સમય બચાવનાર કિફાયતી ‘જૉ’

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    30-Mar-2021   
Total Views |
કાર્યવસ્તુ પકડવાની રીત જો ખોટી હોય, તો ચકની ગુણવત્તા અને કાર્યક્ષમતા પર ખરાબ અસર પડી શકે છે. સાથે જ ઑપરેટરને પણ ઈજા થવાની સંભાવના હોય છે. તેથી, ઉત્પાદન દરમિયાન ઉત્તમ ગુણવત્તાના ચકનો ઉપયોગ કરવો જરૂરી હોય છે. ઉદ્યોગ જગતમાં ટર્નિંગ પ્રક્રિયા માટે હંમેશા 3 જૉ વાળા પાવર ચકના ઉપયોગને પ્રાથમિકતા આપવામાં આવતી. પણ અમુક ઑપરેશન્સ એવા હોય છે જેમાં અમુક ખાસ પ્રકારના પાર્ટ માટે, અલગ વિશેષ પ્રકારના જૉ બનાવવા પડે છે. આ સંદર્ભે અમારી સીલંટ કંપનીએ નવો જ અભિગમ અપનાવ્યો છે, જેની માહિતી આ લેખમાં આપવામાં આવી છે.

1_1  H x W: 0 x
 
સીલંટ કંપની, પાછલા 30 વર્ષોમાં ક્વિક રિલીઝ કપલિંગનું ઉત્પાદન કરે છે. કપલિંગમાં સેંકડો મૉડલ હોઈ શકે છે, જેમાંથી અમુક ચિત્ર ક્ર. 1 માં દર્શાવાયા છે. દરેક મૉડલમાં 3 થી 6 પાર્ટ હોય છે, જે સી.એન.સી. લેથ પર બનાવવામાં આવે છે.
ક્વિક રિલીઝ કપલિંગને ચક પર પકડવા માટે સૉફ્ટ જૉનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક પાર્ટ માટે 3 જૉનો અલગ સેટ બનાવવો જરૂરી હોય છે. ફરી બીજી વાર ઉપયોગમાં લેવા માટે એનો સંગ્રહ કરવાનો વિચાર કરીએ, તો સેંકડોની સંખ્યામાં સેટ સંભાળવા પડે છે. એ માટે ખર્ચો અને જગ્યા બન્ને વધુ જોઈએ છે. નવા જૉ સેટને ‘ટ્રૂ’ રીતે બેસાડવા માટે નવો કટ લેવો પડતો હોય છે, જેમાં ખૂબ સમય વેડફાઈ જાય છે.
આ કામ સરળ બનાવવા માટે તથા સમય બચાવવા માટે અમે, ઓછાં સમયમાં તરત જ બદલી શકાય તેવા કિફાયતી ‘ટિપ’ જૉ બનાવ્યા છે. એ માટે ભારત સરકાર પાસેથી અમે પેટન્ટ પણ પ્રાપ્ત કરેલ છે. ચક પર ઉપયોગ કરવામાં આવે છે, તે ‘કડક’ જૉની ડિઝાઈન બદલીને એની ટોચ પર નાનું ટિપ જૉ (ચિત્ર ક્ર. 2) બેસાડવાની સુવિધા આપવામાં આવી છે.

2_1  H x W: 0 x
કડક જૉ ચક પર બેસાડ્યા પછી, એને ખસેડ્યા વિના નાનો જૉ કાઢવાનું તથા બેસાડવાનું સહેલું બનાવવા માટે એવી રચના કરવામાં આવી છે. કાઢવામાં આવેલ જૉને ફરીવાર બેસાડવા તથા એને ફરી ચોકસાઈપૂર્વક પૂર્વસ્થાન પર ગોઠવવા માટે ટેપર્ડ ટ્રેપેજૉઈડલ જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જે પ્રકારે ડ્રિલિંગ મશીનમાં ડ્રિલને માત્ર દબાવીને કસીને બેસાડવાથી પણ એ ‘ટ્રૂ’ ફરે છે, એ જ પ્રકારે આ ટિપ કાઢીને ફરી બેસાડ્યા પછી એ 0.05 મિમી. માં ‘ટ્રૂ’ બેસે છે. જૉ કસીને બેસાડ્યા પછી પણ બોઅરિંગ કરતી વખતે ધક્કો લાગતા એ ઢીલું થઈ શકે છે. આ ટાળવા માટે એક સ્ક્રૂની રચના કરવામાં આવે છે. કસીને બેસાડવામાં આવેલ ટિપ હાથેથી નથી કાઢી શકાતી, એ માટે એક પુલરની જરૂર પડે છે. સતત 8 મહિના સુધી ઘણા પ્રયોગો અને ચકાસણીઓ કર્યા પછી, આ તરત બદલી શકાય એવા જૉનું નિર્માણ થઈ શક્યું છે.

3_1  H x W: 0 x
આ ટિપ અમે સૉફ્ટ EN8, ટફન્ડ તથા હાર્ડનેબલ એમ ત્રણ પ્રકારની બનાવીએ છીએ. એક જ જૉનો ઉપયોગ, સૉફ્ટ જૉ ટિપ બેસાડવાથી સૉફ્ટ જૉ, હાર્ડનેબલ ટિપ લગાડવાથી હાર્ડ જૉના રૂપમાં થઈ શકે છે. EN8 ટફન્ડ ટિપના ઉપયોગથી બોઅરિંગની જરૂરિયાત ઓછી થઈ જાય છે એટલે ત્યાં પણ સમયની બચત થાય છે.
ત્રણ ટિપના સેટ રાખવા માટે અમે બૉક્સ આપીયે છે. આ બૉક્સનો આકાર એક જૉ કરતાં પણ નાનો હોય છે. આના ઉપર કાર્યવસ્તુનું નામ, એની બોઅર સાઈઝ અને મશીનનું નામ લખવાની સુવિધા (ચિત્ર ક્ર. 4) આપી હોવાથી, જૉ સેટને શોધવામાં લાગતો સમય બચે છે.

4_1  H x W: 0 x
 

5_1  H x W: 0 x 
 
 
લાભ:
• આ ઉત્પાદનથી સેટિંગ સમયમાં લગભગ અડધા કલાક જેટલા સમયની બચત થાય છે.
• ટિપ બદલવા માટે લાગતો સમય, પૂરેપૂરો જૉ સેટ બદલવા માટે લાગતા સમય કરતાં ઘણો ઓછો હોય છે. જો આ પ્રકારે સેટિંગ રોજ બદલાતું હોય, તો એમાં બચતા સમયનું કુલ એક વર્ષનું મૂલ્ય રૂપિયામાં 30,000 જેટલું હોય છે.
• અમે 135, 165 તથા 200 મિમી. આકારના ચક માટે એક જ ટિપ ઉપયોગ કરવાની સુવિધા આપી છે.
• આ જૉ પર ષટકોણીય પાર્ટ પકડવો પણ શક્ય હોય છે, એટલે પ્રી-મશીનિંગની જરૂર પડતી નથી.

6_1  H x W: 0 x
અલગ અલગ કંપનીઓના ચક ઉપયોગમાં લેવાતા હોય, તો એના પર ઉપયોગ કરવા માટે અલગ અલગ જૉ રાખવા પડે છે. એના કારણે જૉની સંખ્યા વધે છે. અમારી પ્રણાલી અનુસાર એક બેઝ જૉ બનાવવામાં આવે છે. આ બધા જૉમાં બેસાડવામાં આવેલ ટિપ, કોઈપણ પ્રકારના ચક પર કામ કરી શકે છે.
ટિપની કિંમત જૉના 40% જેટલી જ હોય છે. ઘણાં મશીન પર એ જ ટિપનો ઉપયોગ કરવામાં આવતા જૉની કિંમત 90 % જેટલી ઘટી શકે છે. ઉદાહરણ તરીકે, માની લો કે અલગ અલગ મશીન પર કોઈ વિશેષ કામ કરવા માટે જો 1 લાખ રૂપિયાના જૉ ખરીદવા પડતા હોય તો એ જ કામ માટે જરૂરી ટિપ અમે 10 હજાર રૂપિયામાં આપીએ છીએ.
આ ઉત્પાદન માટે, અમને ઔદ્યોગિક ગુણવત્તા સંબંધી જી.એસ.પારખે પુરસ્કાર દ્વારા સમ્માનિત પણ કરવામાં આવ્યા છે.
@@AUTHORINFO_V1@@