સંપાદકીય

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    16-Jan-2021
Total Views |

1_1  H x W: 0 x
 
ધાતુકામના બધા વાચકો, લેખકો, જાહેરાતકર્તાઓ અને શુભ ચિંતકોને
નવા વર્ષની અને દાયકાની હાર્દિક શુભેચ્છાઓ!
વર્ષ 2020 ક્યારે પૂરું થશે એવી એક સાર્વત્રિક લાગણી હતી. પાછલા વર્ષમાં, ભૂકંપ અને વાવાઝોડા જેવી કુદરતી આફતો તો આવી હતી જ, પરંતુ એનાથી પણ ભયંકર હતું કોવિડ વાયરસનું આક્રમણ, જેના કારણે તમામ માનવ જીવન જાણે અટકી ગયું હતું. આખું વિશ્વ આ કટોકટીનો સામનો કરવા માટે વિવિધ વિકલ્પોની શોધમાં હતું અને હવે તે જીવનની નવી રીત શીખીને મોટી મડાગાંઠમાંથી બહાર આવી રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધે જેમ જીવનને એક નવી દિશા આપી હતી, તેમજ કોવિડ રોગચાળો જીવનમાં કેટલાક નવા પરિમાણો લાવ્યો છે.

બંધ વ્યવસાય શરૂ કરવા માટે મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરની સામે જે પડકાર હતાં, તેનો આ સેક્ટરે ખૂબ હિંમતથી સામનો કર્યો છે અને હવે પરિસ્થિતિ ધીમે ધીમે પહેલા જેવી થવા માંડી છે. સરકારની નીતિઓનો સકારાત્મક આધાર અને પરસ્પર સહયોગની તાકાતે આજે ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ ઉદ્યોગના પુનરુત્થાનનું ચિત્ર દેખાય છે. વર્ષ 2020 માં ભારતીય ઉત્પાદન ક્ષેત્રે લગભગ 43 લાખ કરોડનું રોકાણ થયું છે. વર્ષ 2016 થી 2020 ના ગાળા માટે આ ક્ષેત્રનો CAGR એટલે કમ્પાઉંડ ઍન્યુઅલ ગ્રોથ રેટ (સંયુક્ત વાર્ષિક વૃદ્ધિ દર) 5% છે. તેમાં વાહન ઉદ્યોગ, જે મૅન્યુફૅક્ચરિંગ ઉદ્યોગની કરોડરજ્જુ છે, તે મોખરે છે. ઉત્પાદન ઉદ્યોગ, જે આ ઉદ્યોગ માટેના સ્પેરપાર્ટ પૂરા પાડે છે, તે ફરીથી પૂરજોશમાં ચાલી રહ્યો છે. વર્ષ 2016 થી 2020 ના સમયગાળા દરમિયાન, આ ક્ષેત્રમાં 6% CAGR નોંધાયો છે.

સ્થાનિક બજારમાં જ નહિ, વિદેશી બજારોમાં પણ ભારતીય ઉત્પાદનોની માંગ વધી રહી છે. વર્ષ 2021 માટે એવો અંદાજ છે, કે આ ક્ષેત્રના કુલ ટર્નઓવરનો 21% નિકાસમાંથી આવશે. યુરોપ અને લૅટિન અમેરિકાની તુલનામાં ઉત્પાદન ખર્ચ 15 થી 20% નીચો હોવાથી અને સરકારની 'મેક ઇન ઇન્ડિયા' નીતિ દ્વારા ઉપલબ્ધ થયેલી નવી તકોના ઉપયોગથી, નિર્યાત વૃદ્ધિ માટે પોષક વાતાવરણ બની રહ્યું છે.

ગયા વર્ષે આપણને ઘણું શીખવાડ્યું! સામાન્ય માણસ હોય કે મોટા ઉદ્યોગો, તેમની ખરેખરની જરૂરિયાતો શું છે એનો હવે બધાને ખ્યાલ આવી ગયો છે. વાતચીત, હલનચલન અને કામ કરવાની રીત એવી રોજિંદા જીવનમાં ઘણી બાબતો, બદલાતી હોય તેવું લાગે છે. ગયા વર્ષ સુધી ફક્ત IT ક્ષેત્રે જ ઉપયોગ થતી ‘વર્ક ફ્રૉમ હોમ’ ની સગવડ, હવે તમામ ક્ષેત્રોમાં એક સામાન્ય પ્રથા બની ગઈ છે. કામની પદ્ધતિમાં તેને અનુકૂળ પરિવર્તન થઈ રહ્યું છે અને કાર્યપદ્ધતિમાં અસરકારક રીતે ફેરફાર કરવા માટે આધુનિક ઉપકરણો અને સિસ્ટમોનો ઉપયોગ મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે પણ કરવામાં આવી રહ્યો છે. ઉત્પાદનો સમયસર, સારી ગુણવત્તાવાળા અને ઓછા ખર્ચે બનાવવા માટે પરંપરાગત ઉત્પાદન પધ્ધતિઓમાં ઝડપથી પરિવર્તન થતું દેખાય છે.

ધાતુકામ હંમેશા ઉત્પાદકો અને ફેક્ટરીઓમાં કામ કરતા તકનીકીઓને વિસ્તૃત માહિતી પ્રદાન કરવાનો પ્રયત્ન કરે છે. છેલ્લા દાયકાથી, મશીનિંગ ઉદ્યોગમાં કોઈપણ કારખાનામાં સી.એન.સી. મશીન રાખવું સામાન્ય થઈ ગયું છે. મોટી સંખ્યામાં નાના અને મધ્યમ ઉદ્યોગો પણ હવે બહુ-અક્ષીય મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. બજારોમાં વધતી માંગ એ એનું મુખ્ય કારણ છે. હવે ઝડપથી નિર્માણ થતાં યંત્રભાગ/ઉત્પાદન ‘ઝીરો ડિફેક્ટ-ઝીરો ઇફેક્ટ’ ના માપદંડ કેવી રીતે સંતોષશે, એના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કહેવાનો અર્થ એ છે કે, ઉત્પાદનની ગુણવત્તા તો સારી હોવી જ જોઇયે, પણ તેની સાથે એ પણ જરૂરી છે, કે તે બનાવવામાં પર્યાવરણ પર કોઈ વિપરીત અસર થતી નથી. આ માત્ર અપેક્ષા જ નહિ, તો આવશ્યકતા થઈ ગયી છે. આ માટે ગેજિંગ અને મેટ્રોલોજી ક્ષેત્રે નવી તકનીકી પર આધારિત ઉપકરણો રજૂ કરવામાં આવ્યા છે. ગેજિંગ અને મેટ્રોલોજી એ આ અંકનો મુખ્ય વિષય છે. તેમાં સચોટ અને તત્કાલ માપન માટે લેસર તેમજ કેમેરાનો ઉપયોગ કરીને 100 ટકા વિશ્વસનીય ચકાસણી કેવી રીતે કરી શકાય છે, તેની વિગતવાર માહિતી તમને મળશે.

આધુનિક ઉપકરણોને ઉત્પાદન સિસ્ટમમાં શામેલ કરતી વખતે, કારખાનાના અંદરના પરંપરાગત નિરીક્ષણ સાધનોની જળવણી કેવી રીતે કરવી જોઈએ, તેમજ તેમના કૅલિબ્રેશનના મહત્વ પર ભાર મૂકતા લેખો આપને ઉપયોગી નીવડશે.

આજ સુધી બધાએ જે રીતે અમારા ધાતુકામ (મરાઠી), ધાતુકાર્ય (હિન્દી) અને લોહકાર્ય (કન્નડ) સામયિકોને પ્રોત્સાહન આપ્યું છે, તેવી જ રીતે ધાતુકામ (ગુજરાતી) મેગેઝિનને પણ સારો આવકાર અને પ્રોત્સાહન મળશે અને એ આધાર આગામી દાયકામાં વધુ ને વધુ મજબૂત બનશે, એવો વિશ્વાસ અમે રાખીયે છે. તેથી જ આ મૅગેઝીનની અંદરનું લેખન વધુ માહિતીપૂર્ણ, વધુ વાચકલક્ષી બને એના માટે સૌના સાથ અને સહકારની આશા રાખીયે છે.

દીપક દેવધર
[email protected]
@@AUTHORINFO_V1@@