મશીન મેન્ટેનન્સ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    24-Feb-2021   
Total Views |
2_1 H x W: 0 x
સી.એન..સી. મશીન અથવા પરંપરાગત મશીનની કિંમત હંમેશા વધુ હોય છે. અમુક સી.એન.સી. મશીન તો કરોડોમાં વેચાતી હોય છે. સી. એન. સી. મશીનના મુખ્ય ફાયદા છે તેમની ઉચ્ચ ઉત્પાદકતા, તૈયાર ઉત્પાદની સારી ગુણવત્તા અને તેની સર્વોત્તમ ચોકસાઈ. મશીન જ્યારે બરાબર ચાલતું હોય, ત્યારે બધું જ બરાબર હોય છે, પરંતુ, એક વાર મશીનમાં કોઈ ખામી આવે અને જો એનું મૂળ ન શોધી શકાય, તો કંપનીને ઘણું બધું નુકસાન સહેવું પડે છે. ઉત્પાદન પણ અટકી જાય છે.
મશીન સાથે આપવામાં આવેલ મશીન મેન્ટેનન્સની પુસ્તિકાના કોષ્ટકમાં સામાન્ય રીતે મશીન મેન્ટેનન્સ વિશે મૂળભૂત સૂચના આપવામાં આવેલ હોય છે. પરંતુ અમુક જટિલ સમસ્યા અને ખરાબી ઉદ્દભવી હોય, તો આ કોષ્ટકમાં સમસ્યાનું નિવારણ નથી હોતું. આવી જટિલ સમસ્યાઓના નિવારણ માટે મશીનની કાર્યપદ્ધતિની વિસ્તૃત જાણકારી હોવી જરૂરી છે.
સી.એન.સી. મશીનમાં યાંત્રિક (મૅકેનિકલ), વિદ્યુત યાંત્રિક (ઇલેક્ટ્રો-મૅકેનિકલ), હાઈડ્રૉલિક, ન્યુમૅટિક તથા કમ્પ્યુટર વગેરે તમામ પ્રકારની એન્જિનિયરિંગ સ્ટ્રીમ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે મશીન રિપેર કરનાર અથવા મેન્ટેન કરનાર એન્જિનિયરને આ બધી જ સ્ટ્રીમ્સની જાણકારી હોવી જરૂરી છે.
એક કંપનીમાં મશીનની ખરાબીનું ઉચિત નિદાન યોગ્ય સમયે કરવામાં આવ્યું, તો કંપનીને 5 લાખ રૂપિયાની બચત થઈ ગઈ. સાથે સાથે મશીન બંધ પણ ન રાખવું પડ્યું. આ લેખમાં આપણે એ જાણકારી મેળવીશું, કે આ બધું કેવી રીતે શક્ય બને છે.
કેસ સ્ટડી
આ કંપનીમાં 450 ટન, 4 મીટર પહોળી પ્લેટ પર કામ કરવા માટે સક્ષમ હાઈડ્રૉલિક બેન્ડિંગ પ્રેસ બેસાડવામાં આવેલ છે. કેટલાક વર્ષ સુધી મશીન કોઈપણ જાતની ફરિયાદ કે ખરાબી વિના બરાબર ચાલ્યું. છ મહિના પૂર્વે મશીનમાં 'રૅમ' નીચે આવતી વખતે સીધા ન આવી ત્રાંસા થઈને આવી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે અટકતા હતા.
આ પ્રેસમાં પિસ્ટનનું સંચાલન, બે હાઈડ્રૉલિક સર્વો વાલ્વની મદદથી સિંક્રોનાઈઝ કરવામાં આવે છે. મશીનના સ્થાનની (પોઝિશન) જાણકારી લિનિયર સ્કેલ દ્વારા મેળવવામાં આવે છે. બન્નેમાં નોંધાતો ફર્ક સી.એન.સી. નિયંત્રકને (કંટ્રોલર) પહોચાડવામાં આવે છે. સી.એન.સી. નિયંત્રક દ્વારા વાલ્વ એ રીતે થ્રોટલ કરવામાં આવે છે, કે જેમાં ઑઈલનો પ્રવાહ અને ગતિ નિયંત્રણમાં રહે છે. એ સાથે પ્રેસનું બન્ને બાજૂથી એકી સાથે (સિંક્રોનસ) દબાણ મળે છે. રિપેરિંગ માટે આવેલ ટૅક્નિશીયને નીચે વર્ણવેલ બધી બાબતોની પ્રાથમિક તપાસ કરી.
• શું હાઈડ્રૉલિક પંપ બરાબર કામ કરી રહ્યો છે?
• શું ઉચિત દબાણ નિર્માણ થઈ રહ્યું છે?
• શું ફિલ્ટર ભરેલા છે? વગેરે
ઉપર વર્ણવેલ બધી બાબતો યોગ્ય રીતે કામગીરી નિભાવી રહી હોવાનું સુનિશ્ચિત થયા બાદ પ્રેસના ઉત્પાદક દ્વારા મેન્ટેનન્સ એન્જિનિયરને બોલાવવામાં આવ્યો. એ એન્જિનિયરે તાર્કિક (લૉજિકલ) રૂપે કોઈપણ તપાસ ન કરતાં કહ્યું કે, “બન્ને સર્વો વાલ્વમાંથી એક બગડી ગયેલો છે અને એનું રિપેરિંગ શક્ય નથી એટલે એ બદલવો પડશે.” કંપનીએ એ ઉત્પાદકને નવા વાલ્વની કિંમત પૂછી, તો જવાબ મળ્યો કે એ વાલ્વ હવે ઉપલબ્ધ નથી, એનું નવું સંસ્કરણ (વર્જન) મળશે. હવે બન્ને સર્વો વાલ્વ, એની બેઝ પ્લેટની સાથે જ બદલવા પડે એવી પરિસ્થિતિ સર્જાઈ. એના માટે ખર્ચો હતો 5 લાખ રૂપિયા. આટલી મોટી રકમ ખર્ચતા પહેલા, સમસ્યા વધુ સંશોધન માટે અમારી પાસે મોકલવામાં આવી હતી.
 
મશીનમાં રહેલ ક્ષતિ શોધવા માટે એક અલગ જ પદ્ધતિ હોય છે. મશીનની સાથે આપવામાં આવતી મેન્ટેનન્સ પુસ્તિકા દ્વારા મશીનની ઇલેક્ટ્રિક સર્કિટ, મેકૅનિકલ ગિયર ટ્રેન, સબ-ઍસેમ્બ્લી વગેરેની વ્યવસ્થિત જાણકારી મેળવી શકાય છે. મેન્ટેનન્સ કરનાર એન્જિનિયરને સર્કિટના ઉપયોગમાં લેવાતા ચિહ્નો (સિમ્બોલ્સ) અને સર્કિટ સાથે મશીનની કાર્યપદ્ધતિનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ખામી શોધતા પહેલા એ બાબત સુનિશ્ચિત કરવામાં આવી કે અલગ અલગ સોલેનૉઈડ વાલ્વ, સર્કિટમાં દર્શાવ્યાપ્રમાણે પ્રેસનું અપ, ફાસ્ટ ડાઉન, પ્રેસિંગ આવર્તનમાં (સાયકલ) ચાલુ તથા બંધ (ઑન, ઑફ) થઈ રહ્યા છે.

1_1  H x W: 0 x 
 
ચિત્ર ક્ર. 1 માં સિલિન્ડર તરફ પ્રવાહિત થનાર ઑઈલનો માર્ગ લાલ રંગથી અને ટાંકી તરફ પરત આવી રહેલ ઑઈલનો માર્ગ બ્લૂ રંગથી દર્શાવવામાં આવેલ છે. આમ આ માર્ગમાં સ્થિત અને અન્ય બધા જ સબંધિત વાલ્વની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એમ કરતા, રૅમ હોલ્ડિંગ મેકૅનિઝમની એક તરફનો વાલ્વ ખોલી નાખવામાં આવ્યો. એ સારી સ્થિતિમાં હતો. પછી બીજી તરફનો વાલ્વ ખોલવામાં આવ્યો. ત્યારે એ જોવા મળ્યું કે એની એક 'O' રિંગ કપાઈ ગઈ છે. એ ઉપરાંત એ 'O' રિંગનો એક ટૂકડો વાલ્વના છિદ્રમાં અટકી ગયો હોવાથી વાલ્વ બરાબર કામ કરી રહ્યો ન હતો. એ 'O' રિંગ બદલવામાં આવી અને વાલ્વને બરાબર સાફ કરી ફરી વાર બેસાડવામાં આવ્યો. જો કે આ સફાઈનું - રીપેરિંગનું કામ અત્યંત નાનુ જ લાગે છે, પરંતુ એ અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયું કેમકે એ સફાઈ - રિપેરિંગ કર્યા બાદ પાછલા છ મહિનાથી એ પ્રેસ અવિરત કામ કરી રહ્યું છે. બદલવામાં આવેલ 'O' રિંગની કિંમત હતી માત્ર 20 રૂપિયા. એનો અર્થ એ કે જે કામના 5 લાખ રૂપિયા ખર્ચાવાના હતા એ કામ, થોડી વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરવાથી શૂન્ય થઈ ગઈ.

2_1  H x W: 0 x 
 
હું અહીં એ કહીશ કે મધ્યમ આકારના ઉદ્યોગમાં રિપેરિંગ કરનાર ટેકનિશિયનને યોગ્ય પ્રશિક્ષણ આપવું અને મેન્ટેનન્સ વિભાગની યોગ્ય વ્યવસ્થા કરવી પણ જરૂરી છે.0
@@AUTHORINFO_V1@@