મિલિંગમાં કંપનો ઘટાડવા

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    19-Oct-2021   
Total Views |
કૉમ્પ્રેસરનું હાઉસિંગ, બેલ હાઉસિંગ, ગિયર બૉક્સ હાઉસિંગ જેવી જટિલ કાર્યવસ્તુઓના યંત્રણમાં અંદર સુધી પહુંચી શકે એવી ટૂલ અસેમ્બ્લીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે કરાતી મિલિંગ પ્રક્રિયામાં ટૂલ ઓવરહૅન્ગના ઓછા સ્તરના પૅરામીટર રાખવા છતાં કંપનો આવે છે. આ કંપનો દૂર કરવા માટે અપનાવેલી કાર્યપદ્ધતિ વિશે આ લેખમાં જાણવા મળશે.
 
 

Reducing vibrations in mi 
 
કારખાનામાં કામ કરતી વખતે, દરેકને કેટલીક જટિલ કાર્યવસ્તુનું યંત્રણ કરવાનો પડકાર ઝીલવો પડતો હોય છે, તો ક્યારેક યંત્રણની પ્રક્રિયા વધુ સરળ કરવાની ગરજ હોય છે. મોટાભાગે આપણે પોતાની આવડત અને અનુભવના આધારે આ સમસ્યાનો સામનો કરીને તેનું નિરાકરણ કરતા હોઈયે છે.

આજકાલ મિલિંગની વધુ પડતી પ્રક્રિયાઓ મશીનિંગ સેંટર પર કરવામાં આવે છે. કૉમ્પ્રેસરનું હાઉસિંગ, બેલ હાઉસિંગ, ટ્રાન્સમિશન હાઉસિંગ જેવી કાર્યવસ્તુઓ પર મિલિંગ પ્રક્રિયા દરમિયાન અંદર સુધી પહુંચી શકે એવી ટૂલ અસેમ્બ્લીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે કરાતી મિલિંગ પ્રક્રિયામાં ઓછા સ્તરના પૅરામીટર રાખવા છતાં કંપનો (વાયબ્રેશન) આવે છે. આ લેખમાં આપણે આધારથી પણ બહાર ડોકિયું કરતા (ઓવરહૅન્ગ) મિલિંગમાંથી કંપનો દૂર કરવા અંગેના અમુક સૂચનો અને પ્રત્યક્ષ કાર્યપદ્ધતિ વિશે જાણવા માંગીયે છીયે.

ગિયર બૉક્સ હાઉસિંગમાં (ચિત્ર ક્ર. 1) ફેસ મિલિંગ કરવામાં સમસ્યા ઉભી થઈ ગયી. મિલિંગ કરતી વખતે વધુ પ્રમાણમાં કંપનો સર્જાતા હતા. આ કંપનો ઘટાડવા માટે વિચારવામાં આવ્યું. પૂરી પ્રક્રિયાનો અભ્યાસ અને નિરીક્ષણ કર્યા પછી એ ખ્યાલ આવ્યો કે મિલિંગની સારી કાર્યપદ્ધતિ અને અપરંપરાગત વિચાર દ્વારા, સરેરાશ પૅરામીટરનો ઉપયોગ કરીને પણ આ કંપનો ત્રણ સ્તરો પર ઘટાડી શકાય છે. આ ત્રણ સ્તર આગળ આપ્યા મુજબ છેઃ – 
 

Picture no. 1_1 &nbs 
 
ચિત્ર ક્ર. 1 
 
 
સ્તર 1
ટૂલ હોલ્ડર અંગે

• આ મશીન પર HSK 63 ઇન્ટરફેસનો ઉપયોગ કરાતો હતો. તેથી ઇન્ટરફેસની બે સપાટીઓને સ્પિન્ડલનો સ્પર્શ થતો હતો.
• જો HSK ઇન્ટરફેસ ઉપલબ્ધ ન હોય, અને BT ટેપર 40 અથવા BT ટેપર 50 ઇન્ટરફેસનો ઉપયોગ કરવો હોય, તો તેમાં આવતું વિચલન (ડિફ્લેક્શન) ઘટાડવા માટે શિમનો ઉપયોગ કરવો પડે છે. એટલા માટે સ્પિન્ડલ ઇન્ટરફેસ અને ટેપર ઇન્ટરફેસના મોટા વ્યાસની શરુઆતની વચ્ચેના અંતરનું ચોક્કસ માપ લેવડાવ્યું. આ અંતર લગભગ 3.125 મિમી. હતું. ત્યાર પછી એક ખાસ આકારની શિમ બનાવીને તેને ટૂલ હોલ્ડરની પાછલી સપાટી (બૅક ફેસ) પર સ્ક્રૂ વડે બેસાડવામાં આવ્યું. (ચિત્ર ક્ર. 2) 
 
 
Picture no. 2_1 &nbs
 
ચિત્ર ક્ર. 2 
 

• ઇન્ટિગ્રલ ટૂલ અસેમ્બ્લીની હીટ ટ્રીટમેન્ટ કરવી, એ અઘરું કામ હોય છે. હીટ ટ્રીટમેન્ટ દરમિયાન આ અસેમ્બ્લી વાંકી વળી જાય અથવા નમી જાય, તો અસંતુલન (ઇમ્બૅલન્સ) પેદા થાય છે અને તેના કારણે કંપનો સર્જાય છે. કંપનો ઘટાડવા માટે મૉડ્યુલર એક્સ્ટેન્શન વાપરીને જરૂરી ગેજ પ્લેન લંબાઈ (GPL) મેળવવી પડે છે.

સ્તર 2
મિલિંગ કટર અને ઇન્સર્ટ અંગે

મિલિંગ કરતી વખતે, જો ટૂલ અસેમ્બ્લીની લંબાઈ કટિંગ ટૂલના વ્યાસના બમણાથી વધુ હોય, તો આગળ આપેલ યુક્તિઓનો ઉપયોગ કરવાથી કંપનો નિર્માણ કરતા બળોના અક્ષીય (ઍક્શિયલ) અને ત્રિજ્યાત્મક (રેડિયલ) પરિબળો ઓછા થાય છે અને પરિણામે કંપનો બંધ કરી શકાય છે.
• પરીઘીય ગતિ (Vc) = 120 થી 140 મીટર/મિનિટ અને ટૂલની ચાલ/દાંતા (Fz) = 0.15 થી 0.25 મિમી./દાંતા રાખવા જોઈયે.
• ઓછા વજનવાળા કટરનો ઉપયોગ કરવામાં આવે તો અસંતુલિત વજન ઓછામાં ઓછુ રહે છે.
• હળવી કટિંગ ભૂમિતિવાળા. ફિજિકલ વેપર ડિપૉઝિશન (PVD) કોટિંગ કરેલા ઇન્સર્ટ વાપરવા જોઈયે.
• ડિફરેન્શિયલ પિચ ધરાવતા મિલિંગ કટરમાં ઇન્સર્ટ તેના વ્યાસની સાથે અલગ કોણમાં બેસાડવામાં આવે છે. તેથી આ પ્રકારના કટર વાપરવાનો આગ્રહ રાખવો જોઈયે.
• જો ઉપલબ્ધ કટર સમ (ઈવન) પિચનો હોય, તો તેનો દરેક બીજો (ઑલ્ટરનેટ) ઇન્સર્ટ કાઢી નાંખવો જોઈયે. એનાથી દરેક ઇન્સર્ટ દીઠ ફીડ FZ બમણો થાય છે, તેમ છતાં તે ઇન્સર્ટની ક્ષમતાની અંદર રહે છે.

સ્તર 3
ટૂલ માર્ગ અને પરિમાણનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ઓવરહૅન્ગ મિલિંગ કરવું જોઈયે


જ્યારે લાંબા ઓવરહૅન્ગ સાથે મિલિંગ કરવું હોય, ત્યારે અક્ષીય કાપાની ઊંડાઈ અને જે સપાટીનું મિલિંગ થાય છે તેની સાથે મિલિંગ કટરના સંપર્કની ટકાવારી, આ બંને પરિબળોનું શ્રેષ્ઠ સંયોજન પસંદ કરવું જરૂરી હોય છે.
• કાપાની ઊંડાઈ (Ap) 2.0 મિમી. ની આસપાસ રાખીને શરુઆત કરો.
• કટરનો ઍપ્રોચ કોણ 15 થી 45 અંશ રાખવો જોઈયે, જેથી યંત્રણ બળ સ્પિન્ડલની દિશામાં લગાડી શકાય.
• પ્રોગ્રામ એવી રીતે બનાવવો જોઈયે કે, જે સપાટીનું મિલિંગ થાય છે તેની સાથે કટરનો સંપર્ક 20 થી 25 ટકા હોય.
• ફિનિશ કટ લેતી વખતે વધુ નોજ ત્રિજ્યા ધરાવતા ઇન્સર્ટનો ઉપયોગ કરવો જોઈયે.
• કાપાનો પ્રવેશ રોલ ઑન પદ્ધતિથી કરવામાં આવે તો ઇન્સર્ટ પર આવતો ભાર ધીમે ધીમે વધશે. શરુઆતમાં વધુ જાડા અને પછી પાતળા ચિપ તૈયાર થશે. કટર સપાટીને 10 થી 15 અંશના કોણમાં સ્પર્શ કરે એ સુનિશ્ચિત કરો.
• પ્રોગ્રામ એવી રીતે બનાવવો જોઈયે કે, જે સપાટીનું મિલિંગ થાય છે તેમાં કટર સીધો અંદર ન જાય અને ધીમે ધીમે પ્રવેશ કરે. (ચિત્ર ક્ર. 3)

સંક્ષેપમાં કહી શકાય કે મિલિંગ કરતી વખતે સર્જાતા કંપનો દૂર કરવા માટેના વિકલ્પો ઉપલબ્ધ છે. એ જાણીને અને ઉપર આપેલા વર્ણન મુજબ પગલા લેવાથી કંપન ઘટાડવા માટેના (ડૅમ્પનિંગ) મોંઘા ટૂલ પર થતાં મૂડી રોકાણની બચત થઈ શકે છે. 
 
 
Picture no. 3_1 &nbs
 
ચિત્ર ક્ર. 3 
 
 
9359104060
[email protected]
રવી નાઇકને ટૂલિંગ ક્ષેત્રનો 40 થી વર્ષોનો અનુભવ છે. તેઓ ટૂલિંગ અને મશિનિંગ ઍપ્લિકેશનના જાણીતાં સલાહકાર છે. 
 
@@AUTHORINFO_V1@@