આપ સૌને નવા નાણાકીય વર્ષની શુભેચ્છાઓ! હવે તો ઉદ્યોગ સાહસિકોના ‘માર્ચ એન્ડ’ ના કામો પતી ગયા હશે અને નવા નાણાકીય વર્ષ માટેની યોજના અનુસાર કામ શરૂ થઈ ગયું હશે. ગયા વર્ષે કોરોના રોગચાળો તમામ ઉદ્યોગ ક્ષેત્રો માટે પડકારજનક હતો. લૉકઆઉટ દરમિયાન ઉદ્યોગને તરતું રાખવું મહત્વપૂર્ણ હતું. વિકાસના તમામ ક્ષેત્રોમાં પાણી ભરાઈ ગયા હોવાથી, દેશના વિકાસની ગતિ પણ ધીમી પડી હતી. કોરોનાના પહેલા મોજા પછી બીજું મોજું આવશે કે કેમ એવું ચિત્ર દેખાય છે, છતાં કોરોના રસી એ આશાની કિરણ છે. બીજી હકારાત્મક વાત એ છે કે, દેશના અર્થતંત્રમાં વર્ષ 2021-22 માં 13.7 ટકાનો વિકાસ થવાની ધારણા છે, એમ ‘મૂડીજ્’ રેટિંગ એજન્સી કહે છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7 ટકા જેટલો જ રહેવાની ધારણા છે.
નાણાકીય વર્ષ 2020-21 માં, GDP અને ઔદ્યોગિક ઉત્પાદનમાં પ્રથમ ક્વાર્ટર (24.4%) અને બીજા ક્વાર્ટરમાં (7.3%) સતત ઘટાડો થયો હતો. ત્યારબાદ ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રીજા ક્વાર્ટરમાં GDP માં 0.4 ટકાનો વધારો થયો હતો. પાછલા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં આ જ વૃદ્ધિદર 3.3% નોંધાયો હતો. અગાઉના નાણાકીય વર્ષમાં જીડીપીમાં 4 % ટકાનો વધારો થયો હોવા છતાં, નાણાકીય વર્ષ 2020-21 માં જીડીપીમાં 8 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે, એમ નૅશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર સ્પષ્ટ થાય છે.
ભારતીય ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો અથવા ઘટાડો મુખ્યત્વે ઑટોમોટિવ ઉદ્યોગના ઉતાર-ચઢાવ પર આધાર રાખે છે. એવા સંકેતો છે કે, આ વર્ષના અંત તેમજ આગામી વર્ષ સુધી પણ ઑટોમોટિવ ઉદ્યોગમાં વૃદ્ધિ ચાલુ રહેશે. હાલમાં, વધતા જતા ઇંધણના ભાવને પગલે ગ્રાહકો આ નવા નાણાકીય વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા વધુ વલણ ધરાવે છે. જો કે, ચાર્જિંગ સ્ટેશનોની અછત અને ઉંચા ભાવો હોવા છતાં, આવી વાહન ખરીદીની સંખ્યા વધી રહી છે. વાહનોના કારણે થતું પ્રદૂષણ ઘટાડવાની જાગૃતિ એ 22 મી એપ્રિલે ઉજવાતા ‘વિશ્વ વસુંધરા દિવસ’ (વર્લ્ડ અર્થ ડે) ની નીતિઓને પૂરક છે. વ્યક્તિગત સ્તરે આ વધતી જાગૃતિ ઉદ્યોગ સ્તરે પણ દેખાવી જોઇયે. ઉદ્યોગો દ્વારા ઉત્સર્જિત વિવિધ વાયુઓ, તેલ અને અન્ય પ્રદૂષક રસાયણોના કારણે પર્યાવરણને હાનિ થાય છે. આપણે બધાએ આપણા ઉદ્યોગથી થતી પર્યાવરણીય અધોગતિ ઘટાડવા અથવા અટકાવવા પગલાં લેવાની જરૂર છે. ઘણી કંપનીઓ આ માટે પહેલ પણ કરી રહી છે. ઘણી કંપનીઓ વિકાસના ટકાઉ મૉડેલો પર આધાર રાખે છે. કચરો વ્યવસ્થાપન, ઊર્જાનો ઇષ્ટતમ વપરાશ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પણ ફૅક્ટરીઓનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે. આગામી સમયગાળો એ સસટેનેબલ મૅન્યુફૅક્ચરિંગને પ્રાધાન્ય આપવાનો સમયગાળો હશે. તે અર્થમાં, દરેકને તેમના પોતાના વ્યવસાયમાં જરૂરી સુધારો કરવો યોગ્ય રહેશે.
વ્યવસાયને વધુ કાર્યક્ષમ અને નફાકારક બનાવવા માટે, અમે ધાતુકામ મૅગેઝિન દ્વારા વાસ્તવિક મશીનિંગ પ્રક્રિયામાં થતાં ફેરફારો વિશે વાચકોને માહિતગાર કરીયે છીયે. ધાતુકામનો આ અંક ટર્નિંગની પ્રક્રિયા વિશે વધુ વિગતવાર માહિતી પ્રદાન કરે છે. યંત્રભાગોની ઉચ્ચ ગુણવત્તા માટે જરૂરિયાત મુજબ આડા અને ઊભા સી.એન.સી. ટર્નિંગ સેન્ટર પર તેનું મશીનિંગ કરવામાં આવે છે. આડા અને ઊભા ટર્નિંગ સેન્ટર્સ વચ્ચેના મૂળભૂત તફાવતોને સમજાવતા લેખ ઉપરાંત, આ અંકમાં ટર્નિંગ પ્રક્રિયામાં શ્રેષ્ઠ ટૉલરન્સ અને ભૌમિતિક ચોકસાઈ પ્રાપ્ત કરવામાં અસરકારક એવા મુખ્ય પરિબળોની ચર્ચા કરી છે. ટર્નિંગ સેન્ટરમાં ડ્રિવન ટૂલ હોલ્ડર અને HRSA પર ટર્નિંગ કરતી વખતે ધ્યાનમાં લેવાની મહત્વપૂર્ણ તકનીકી વિશેની માહિતી, આ અંકના લેખોમાં વાંચવા મળશે. તે ઉપરાંત જીગ્સ અને ફિક્શ્ચર્સ, ટૂલિંગમાં સુધારો, સી.એન.સી. પ્રોગ્રામિંગ, મશીન મેન્ટેનન્સ વગેરે વિષયો પર ચાલતી અમારી લેખમાળામાં પ્રકાશિત થતાં લેખ આપના રોજિંદા કાર્યમાં ઉપયોગી નીવડશે એની અમને ખાતરી છે.
દીપક દેવધર