પ્રોગ્રામ સ્ટ્રક્ચર અને બ્લૉકનું સ્વરૂપ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    01-Apr-2021   
Total Views |
પાછલા અંકમાં આપણે કાર્યવસ્તુનું ડ્રૉઈંગ પ્રાપ્ત કર્યા પછી મશીન પર પ્રોગ્રામિંગ કરવા માટે જરૂરી પૂર્વ તૈયારી અને વ્યવસ્થા વિશે જાણકારી મેળવી છે. આ લેખમાં આપણે પ્રોગ્રામિંગના પ્રારંભિક પગલાં વિશે સમજીશું.
પ્રોગ્રામિંગ કરતી વખતે વિશેષ શિસ્તનું પાલન કરવું પડતું હોય છે. પ્રોગ્રામનો દરેક ભાગ અને પંક્તિ મશીનને માત્ર વિશિષ્ટ જાણકારી પૂરી પાડે છે. એના ઉદાહરણ કોષ્ટક ક્ર. 1 અને 2 માં આપવામાં આવેલ છે.
પ્રોગ્રામિંગમાં G અને M અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ અક્ષ પર ટૂલને કેવી રીતે ફેરવવાનું છે એનું પ્રોગ્રામિંગ કરતી વખતે G અક્ષરનો (G 00 થી G 99) ઉપયોગ કરવામાં આવે છે. આને પ્રારંભિક કાર્ય (પ્રિપરેટરી ફંક્શન) કહેવામાં આવે છે. M અક્ષરનો ઉપયોગ કરીને (M 00 થી M 99) અન્ય કાર્યોનો પ્રોગ્રામ લખવામાં આવે છે. આ પ્રોગ્રામમાં અલગ અલગ બ્લૉક હોય છે. દરેક બ્લૉક એટલે કેટલાક અક્ષરો અને અંકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ વાક્ય હોય છે. આ વાક્ય પ્રોગ્રામનું એક ચરણ હોય છે. મશીન ચાલતું હોય ત્યારે તે એક સમયે માત્ર એક જ બ્લૉકની જાણકારીને આધારે કામ કરે છે.
પ્રોગ્રામની સર્વસાધારણ રચના કોષ્ટક ક્ર. 1, 2, 3 માં આપવામાં આવેલ છે.

1_1  H x W: 0 x
 
2_1  H x W: 0 x 
જેમકે આ બ્લૉકમાં આપવામાં આવેલ જાણકારી અનુસાર, 2.5 મિમી. નોઝ ત્રિજ્યા ધરાવતું ટૂલ 0.2 મિમી. / ફેરા ગતિથી X અક્ષ પર 30 સંખ્યા સુધી જાય છે.
સૂચના : એક વાર G કોડ પાસેથી પ્રાપ્ત કરવામાં આવેલ સૂચનાનો અમલ નવો G કોડ મળે ત્યાં સુધી કરવામાં આવે છે.

3_1  H x W: 0 x
ચિત્ર ક્ર. 1 માં દર્શાવેલ 5 મિમી. વ્યાસનું છિદ્ર બનાવવા માટે કોષ્ટક ક્ર. 4 અનુસાર પ્રોગ્રામ લખવામાં આવશે.

4_1  H x W: 0 x
ચિત્ર ક્ર. 1 માં દર્શાવેલ ફેસિંગ તથા લંબાઈ પર રફિંગ કરવા માટે કોષ્ટક ક્ર. 5 અનુસાર પ્રોગ્રામ લખવામાં આવશે. એના માટે T0303 ટૂલનો ઉપયોગ કરવામાં આવશે. આમાંથી G71 થી શરુ થનાર બ્લૉક એ નક્કી કરે છે, કે રફિંગ માટે જરૂરી ટૂલની ચાલ કેવી હોવી જોઈએ.

5_1  H x W: 0 x
ચિત્ર ક્ર. 1 માં દર્શાવ્યા મુજબ ફિનિશિંગ કરવા માટે કોષ્ટક ક્ર. 6 અનુસાર પ્રોગ્રામ લખવામાં આવશે. એના માટે T0404, એ ટૂલનો ઉપયોગ કરવામાં આવશે.

6_1  H x W: 0 x
પ્રોગ્રામ બનાવવા માટે જરૂરી જાણકારી
1. પ્રોગ્રામ ક્ર. : 3911
2. રફ પાર્ટ વ્યાસ : 70 મિમી., લંબાઈ : 120 મિમી. (+1 મિમી ફિનિશિંગ અલાઉન્સ)
3. ટૂલ
ડ્રિલિંગ : ટરેટ સ્ટેશન 2
કૉલઅપ : T0202
રફિંગ ટૂલ : ટરેટ સ્ટેશન 3
કૉલઅપ : T0303
ફિનિશિંગ ટૂલ : ટરેટ સ્ટેશન 4
કૉલઅપ : T0404
4. મેટલ વર્કિંગ ડેટા
4.1 ડ્રિલિંગ ફીડ : 0.1 મિમી./ફેરો
સ્પિન્ડલ સ્પીડ : 2000 આર.પી.એમ.
ફીડ: 0.2 મિમી./ફેરો
4.2 ફેસિંગ ફીડ : 0.2 મિમી./ ફેરો
કાપવાની એકસરખી ગતિ : 200 મિ./મિનિટ
4.3 રફિંગ ફીડ : 0.4 મિમી./ફેરો
કાપવાની એકસરખી ગતિ : 200 મિ./મિનિટ
4.4 ફિનિશિંગ ફીડ : 0.15 મિમી./ફેરો
કાપવાની એકસરખી ગતિ : 250 મિ./મિનિટ
4.5 વર્કપીસ ઝીરો પૉઈન્ટ G59
ચક + જૉ ઊંચાઈ : 130 મિમી.
+રફ પાર્ટ લંબાઈ : 120 મિમી.
- ફિનિશ અલાઉન્સ : 1 મિમી.
પ્રથમ ઑપરેશન : 249 મિમી.
@@AUTHORINFO_V1@@