એન્ડ મિલના ઉપયોગથી શોલ્ડર મિલિંગ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    23-Dec-2020   
Total Views |

કાર્યવસ્તુની બાજૂના મશીનિંગનું (યંત્રણ) કામ એટલે એન્ડ મિલિંગ. તેને આ રીતે પણ વ્યાખ્યાત કરી શકાય છે: 'એન્ડ મિલિંગ અર્થાત કાર્યવસ્તુ જમીન પર આડી મૂકવામાં આવે, ત્યારે જે સપાટી જમીનને લંબરૂપ હશે તેનું મિલિંગ'. એન્ડ મિલિંગનું કામ બે રીતે કરી શકાય છે.
1. સૉલિડ કાર્બાઈડ એન્ડ મિલના ઉપયોગ કરીને.
2. એન્ડ મિલ કટર સાથે ઈન્ડેકસેબલ ઇન્સર્ટના ઉપયોગ કરીને.

સામાન્ય રીતે સૉલિડ કાર્બાઈડ ટૂલ ફિનિશિંગ માટે ઉપયોગમાં લેવાય છે. એનો ઉપયોગ રફિંગના કાર્ય માટે કરવો ઘણો અઘરો હોય છે, કેમકે રફિંગના કાર્યમાં એક અથવા વધુ પાસ દ્વારા મોટા પ્રમાણમાં ધાતુ કાપવામાં આવે છે. આધુનિક ટેક્નોલૉજીની મદદથી હવે રફિંગ માટે વિશેષ ભૂમિતિવાળા ટૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. એવા ટૂલ વધુ મોંઘા હોય છે. લઘુ અથવા મધ્યમ ઉદ્યોજક આ એન્ડ મિલની કિંમત ચૂકવી શકતા નથી અને એક વાર એ ટૂલના ઉપયોગથી શોલ્ડર મિલિંગ કર્યા બાદ તેની ધારનું ફરી વાર ગ્રાઇન્ડિંગ કરી ફરી અગાઉ જેવી ગુણવત્તા મેળવવી અત્યંત મુશ્કેલ હોય છે. એટલા માટે રફ કામ માટે ઈન્ડેકસેબલ ઇન્સર્ટવાળા એન્ડ મિલનો ઉપયોગ વધુ કાર્યક્ષમ સાબિત થાય છે.

ઈન્ડેકસેબલ ટૂલથી થતાં લાભ
· ઇન્સર્ટમાં એકથી વધુ કટિંગ ધાર હોય છે.
· કાર્યવસ્તુના ધાતુ અનુસાર અલગ અલગ ગ્રેડના ધાર ધરાવતા ઇન્સર્ટનો ઉપયોગ કરવો સંભવ હોય છે.
· સૉલિડ કાર્બાઈડ ટૂલની સરખામણીમાં ઇન્સર્ટની આવરદા ઘણી વધુ હોય છે.
· કટર બૉડી એ જ રાખી આપણે એમાં અલગ અલગ ભૂમિતિના ઇન્સર્ટ બેસાડી શકીએ છીએ.
· ઉચ્ચસ્તરીય પૅરામીટરનો ઉપયોગ કરી યંત્રણ કરી શકીએ છીએ.
· ધાતુ કાપીને કાઢવા માટે આપણે અલગ અલગ પદ્ધતિઓ વાપરી શકીએ છીએ.
1. એન્ડ મિલિંગ
2. સ્લૉટિંગ (ખાંચા બનાવવા) (સ્ટ્રેટ મિલિંગ અથવા લિનિયર રૅમ્પિંગ જેવી પદ્ધતિથી)
3. બોઅર વધુ મોટું કરવું (હેલિક્લ રૅમ્પિંગ જેવી પદ્ધતિથી)
4. પ્લન્જિંગ
5. ઈન્ટરપોલેશન દ્વારા સ્પૉટ ફેસિંગ
6. ફેસ મિલિંગ

શોલ્ડર મિલિંગ કાર્યનું ઉદાહરણ
પાર્ટ : સપોર્ટ પ્લેટ (ચિત્ર ક્ર. 1)
મટીરિયલ : એસ.જી. આયર્ન
કાર્ય : સ્પૉટ મિલિંગ તથા શોલ્ડર મિલિંગ

1_1  H x W: 0 x
હાલમાં ઉપયોગમાં લેવાતા સૉલિડ કાર્બાઈડ ટૂલની સમસ્યાઓ
અ. ટૂલ વારંવાર તૂટી જતું હતું
આ. આવર્તન સમય/કાપવા માટે લાગતો સમય વધુ હતો, કેમકે પાસની સંખ્યા વધુ હતી
ઈ. વધુ અક્ષીય ઊંડાઈ સુધી યંત્રણ કરવું અત્યંત મુશ્કેલ હતું

2_1  H x W: 0 x
TOMX 10 ટૂલની ખાસિયતો અને લાભ
· ઇન્સર્ટમાં હેલિક્સ હોવાને કારણે કાપવાનો ભાર ઓછો હોય છે.
· છેડા પર યોગ્ય ક્લિઅરન્સ.
· કાપવાની ધાર પર ઉચ્ચ +ve રેક કોણ.
· ઇન્સર્ટ વધુ મોટા હોવાને કારણે એ વધુ મજબૂત અને દ્રઢ હોય છે.
· 3 કિફાયતી કટિંગ ધાર અને શોલ્ડર પર આશ્વસ્ત લંબકોણ.
· મજબૂત કટિંગ છેડાને કારણે વધુ ફીડ પર યંત્રણ કરવું સંભવ.

ઈન્ડેકસેબલ ઇન્સર્ટ પ્રકારના એન્ડ મિલના ઉપયોગથી થતા લાભ
1. પાસની સંખ્યા 16 થી 8 સુધી ઓછી થવાને કારણે આવર્તન સમય 50% ઘટી ગયો.
2. ટૂલ તૂટવાની સમસ્યા દૂર થઇ ગઈ.
3. ટૂલની આવરદા બમણી થઇ ગઈ.
4. અન્ય પ્રકારના ધાતુઓ ઉપર આ ટૂલનો ઉપયોગ કરવો શક્ય બન્યો, જેમકે ઍલૉય સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, કાસ્ટ આર્યન.


1_1  H x W: 0 x
@@AUTHORINFO_V1@@