વ્હીલ ડ્રેસિંગ ઍટૅચમેન્ટ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    01-Apr-2021   
Total Views |

પરંપરાગત સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ મશીનમાં, કોઈપણ કાર્યવસ્તુ પર કંટૂર આકારનું ગ્રાઇન્ડિંગ કરવું હોય તો ગ્રાઇન્ડિંગ વ્હીલને આકાર આપવા માટે તેને અનુરૂપ ક્રશર હોવું જોઈએ અથવા સી.એન.સી. મશીન પર બેસાડેલ CHK ડ્રેસર હોવું જોઈએ. આ કારણે કારખાનામાં સી.એન.સી. મશીન અથવા સ્પેશલ ડ્રેસરની જરૂરત હોય છે, પણ સી.એન.સી. મશીનનો વિકલ્પ થોડો મોંઘો હોય છે.

અમારા કારખાનામાં પિન (ચિત્ર ક્ર. 1) પર કામ કરવાનું હતું. એમાં કંટૂર ગ્રાઇન્ડિંગ કરવાની ગરજ હતી. કંટૂર ગ્રાઇન્ડિંગ માટે અમે સી.એન.સી. મશીનનો વિકલ્પ જોયો પણ એ મોંઘો હતો. એટલા માટે ઉપલબ્ધ પરંપરાગત ગ્રાઇન્ડિંગ મશીન પર આ પ્રકારનું કંટૂર કેવી રીતે કરી શકાય તે વિશે અમે વિચાર્યું.


1_1  H x W: 0 x

ગ્રાઇન્ડિંગ વ્હીલને અપેક્ષિત કંટૂર આકાર આપવા માટે, ડ્રેસર વ્હીલના અક્ષને એક જ સમયે સમાંતર તથા લંબરૂપ દિશામાં ફરવું જરૂરી હતું. એ માટે ઉપલબ્ધ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર પર પ્રોફાઈલ ડ્રેસિંગ ઍટૅચમેન્ટ (ચિત્ર ક્ર. 2) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ઍટૅચમેન્ટ મશીનના ટેબલ પર પકડવામાં આવે છે. આમાં એક સંયુક્ત (કમ્પોઝિટ) સ્લાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બંને દિશાઓમાં એક સાથે ફરે છે. મુખ્ય સ્લાઈડ, વ્હીલના અક્ષને સમાંતર છે અને એના પર ક્રૉસ સ્લાઈડ બેસાડવામાં આવી છે, જે એની લંબરૂપ દિશામાં ફરે છે. ક્રૉસ સ્લાઈડની એક બાજૂએ છીણીના (ચિઝલ) આકારનું ટ્રેસર અને સમાન આકારનું ડ્રેસર ધરાવતો સૉલિડ બ્લૉક બેસાડવામાં આવેલ છે.

2_1  H x W: 0 x
 
આ સૉલિડ બ્લૉકને સ્પ્રિંગથી દબાવવામાં આવેલ છે. આ કારણે ટ્રેસર, કાર્યવસ્તુની પ્રોફાઈલ અનુસાર બનાવવામાં આવેલ ટેમ્પ્લેટના (ચિત્ર ક્ર. 3) નિયમિત સંપર્કમાં રહે છે. સમાંતર સ્લાઈડને બૉલ સ્ક્રૂની સહાયતાથી હાથ દ્વારા આગળ પાછળ ફેરવવાથી ક્રૉસ સ્લાઈડ પર બેસાડવામાં આવેલ ટ્રેસર, સ્પ્રિંગના દબાણના કારણે ટેમ્પ્લેટ અનુસાર અપેક્ષિત માર્ગ પર સંચલન કરે છે. કેમકે એ જ સૉલિડ બ્લૉક પર ડ્રેસર બેસાડવામાં આવેલ છે, એ ટેમ્પ્લેટ પ્રોફાઈલ અનુસાર વ્હીલનું ડ્રેસિંગ કરે છે.


3_1  H x W: 0 x
આ કામ કરવા માટે 40 લાખ રૂપિયાનું સી.એન.સી. મશીન ખરીદ્યા વિના પણ અમુક હજાર રૂપિયામાં જ અપેક્ષિત પ્રોફાઈલ મેળવવાનું શક્ય થયું.
@@AUTHORINFO_V1@@