મશીન ઝીરો રિટર્ન

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    26-Apr-2021   
Total Views |
પ્રોગ્રામિંગ કરતી વખતે જ્યારે ટૂલનું અપેક્ષિત હલનચલન વર્ક ઝીરો સ્થાનેથી માપવામાં આવે છે, ત્યારે તેને ઍબ્સોલ્યૂટ મોડનું પ્રોગ્રામિંગ કહેવાય છે. પણ જ્યારે એ જ હલનચલન ટૂલના વર્તમાન સ્થાનથી માપવામાં આવે છે, ત્યારે એને ઇન્ક્રિમેન્ટલ મોડ પ્રોગ્રામિંગ કહેવાય છે.
‘ફાનુક’ પ્રણાલીમાં જ્યારે સબપ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ઇન્ક્રિમેન્ટલ મોડનું પ્રોગ્રામિંગ કરી ટૂલ X અને Y દિશાઓમાં વારાફરતી હલાવવામાં આવે છે. એના માટે નીચે આપેલો પ્રોગ્રામ જુઓ.
ડ્રિલિંગ સાયકલ પૂર્ણ થયા પછી X અને Y ના મૂલ્ય અથવા N28 બ્લૉકમાં સ્થાન સમજાતું નથી.
N24 G90
N25 G99 G81 X 1.5 Y2.5 R0.1Z-0.163 F12.0
N26 G91 X 0.3874 Y0.6482 L7 (7 વાર કરવું)
N27 G90 G80 Z1.0 M09 (સાયકલ સમાપ્ત)
N28 G28 (X ...? Y..?) Z1.0
(X તથા Y જાણતા ન હોય તે સ્થાન)
ઍબ્સોલ્યૂટ મોડ G90 માં અક્ષીય કોઑર્ડિનેટના મૂલ્ય ઇન્ટરમિડીએટ બિંદુનું સ્થાન દર્શાવે છે. G91 ઇન્ક્રિમેન્ટલ મોડમાં અક્ષીય કોઑર્ડિનેટના મૂલ્ય વાસ્તવિક અંતર દર્શાવે છે.
ઉપરના બન્ને પ્રકારમાં ટૂલ પહેલા ઇન્ટરમિડીએટ બિંદુ પર લાવવામાં આવે છે. એના પછી ‘મશીન ઝીરો’ સંદર્ભ લેવામાં આવે છે.
ચિત્ર ક્ર. 1 માં ટૂલનું સ્થાન (X5, Y4) છિદ્રથી માપવામાં આવેલ છે. ટૂલ મશીન ઝીરો તરફ જતી વખતે ડાબી તરફના કલૅમ્પ સાથે અથડાશે કેમકે પ્રોગ્રામમાં X ક્લિઅર કર્યા વગર મૂલ્ય ઉમેરવામાં આવ્યા છે. ઉપરના ઉદાહરણમાં માત્ર X અને Y અક્ષોનો વિચાર કરવામાં આવ્યો છે.

1_1  H x W: 0 x
1. પ્રોગ્રામ, ઇન્ટરમિડિયેટ બિંદુ વિના
G90
G00 X5 Y4
G28 X5 Y4 (મશીન ઝીરો મોશન)
2. એ જ ઉપરનો પ્રોગ્રામ, ઇન્ટરમિડિયેટ બિંદુ બનાવીને
G90
G00 X5 Y4
G28 X12Y12 (મશીન ઝીરો મોશન)
3. સૌથી સુરક્ષિત પ્રોગ્રામ, X પૂર્ણ રીતે ક્લિઅર કરીને
G90
G00 X5 Y4
X12
G28 X12 Y12 (મશીન ઝીરો રિટર્ન)
આમાં મહત્ત્વપૂર્ણ સૂચના એ છે કે ઇન્ક્રિમેન્ટલ મોડનો ઉપયોગ કર્યા પછી તત્કાળ ઍબ્સોલ્યૂટ મોડમાં પ્રવેશ કરવો અત્યંત જરૂરી છે. નહીં તો પ્રોગ્રામ ડેટા ખોટી રીતે વંચાય છે અને અકસ્માત થઈ શકે છે.
ટૂંકમાં, G28 બ્લૉકમાંથી ઇન્ટરમિડિયેટ બિંદુ હટાવી શકાય છે. જો કોઈપણ અલગ ઇન્ટરમિડિયેટ બિંદુ પર ન જઈ મશીન ઝીરો રિટર્ન કરવું જરૂરી હોય, તો ઝીરો ટૂલ મોશન ઇન્ટરમિડિયેટ બિંદુ પર કરી શકાય છે. આ પદ્ધતિ એ વાત પર આધારિત હોય છે કે, G90 અથવા G91 એ સમયે સક્રિય છે કે નહીં.
G90 ઍબ્સોલ્યૂટ મોડમાં મશીન ઝીરો તરફ જાય એ માટે ટૂલના વર્તમાન સ્થાનના કોઑર્ડિનેટ (દરેક અક્ષ માટે) વારંવાર લેવા પડે છે.
G28 પછી, જો અક્ષ 0 લખાયું હોય, તો એનું સંચાલન નથી કરી શકાતું. આ જાણકારી વધુ સારી રીતે સમજવા માટે એક ઉદાહરણ જોઈએ.
રિર્ટન G - છિદ્રના તળીયેથી
પ્રોગ્રામ બ્લૉકમાં ઇન્ટરમિડિયેટ ટૂલના સ્થાનના ઉપયોગનું એક સાધારણ ઉદાહરણ છે, કોઈપણ ઊંડા છિદ્રથી પરત ફરવું. આગળ આપવામાં આવેલ ઉદાહરણમાં, છિદ્રની ઊંડાઈથી ટૂલને પાછળ લાવવા માટે, ડ્રિલિંગ સાયકલ ઉપયોગમાં લેવાને બદલે ટૂલની સાધારણ હલનચલનનો ઉપયોગ કરવામાં આવે છે.
વર્તમાન XY પોઝિશન X59.5 Y54.874 છે.
N21 G90 G00 G54 X59.5 Y54.874 S800 M03
N22 G43 Z0.1 H01 M08
N23 G01 Z-0.45 F10.0
N24 G00 Z-0.43
N25 G01 Z-0.75
બ્લૉક 25 માં છિદ્રના તળિયે ટૂલ છે. ઍબ્સોલ્યૂટ પ્રકારમાં એનું વર્તમાન સ્થાન X59.5 Y54.874 Z-0.75 છે. કટિંગ કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂલ ત્રણેય અક્ષોમાં હોમ પોઝીશનમાં જવું જરૂરી છે. સુરક્ષાની દૃષ્ટિએ પ્રથમ ટૂલ Z અક્ષમાં ઉપર લાવવું યોગ્ય રહેશે. આમાં ઘણાં વિકલ્પ પસંદ કરી શકાય છે, છતાં નીચેના 2 વિકલ્પ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.
1. એક બ્લૉકમાં Z અક્ષ ઉપર લાવીને ટૂલને કાર્યવસ્તુથી ઉપર લાવવું અને X, Y, Z અક્ષ મશીન ઝીરો કરવું.
2. Z અક્ષ મશીન ઝીરો પર લાવવું, એના પછીના બ્લૉકમાં XY અક્ષ મશીન ઝીરો કરવું.
મશીન ઝીરો પોઝિશન
છિદ્રનું સ્થાન X, Y અક્ષ
X59.5, Y54.874
• વિકલ્પ 1 : Z અક્ષ ઉપર ઉપાડીને કાર્યવસ્તુની ઉપર લાવવો અને ત્યાર પછી ત્રણેય અક્ષ X, Y, Z મશીન ઝીરો બિંદુ પર લાવવું. આ પદ્ધતિ પ્રચલિત છે અને સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.

2_1  H x W: 0 x
N26 G00 Z0.1 M09 બ્લૉક પછી રિટર્ન ટૂ હોમ પોઝિશનનો બ્લૉક Z અક્ષ માટે આવવો જરૂરી છે.
N27 G28 Z0.1 M05
વિકલ્પ 1 માટે સંપૂર્ણ પ્રોગ્રામ
N21 G90 G00 G54 X59.5 Y54.874 S800 M03
N22 G43 Z0.1 M01 M08
N23 G01 Z-0.45 F10.0
N24 G00 Z-0.43
N25 G01 Z-0.75
N26 G00 Z0.1 M09
N27 G28 Z0.1 M05
N28 G28 X59.5 Y54.874
N29 M01
• વિકલ્પ 2 : માત્ર Z અક્ષ મશીન ઝીરો કરવું અને પછી XY અક્ષ આગલા બ્લૉકમાં મશીન ઝીરો કરવા.
Z અક્ષ ટૂ મશીન ઝીરો
N26 G28 Z-0.75 M09
XY અક્ષ રિટર્ન ટૂ મશીન ઝીરો
N27 G28 X59.5 Y54.874
વિકલ્પ 2 માટે સંપૂર્ણ પ્રોગ્રામ
N21 G90 G00 G54 X59.5 Y54.874 S00 M03
N22 G43 Z0.1 H01 M08
N23 G01 Z-0.45 F10.0
N24 G00 Z-0.43
N25 G01 Z-0.75
N26 G28 Z 0 M09
N27 G28 X 59.5 Y 54.874 M05
N28 M01
• ચરણ 1 : Z અક્ષ રૅપિડ ટૂ Z 0.1 પોઝિશન સ્થાન
• ચરણ 2 : બધા અક્ષ મશીન ઝીરો પર રિટર્ન
ટિપ્પણી : સ્પિન્ડલ બંધ કરતા પૂર્વે શીતક બંધ કરવું યોગ્ય હોય છે.
સુરક્ષાના સંદર્ભે બન્ને વિકલ્પની તુલના આ પ્રકારે છે.
• વિકલ્પ 1 : અમુક પ્રમાણમાં સુરક્ષિત અને સાયકલ ટાઈમની દ્રષ્ટીથી ઉપયોગી, પરંતુ ત્રણેય અક્ષ મશીન ઝીરો થાય ત્યારે અવરોધ ઉદ્દભવી શકે છે.
• વિકલ્પ 2 : વિકલ્પ 1 થી ઓછા કાર્યક્ષમ, પણ સૌથી સુરક્ષિત.
@@AUTHORINFO_V1@@