ગૃહિણીથી ઉદ્યોગસાહસિકઃ એક યાત્રા

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    29-Mar-2021
Total Views |
આપણે બધા જાણીએ છીએ કે આજે મહિલાઓ ઘણા ક્ષેત્રોમાં પુરુષોની સાથે મળીને કામ કરી રહી છે. એન્જિનિયરિંગ ક્ષેત્ર પણ તેનો અપવાદ નથી. એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કોઈ અનુભવ ન હોવા છતાં, ફક્ત આત્મવિશ્વાસના બળ પર, મશીનિંગ ક્ષેત્રે સફળતાપૂર્વક ફૅક્ટરી ચલાવાની તેમની યાત્રાની વિગતો તેઓ આપણને બતાવે છે. 8 મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પ્રકાશ હોમ ઇંડસ્ટ્રીજના અનઘા નાઈક સાથે એક મુલાકાત.

1_1  H x W: 0 x
 
 
જ્યારે પરિવારમાં પુત્ર ન હોય, ત્યારે કુટુંબના પરંપરાગત વ્યવસાયનું શું થશે? તેને કોણ ચલાવશે? તેના વારસદારો કોણ? આવા સવાલ એ વ્યવસાયથી સંબંધિત લોકો અને સમાજને પણ પડે છે. પ્રકાશ હોમ ઇન્ડસ્ટ્રીઝના માલિક શરદ પંડિતે તેમના વ્યવસાય વિશે ખાતરી આપતા જણાવ્યું હતું, કે તેમની પુત્રી તેમની કંપનીનું ભવિષ્ય છે. એન્જિનિયરિંગનું ભણતર ન હોવા છતાં, તેમના પુત્રી અનઘા નાઈક હવે પોતાની કુદરતી ક્ષમતા અને આવડતને કારણે કંપનીની તમામ કામગીરી સફળતાપૂર્વક ચલાવી રહ્યા છીએ. તેમના પિતાએ તેમનામાં જે વિશ્વાસ મૂક્યો હતો, તેને તેઓ આજે સાબિત કરી રહ્યા છે. આપ જે ક્ષેત્રમાં કાર્યરત છો, તેને લાગતું શિક્ષણ જો આપની પાસે હોય, તો તે હંમેશાં સારું જ કહેવાય. પરંતુ એવું ન હોય તો પણ વ્યવસાય ધગસથી અને સફળતાપૂર્વક ચલાવી શકાય છે, તેનું ઉદાહરણ છે અનઘા નાઈક! 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમની સાથે આ વિશેષ વાતચીત.
સવાલ : એવું ઘણીવાર કહેવાય છે કે મેકૅનિકલ એન્જીનિયરિંગનું ક્ષેત્ર સ્ત્રીઓ માટે એટલું અનુકૂળ નથી. આજે આપ આપની કંપનીમાં ઉચ્ચ પદ પર કામ કરી રહ્યા છો. આ ક્ષેત્ર પસંદ કરતી વખતે તમે શું વિચાર્યું હતું?
જવાબ : પ્રકાશ હોમ ઇન્ડસ્ટ્રીઝ એ વ્યવસાય મશીન ટૂલ ઉદ્યોગથી સંબંધિત છે. પહેલાં અમે ડ્રિલિંગ મશીનની અસેમ્બ્લી કરતા હતા. મારા દાદા અને તેમના ભાઈએ સાથે મળીને આ ધંધો 1961-62 ની આસપાસ શરૂ કર્યો હતો. તે પછી, મારા પિતા આ વ્યવસાયમાં જોડાયા. મારા માતાપિતાના સંતાનોમાં, હું અને મારા બહેન, એમ બે દીકરીયો જ હતા. ધંધો સારો ચાલી રહ્યો હતો. પણ એક સમય એવો આવ્યો કે હવે આ ધંધાનું આગળ શું થશે, એવો સવાલ ઉપસ્થિત થવા લાગ્યો. તે સમયે, 2008 માં, મારા પિતાએ મને વિશ્વાસમાં લઈને આ કંપની જોવાની દરખાસ્ત કરી. મારા માટે, બધું એકડ એકથી જ કરવાનું હતું. મારા પિતા પણ એના માટે તૈયાર હતાં. તેઓએ મને ખાતરી આપી, “તમામ પ્રકારની તાલીમ આપવા માટે, જે જોઈયે તે મદદ કરવા માટે, હું તારી સાથે છું.” 1 જૂન, 2008 ના રોજ, મેં આ વ્યવસાયની દુનિયામાં પ્રવેશ કર્યો.
સવાલ : કંપનીમાં તમારી યાત્રા વિશે શું કહેશો?
જવાબ : મારા પિતાએ મને કહ્યું હતું કે શરૂઆતમાં મારે દરરોજ કંપનીમાં જઈ માત્ર અવલોકન કરવાનું છે. મેં તેમના કહ્યા મુજબ 3 મહીના સુધી ફક્ત જોયા કર્યું. તે સમયે શૉપ ફ્લોર પર શું ચાલી રહ્યું હતું, તેની મને ખબર જ નહોતી. હું જાતે જ કેટલીક વસ્તુઓનો અર્થઘટન કરતી હતી. ક્યારેક ત્યાંના લોકોને પૂછતી પણ હતી. લગભગ 3 મહિના પછી, મને ધીમે ધીમે ત્યાંના કામનો ખ્યાલ આવવા લાગ્યો અને કાર્યસ્થળમાં રહેતા ‘લૂપ હોલ’ પણ સમજવાનું શરૂ થયું. તેના વિશે શું થઈ શકે, એની હું મારા પિતા સાથે ચર્ચા કરતી હતી. તકનીકી જ્ઞાનના અભાવને લીધે, ખાસ કરીને તકનીકી સમસ્યાઓમાં કેવી રીતે વિચારવું, શું નિર્ણય લેવા, એમાં મને થોડી મુશ્કેલી પડતી હતી. મેં HR વિભાગ સંભાળવાથી શરુઆત કરી. ત્યાર પછી પરચેસ વિભાગ, શૉપ ફ્લોર જેવા તમામ વિભાગોમાં મેં કામ કર્યું.
સવાલ : કંપનીમાં જોડા્યા પછી ત્યાંના લોકોએ આપને કેવો આવકાર આપ્યો?
જવાબ : મારુ કંપનીમાં જોડાવું એ ત્યાંના લોકો માટે અને મારા માટે એક નવો જ અનુભવ હતો. શરૂઆતમાં એક મહિલા અધિકારી તરીકે, મને ભારે હૃદય સાથે સ્વીકારવામાં આવી હતી. ‘આ તો હમણાં આવ્યા છે. અમે અહીં પહેલેથી જ કામ કરી રહ્યા છીએ. તેમને આ વિશે શું ખબર છે ...’ આવી વાતો તે સમયે મારા કાન પર આવતી. આ પરિસ્થિતિ સાથે કેવી રીતે સામનો કરવો એ મારી સામે મોટો સવાલ હતો. જ્યારે કોઈ કંપની ચલાવવી હોય, ત્યારે ત્યાંના લોકોનો વિશ્વાસ કમાવો મારા માટે અગત્યનું હતું. એની શરૂઆત તરીકે, અમે દર મહિને એક કામદારના પરિવારને કંપનીમાં આમંત્રિત કરવાનું શરૂ કર્યું. તેમને કંપનીમાં બધી જગ્યાએ લઈ જઈ કંપનીના કામ અંગે માહિતી આપવામાં આવી હતી. આ રીતે દરેક પરિવાર સાથે મારો મૈત્રીપૂર્ણ પરિચય થયો. અમે કામદારોના જન્મદિવસની ઉજવણી પણ શરૂ કરી. ત્યારથી, મને અમારા લોકોનો સહકાર મેળવવામાં ક્યારેય કોઈ સમસ્યા આવી નથી. તેમને સમજવામાં અને તેમના તરફથી સપોર્ટ મેળવવામાં, આ પગલું ઘણું કામનું નીવડ્યું. હું અહીં એક વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું. અમારી કંપનીમાં 30-35 વર્ષોથી કામ કરનાર લોકો હજુ પણ કામ કરી રહ્યા છે. જે લોકો મારા પિતાના સમયમાં કામ કરતા હતા, તે આજે મારી સાથે પણ કામ કરી રહ્યા છે. હું માનું છું કે આ જ મારી સફળતા છે. આ વાતથી મને ખરો સંતોષ થાય છે. દરેક ગ્રાહક અને સપ્લાયરને આપેલી કમિટમેન્ટ 100% પાળવાનો અમે પ્રયાસ કરીયે છે, તેથી તેઓ પણ આજે મારા પર વિશ્વાસ કરે છે. સમયસર ડિલિવરીથી ગ્રાહકો પણ સંતુષ્ટ છે અને તે જ અમારું પ્રમાણપત્ર છે, એમ કહી શકાય.
સવાલ : તમે શૉપ ફ્લોર પર તકનીકી અથવા અન્ય સમસ્યાઓ કેવી રીતે હઁડલ કરો છો?
જવાબ : HR છોડ્યા પછી, મેં પરચેસ અને તકનીકી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. મારા પિતાએ મને ડ્રૉઇંગ વાંચવાનું શીખવાડ્યું. હું ડ્રૉઇંગની ઝીણી વિગતોને સમજી શકતી નથી, તેમ છતાં જ્યારે ગ્રાહક અમારી પાસે આવે, ત્યારે તેમણે અમને આપેલા ડ્રૉઇંગ મુજબ અમે કામ કરી શકીશું કે નહિ એ હું તેમને બતાવી શકું છું. અમારી પાસે તકનીકી અને ગુણવત્તા વિભાગમાં સારી આવડત ધરાવતા લોકો કામ કરે છે. આ કામ હું તેમની પાસેથી કરાવી લઉં છું. અમે શરૂઆતથી ધાતુકામ મૅગેઝિન મંગાવિયે છે. આ સામયિક નિયમિત વાંચી, તેની અંદરની માહિતીનો ઉપયોગ અમારી શૉપ ફ્લોર પર કેવી રીતે કરવો તે વિશે અમારે ત્યાં ચર્ચા થાય છે. તે સિવાય, હું અન્ય તકનીકી સામયિકો અને પુસ્તકો વાંચીને જાતે જ્ઞાન મેળવું છું.
શૉપ ફ્લોર પર કોઈ સમસ્યા સાવ નાની હોવા છતાં, મારા તકનીકી શિક્ષણના અભાવને કારણે તેનો ઘણીવાર ગેરલાભ લેવામાં આવતો હતો. તે ઘણી મોટી સમસ્યા છે, એવું ચિત્ર ઊભુ કરવામાં આવતું હતું. તે સમયે, હું 3-4 જુદા જુદા લોકો પાસેથી તેના વિશે માહિતી મેળવી, તેમના મંતવ્યો શું છે તે જાણીને, તેનું વિશ્લેષણ કરીને, ટૂંકા સમયમાં તેનો ઉકેલ કેવી રીતે થઈ શકે છે, તે સમજી લેતી હતી. એવા અનુભવોમાંથી મને ઘણું શીખવા મળ્યું. આવી ઘટનાઓ માટે મારે હંમેશા તૈયાર રહેવું પડે છે.
શૉપને લગતી દરેક બાબતોની આવશ્યક વિગતોનો રિપોર્ટ જોઈને તેનો જરૂરી ફૉલોઅપ કરવાની હવે મને ટેવ પડી છે, તેથી હવે બહુ સરળતાથી બધું મૅનેજ થાય છે.

2_1  H x W: 0 x
સવાલ : તમારી પાસે કેટલી મહિલાઓ કામ કરે છે? કંપનીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓનું સ્થાન શું છે?
જવાબ : જ્યારે હું કંપનીમાં જોડાઈ હતી, ત્યારે શરૂઆતમાં મહિલાઓ માત્ર હાઉસકીપિંગ માટે જ હતી. આજે અમારી પાસે કુલ 100 કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી 10-12 મહિલાઓ છે. પેન્ટિંગ શોપ, ડ્રિલિંગ ડિપાર્ટમેન્ટ, HR, માર્કેટિંગ જેવા વિવિધ વિભાગોમાં તેઓ કામ કરે છે. મશીનિંગ વિભાગની અમારી એક મહિલા સ્વતંત્ર રીતે વીએમસી મશીન પણ ચલાવે છે. અમારો HR અને માર્કેટિંગ આ બે વિભાગોનું સંપૂર્ણ સંચાલન બે મહિલાઓ દ્વારા થાય છે. કંપનીની નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓનો સહભાગ 60% હોય છે. જ્યારે હું આ ચિત્ર જોઉં છું, ત્યારે મને બહુ સંતોષ લાગે છે. હું જે પ્રયત્ન કરું છું તે યોગ્ય છે, એમ મને લાગે છે.
એકંદરે, મહિલાઓ ખૂબ જ સખત મહેનત કરે છે, તેઓ તેમના કામ પ્રત્યે નિષ્ઠાવાન હોય છે. મને એમ કહીને ગર્વ થાય છે કે અમારા બેલગામ વિસ્તારમાં ઘણી મહિલા ઉદ્યમીઓ છે અને મજૂર વર્ગમાં પણ મહિલાઓનું પ્રમાણ ઘણું છે.
સવાલ : મહિલા દિન નિમિત્તે, મેકૅનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે કાર્યરત અને આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છતી મહિલાઓને આપ શું સંદેશ આપશો?
જવાબ : જ્યારે હું આ કંપનીમાં પહેલી વાર દાખલ થઈ, ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારા પિતાએ મને જે જવાબદારી આપી છે, તે હું પૂર્ણ કરવા માંગુ છું. હું આ કંપનીને બંધ નહીં થવા દઉં. તેના માટે શું સુધારાત્મક પગલા લેવા જોઈયે, એ હું સતત વિચારતી હતો. મારામાં કોઈ કાર્ય અધૂરું ન રાખવાનું અને તેને ચીવટથી પૂરુ કરવાનો ગુણ છે, જે મારા વ્યવસાયમાં ખૂબ ઉપયોગી નીવડ્યો. જ્યારે આ કંપની શરૂ થઈ, ત્યારે અમારી પાસે તદ્દન પરંપરાગત સેટઅપ હતો. તેને સુધારીને, અમે દર વર્ષે બજારની માંગ પ્રમાણે અમારી શૉપ ફ્લોઅર પર એક નવું મશીન ઉમેરતા ગયા અને હવે આખો સેટઅપ સી.એન.સી. મશીનનો થઈ ગયો છે.
જો તમે આ ક્ષેત્રમાં દાખલ થવા માંગતા હો, તો તમારી પાસે તકનીકી જ્ઞાન હોવું જોઈએ, જે મારી પાસે નથી. તે મારી સૌથી મોટી પ્રતિકૂળતા છે. મને લાગે છે કે જો મારે આ જ કરવાનું પહેલેથી નક્કી હોત, અને જો હું આ ક્ષેત્રનું જ્ઞાન મેળવીને અહીં આવી હોત, તો આજે એ કેટલું મદદરૂપ થઈ શકત. તેથી હવે મને લાગે છે કે જે મહિલાઓ આ ક્ષેત્રમાં કામ કરવા માંગે છે, તેમની અંદર 3D એટલે, ડ્રીમ, ડિઝાયર અને ડેડિકેશન, એ ત્રણ ગુણ હોવાની બહુ જ જરૂર છે. જો તેમની પાસે આ ત્રણ વાતો હશે, તો સફળતા તેમના માટે બહુ દૂર નથી.
શબ્દાંકન: સઇ વાબળે,
સહાયક સંપાદક, ઉદ્યમ પ્રકાશન
@@AUTHORINFO_V1@@