અનિયમિત આકારની કાર્યવસ્તુનું યંત્રણ કરતી વખતે તેને અચૂક રીતે પકડવા માટે યોગ્ય ફિક્શ્ચર ડિઝાઇન કરવું, એ કોઈપણ એન્જીનિયર માટે પડકારરૂપ હોય છે. ઉદ્યોગમાં સી.એન.સી. મશીનરીનો ઉપયોગ જેમ વધવા લાગ્યો, તેમ આવા ફિક્શ્ચરની જરૂરિયાત વધવા માંડી. આ માંગને ઓળખી ઓંકાર એન્જીનિયરિંગ કંપનીએ વિવિધ ફિક્શ્ચર તૈયાર કર્યા છે, તેની માહિતી આપતો લેખ.
ઓમકાર એન્જીનિયરિંગના કેટલાક ઉત્પાદન
કોઈપણ લેથ મશીન પર યંત્રણ કરાતી કાર્યવસ્તુ સામાન્ય રીતે નળાકાર હોય છે. આ પ્રકારની કાર્યવસ્તુને પકડવા માટે 3 જૉ વાળું સપ્રમાણ (સિમેટ્રિકલ) ચક યોગ્ય હોય છે. પરંતુ જો કાર્યવસ્તુનો આકાર ગોળાકાર અથવા નળાકાર ન હોય, તો તેને સહેલાઈથી અને ચોક્કસ રીતે પકડવા માટે ફિક્શ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું ડિઝાઇન કરવું એ એન્જિનિયર માટે એક પડકાર હોય છે. ભારતીય બજારમાં સી.એન.સી. લેથનો ઉપયોગ જેમ વધવા લાગ્યો, તેમ આવી અનિયમિત કાર્યવસ્તુને પકડી રાખવા માટે ટેકનિકલ રીતે પરિપૂર્ણ ફિક્શ્ચરનું ઉત્પાદન અને સપ્લાય કરી શકે, તેવા પુરવઠાકારોની અછત થવા લાગી. તે જ સમયે, અમે એટલે કે ‘ઓંકાર એન્જીનીયરિંગ’ કંપનીએ બજારના આ પડકારને સચોટ રીતે ઓળખીને પુણેમાં આ ક્ષેત્રમાં પગ મૂક્યો અને સમય જતા અમારી સ્થિતિ વધુ મજબૂત કરી.
શરૂઆતમાં અમે હાથ વડે સજ્જડ કરવાના ચક તેમજ હાયડ્રૉલિક પાવર ચક બનાવાનું અને વેચવાનું શરૂ કર્યું, પરંતુ ગ્રાહકો કંઈક બીજું પણ ઈચ્છતા હતા. તેમને લેથ પર અનિયમિત અથવા વાંકાચૂંકા આકારના પાર્ટના યંત્રણ માટે વિશિષ્ટ ચકની જરૂરિયાત હતી. આ પડકારને સ્વીકારીને અમે આવા ચક ડિઝાઇન કર્યા એટલું જ નહીં પણ તે બનાવ્યા, ગ્રાહકોને વેચ્યા અને આ અભિયાનમાં સફળતા મેળવી. આનાથી ગ્રાહકનું કામ સરળ અને કિફાયતી બની ગયું અને ટૂંકા ગાળામાં ખાતરીપૂર્વકના ઉકેલો પૂરા પાડવા માટે અમારું નામ પણ પ્રખ્યાત બન્યું.
વ્યવસાયને વિસ્તૃત કરવાની સાથે, અમે સી.એન.સી. લેથના ચક અને તેના પાર્ટ તેમજ હાયડ્રૉલિક સિલિન્ડરો, હાયડ્રૉલિક પાવરપૅક, એચ.એમ.સી. ના જરૂરી ફિક્શ્ચર વગેરે સફળતાપૂર્વક સપ્લાય કરીને તે ક્ષેત્રમાં પણ પોતાનું નામ બનાવ્યું.
કોઈપણ વૈજ્ઞાનિક રીતે બનાવેલ ફિક્શ્ચરની રચના 3-2-1 આ તત્વ પર આધારિત હોય છે. જેમાં આ તત્વનું પાલન બરાબર થયું હોય, તે સિસ્ટમમાં બનાવેલા યંત્રભાગોની ગુણવત્તામાં ઉત્તમ સુસંગતતા મળે છે.
વિવિધ પ્રકારના ટર્નિંગ ફિક્શ્ચર
1. 45° એલ્બોના યંત્રણ માટે સી.એન.સી. ચક
ચિત્ર ક્ર. 1 માં દર્શાવેલ યંત્રભાગ, લેથ પર સ્થિત ત્રણ અથવા ચાર જૉ વાળા ચકમાં પકડીને અક્ષ પર સમકેન્દ્રિય (કૉન્સેન્ટ્રિક) રીતે ફેરવવું શક્ય નથી. આ કારણે આગળની સમગ્ર પ્રક્રિયા ખૂબ જટિલ અને ખર્ચાળ બની રહી હતી. આ યંત્રભાગના બંને અક્ષો પર યંત્રણ કરવા માટે ફિક્શ્ચર બનાવતી વખતે નીચેના પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
ચિત્ર ક્ર. 1 : એલ્બો
- કાર્યવસ્તુનું મશીન પર લોડિંગ અને અનલોડિંગ કામદાર માટે ખૂબ જ સરળ હોવું જોઈએ.
- લઘુત્તમ સમય અને પ્રયત્ન સાથે કાર્યવસ્તુને સતત એક જ સ્થળે સ્થિર રાખવું શક્ય હોવું જોઈએ.
- પાર્ટના બે અક્ષો વચ્ચેનું સાપેક્ષ માપ પૂર્ણ સાતત્ય સાથે અપેક્ષિત ટૉલરન્સમાં મેળવવું આવશ્યક છે.
- યંત્રણ દરમિયાન ઉત્પન્ન થતા બળમાંથી આવતી પ્રતિક્રિયા સામે ટકી રહેવા માટે સક્ષમ હોવા જોઈએ.
અમારા ડિઝાઇન વિભાગે એક સરળ અને નવી વિભાવના પ્રસ્તુત કરી. 4 જૉ વાળા સામાન્ય ચકના દરેક જૉની અલગ ડિઝાઈન બનાવીને, દરેકનો હેતુ પણ અલગ રીતે નિશ્ચિત કર્યો. ઉદાહરણ તરીકે, સામ સામેના જૉની જોડીમાંથી, એકને કાર્યવસ્તુને અડતી સપાટી પર 45° નો કોણ આપ્યો અને બીજાને ‘V’ આકાર આપવામાં આવ્યો. બીજી જોડીમાં (ચિત્ર ક્ર. 2) કોઈપણ ફેરફાર કર્યો નહિ. તદનુસાર, ગ્રાહકના ટૂલ રૂમમાં તમામ ભાગો અત્યંત કાળજી સાથે બનાવવામાં આવ્યા. ઉત્પાદન પછી તેમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી અને ગ્રાહકને સોંપવામાં આવ્યું.
2. સ્ટીયરિંગ હાઉસિંગના યંત્રણનું ફિક્શ્ચર
એક પ્રતિષ્ઠિત કંપની તરફથી સપ્લાયર પાસેથી સ્ટીયરિંગ હાઉસિંગ બનાવવાનો ઑર્ડર મળ્યો. આ હાઉસિંગની સંરચનાને કારણે, તેને સરળતાથી પકડવું લગભગ અશક્ય હતું. તે જ સમયે સપ્લાયરે વિદેશમાં (યૂકે) કોઈક ખાસ મશીનના સ્પિન્ડલ પર લગાડેલું ફિક્શ્ચર જોયું. જો તેણે મશીન આયાત કરવાનું વિચાર્યું હોત તો તેની કિંમત આશરે પોણા બે કરોડ રૂપિયા હતી. આવી સ્થિતિમાં તે ઑર્ડર નફાકારક સાબિત નહીં થયું હોત. ગ્રાહક સાથે અમારી જૂની ઓળખાણ હોવાથી, તેમણે અમને તે હાઉસિંગ માટે યોગ્ય ફિક્શ્ચર ડિઝાઇન કરવા અને બનાવવા માટે પૂછ્યું.
ચિત્ર ક્ર. 3 : ચક અને ફિક્શ્ચર પર બેસાડેલું સ્ટીયરિંગ હાઉસિંગ
અત્યંત કાળજી સાથે તત્વ 3-2-1 નો ઉપયોગ કરીને, અમે ખૂબ જ ઓછા સમયમાં માત્ર 85 હજાર રૂપિયામાં આ ફિક્શ્ચર બનાવ્યું અને તેમની જ ફૅક્ટરીમાં તેમના જ મશીન પર સફળતાપૂર્વક સ્થાપિત કર્યું.
એ જ સપ્લાયરને, અલગ અલગ જગ્યાઓ પર ઉપયોગી થનાર, બહુવિધ પ્રકારના હાઉસિંગ, વારંવાર જરૂરી હતા. દેખીતી વાત છે કે આ માટે વિવિધ ફિક્શ્ચરની પણ ઘણીવાર જરૂર પડવાની હતી. આ તકને ઓળખીને, અમે પહેલા બનાવેલ હાઉસિંગના ફિક્શ્ચરની ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરીને ખર્ચને નિયંત્રણમાં રાખવાની નીતિ અપનાવી. પરિણામે, આજે આઠ-નવ વર્ષ પછી પણ, અમે પહેલા જેવી જ કિંમતે આવા ફિક્શ્ચર આપીયે છીએ.
3. સ્ટેટર હાઉસિંગના યંત્રણ માટે ફિક્શ્ચરઅમારા મૂલ્યવાન ગ્રાહકોમાંના એક, તેમના સ્ટેટર હાઉસિંગ માટે વિશ્વસનીય ફિક્શ્ચર સપ્લાય કરવા માટેનો આગ્રહ લાંબા સમયથી રાખતા હતા. કારણ કે આ હાઉસિંગ ખૂબ જ નાજુક હતું, તેને બધી બાજુથી યંત્રણ કરવાનું ન હતું. પરંતુ યંત્રણ કરવાના ભાગો સાથે યંત્રણ વગરના ભાગોનો પરસ્પર સંબંધ ખૂબ ચોક્કસ હતો. તેની સાથે તેના અક્ષીય પરિમાણો પર પણ વધુ નિયંત્રણ રાખવાનું જરૂરી હતું. આ બધી જરૂરિયાતો વિશે ઊંડાણપૂર્વક વિચાર કર્યા પછી, અમે એક ફિક્શ્ચર (ચિત્ર ક્ર. 4) બનાવ્યું જેની રચના હોનિંગ ઑપરેશન કરતા ક્વિલ પર સ્થિત એક્સપાન્ડિંગ મૅન્ડ્રેલની રચના જેવી હતી. તેના પરીક્ષણ દરમિયાન, પ્રથમ પ્રયાસમાં જ, ગુણવત્તાના તમામ પરિમાણો નિર્ધારિત સ્તરે જોવા મળ્યા હતા. વધુમાં, તેનો ઉપયોગ એટલો સરળ હતો કે કામદારોને કોઈ તકલીફ ન પડી. આગળ જતા, ‘ઓંકાર એન્જિનિયરિંગ’ જટિલ અને પડકારરૂપ ફિક્શ્ચરના વિશ્વસનીય સપ્લાયર એવું અમારું નામ થયું.
ચિત્ર ક્ર. 4 : ફિક્શ્ચર પર લગાડેલું સ્ટેટર હાઉસિંગ
જ્યારે ફિક્શ્ચર સફળ થયું, ત્યારે તેની ખ્યાતિ એટલી થઈ કે જ્યારે પણ જેનસેટ બનાવતી કંપનીના વિદેશી ભાગીદારો અથવા ગ્રાહકો અમારી મુલાકાત લેવા આવે, ત્યારે તેઓ આ ફિક્શ્ચરની વિભાવનાના વખાણ તો કરે જ છે, પણ તેની સાથે તેના ફોટા પણ લે છે.
8446073884
વ્યવસાયે મેકૅનિકલ એન્જીનિયર અજય પુરોહિતે 20 વર્ષ સુધી વિવિધ હોદ્દા પર કામ કર્યા બાદ 2004 માં ‘ઓંકાર એન્જીનીયરિંગ’ ની શરૂઆત કરી હતી. આ કંપની માંગ મુજબ ફિક્શ્ચર બનાવવામાં નિષ્ણાત માનવામાં આવે છે.