી શકાય છે. જેથી યોગ્ય જગ્યાએ ખાંચો બનાવી શકાય છે.

oiuygtf_1  H x
 
ચિત્ર ક્ર. 5 માં એ દર્શાવવામાં આવ્યું છે કે, આર્બરમાં એન્ડ મિલ કેવી રીતે પકડવામાં આવે છે. આર્બરના આંતરિક વ્યાસ માં જે ટેપર હોય છે, તે કૉલેટ સાથે જોડાઈ જાય છે. કૅપ નટ કસવાથી આર્બરમાં એન્ડ મિલ કસીને પકડવામાં આવે છે. પરંતુ એના માટે સમાંતર શઁક એન્ડ મિલનો ઉપયોગ કરવો પડે છે.

uytfrdsa_1  H x
 
હવે આપણે ચિત્ર ક્ર. 6 માં દર્શાવવામાં આવેલ ફિક્શ્ચરના વિભિન્ન ઘટકોના કાર્ય તથા એમની વચ્ચેના પરસ્પર સંબંધ વિશે જાણીએ.
અ. ફિક્શ્ચરની બેસ પ્લેટમાં બે U ખાંચા આપવામાં આવ્યા છે. એમાં T બોલ્ટ નાખીને નટની મદદથી ટેબલ પર ફિક્શ્ચર કસીને પકડવામાં આવે છે અથવા T નટ નાખીને સ્ટડ તથા નટનો ઉપયોગ કરીને પણ ફિક્શ્ચર પકડી શકાય છે.
બ. ઘટક ક્ર. 1 (સપોર્ટ પ્લેટ) : આ ટેકો આપવાનું કામ કરે છે. જ્યારે પાંચ પાર્ટ જમણી બાજૂના હેક્સ સ્ક્રૂ દ્વારા કસીને પકડવામાં આવે છે ત્યારે નિર્માણ થનાર બળ 5 પાર્ટ તથા 5 ‘V’ બ્લૉકને ડાબી બાજૂએ ધકેલવાનું કામ કરે છે. એ સમયે અંતિમ ‘V’ બ્લૉક આ પ્લેટને અડીને રોકાઈ જાય છે.
 
ક. ઘટક ક્ર. 2 (‘V’ બ્લૉક) : જ્યારે પાર્ટને ‘V’ બ્લૉકમાં પકડવામાં આવે છે, ત્યારે એને બરાબર વચ્ચે પકડવામાં આવે છે. એ કારણે જ પાર્ટની બરાબર મધ્યમાં ખાંચો બનાવવો શક્ય બને છે. એના પર લાગુ કરવામાં આવેલ બળથી અને વારંવાર થનાર ઉપયોગને લીધે થનારો ઘસારો ઓછો કરવા માટે પૂર્ણ ‘V’ બ્લૉક અથવા માત્ર એની સપાટી કઠણ (કેસ હાર્ડ) કરવામાં આવેલ હોય છે. ‘V’ બ્લૉક, પોતાના ફ્લેટ ભાગ દ્વારા પાર્ટ દૃઢતાથી પકડવાનું કાર્ય પણ કરે છે. ‘V’ બ્લૉક એની ઊંચાઈ અને પહોળાઈમાં ઘટક ક્ર. 3 માં ગાઈડ કરવામાં આવે છે. એટલા માટે તમામ ‘V’ બ્લૉકના કેન્દ્ર એક સીધી રેખામાં હોય છે, જેને સ્ટ્રિંગ કહેવામાં આવે છે. સાથે જ, હેક્સ સ્ક્રૂથી કલૅમ્પ કરતી વખતે નિર્માણ થનાર બળને કારણે એ ઉપડી જતું નથી.
ડ. ઘટક ક્ર. 3 (ગાઈડ પ્લેટ) : ગાઈડ પ્લેટ ‘V’ બ્લૉકની બન્ને તરફ લગાડેલ હોય છે. ‘V’ બ્લૉક આગળ પાછળ ખસતા હોય ત્યારે તેમને ગાઈડ કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય આ ગાઈડ બ્લૉક કરે છે.
 
ઈ. ઘટક ક્ર. 4 તથા 5 (થ્રસ્ટ પ્લેટ તથા કલૅમ્પ સ્ક્રૂ) : આ બન્ને પાર્ટ, ક્રૉસ પિનની મદદથી એક બીજામાં બેસાડેલ હોય છે. સ્ક્રૂના આગળના હિસ્સાના વ્યાસ અને પૅડના આંતરિક વ્યાસમાં ક્લિઅરન્સ હોવાને કારણે પ્લેટ, 100 થી 150 સુધી
(ચિત્ર ક્ર. 7) ખસી શકે છે. એટલા માટે જે સપાટી પર આપણે કલૅમ્પ કરતા હોઈએ તેમાં ભલે અમુક માત્રાનો ફર્ક હોય તો પણ સ્ક્રૂની આગળ આપવામાં આવેલ પૅડ પોતાને એના અનુરૂપ બનાવી દે છે. એ કારણે કલૅમ્પિંગ પ્રભાવશાળી થાય છે. જ્યારે સ્ક્રૂ પાછળ લાવવામાં આવે છે, ત્યારે ઘટક ક્ર. 4 અર્થાત થ્રસ્ટ પ્લેટ(પૅડ) સ્ક્રૂની સાથે જ પાછળ ખેંચાઈ આવે છે અને પાર્ટ સહેલાઈથી ‘V’ બ્લૉકમાંથી બહાર કાઢી શકાય છે. પૅડનો આંતરિક ભાગ તથા બાહ્ય ફ્લૅટ ભાગ ફ્લેમ હાર્ડ (40 થી 45 HRC) કરવામાં આવે છે. સાથે જ, સ્ક્રૂનો સ્ફેરિકલ ભાગ આ જ રીતે કઠણ બનવવામાં આવે છે.


POIUYTR_1  H x  
 
ફિક્શ્ચરનો ઉપયોગ
એક જ સેટિંગમાં 5 પાર્ટ બને છે, જેથી ઉત્પાદકતા વધે છે અને કલૅમ્પિંગ અને ડી -કલૅમ્પિંગ માટે સમય પણ ઓછો લાગે છે. એ કારણે આ પ્રકારના ફિક્શ્ચર અત્યંત વ્યાજબી સાબિત થાય છે. મિલિંગ થયા બાદ ફિક્શ્ચર પર પડેલ ચિપ ધ્યાન આપીને બ્રશ દ્વારા સાફ કરો અને ત્યાર પછી જ નવો પાર્ટ લોડ કરો. હાથ દ્વારા અથવા વાયુના ફુવારા સાથે ચિપ કાઢવાની કોશિશ કરવી એટલે દુર્ઘટનાને આમંત્રણ આપવા બરાબર છે.
પાર્ટનું મિલિંગ પૂર્ણ થયા પછી એના પર બર ઉભરે છે. આ બરને કારણે હાથને ઈજા થઈ શકે છે. એટલા માટે કાર્યવસ્તુ પર કામ કરતી વખતે હાથ મોજા પહેરવા અનિવાર્ય છે.
મિલિંગ ફિક્શ્ચર પર કામ કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
1. મિલિંગ મશીનનો પ્રકાર, મશીનની કંપની, મશીનનું મોડલ
2. T ખાંચાનું માપ
3. T ખાંચામાં રહેલ અંતર
4. ટેબલનો આકાર તથા એના પરિમાણો
5. કયા કયા મશીનોની સાથે ફિક્શ્ચરનો ઉપયોગ કરવો છે?
6. ત્રણ દિશાઓમાં ટેબલના ટ્રૅવલની માત્રા
એક જ પ્રકારના અનેક પાર્ટનું ચોકસાઈથી યંત્રણ કરવા માટે ઉપયોગી એવા ફિક્શ્ચરની જાણકારી આપણે આ લેખમાં મેળવી છે. આવતા અંકમાં અલગ અલગ પ્રકારના કેટલાક વધુ ફિક્શ્ચર વિશે આપણે જાણકારી મેળવીશું.
અજિત દેશપાંડેને જિગ અને ફિક્શ્ચરના ક્ષેત્રમાં 36 વર્ષનો અનુભવ છે.
આપે કિર્લોસ્કર, ગ્રીવ્ઝ લોમ્બાર્ડિની લિ., ટાટા મોટર્સ જેવી અલગ અલગ કંપનીઓમાં વિવિધ પદો પર કામ કર્યું છે.
ઘણી એન્જિનિયરિંગ કૉલેજોમાં અને ARAI માં આપ અતિથી પ્રાધ્યાપક છો.
9011018388
@@AUTHORINFO_V1@@