સંપાદકીય

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    29-Mar-2021   
Total Views |

1_1  H x W: 0 x
નાણાકીય વર્ષ 2020-21 નો છેલ્લો મહિનો, એ એક ભૂલી જવા યોગ્ય વર્ષની છેલ્લી તક છે અને આ મહિનામાં સૌથી વધુ લાભ કેવી રીતે મેળવવો, તે આખું ઉદ્યોગ પ્રયાસ કરી રહ્યું છે. IHS માર્કેટ ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ પરચેઝિંગ મૅનેજરનું ઇન્ડેક્સ છેલ્લા 6 મહિનાથી સતત વધી રહ્યું છે. જાન્યુઆરી 2021 માં, તે 57.7 ની ટોચ પર પહોંચ્યો. આ બતાવે છે કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે.
 
1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આશાસ્પદ છે. કોવિડ 19 રોગચાળાને કારણે તૂટી ગયેલા નાના અને મધ્યમ ઉદ્યોગોમાં નોંધપાત્ર ફાળો આપવા માટે, આ વર્ષના કેન્દ્રિય બજેટમાં સારી એવી યોજનાઓ છે. 2020-21 ના બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટે રૂ. 7,572 કરોડની જોગવાઈ હતી, હવે 2021-22 ના બજેટમાં એ બમણી થઈને 15,700 કરોડ થઈ ગઈ છે.
 
આની વિગતો પર નજર નાખવાથી જાણવા મળે છે, કે ખાદી ગ્રામોદ્યોગ, સોલર ચરખા જેવી ગ્રામીણ વિકાસમાં ફાળો આપતી યોજનાઓની જોગવાઈ ગયા વર્ષ કરતા ઓછી રહી છે. ગયા વર્ષે આશરે 2500 કરોડ રૂપિયાની જગ્યાએ આ વર્ષે તે 1400 કરોડ રૂપિયા જેટલી છે. ઔદ્યોગિક ક્ષેત્રે તકનીકી વિકાસ અને ગુણવત્તા પ્રમાણીકરણ માટેની ફાળવણી ગયા વર્ષે 683.91 કરોડ રૂપિયા હતી, તે ઘટાડીને આ વર્ષે 330.31 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે, જ્યારે ગ્રામીણ ઉદ્યોગસાહસિક વિકાસ માટે આયોજિત ફાળવણી રૂ. 15 કરોડથી ઘટાડીને 7.5 કરોડ કરવામાં આવી છે. આ અને કેટલીક અન્ય યોજનાઓ પરની જોગવાઈઓને ઘટાડીને આ બજેટમાં પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ યોજના (PMEGP) અને અન્ય નાણાકીય સહાય યોજનાઓ પરની જોગવાઈઓ, 2800 કરોડથી વધારીને 12499.7 કરોડ રૂપિયા કરી છે. હકીકતમાં, PMEGP પરની જોગવાઈમાં રૂ. 500 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે અને નાના અને મધ્યમ ઉદ્યોગોને લોન આપવા માટેની ગૅરંટી ઇમર્જન્સી ક્રેડિટ લાઇન (GECL) યોજના માટે 10,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે માર્કેટિંગ અને વિદેશી પ્રદર્શનમાં ભાગ લેવા માટે સહાયની જોગવાઈ રૂ .130 કરોડથી ઘટાડીને 65 કરોડ કરી દેવામાં આવી છે. કૌશલ્ય વિકાસ યોજના માટેની જોગવાઈમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યાં નથી.
 
આર્થિક સ્તરે, સરકારની નીતિઓ આપણા માટે ત્યારે જ ઉપયોગી હોય છે, જ્યારે આપણે આપણા વ્યવસાયમાં થતા ફેરફારો અને સુધારાઓ વિશે જાગૃત હોઈએ. ધાતુકામ મૅગેઝિનમાંથી, અમે યંત્રણ અને ફૅક્ટરીથી સંબંધિત મુદ્દાઓ વાચકો સમક્ષ લાવીએ છીએ. ધાતુકામ ગુજરાતી અંકમાં અમે સી.એન.સી. પ્રોગ્રામિંગ, જીગ્સ અને ફિક્શ્ચર, ટૂલિંગમાં સુધાર, મશીન મેન્ટેનન્સ જેવા વિષયો પર લેખમાળા પ્રકાશિત કરીયે છે. અમારા વાચકોનો પ્રતિસાદ જોતા અમને ખાતરી છે, કે તેની ઉપયોગિતા નોંધપાત્ર છે. આ મહિનાના વેબિનારમાં ‘કૅડેમ ટેક્નોલૉજીસ્’ ના સંચાલક, જી. વ્હી. દાસરથી સ્પિન્ડલની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા અંગે આપણને કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ આપશે.
 
માર્ચ 2021 ના અંકનો મુખ્ય વિષય છે, કાર્યવસ્તુને પકડવા માટેના સાધનો. તેને ધ્યાનમાં રાખીને લેથના નવીન પ્રકારના ચક, સમય બચાવનાર કિફાયતી જૉ એવા ઉપકરણોની માહિતી આપતા લેખો આ અંકમાં શામેલ છે. તે સિવાય વ્હીલ ડ્રેસિંગ ઍટૅચમેન્ટ, જટિલ ભાગોના ચોક્કસ યંત્રણ માટે ખાસ પ્રકારનું ફિક્શ્ચર બનાવવાનું મહત્વ અને ડીપ હોલ ડ્રિલિંગ જેવા વિવિધ વિષયો પર નવી તકનીકો, મશીનો, ટૂલિંગ વગેરેની તકનીકી માહિતી પ્રદાન કરનારા લેખો પણ વાંચવા મળશે. આજના આધુનિક વિશ્વમાં સ્ત્રીઓ ઉદ્યોગના તમામ ક્ષેત્રોમાં ભાગ લેતી જોવા મળે છે અને આશ્ચર્યજનક રીતે મેકૅનિકલ એન્જિનિયરિંગમાં પણ ! આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. તેના અનુસંધાનમાં અમે એક મહિલા ઉદ્યોગપતિની સફળ યાત્રાને વર્ણવતા વિશેષ લેખનો સમાવેશ કર્યો છે.
દીપક દેવધર
@@AUTHORINFO_V1@@