મશીન તંદુરસ્તી વ્યવસ્થાપન

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    22-Oct-2021   
Total Views |
યૂજ અઁડ થ્રો માનસિકતામાંથી બહાર આવીને મશીનની અંદરના કોઈપણ અસાધારણ અવાજ અથવા કંપનોનું યોગ્ય સમયે અવલોકન કરી તેના કારણો શોધી ઘટતા પગલા લેવાને મશીન તંદુરુસ્તીનું વ્યવસ્થાપન કહી શકાય. આના માટે કુશળ અને જાગૃત એન્જીનિયર, ઑપરેટર અને મૅનેજર આ બધાની ભૂમિકાની ચર્ચા કરતો લેખ.
 
 
 
Machine health management
 
 
એક સર્વેમાં જાણવા મળ્યું છે કે આજે પણ દેશના મોટા ભાગના કારખાનાઓમાં મશીનરીની જાળવણી પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થાય છે. 21 મી સદીમાં, વસ્તુના ઉત્પાદન ખર્ચના 10 થી 15% જાળવણી પર ખરચવા પડે છે, એ ખૂબ જ નિરાશાજનક છે. એવું જોવા મળ્યું છે કે ભારત જેવા વિકાસશીલ દેશમાં એન્જિનિયરો સમારકામ અને જાળવણી વિભાગમાં કામ કરવા તૈયાર નથી. ક્યારેક મૅનેજમેન્ટ પણ તેની અવગણના કરે છે. મોટાભાગના ઇજનેરો મૅનેજમેન્ટ ક્ષેત્ર તરફ આકર્ષાય છે કારણ કે નવા ભરતી થયેલા ઇજનેરો કારકિર્દીની તકો માત્ર ફાયનાન્સ અથવા ખરીદ -વેચાણ ક્ષેત્રમાં જ શોધે છે. તેઓ ઉત્પાદન, ગુણવત્તા નિયંત્રણ, જાળવણી જેવા વિભાગોમાં કામ કરવા માટે તૈયાર જ નથી હોતા. આ તમામ કારણોને કારણે મશીનરીની જાળવણી કરનાર વિભાગની અવગણના કરવામાં આવી રહી છે.

વર્ષ 1990 સુધી કારખાનાઓમાં બિન ઉત્પાદક વિભાગોને એટલું મહત્વ મળ્યું ન હતું. હોશિયાર અને કુશળ ઇજનેરોની પસંદગી અનુક્રમે જાળવણી, ગુણવત્તા નિયંત્રણ, ટૂલ ઉત્પાદનમાં કરવામાં આવતી હતી, કારણ કે આ વિભાગોમાં કામ કરવું એ એક બૌદ્ધિક પડકાર માનવામાં આવતું હતું. અનુભવી અને સર્વકુશળ મિસ્ત્રીના (ફિટર) સહકારથી ઇજનેર ઉત્પાદન વિભાગ સંભાળતા હતા. કારખાનાના મૅનેજર પણ આંતરિક પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવનારા ઇજનેરો પર ખરીદી -વેચાણની જવાબદારી સોંપી દેતા હતા અને તેના આર્થિક પરિણામ ભારતીય ઉદ્યોગો અનુભવતા હતા.

પોતાનો ધંધો શરૂ કરવાની ઈચ્છા ધરાવતા લોકો પણ એવું માનવા લાગ્યા કે નાના ઉદ્યોગોની ઝંઝટ કરતા માર્કેટિંગ વધુ સારું છે. આવા પરિવર્તન માટે આપણા સરકારની તમામ નીતિઓ જવાબદાર હતી. 1991 માં વૈશ્વિકરણના દરવાજા ખુલ્યા અને તેની અસર દરેક જગ્યાએ દેખાઈ. ભારતના કારખાનાઓમાં તેની સારી અસર થવા લાગી. જ્યારે ભારત વસ્તુના ઉત્પાદનને ગૌણ દરજ્જો આપતું હતું, તે જ સમયે ચીનમાં ઉત્પાદન પ્રક્રિયા માટે સાનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું હતું. ચીને આખી દુનિયાના બજારો પર કબજો કરીને દરેકને ડરાવી દીધા છે. પરંતુ સુપરપાવર બનવાના સપના જોતા ભારતના પગલા હજુ પણ તે દિશામાં જતા જોવા મળતા નથી. મહેનત, જાળવણી અને ગુણવત્તાને બીજા સ્તર પર લાવવાને કારણે આ ભયાનક અને દૂરગામી પરિણામો દેખાય છે. 
 
 
eye. D. Fan_1  
 
આઈ. ડી. પંખો 
 
 
ફાર્માસ્યુટિકલ મૅન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રણી ઉદ્યોગનો જાળવણીનો ખર્ચ ઉત્પાદનના કુલ ખર્ચના આશરે 18% છે. એટલે કે, દર વર્ષે આશરે 5 કરોડનું નુકસાન થાય છે. એક અન્ય અગ્રણી પૉલિએસ્ટર કારખાનામાં, 5 વર્ષ પછી, ખૂબ જ નાના જાળવણી કાર્યને કારણે એક મહિના માટે ઉત્પાદન બંધ કરવું પડ્યું.

જાહેર ક્ષેત્રના અને સહકારી ઉદ્યોગોમાં સામાન્ય રીતે બિન-કાર્યક્ષમતા જોવા મળે છે. આનાથી જ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. આજકાલ ખાનગી ક્ષેત્રમાં કરોડોની લાંચ આપવામાં આવે છે. સમય, શક્તિ, પૈસા અને મહેનત બરબાદ થઈ રહી છે અને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. અકુશળતા છુપાવવા માટે, મશીનની મરમ્મત કરવાને બદલે નવી મશીનરી ખરીદવામાં આવી રહી છે અને જાળવણી માટે પૂરતા પૈસા નથી એવું બહાનું આપવામાં આવે છે. ‘રિપ્લેસ, નૉટ રિપેઅર’ આ નીતિ અપનાવવામાં આવી રહી છે. કારખાનાની મૅનેજમેન્ટને તેની ગંભીરતા સમજાવા માટે મશીનરી હેલ્થ મૅનેજમેન્ટના વિષય પર ઘણી ચર્ચાઓનું આયોજન કરવામાં આવે છે.

મશીનનું સમારકામ અને જાળવણી હંમેશા બીજા સ્તર પર રાખવામાં આવી છે. સંસ્થા અને મૅનેજમેન્ટમાં મુખ્ય હોદ્દાઓ કોણ સંભાળશે તેના પર હંમેશા પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. આજકાલ દરેક પ્રકારનું આયોજન વેચાણ વિભાગની ઇચ્છાથી કરવામાં આવે છે. સૌથી અગત્યની બાબત એ છે કે ઉત્પાદન અટકાવી શકાતું નથી અને બીજી બાજુ મેન્ટેનન્સ કરવાનો સમય નથી. પંખો, પંપ, મોટર...જે પણ વસ્તુ ખરાબ થવાની શક્યતા હોય, તે સ્પેઅરમાં તૈયાર રાખવાનો ટ્રેન્ડ બની ગયો છે એટલે સમય આવતા તેને બદલી શકાય. આ વધારાના ખર્ચા વિશે વિચારવાનો પણ કોઈને સમય નથી. સમારકામ અને જાળવણી તરફ ધ્યાનના અભાવે, આ વિભાગ ઘણા સ્થળોએ બંધ થવાના આરે આવી ગયો છે. મહારાષ્ટ્ર અને દેશના થર્મલ પાવર ઉત્પાદન પ્રોજેક્ટમાં, મશીન નિષ્ફળતાને કારણે, વીજળીના ઉત્પાદનમાં વારંવાર વિક્ષેપ આવે છે. ક્યારેક ટર્બાઇન, ક્યારેક બૉયલર, તો ક્યારેક જનરેટર કેટલાક કલાકો સુધી બંધ પડી જાય છે. તો પણ તેનું કારણ પૂછવામાં નથી આવતું. સમાન દ્રશ્ય સ્ટીલ, ખાતર, રસાયણ, ઊર્જા નિર્મિતિ જેવા ઘણા જાહેર ઉદ્યોગોમાં પણ દેખાય છે.

નામાંકિત કારખાનાઓમાં, મશીનરીની નાની મોટી ખામીઓ એન્જિનિયરના ધ્યાનમાં જ આવતી નથી. મશીનના અવાજ, તેના તાપમાન અને કંપન પરથી ઝડપથી ખામી શોધી શકે, એવા થોડાક જ ફિટરો અને ઇજનેરો બચ્યા છે. પરિણામે, કંપનો વધવાને કારણે મશીનનું જીવન ઘટતું જોવા મળે છે. કારખાનાઓમાં કુશળ શ્રમશક્તિનો અભાવ છે. આ બિન-કાર્યક્ષમતા ભારત જેવા વિકાસશીલ દેશમાં છુપાવવામાં આવે છે, પરંતુ વિકસિત દેશોમાં તે સહન કરવામાં આવતી નથી. ત્યાં નવીનતમ ટેકનોલૉજી મુજબ ઉદ્યોગ ચલાવવામાં આવે છે, પરંતુ આપણે ત્યાં જાળવણી, ગુણવત્તા નિયંત્રણ વિભાગમાં કામ કરવું નીચલી કક્ષાનું માનવામાં આવે છે અને તેના માટે કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું નથી. એટલા માટે આવા કામો બહારથી (સબ-કૉન્ટ્રૅક્ટ પર) કરાવવાનું શરૂ થઈ ગયું છે. ભવિષ્યમાં વિદેશી ટેકનિશિયનને આ કામ માટે બોલાવવામાં આવે તો નવાઈ નહીં.

સમારકામ અને જાળવણીનો ખ્યાલ અને અમલ આમૂલ ફેરફારોમાંથી પસાર થાય છે. 150 વર્ષ પહેલાં, કારખાનાઓમાં, મશીન ક્ષતિગ્રસ્ત થયા પછી જ તેનું સમારકામ કરવામાં આવતું હતું. આગળ જતા તેમાં વધુ સુધારો કરવામાં આવ્યો અને અમુક ચોક્કસ દિવસો પછી મશીનની નિવારક જાળવણી (પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ) શરૂ થઈ. હવે કારખાનાઓમાં સંપૂર્ણ ધ્યાન સાથે સક્રિય (પ્રોઍક્ટિવ) કાળજી લેવામાં આવે છે. આ પદ્ધતિ અપનાવીને કારખાનાઓમાં નિષ્ફળતાઓ અને અકસ્માતો બંધ થયા છે, બગાડ અને નુકસાન સમાપ્ત થયું છે. તેમજ સમારકામનો ખર્ચો ખૂબ ઓછો થઈ ગયો. કારખાનાઓમાં કરવામાં આવતી આ જાળવણી આપત્તિ વ્યવસ્થાપન જેવી જ વિકસી છે. હકીકતમાં, છેલ્લા 15 વર્ષમાં સમારકામ અને જાળવણી ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે અને તેમાં ઘણા નવા સાધનો આવી રહ્યા છે. ઇન્ફ્રારેડ થર્મોગ્રાફી, કંપન વિશ્લેષણ, બિન-વિનાશક પરીક્ષણ, લુબ્રિકેટિંગ તેલ વિશ્લેષણ, ધ્વનિ વિશ્લેષણ, મોટર કરંટ વિશ્લેષણ વગેરે સુવિધાઓનો હંમેશા ઉપયોગ કરવામાં આવે છે. મશીનરી યોગ્ય રીતે જાળવવામાં આવે છે અને જો સહેજ તફાવત જણાય તો તાપમાન, કંપન, લુબ્રિકેશન તરત જ પૂર્વવત કરવામાં આવે છે.

કોઇક કારખાનાની મશીનમાં કંપન વધે અને આ બાબત ટેકનિશિયનને યોગ્ય સમયે જણાવવામાં આવે, તો એ કંપનોને કેવી રીતે ઘટાડી શકાય તે જાણવા માટે ઇંડ્યુસ્ડ ડ્રાફ્ટ (આઈ. ડી.) પંખાનું ઉદાહરણ જોઈએ. બૉયલર જેવી સિસ્ટમોમાં, એક્ઝૉસ્ટ ગૅસને દૂર કરવા માટે નકારાત્મક ડ્રાફ્ટ જરૂરી હોય છે. આઈ. ડી. પંખો આ ડ્રાફ્ટ બનાવે છે. તેનું કદ બૉયલરની ક્ષમતા અનુસાર નક્કી કરવામાં આવે છે. ઔરંગાબાદ સ્થિત એક કારખાનાના આઈ. ડી. પંખાનું કંપન વધી ગયું. એમને અમારો સંપર્ક કર્યો.
 
1. ગ્રાહકનું નિરીક્ષણ : આઈ. ડી. પંખાનું કંપન વધી ગયું છે. બેઅરિંગ અને ફાઉન્ડેશનમાં કંપન વધુ હોય એવું લાગે છે. બેઅરિંગ ઝડપથી ખરાબ થાય છે.

2. પ્રાથમિક પરીક્ષણ રિપોર્ટ : ડ્રાઇવ અને નૉન ડ્રાઇવ બેઅરિંગમાં - વર્ટિકલ, હૉરિઝોન્ટલ અને અક્ષીય - ત્રણેય બાજુથી ઘણા કંપનો છે. આઈ. ડી. પંખો બરાબર ચાલી રહ્યો છે. અલાઇનમેન્ટ પણ યોગ્ય છે. ગતિશીલ સ્થિતિમાં ઇમ્પેલર સંતુલિત (ડાયનૅમિકલી બૅલન્સડ) છે. મોટરના હંટિંગને કારણે, ગ્રાહકને અસંતુલન અને ફાઉન્ડેશન પર શંકા છે.

3. કંપન વિશ્લેષક દ્વારા પરીક્ષણ કરવામાં આવેલી બાબતો :
1. આલેખમાં શિખરોનું સ્વરૂપ : ડ્રાઇવ અને નૉન ડ્રાઇવ બેઅરિંગ પર 1x, 1.5x, 2x, 2.5x, 3x (ગ્રાફ ક્ર. 1)
2. કંપનની તીવ્રતા ઍમ્પ્લિટ્યૂડ) અને કોણમાં (ફેજ) વારંવાર અસ્થિરતા.
3. મોટર પર પણ આવો જ આલેખ જોવા મળ્યો હતો. 
 
 
Table no. 1_1  
 
કોષ્ટક ક્ર. 1 
 
 
Vibration graph informati
 
ગ્રાફ ક્ર. 1 : કંપન ગ્રાફની માહિતી 
 
 
વિશ્લેષણ નિષ્કર્ષ અને ઉકેલો
1. અસ્થિર કંપન, તીવ્રતા અને ફેજમાં વારંવાર ફેરફાર.
2. પંખો ચાલુ બંધ કરતી વખતે ફાઉન્ડેશનમાં ઝાટકા.
3. પંખાના ભાગોમાં ઢીલાપણું.
4. વિગતવાર તપાસ બાદ જાણવા મળ્યું કે ઇમ્પેલર હબ અને શાફ્ટ વચ્ચેની ચાવી ઢીલી છે.
5. ચાવી બદલી નાખી.  
 
જાળવણી વ્યવસ્થાપન
ઔદ્યોગિક દેશોમાં એક વિભાવના છે કે બચત એટલે ઉત્પાદન. વીજળીનો બગાડ ટાળવા માટે ઑડિટ કરીને વીજળીના વપરાશને બચાવવાની રીતો શોધી શકાય છે. આપણી આંખોને ન દેખાતા ગરમીના પ્રવાહને સમજવા માટે કેમેરા ખૂબ જ યોગ્ય છે. ઈન્ફ્રારેડ થર્મોટેકનિક સાથે લેવાયેલી તસવીરોમાંથી વીજળીનો લીકેજ તરત જ નોંધાય છે. ઢીલા જોડાણોનો (લૂજ કૉન્ટૅક્ટ) ખ્યાલ આવે છે અને થર્મલ ટ્રાન્સફર રોકી શકાય છે.
 
 
Table no. 2_1  
 
કોષ્ટક ક્ર. 2 
 
 
કોઈપણ ફરતા મશીનમાં વિવિધ કારણોસર કંપનો સર્જાય છે. આ કંપનોને સમયસર માપવું અને તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે. ઈ.સી.જી. ગ્રાફની જેમ, મશીનના કંપનનો ગ્રાફ દોરવામાં આવી શકે છે, જેના દ્વારા મશીનની ખામી શોધી શકાય છે. કંપનનું સ્થાન પણ નક્કી કરી શકાય છે. ઘણા અગ્રણી કારખાનાઓમાં, મશીનનો પાયો (ફાઉન્ડેશન) ક્ષીણ રહેવાની માત્રા ઘણી વધી ગઈ છે. મશીનના વિવિધ ભાગોની અલાઇનમેન્ટમાં ખામી રહે છે. ગિયર અને બેઅરિંગ સરખી રીતે લગાડેલા નથી હોતા, તો ક્યારેક પટ્ટા (બેલ્ટ) સરખી રીતે લગાડેલા નથી હોતા. મશીનનું ગતિશીલ સંતુલન (ડાયનૅમિક બૅલન્સ) પણ બગડી શકે છે. કેટલીકવાર ડિઝાઇન અથવા ઉત્પાદન પ્રક્રિયામાં ખામી હોય છે.

જો કંપનો સમયસર નિયંત્રિત ન થાય, તો બેઅરિંગ અથવા ગિયર જેવા મહત્વપૂર્ણ ભાગો તૂટી શકે છે અને કેટલાક કલાકોના નુકસાન તરફ દોરી શકે છે. તેમજ અકસ્માતો પણ શક્ય છે. એક કલાક માટે ઉત્પાદન બંધ થવાથી લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ કંપનોને નિયમિત માપન અને વિશ્લેષણ દ્વારા દૂર કરી શકાય છે. જો મશીનના કંપનો મર્યાદિત હોય તો ચિંતા કરવાની કોઈ વાત નથી. મશીનને તપાસવાની અને સારી સ્થિતિમાં રાખવાની પ્રથાને અનુસરીને, કામદારથી મૅનેજર સુધી દરેકનું કામ હળવું થાય છે, ગુણવત્તા પણ સુધરે છે અને એકબીજા સાથેના સંબંધો પણ સારા રહે છે. 
 
 

Machine health management 
 
 
 
9422071905
[email protected]
અતુલ દેઉળગાવકર લાતુરમાં સ્થિત ઈન્ડસ્ટ્રિયલ સર્વિસેસ કંપનીના ડાયરેક્ટર છે અને બિન વિનાશક પરીક્ષણની સેવાઓ પૂરી પાડે છે.
 
 
@@AUTHORINFO_V1@@